character in Gujarati Motivational Stories by DIPAK CHITNIS. DMC books and stories PDF | ચારિત્ર્યતા

Featured Books
  • A Normal Day

    सुबह के आठ बजकर सत्रह मिनट हो चुके थे।कमरे की खिड़की से आती...

  • हुक्म और हसरत -33

    ️ हुक्म और हसरत ️#Arsiaएपिसोड 33 — भरोसे के पीछे पिछले कुछ द...

  • adhuri mulakat ka pyaar

    बिल्कुल ️ मैं लगभग 609 शब्दों की एक नई प्रेम कहानी लिख रहा ह...

  • किरदार से आगे !(Beyond the Character)

    " किरदार तो दुनिया देखती है, लेकिन किरदार के पीछे छिपा इंसान...

  • Devil की दास्तान - 56

    (रात का समय।कमरे में हल्की नीली रोशनी फैली हुई है। खिड़की से...

Categories
Share

ચારિત્ર્યતા

//ચારિત્ર્ય//

ઇશ્વરે માનવજીવનું સર્જન કર્યું પરંતુ ચારિત્ર્યનું ઘડતર તો માણસે પોતે પોતાની જાતે જ કરવું પડે છે. શિક્ષણ દ્વારા, અનુભવ દ્વારા અને પોતાની જાતને સતત સુધારતા રહેવાની વૃત્તિ કેળવીને. ચારિત્ર્ય માટે જો કહેવામાં આવે તે એક મીઠી સોડમ જેવું હોય છે. ફૂલ ગમે તેટલું સુંદર અને રંગબેરંગી હોય પણ એનામાં સુગંધ ન હોય તોએ માત્ર ને માત્ર ફ્લાવરવાઝમાં શોભાના ગાંઠીયા જેવું બની રહે છે. જે માણસોમાં ચારિત્ર્ય ન હોય તેઓ પણ નિરૃપદ્રવી સામાજિક પ્રાણીથી કમ નથી. આવા કેટલાક ‘ચારિત્ર્યહીન’ લોકો સમાજ માટે ખૂબ જ ‘ઉપદ્રવી’ પણ હોઈ શકે છે. પરંતુ સમાજ આવા લોકોને વધારેસમય સુધી સહન કરી શકતું નથી.

ચારિત્ર્યની સુવાસ અગરબત્તી કે પરફ્યુમથી પણ વધારે મોહક અને ઉત્તેજક હોય છે અને વધારે દૂર સુધી ફેલાય છે. આ સુવાસ કોઈસ્થળ, પ્રદેશ કે સમયગાળામાં જ બંધિયાર નથી હોતી. એ તો ખંડો, પ્રદેશો અને સદીઓને પાર કરી જાય છે. એના ઉદાહરણ એમહાત્માઓ અને મહાપુરૃષો છે જેઓ સદીઓ પહેલાં જગતમાં જીવી ગયા પરંતુ એમના ચારિત્ર્ય અને ઉચ્ચ વિચારોની સુગંધ જગતમાં આજે પણ પ્રસરેલી છે. એ મહાન ફિલસુફો, વિચારકો, લેખકો, ધર્માત્માઓ અને ઉપદેશકોના જીવનચારિત્રોમાંથી આજે પણ ઘણું બધુંશીખી શકાય છે. માણસના ચારિત્ર્ય ઘડતર માટે આવશ્યક એવા ગુણો સત્ય પરાયણતા, વચનબદ્ધતા, પ્રમાણિકતા, ઇમાનદારી, નિષ્ઠા, એ શત્રુઓને પણ માફ કરી દેવાની ઉદારતા અને અસત્ય સામે લડવા માટેની શૂરવીરતા આ મહાપુરૃષોના જીવન ચરિત્રોમાંથીઅપનાવવા જોઈએ.

