Tane kya kai khabar chhe - 5 books and stories free download online pdf in Gujarati

તને ક્યાં કઈ ખબર છે - 5

પ્રકરણ 5 : મેડનેસ
 

Event પરથી જેવા અમે ઘરે પહોચ્યા અંકિત પલંગ પર ઢળી ગયો. થોડી સેકંડો  માં તેના શ્વાસ નો અવાજ ઘેરો થવા લાગ્યો અને ધીમે ધીમે તે કાર ના એન્જિન ના અવાજ માં બદલવા લાગ્યો. હું પલંગ પર સૂતો સૂતો મારા વિસે વિચારી રહ્યો હતો. અને મનમાં ને મનમાં બોલી રહ્યો હતો.

બહુ વધારે પડતીજ સામાન્ય છે મારી લાઇફ નહીં. હું ગરીબ પણ નથી, કદાચ હું ગરીબ હોત થોડું  struggle તો રહેત જીવન માં. ઓફિસ થી ઘર અને ઘર થી ઓફિસ, પૈસા કમાઓ ખાઓ મોબાઈલ ઘૂમેડો સૂઈ જાઓ. કોઈ લક્ષ્ય નહીં કોઈ adventure નહીં. હા  adventure  તો થયું  આ  મારો ભાંગેલો હાથ પણ એ થોડું adventure  કહેવાય. હું પણ કઈક બનીસ,  પણ શું કોમેડિયન ખરેખર, હું કોઈને હસાવી  શકું. ખબર નહીં પણ હા કોઈને રડાવી તો નાજ શકું. શું કરતી હશે રાશિ ? લે આ વચ્ચે નવો વિચાર ક્યાં આવ્યો. ફોકસ સમય ફોકસ તારે શું કરવું છે.  તું કોમેડિયન બનવા માગે છે લોકો ને હસાવા માંગે છે,  તારે રિઆલિટી માં લોકોને હસાવવા ના છે તારે મિસ્ટર બીન કે ચાર્લી ચૈપલિન બનવું છે.  ઘરે પહુચી ગઈ હશે રાશિ ? આજે મસ્ત લાગતી હતી એ ? શું વિચારતી હસે એ મારા વિષે ? જોકે એ તો મારા વિષે કઈ જાણતી પણ નહી હોય.  હું પણ એના નામ થી વધુ ક્યાં કઈ જાણું છુ.  રાશિ બહું મસ્ત નામ છે. સમય અને રાશી નામ પણ સારા જોડાઈ જાય છે.  તો શું અમારા છોકરાઓ ને નક્ષત્ર કેવાના ? હું મનમાં મલકાયો, funny  તો છે તું થોડો,  શાબાસ મે મને ટપલી મારી થોડીવારમા મારો શ્વાશ પણ અંકિત ના કાર એન્જિન સાથે હરીફાઈ કરવા લાગી.

સવારે પાચ વાગ્યાં  હશે મારી આખ ખૂલી ગઈ. મે ફોન હાથમાં લઈ મિસ્ટર બીન ના વિડીયો ચાલુ કર્યા. જોતાં જોતાં વિચારવા લાગ્યો કે મિસ્ટર બીન આતો fictional શો છે, ટીવી પર લોકોને હસાવે તો શું હું પણ કોઈ ફિલ્મ માં કે ટીવી માં ઇન્ટરવ્યૂ માટે જાઉં ના, મને ક્યાં ઍક્ટિંગ નો A પણ આવડે છે તો રસ્તા પર ગાંડા કાઢવા માંડું ? ના હું એવો નથી, પણ ટ્રાય કરી શકાય, કઈક તો કરી શકે પબ્લિક માં જઈને. કઈક વિચાર ભાઈ તું, કઈક તો adventure હોવું જઈએ તારી જિંદગીમાં. આજે કઈક તો કરવું પડસે.

