Tane kya kai khabar chhe - 6 books and stories free download online pdf in Gujarati

તને ક્યાં કઈ ખબર છે - 6

પ્રકરણ 6 : ધૈર્ય
 

ધેર્ય, અંગ્રેજી ભાષા માં કહું તો patience. દરેક કામ માટે કોઈ નિશ્ચિત પ્રમાણ માં સમય ની જરૂર હોય છે, અને જ્યારે આપણે કોઈ કામ હાથમાં લેતા હોઈએ છીએ ત્યારે ઘણી વખત એ સમય ની અવગણના પણ કરતાં હોઈએ છીએ અને કામ માં ધેર્ય ના રહેતા એ કામ પણ અધૂરું રહી જતું હોય છે. તો ઘણી વખત કઈ ના કરવા માટે પણ ધેર્ય ની જરૂર પડતી હોય છે. આવા ધેર્ય ની જરૂર મારે હતી.

Patience એ patient સાથે જોડાયેલો શબ્દ છે. હું અહી સ્પેલિંગ ની વાત નથી કરતો. પણ patient રહી ચૂકેલો વ્યક્તિ patience ની વ્યાખ્યા જાણતો ના હોય એવું ના બની શકે. જ્યારે નોકરી ચાલુ હતી ત્યારે સમય ખૂબ ઝડપથી પસાર થતો દિવસો, મહિનાઓ અને અત્યારે એક વરસ થી પણ વધુ થઈ ગયું. ત્યારે સમય ને રોકવાની ઇચ્છા થતી પણ આજે આ સમય ની ગતિ વધારવાની ઈચ્છા થાય  છે  ક્યારે આ દિવસો જાય અને ફરી હું મારા પગ પર ઉભો થઈ શકું. ફરી મારી બાઇક લઈને મારી ઓફિસ માં જઇ શકું. નથી બનવું મારે કોઈ કોમેડિયન, મારે તો બસ એક ક્યુબીકલ માં કામ કરતો એક એમ્પ્લોય બનવું છે. રાશીનો ડાંસ જોવો છે એની સાથે વાતો કરવી છે. એવું નહોતું કે આ એક્સિડેંટ ના લીધે મે મારો કોમેડિયન બનવાનો વિચાર છોડી દીધો પણ હવે એહસાસ થતો હતો કે મારી સામાન્ય જિંદગી પણ એટલી ખરાબ તો નહોતી. હું મારા ફાલતુ જોક થી એમાં પણ લોકોને હસાવવા ની કોશિશ જરૂર કરીશ પણ હવે ચાર્લી ચેપલિન બનવાની મેડનેસ તો નહીં જ કરું.

હોસ્પિટલ માં એ ચાર દિવસ,  ચાર વરસ ની માફક વિત્યા. સવારે 8 વાગ્યે અંકિત જોબ પર જતો રહેતો અને સાંજે પાછો હોસ્પિટલ માં આવી જતો.  પણ હું આખો દિવસ એકલો. બપોરે જમવાનું patient માટે હોસ્પિટલ ની કેન્ટીન માથી  જ આવતું

પણ મને કઈ ભાવતું નહી. હા, રાતે અંકિત કઈક સારું જમવાનું લઈ આવતો એ અમે સાથે જમતા.  એ ward  માં patient પણ ઘણા ઓછા હતા હું એમના અને એમની ફૅમિલી ના

ચહેરાઓ જોયા કરતો અને મને મારી માં ની યાદ આવી જતી. ઘડીક એમ પણ  થતું મારી માં

ને કહી દઉં એક્સિડેંટ વિશે,તો પછી એમ થતું એ ખોટી ચિંતા કરશે  એમ વિચારીને ફોન માં ખોટું બોલતો છતાં એકાદ આસું આંખ માથી ખરી જતું. આખરે એ ચાર દિવસો પૂરા થયા અને મને હોસ્પિટલ માથી રજા મળી.