હદીસમાં કહેવામાં આવ્યું છે કે માનવીમાં સૌથી શ્રેષ્ઠ ચારિત્ર્યવાળો એ છે જે પોતાના ઘરવાળા સાથે શ્રેષ્ઠ વર્તાવ કરે છે. જે માણસપોતાના સગાસંબંધીઓ, પાડોશીઓ અને સમાજના અન્ય લોકો સાથે દરેક બાબતમાં શ્રેષ્ઠ રીતે વર્તે છે એ નિશંકપણે ઉચ્ચચારિત્ર્યવાળો હોવો જોઇએ. મોટાભાગના લોકો પોતાના ચારિત્ર્યને ઉચ્ચ બનાવવા માટે ઘણા પ્રયત્નશીલ હોય છે. તેઓ સારા સારા ધર્મગ્રંથો વાંચે છે, મનની શાંતિ માટે મંદિર-મસ્જિદ-ગિરજાઘરમાં જાય છે, કથાઓ સાંભળે છે, વ્રતો અને ઉપવાસો રાખે છે, જાત્રાઓ જાયછે, સેમિનાર એટેન્ડ કરે છે, તોય મનને ચેન પડતું નથી, શાંતિ મળતી નથી, સુખ મળતું નથી. શા માટે? કારણ કે જે માણસો આ બધા પવિત્ર કર્મો કરે છે તેઓ જીવનમાં કેટલીક બાબતો છોડી શકતા નથી. આવા માણસોની મુશ્કેલી એ હોય છે કે તેમને ઝડપથી ધનવાનબનવું હોય છે, ઝડપથી સફળ થઈ બધા જ સુખ પ્રાપ્ત કરી લેવા હોય છે પરંતુ એના માટે ચારિત્ર્ય અને નીતિમતા સાથે બાંધછોડ કરવીપડે તો ક્ષણવાર માટે પણ ખચકાતા નથી. બધા જ આદર્શો અને નીતિશાસ્ત્રના બધા જ નિયમો છોડવા પડે તો છોડી દે છે. અનીતિથીસંપત્તિ એકઠી કરવાનો કે બીજા અનૈતિક વિચારોને તેઓ છોડી શકતા નથી.

જીવનમાં કંઇક મેળવવું હોય તો કશુંક છોડવાની તૈયારી હોવી જોઈએ. જ્યારે માણસ મનમાં ધરબાયેલી નફરત, ઇર્ષા, ક્રોધ અનેલાલચને છોડવા તૈયાર થઈ જાય છે ત્યારે એને બીજા માટે પ્રેમ, કરૃણા, દયાભાવ, પરોપકાર અને ઉદારતા જેવા લક્ષણો મળે છે જે એના ચારિત્ર્ય માં ચાર ચાંદ લગાવી દે છે.

ચારિત્ર્ય ક્યારે ઘડાય છે? એનો જવાબ હેલન કેલર આપે છે, “ચારિત્ર્ય સરળતા અને શાંતિથી ઘડાતું નથી. જીવનની મુશ્કેલીઓમાંઆત્મા જ્યારે મજબૂત બને છે અને મહત્વકાંક્ષાને પાંખો મળે છે ત્યારે સફળતા સાંપડે છે.” જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓમાં ઉચ્ચચારિત્ર્ય નિર્માણ થાય છે. ગરીબ હોવું અને પ્રમાણિક પણ હોવું એ ચારિત્ર્યની ઉચ્ચ અવસ્થા છે. ગરીબો અપ્રમાણિક હોય છે એકહેવાનો આશય નથી પરંતુ જ્યારે જે વસ્તુની આપણને સખત આવશ્યકતા હોય એને કોઈપણ જાતના લોભ, લાલચ કે દબાણ વિનાપ્રમાણિકતાથી પ્રાપ્ત કરીએ એમાં ચારિત્ર્યની ઉચ્ચતા છે. નહીં તો અપ્રમાણિકતાથી તો કંઇક પણ પ્રાપ્ત કરી શકાય છે.

પ્રતિભા એકલતામાં નીખરે છે એવું જર્મન કવિ ગટેસ કહ્યું હતું, એમાં થોડા સુધારા વધારા સાથે આપણે કહી શકીએ કે પ્રતિભાની જેમચારિત્ર્ય પણ એકલતામાં નીખરે છે. જ્યારે આપણે સાવ એકલા હોઈએ, કોઈ આપણને જોતું ન હોય ત્યારે પ્રમાણિકતાથી કામ કરવું. હિસાબ કિતાબ કરવો, ફરજ બજાવવી, ચોરી ન કરવી એ ઉમદા ચારિત્ર્યનું લક્ષણ છે. અને ખાસ તો એકલા સ્ત્રી અને પુરૃષ હોય ત્યારેબંનેના ચારિત્ર્યની કસોટી થાય છે. એવું કહેવાય છે જ્યાં એક સ્ત્રી અને એક પુરૃષ હોય ત્યાં એમને પથભ્રષ્ટ કરવા માટે, બહેકાવવા માટેત્રીજો શેતાન હોય છે આવા સમયે પરપુરૃષ કે પરસ્ત્રી સામે મન ઉપર કાબૂ રાખનારનું ચારિત્ર્ય બળ વધારે હોવું જોઈએ. નહીં તો આએક એવી લપસણી ક્ષણ છે જ્યાં સાધુ અને શેતાનમાં કોઈ ભેદ રહેતો નથી. બધા જ ઉપદેશો અને નીતિ નિયમો નેવે મુકાઈ જાય છે. આવી નાજુક ક્ષણોમાં જે પોતાના ચારિત્ર્યની રક્ષા કરી શકે એવા પુરૃષ કે સ્ત્રી અથવા બંનેને પ્રેમભરી સલામ છે. શેતાની કરતૂતો, વિચારો અને અનૈતિકતા સામે લડીને જે ચારિત્ર્યોનું નિર્માણ થાય છે એ ઉચ્ચ ચારિત્ર્યો હોય છે. જીવનનો મુખ્ય સંઘર્ષ કયો છે? નીતિ અનેઅનીતિ વચ્ચેની પસંદગી અને એ પ્રમાણે જીવન જીવવા માટેનો સતત તલસાટ એ સિવાય બીજો સંઘર્ષ શું છે?