હું પલંગ પરથી ઊભો થઈ ફ્રેશ થઈ બહાર walk પર નીકળ્યો. શું રાશિ સવારે walk પર નીકળતી હશે. બિચારી કાલે મોડે સુધી જાગી હશે એટ્લે હજુ સૂતીજ હશે. Walk કરતાં એક બીજો વિચાર આવ્યો. એક વસ્તુ કરી શકાય પણ હું  જે વિચારૂ  છે  એ madness છે. એતો જોઈએ લોકોને હસાવવા માટે,  લોકો સુટ  બુટ પહેરી ને આવતા સિરિયસ માણસ ને જોઈને થોડા હસસે. તારે બનવુજ પડસે ચાર્લી ચાપલિન અને ચાલવું પડસે એની જેમ પણ લોકો મારા પર હસસે. તો જતો રે પાછો તારી બોરિંગ લાઈફ માં. આવા અસંખ્ય વિચારો મગજમાં ચાલતા હતા,  પણ મે એ દિવસે કોમેડિયન બનવાના પહેલા એક્સપેરિમેંટ માટે  ચાર્લી ચૈપલિન ની ચાલવાની રીત અપનાવવા નું નક્કી કર્યું. હજુ સવારના સાડા  5 થયા હતા અને રસ્તા પણ આંગળી થી ગણાય એટલા લોકો હતા. મે બપોરે આ experiment  કરવાનું  નક્કી કર્યું.

હું ઘરે પહોચ્યો અને પલંગ પર સુવા માટે આડો થયો. મને ઊંઘ આવવા લાગી. જોકે અમારા ઘર  નું વાતાવરણ જ એવું હતું થોડીવાર તમે આડા પાડો અને ઊંઘ આવી જાય. અમારા જ નહીં દુનિયાના મોટા ભાગના બેચલર  લોકો કે જે PG  માં રહેતા હોય એમને એવુજ હોય છે. અંકિત ને એ દિવસે 8 થી 4 ની શિફ્ટ હતી.

મારી આંખ ઊઘડી મોબાઈલ માં જોયું તો બપોર ના  2 થયા હતા.હું સઘળો બેઠો થયો અને મનમાં બોલ્યો it’s time for madness.  મે મારા આ એક્સપેરિમેંટ માટે  સફેદ રંગ નો શર્ટ પહેર્યો જે એક બાજુ થી પેન્ટ માં ખોસ્યો, અને ગળા માં પ્લાસ્ટર નો  પટ્ટો તો ખરોજ.  મે કબાટ માથી કાળા રંગ ની ગોળ ટોપી કાઢી. આ ટોપી મે ઉતરાયણ માં લીધેલી જે ધૂળ ખાઈ ગયેલી. ધૂળ ખંખેરી મે કપડાં થી એ ટોપી સાફ કરી અને અરીસા માં જોઈ બોલ્યો હેલ્લો one હેન્ડેડ ચાર્લી, પછી થોડી વાર માં ઘરને લોક કરી નીકળી પડ્યો.

 

હું રિક્ષામાં બેસી inorbit મોલ પહોચ્યો, રિક્ષાવાળા ને પૈસા આપી મારા બંને પગ ઊભા ની જગ્યાએ ક્રોસ કરી  નાના નાના પગલાં લઈ ચાલવા લાગ્યો. હા, આ ખરેખર મેડનેસ જ હતી પણ મે એને એક નવા અનુભવ તરીકે  જોવાનું વિચાર્યું. હું આવી રીતે ચાલતો ચાલતો મોલ ની અંદર પહોચ્યો. અંદર જઈ  પહેલા હું ગ્રાઉંડ ફ્લોર પર આ રીતે ફર્યો. થોડીવાર માં જ બધા લોકોનું ધ્યાન મારા પર જવા લાગ્યું એમાં પહેલા તો નાના છોકરાઓ નું.  એ મારી સામે જોઈ ને હસવા લાગ્યાં. મે માથા પરથી ટોપી કાઢી અને એમાં રાખેલી કેન્ડી છોકરાઓને આપી.

મોટા લોકો મારી આ ચાલ અને હરકતો એકી નજરે જોઈ રહ્યા હતા. કદાચ, એમને એમની આખો પર વિશ્વાશ  નહીં આવતો હોય. હું આવી રીતે ચાલતો ચાલતો મોલના elevator થી થઈને ફર્સ્ટ ફ્લોર, સેકંડ ફ્લોર આખો મોલ ફર્યોં. વધારે મજા તો મને ચાલુ  elevator પર ચાર્લી ચૈપલિન ની જેમ ચાલવાની આવતી હતી. એમાં બે ચાર લોકો એ તો મારી સાથે સેલફી પણ લીધી. તે દિવસે થયું કે લોકો ની નજરમાં આવવા કોઈ સેલિબ્રિટી થવાની જરૂર નથી. થોડી મેડનેસ જ કાફી છે હું 2 કલાક જેવુ આ રીતે મોલમાં ફર્યોં. પછી ઘરે જવાનું નક્કી કર્યું. હું ચાર્લી ચૈપલિન walk style માં જ મોલ ની બહાર નીકળ્યો અને એ રીતે ચાલતો ચાલતોજ રોડ ક્રોસ કરવા લાગ્યો. અચાનક એક બાઇક મારા તરફ આવી અને ધડામ.

