Humanity books and stories free download online pdf in Gujarati

માણસાઈ

હું ત્યારે એક પ્રખ્યાત હાઈસ્કૂલમા ભણાવતી હતી. મને પહેલાથી જ શિક્ષક બનવુ હતુ. અને મે મારૂ લક્ષ્ય સાધ્યુ. મનગમતુ કામ કરવાની પણ એક મજા હોય છે.
અભ્યાસ પૂરા થયાના થોડા સમયમા જ એક હાઈસ્કૂલમાંથી ઈન્ટર્વયુ નો કોલ આવ્યો, ડેમો લેકચર ગોઠવાણો અને હું સિલેક્ટ... આટલી મોટી હાઈસ્કૂલમા ભણાવવુ એ પણ એક સન્માનની વાત છે.

પણ સમસ્યા એ હતી કે શાળા મારા ધરથી 30 કિમી દૂર હતી એટલે રોજનુ અપડાઉન કરવાનુ થાય. ધણા મનોમંથનના અંતે નકકી કર્યુ કે નોકરી કરવી કારણકે પગાર સારો આપે છે અને ધરમા પૈસાની ધણી જરૂર છે. સાથે અનુભવ મળશે એ મોટી વાત છે.

આમ આપણુ નોકરીનુ ગોઠવાણુ. ભણાવવાનુ ગમતુ પણ અપડાઉન સહન નહોતુ થાતુ, મને બસમા ફેર ચડે અને ઉલટી થાય, પણ હિંમત ન હારતા સંધર્ષ ચાલુ રાખ્યો અને ધીમે ધીમે બધુ ગોઠવાતુ ગયુ.

હવે તો રોજનુ થયુ... એ જ બસ મુસાફરી, એ જ રસ્તો, એ જ શાળા. થાકવા છતા કામ કરવાની એક મજા હતી.

એક દિવસ રોજની જેમ હું રસ્તે જાતી હતી, મારી જ ધુનમા..રોજ નો રસ્તો ખરો ને!!!


મારી આગળ એક ભાઈ ચાલતા હતા.. હવે બન્યુ એવુ કે એને કોઈનો ફોન આવ્યો હશે એટલે તેણે ઝડપથી ખિસ્સામાથી ફોન કાઢયો, નામ જોઈ ફોન ઉપાડી અને વાત કરતા ચાલવા લાગ્યા.. તેના ખિસ્સામાથી કંઈક પડયું એવું લાગ્યું પણ તેનું ધ્યાન ન હતું.

હું પણ પાછળ પાછળ ચાલતા જતી હતી ત્યાં પગ નીચે કંઈ આવ્યુ, નચે જોયુ તો જેન્ટસનુ પાકીટ.. પૈસા થી ખચાખચ ભરેલું. નકકી પેલા ભાઈનુ પડી ગયુ હશે.. 1000-500 ની કેટલીય નોટો પાકીટમાથી ડોકીયા કરતી હતી.

હું દોડી તે ભાઈ પાસે.... ભાઈને પૂછ્યુ તમારૂ પાકીટ ખોવાયુ છે? તે બે ઘડી તો મારી સામે જોઈ રહ્યા.

ભાઈએ ખિસ્સો ફંફોડ્યો.. કંઈ ન મળે.. તેના મોઢા પર મુંઝવણ ના ભાવ દેખાયાં.
તે હાંફળા ફાંફળા થયા..


મે પાકીટ બતાવીને પૂછયુ કે ભાઈ આ તમારૂ છે?
તેણે મારી સામે જોઈ ઝડપથી માથુ હકારમા હલાવ્યુ...

મને પણ અંદાજ આવી ગયો કે પાકીટ તો એમનું જ છે, તેના ખિસ્સામાથી કંઈક પડયું એવું મને લાગ્યું જ હતું. પરંતુ ખાત્રી કર્યા વગર તો કેમ આપવું?? રખેને કંઈક કાચું કપાય તો?


ખાત્રી કરવા માટે મે પૂછયુ અંદર કેટલા રૂપિયા છે?

કોઈ નિશાની ખરી કે આ પાકીટ તમારું છે?


તેણે ફટાફટ રૂપિયા ગણાવી દીધા... 1000 વાળી 8 નોટ, 500 વાળી 3 નોટ, 100 વાળી 5 નોટ, અને દસ, વીસ કે પચાસ વાળી મળીને 500 જેટલા હોય કદાચ... અને અંદર રાધાકૃષ્ણ નો ફોટો પણ છે.


મે તપાસી લીધુ... બધુ તેણે કહ્યા પ્રમાંણે જ હતું. શંકા ને કોઇ સ્થાન ન હતું.

મેં પાકીટ પાછુ આપ્યુ... તેનું હતુ ને તેને આપ્યું.

તે સ્તબ્ધ હતા....
ધડીકમા મારી સામે જુએ અને ધડીકમા પાકીટ સામે... સ્તબ્ધતાથી તેણે મારા હાથમાંથી પોતાનું પાકીટ લીધું અને ફરીથી ખિસ્સામાં મુક્યું. તેને પણ થતુ હશે કે આ જમાનામાં પણ કોઈ પૈસા પાછા આપતું હશે?

તે કંઈ ન બોલી શક્યા પણ તેના ચહેરા પર આભારની લાગણી નીતરતી હતી... એને મારી માણસાઈ ગમી ગઈ એ એની આંખોમાં સ્પષ્ટ દેખાતુ હતુ...

મને પણ દૂરથી મારી બસ આવતી દેખાઈ અને હું ચાલવા લાગી... પણ મારી ચાલ રોજ કરતા અલગ હતી... કંઈક ઉત્સાહ વાળી, કૃતાર્થ થયાના ભાવ વાળી, આત્મવિશ્વાસ વાળી.......

કેમ ન હોય.... આજે હુ જીંદગીની સૌથી મોટી પરીક્ષા, માણસાઈની પરીક્ષામા પાસ થઈ હતી......

મારી અન્ય વાર્તાઓ પણ વાંચી મને પ્રોત્સાહન આપતા રહો.