Mrugtrushna - 3 in Gujarati Love Stories by Hiral Zala books and stories PDF | મૃગતૃષ્ણા - ભાગ 3

મૃગતૃષ્ણા - ભાગ 3

( અનંત ઓફીસ માં આવે છે. પાયલ માં મોડી પહોંચે છે.બધા પાયલ ને બોલે છે , અનંત અને પાયલ સામે સામે આવે છે )

હવે આગળ

સંજય સર : પાયલ બસ યાર ..કોઈ ની પણ સામે કંઈ પણ બોલી દેવાનુ. સામે કોણ છે એ તોહ જો.

પાયલ: (મોઢું નીચું કરીને) સોરી સર

(સંજય સર બોવ ગુસ્સા માં હોય છે અને તે કઈ જ બોલ્યા વગર પોતાની ઓફિસ માં જતાં રહે છે.)

(પાયલ અને બીજા બધાં તેમના તરફ જોવે છે.)

કરણ : પાયલ શું છે આ બધું .

સાક્ષી : એ તો સારું થયું કે અનંત સર આજે ગુસ્સા માં નતા

પાયલ : પણ હું શું કરું ,અચાનક ગાડી પંચર થઈ ગઈ.

આકાશ : પાયલ બસ કર યાર.. હંમેશા બહાના ના હોય.સંજય સર તને માફ કરે છે એનો મતલબ એવો નઈ કે હંમેશા તું આવું કરે.

રાધિકા : બસ કરો બધાં.અને કામ પર લાગો.

(બધાં પોતાના કામ મા વ્યસ્ત થઈ જાય છે,રાધિકા પાયલ પાસે જાઈ છે)

રાધિકા : શું થયું??

પાયલ : યાર ..ખબર નઈ હંમેશા મારી સાથે જ આવું કેમ થાય છે.

રાધિકા : વધારે વિચારીશ નઈ નકર કાલે પણ આવું જ થશે.અને હા કાલે અનંત સર પાસે બધા એકાઉન્ટ બતાવવા તારે જવાનું છે.સો બી પ્રીપેરડ

પાયલ : અરે યાર!

______________

( પાયલ ના ફોન પર કોલ આવે છે.એના કાકા ની છોકરી દિવ્યા નો )

દિવ્યા : ક્યાં છે તું??

પાયલ : અરે દી ક્યાં હોવ! ઓફીસ માં છું , હું પછી વાત કરું દીદી , હમણાં મને બોવ જ કામ છે .

દિવ્યા : પાયલ મારી વાત સાંભળ , આજે જલ્દી ઘરે આવજે મારે તારું બોવ જ જરૂરી કામ છે.

પાયલ : ઓકે ઓકે બાય.

____________________

સાંજે ૬ વાગે.

સંજય સર કરણ ની ફાઈલ જોવા આવે છે.

સંજય સર : કેટલું પત્યું તારું.બોલ

કરણ : બસ , છેલ્લું છેલ્લું છે .૧ મિનિટ

પાયલ ક્યાં છે??

કરણ પાયલ ને બોલાવે છે.

કરણ : પાયલ કમ્ હિયર

પાયલ : ૧ મિનિટ આવું છું.

પાયલ કરણ ના ટેબલ પાસે જાય છે.

પાયલ : બોલો

કરણ : આ ફાઈલ નું થોડું જોઈ લે ને . કરેક્ટ કરીને સર ને આપી છે.

પાયલ ફાઈલ જોઈ ને સર ને આપે છે.

પાયલ : લો જી , આપની ફાઈલ.

(સંજય સર કંઈ બોલ્યા વગર ફાઈલ લઈ ને જતા હોય છે અને પાયલ એમને રોકે છે.)

પાયલ : ૧ મિનિટ ૧ મિનિટ

સંજય સર : પાયલ વચ્ચે થી હટ મારે બોવ જ કામ છે .

( ઓફીસ ના બધા લોકો પાયલ ની સામે જોવે છે.પાયલ પોતાના કાન પકડી ને નીચે બેસી સંજય સર પાસે માફી માંગે છે.)