મારી આંખ ખૂલી તો હું એજ હોસ્પિટલ માં એજ બેડ પર સૂતો હતો. આ વાત ની ખબર મને ઉપર ફરતા પંખાની ગતિ જોઈને પડી. કેમકે, તે ચાલુ પંખા ના  ત્રણેય પાંખિયા દેખાઈ રહ્યા હતો. મારા જમણા પગ માં પ્લાસ્ટર હતું. આ વખતે શરીર નહોતું દુખતું ખાલી પગ માજ પ્લાસ્ટર હતું. અને હું મનમાં બોલ્યો ઓહહ, ચાર્લી.

મે સામે જોયુ એ જ બે ચહેરાઓ જય અને અંકિત.

અંકિત : કેમ થયું આ એલા ?

હું : છોડ ને યાર

અંકિત : પણ કે તો ખરા હવે  ?

 

હું : પછી કઉ તને નિરાતે. હું જય તરફ જોઈ ને બોલ્યો. શું ચાલે ઓફિસ માં ?

જય : એક bad news છે,

હું : બોલ હવે એ પણ સાંભળી લઈએ,

જય : પેલા જાપાનીસ ઇન્વેસ્ટર ને કોઈ લોસ થયો છે એમને પૈસા ની જરૂર હોવાથી આપડી કંપની માં જે ઈન્વેસ્ટમેન્ટ કરવાના હતા તે અટકાવી દીધું છે.

હું : તો આપણું pramotion ?

જય: position સીનિયર અનાલિસ્ટ ની જ રહેસે પણ જે salary માં increment આવવાનું હતું એ નહીં આવે.

મને મારૂ ગરીબ બનવાનું સપનું પૂરું થતું હોય એવું લાગ્યું.

હું : તો સૌરભ સર ને કહી દેજે  કદાચ હવે વધારે લીવ ની જરૂર પડસે.

જય: તું એની ચિંતા ના કર ભાઈ, હમણાં કોઈ નવો પ્રોજેકટ નથી અને બે ઇન્ટર્ન  આવ્યા છે.   હમણાં તો મને પણ  એને ટ્રેઇન કરવાનું કામ જ આપ્યું છે.

અંકિત મારી સામું જોઈ ને ફરી બોલ્યો : કે તો ખરા, આ થયું કઈ રીતે ?

હું : કઈ નઇ બસ એક બાઇક વાળા એ ઠોકી દીધી.

અંકિત કઈ બીજું પૂછે એ પહેલા જ ડોક્ટર ફાઇલ લઈને પહોચ્યા

મિસ્ટર સમય again  હવે તમારે 3-4  દિવસ અહી એડ્મિટ રહેવું પડસે પછી રજા મળસે. વધારે સિરીયસ નથી આરામ ની ખૂબ જરૂર છે. ડાબા હાથ નું પ્લાસ્ટર તો હવે એક વીક માં ખૂલી જસે પણ પગ માટે કદાચ 20-25  દિવસ રાખવું પડસે. ડોક્ટરે ફરી અંકિત ને બિલ પકડાવ્યું.

જય : ચલ તો ભાઈ હું નિકળું,  કઈ કામ હોય તો કેજે. take care.

હું : હા bye,  see you soon

See you soon બોલતાજ મને રાશિ ની યાદ આવી ગઈ અને હું એના વિસે વિચારવા લાગ્યો.

થોડીવાર માં અંકિત બિલ પે કરીને આવ્યો. અંકિત ને આ વીક માં 8 થી 4 ની શિફ્ટ હતી એટ્લે આજે રાતે એ મારી સાથેજ રહેવાનો હતો. અંકિત આવીને મારી બાજુના બેડ પર બેઠો મારી નજર હોસ્પિટલ ની ઘડિયાળ માં પડી 8 ને 20 થયા હતા મે અંકિત સામે જોયું અને બોલ્યો “ છોલે કુલ્ચા”