Atal Bihari Vajpayee books and stories free download online pdf in Gujarati

અટલ બિહારી વાજપેયી

અટલ બિહારી વાજપેયી (૨૫ ડિસેમ્બર ૧૯૨૪ - ૧૬ ઓગસ્ટ ૨૦૧૮ ) ભારતનારાજનેતા અને કવિ હતા. પ્રજાસત્તાક ભારતના ૧૦મા વડાપ્રધાન તરીકે અલગ અલગ કુલ ત્રણ ગાળાઓ (૧૯૯૬માં ૧૩ દિવસ, ૧૯૯૮-૧૯૯૯માં ૧૩ મહિના અને ૧૯૯૯-૨૦૦૪માં ૫ વર્ષ) દરમ્યાન સેવા આપી હતી.

વાજપેયી કુલ નવ વખત લોકસભાના સભ્ય અને બે વખત રાજ્ય સભાના સભ્ય રહ્યા હતા. અલગ અલગ સામાન્ય ચૂંટણીમાં અલગ અલગ ચાર રાજ્યો (ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને દિલ્હી)માંથી ચૂંટાનારા તેઓ એક્માત્ર સંસદ સભ્ય હતા. ૧૯૬૯-૧૯૭૨ દરમ્યાન વાજપેયી ભારતીય જન સંઘ (હવે, ભારતીય જનતા પાર્ટી) ના પ્રમુખ હતા


અટલ બિહારી વાજપેયીનો જન્મ કૃષ્ણાદેવી અને કૃષ્ણ બિહારી વાજપેયીને ત્યાં સાધારણ બ્રાહ્મણ કુટુંબમાં ગ્વાલિયરમાં થયો હતો. તેમના પિતા કૃષ્ણ બિહારી એક કવિ અને શિક્ષક હતા. અટલ બિહારી વાજપેયીએ પ્રાથમિક શિક્ષણ બારા, ગ્વાલિયરની સરસ્વતી શિશુ મંદિર નામની શાળામાં લીધું હતું. તેમણે ગ્વાલિયરની વિક્ટોરીયા કોલેજ (હવે, લક્ષ્મીબાઇ કોલેજ)માંથી હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે કાનપુરની DAV કોલેજમાંથી રાજકીય સિદ્ધાંત વિષય સાથે અનુસ્નાતકની પદવી પણ પ્રાપ્ત કરી હતી.


વિરોધીઓ પણ જેમના પ્રશંસકો, ઉદારવાદ અને સમાનતાના દ્યોતક, ખુલ્લું સર્વ સમાવેક વ્યક્તિત્વ ધરાવતા પ્રતિભાસંપન્ન એવા અભૂતપૂર્વ અને પૂર્વ વડાપ્રધાન, નાદુરસ્ત તબિયત ને લીધે રાજકીય નિવૃત્તિ ભોગવતા શ્રી અટલજી ( કે જેઓ ત્રણ રાજકીય પક્ષ ના સ્થાપક રહ્યા ) 2018ના આજના દિવસે સ્વર્ગ-આરોહણ કરી ગયા. ‎ ‎

અટલ બિહારી વાજપેયી, ... ભારતીય રાજકારણ નું એક અલગ જુદું પડતું નામ છે કે જેમને વિરોધપક્ષ ના નેતાઓથી માંડી પુરા દેશ અને દુનિયાના નેતાઓ માનભેર જોતા. અટલજી રાજકારણી ઓછા અને રાજનીતિજ્ઞ વધુ હતા. કવિ હ્ર્દય ધરાવતા અને અદભુત વકતૃત્વ શૈલી ધરાવતા બાજપેયીજી એમના ભાષણો માં વારંવાર સહજતાથી એમની રચનાઓ પ્રવાહિત કરતા અને શ્રોતાઓ ધ્યાનસ્થ બની રહેતા.


લોકસભા અને રાજ્યસભા માં સળંગ ચાળીસ વરસ ચૂંટાયેલા રહેતા અટલજી એ 1980 માં જનતા સરકાર ની પડતી પછી જનસંઘની (કે જેના એ સ્થાપક સભ્ય હતા) નવરચના કરી ભારતીય જનતા પક્ષ ની સ્થાપના કરનાર તથા એક વોટ થી ફક્ત તેર દિવસ માં સરકાર ઘુમાવનાર એવા અટલજી પુરા પાંચ વર્ષ ની અવધિ પુરી કરનાર પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન તરીકે ભારતીય રાજકારણ માં અમર રહેશે !


પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એ અટલજીના પ્રથમ સંભાષણ થી જ એમનામાં ભારતીય રાજકારણ નું ભવિષ્ય જોઈ લીધુ હતુ. એમની રાજનીતિજ્ઞ તરીકે નું હિર ત્યારે જણાઈ આવ્યું કે જ્યારે એ વિરોધપક્ષ માં હોવા છતાં UNO માં કાશ્મીર મુદ્દે રજુઆત કરવા પસંદ કરવામાં આવ્યા.


Good Governance Day (સરસ સંચાલન દિવસ) તરીકે ઉજવાતો 25મી ડિસેમ્બર ના દિવસે 2014 માં ભારત રત્ન તરીકે નવાજવામાં આવ્યા.


આજીવન કુંવારા શ્રી અટલજી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના પ્રચારક રહેલા . હિન્દી, ઇંગલિશ અને સંસ્કૃત માં ડીગ્રી , પોલીટીકલ સાયન્સ માં MA એવા અને 1944 થી જાહેરજીવન માં અગ્રેસર રહેલ અને ક્રિષ્નાદેવી અને (કવિ તથા વ્યવસાયે શિક્ષક ) કૃષ્ણ બિહારી વાજપેયી ના પુત્રરત્ન એવા અટલજી ઓગણીસો ચોવીસ ની પચીસમી ડિસેમ્બરે ગ્વાલિયર માં અવતર્યા.


1984 ની ચૂંટણી માં ફક્ત બે સીટ પર સીમિત પક્ષ પર મજાક કરતા પાર્લામેન્ટરીઅન ને એમણે એમની લોકપ્રિય વકપાટુ શૈલી થી ભવિષ્યદર્શન કરાવેલું કે 'મુજ બીતી તુજ બીતસે, ધીરી બાપુડિયા ' કે જે આજની તારીખે સત્ય સાબિત છે.


મેં 1998 માં પોખરણ માં nuclear test , (પરમાણુ પરીક્ષણ - બાજપેયી સરકાર ના બીજાજ મહિને કરવામાં આવ્યો, જે પ્રથમ પ્રયત્ન પછી છેક ચોવીસ વરસ પછી શક્ય કરાયો.) જૂન 1999 માં કારગિલ યુદ્ધ નો વિજય, સ્વર્ણિમ ચતુર્ભુજ , નેશનલ હાઇવે પ્રોજેક્ટ, , વ. અટલ સરકાર ના માઇલ સ્ટોન યાદગીરીઓ રહેશે.


અટલજી એટલે ભારતીય રાજકારણનો એક બિનવિવાદસ્પદ ચહેરો છે, કે જે સૌ રાજકારણીઓ માં એકસમાન પ્રિય હતો.

આજે ૧૬/૮/૨૨ તેમના નિવાઁણ દિવસે ભારતદેશની વિરલ વ્યક્તિત્વને કોટી કોટી શત શત નમન સાથે શ્રદ્ધાંજલિ અર્પણ.💐💐



.