પાયલ : આઇ એમ સોરી.. પ્લીઝ માફ કરિદો ને . પ્લીઝ

સંજય સર : (થોડી વાર આસપાસ જોઈ ને) તું સુધરીસ નઈ ને .

પાયલ : સોરી 🙏( નાટક કરતા કરતા)

સંજય સર : એટલો ગુસ્સો આવે છે ને પણ શું કરું .

પાયલ : મને માફ કરી દો ને

સંજય સર : (હસતા હસતા) ઊભી થા .

(પાયલ ઊભી થાય છે. અને સંજય સર ને Hug કરી લેઇ છે

પાયલ : સોરી dedu.

સંજય સર : કાલે વેલું ના આયું ને તો dedu ના હાથ નો માર ખાઈશ.

પાયલ : પાક્કું 😁😁

( બધાં લોકો હસવા લાગે છે.)

રાજ : સર તમે પાયલ થી નારાજ થવાનું છોડી દો.તમારા બસ ની વાત નથી.🤣🤣

સંજય સર : એ તો છે .(ખુશ થઈ ને)માસૂમ છે એટલે કંઇ નઈ બોલતો ,પણ હાં હું માફ કરીશ અનંત ક્યારે પણ માફ નઈ કરે.

પાયલ : મારે બીજા કોઈ પાસે માફી માંગવા ની જરૂર પણ નથી.

આકાશ : જો આ નઈ સુધરે.

દેવ: પાયલ એ આપણા બૉસ છે.થોડું તોહ વિચાર કરી ને બોલ.

પાયલ : મને કોઈ ફરક નઈ પડતો..
સંજય સર : પાયલ...

પાયલ : અરે પણ ( પાયલ બોલવા જાઈ છે અને રાધિકા એને રોકી લેઇ છે.)

રાધિકા : અરે બસ કરો તમારું પ્રવચન .

સંજય સર: (બધા ને)આજે સવાર થી બધા વહેલા આવ્યા છે તોહ અત્યારે બધા ઘરે જાઈ સકો છો. ઓફીસ ઓવર.

(બધાં ખુશ થઈ જાય છે અને એક બીજા સાથે વાત કરતા કરતા ઓફીસ થી નીકળવા ની તૈયારી કરે છે.

__________________

( પાયલ ઘરે જાઈ છે અને દિવ્યા તેના ભાઈ સાથે મસ્તી કરતી હોય છે.પાયલ ના પપ્પા ગામડા માં રહેતા હોય છે એટલે પાયલ શહેર માં એના કાકા કાકી અને એમના છોકરા પ્રણવ અને દિવ્યા સાથે રહે છે.)

પ્રણવ રૂમ માંથી બાર જતો રહે છે અને ત્યારે જ દિવ્યા પાયલ ને જોઈ જાઈ છે .અને અને ખેચી ને રૂમ માં લઇ જઇ છે.

પાયલ : અરે ૨ મિનિટ ૨ મિનિટ , ઊભી તોહ રે , અને મને એ કહે કે થયું છે શું?

દિવ્યા : આઇ એમ ઈન લવ 💞💞❤️

( પાયલ આશ્ચર્ય માં પડી જાય છે અને અચાનક બેડ પર થી ઊભી થઈ જાય છે અને મોટા અવાજ થી બોલે છે )

પાયલ : ( ચોકી જાઈ છે) વોટ ??????😟

________________________

{Next day }

(અનંત અને પાયલ ઓફીસ માં હોય છે અને પાયલ થી અનંત ની જરૂરી ફાઈલ પર ભૂલ માંથી પાણી ઢોળાઇ જાઈ છે.અને અનંત પાયલ પર બોવ જ ગુસ્સે થાય છે.સંજય સર પાયલ થી બોવ જ નારાજ થઈ જાય છે અને એને ઓફિસ માંથી કાઢી નાખે છે. )


BE BACK IN NEXT EPISODE ❤️

મૃગતૃષ્ણા

Rate & Review

Rakesh

Rakesh 3 months ago

Jyotika Patel

Jyotika Patel 5 months ago

Chintal Patel

Chintal Patel 5 months ago

Bipinbhai Thakkar

Bipinbhai Thakkar 5 months ago

Vaishali

Vaishali 6 months ago