આ સંઘર્ષમાં જે લોકો નૈતિકતાને અપનાવી જાતને સતત સુધારતા રહે છે એમને શ્રેષ્ઠ ચારિત્ર્ય નિર્માણનું ફળ મળે છે. આ એક એવું ફળછે જે બજારમાં મળતું નથી. અરે એ તો માતાપિતાના જીન્સમાંથી અર્થાત્ આનુવંશિક લક્ષણોમાંય મળતું નથી! દરેક પોતાની મેળે જચારિત્ર્યનું નિર્માણ કરવું પડે છે. એને જન્મ, વંશ, સંપત્તિ કે પ્રતિભા સાથે કોઈ જ લેવા દેવા નથી. શ્રેષ્ઠ ચારિત્ર્ય વારસામાં મળતું નથી. ઊલ્ટું સજ્જન માતાપિતાના બાળકો દુર્જન જેવા અને દુર્જન માતાપિતાના સંતાનો સજ્જન પણ હોઈ શકે છે. ચારિત્ર્યનો સીધો અને એકમાત્રસંબંધ ખંતપૂર્વક પોતાની જાતને ઉચ્ચ બનાવવા સાથે છે. ઉચ્ચ ચારિત્ર્ય નિર્માણ માટે ઉચ્ચ વિચારો આવશ્યક છે. ઉચ્ચ વિચારો હશે તોજ ઉચ્ચ કાર્યો સંભવ બની શકશે. ચારિત્ર્ય માનસિક અભિગમ અને આપણે આપણો સમય કેવી રીતે પસાર કરીએ છીએ એનો પરિપાકછે. આપણો સમય જ્ઞાાનવૃત્તિમાં કશુંક નવું શીખવામાં કે કોઈને નવું શીખવાડવામાં, સદ્કાર્યો કરવામાં પસાર કરીએ તો એ પ્રમાણેસકારાત્મક પરિણામ મળશે, કારણ કે જેમ ‘નોલેજ ઇઝ પાવર’ (જ્ઞાાન શક્તિ છે) એમ જ ‘કેરેકટર ઇઝ પાવર’ (ચારિત્ર્ય બળ છે) એવુંબુકર.ટી. વોશિંગ્ટને યોગ્ય જ કહ્યું હતું. ધર્મ, નીતિ અને જ્ઞાાન વિના કોઈપણ ચારિત્ર્યનું પૂરેપૂરૃ નિર્માણ થઈ શકે નહીં. આવા નક્કર પાયાઉપર ઊભું થયેલું ચારિત્ર્ય સશક્ત અને અવિચલ હોવાનો આવા ચારિત્ર્યોનું વિકાસ થઈ શકે પણ બદલાઈ ન શકે. અભિપ્રાય બદલાઈશકે છે, ચારિત્ર્ય બદલાતા નથી એવી ડીઝરાયેલીની વાતમાં દમ છે.

આજે સમાજને શાની જરૃર છે? ઉચ્ચ ચારિત્ર્ય ધરાવતા લોકોની. આવા લોકો જ સમાજની આશા છે. સમાજનું ભવિષ્ય આવા લોકો ઉપરનિર્ભર છે. અને આજે આવા લોકોની જેટલી આવશ્યકતા છે એટલી માનવજાતના ઇતિહાસમાં ક્યારેય ન હતી. આજે સમાજો વચ્ચે, સમુહો વચ્ચે, વિવિધ સંપ્રદાયના લોકો, જાતિઓ અને જ્ઞાાતિઓ વચ્ચે પણ જે ક્રુર સંઘર્ષ અને ખૂનામરકી ચાલી રહ્યા છે એને અટકાવવામાટે પણ આવા ઉમદા ચારિત્ર્યવાળા લોકોની ખૂબ આવશ્યકતા છે. જેઓ આવા સમૂહો વચ્ચે ઊભી થયેલી શંકા-કુશંકાઓ અનેગેરસમજને દૂર કરવામાં સહાયભૂત થાય. કારણકે જીનીયસ-મેઘાવી લોકોની આપણે પ્રશંસા કરી શકીએ, ધનવાનોની ઇર્ષ્યા કરીશકીએ, શક્તિ અને સત્તા ધરાવનારાઓથી ભયભીત થઈ શકીએ પરંતુ ઉચ્ચ ચરિત્ર ધરાવતા લોકો ઉપર જ આપણે વિશ્વાસ કરીશકીએ છીએ.

---------------------------------------------------------------------------------------------------

DIPAK CHITNIS (DMC) dchitnis3@gmail.com