મારા જમણા પગ માં પ્લાસ્ટર હતું એટ્લે ચાલવા માં સપોર્ટ માટે crutch (કાખઘોડી) આપેલી એના સહારે ચાલી તો શકાતું પણ હું ચાલતો ત્યારે ચાર્લી ચેપલિન ની યાદ જરૂર આવતી. ચાર  દિવસ પછી રજા લઈ હું ઘરે પહોચ્યો. અને મારો પલંગ જે હવે સ્વર્ગાસન જેવો લાગતો હતો તેમાં બિરાજયો. અહી પણ હું એકલોજ  હતો કેમકે અંકિત જોબ પર જતો રહેતો હું સળંગ 16-16 કલાક સુધી ઊંઘતો. બીજા ચાર દિવસ પણ વીતી ગયા એટ્લે  હોસ્પિટલ જઈને હાથનું પ્લાસ્ટર ખોલાવ્યું હવે હાથમાં ગરમ પાટો રાખવા ડોક્ટર એ કહયું હતું.

બીજા બે-ત્રણ દિવસ વીતી ગયા. અંકિત ની નાઇટ શિફ્ટ શરૂ થઈ જે રાતે 8 થી સવાર ના 5 વાગ્યા સુધી રહેતી. અમારી બાજુ માં રહેતા સુનિલ કાકા પાસે એક વધારાની વ્હીલ ચેર હતી એમણે  મને બહાર ચક્કર મારવા જવું હોય તો એ માટે આપી હતી પણ હું ક્યાય જતો નહીં. એમ બીજા બે દિવસ પણ જતાં રહ્યા.

તે દિવસે અંકિત રોજ ની જેમ નાઇટ શિફ્ટ માં ગયો હતો. હું crutch, વ્હીલ ચેર ના સાઇડ માં રહેલ સ્ટેન્ડ પર મૂકી વ્હીલ ચેર પર બેસીને બહાર નીકળ્યો. શેરીઓ માં થઈને શિવ મંદિર ના ફળિયા માં પહોચ્યો કેમકે એ એકજ ખુલ્લી જગ્યા મે જોયેલી જે મારી આસપાસ હતી. મંદિર ના ફળિયા માં ઘણા બાકડાઓ હતા. જે મોટા ભાગે આસપાસ રહેતા લોકો થી ભરાયેલા હતા મે આકાશ માં જોયું, પુનમ નો આખો ચંદ્ર દેખાઈ રહ્યો હતો એની ઉપર થી થોડા આછા વાદળો પસાર થઈ રહ્યા હતા. હું પહેલી વખત રાશિ ને મળ્યો તો એ વિશે વિચારી રહ્યો હતો.

શું કરતી હશે રાશિ ? હું એને કોલ કરી લઉં ? ના, પણ એમજ formally વાત તો થઈ શકે. પણ એને હું બે વખત મળેલો હજુ. શું whatsup પર મેસેજ કરું એને ? શું લખું ? મે મારો ફોન કાઢ્યો whatsup open karyu  રાશિ નામનું ઇનબોક્સ ખોલ્યું અને type કર્યું Hey

સિંગલ ટીક માર્ક, ડબલ ટીક માર્ક, બ્લૂ ટીક માર્ક અને 15 સેકંડ પછી મારા ફોર માં રિંગટોન સંભળાઇ સ્ક્રીન પર લખેલું હતું ઇનકમિંગ કોલ from રાશિ.

મે ફોન receive કર્યો અને મને સંભળાયું : ફરી ક્યાં લગાડ્યું ?

હું : શું ?

રાશિ : આ પગ માં શું લગાડ્યું ?

હું આસપાસ જોવા લાગ્યો પણ ક્યાય રાશિ ના દેખાઈ.

હું : ક્યાં છે તું ?

રાશિ. સામે એપાર્ટમેંટ ના સેકંડ ફ્લોર પર જો.

મે ઉપર નજર કરી. 2nd ફ્લોર ની બાલ્કની માં રાશિ ઊભી હતી. હું કઈ પણ બોલ્યા વિના એને જોઈ રહ્યો. એ પણ મારી તરફ જ જોઈ ને હસી રહી હતી

“આ શ્વાસ હવે તારુંજ નામ રટયા કરે છે,

લાગે છે બધી તારીજ અસર છે,

તારુ સ્મિત ભુલાવી દે છે મને બધું,

જાણે આ પીડા પણ પ્રીત ની સમકક્ષ છે,

તને જોઉં છું તો લાગે છે કે, જીવન હવે સફળ છે,

પણ, તને કયા કાંઈ ખબર છે, તને ક્યાં કાંઈ ખબર છે.”