Naari tu Narayani - 4 books and stories free download online pdf in Gujarati

નારી તું નારાયણી - 4

આકૃતીનો આક્રોશ આજે બધીજ હદ્દ વટાવી ગયો હતો. ના જાણે કેટલીય વેદનાઓ, કેટલીયે ખુશીઓ મનમાજ દબાવી રાખી હશે. કેટલાય સપનાઓ આંખોની પાંપણ તળેજ દફન થઈ ગયા હશે. કરકસર કરીને જીવતા જાણે જિંદગી જીવતાં જ ભૂલી ગઈ હતી. પણ તેમ છતાંય જાણે તે પોતાના પરિવાર માટે ચૂપચાપ જીવ્યે રાખતી હતી.

એક સામાન્ય મધ્યમ વર્ગીય કુટુંબમાં તે પરણીને આવી હતી. તેના પતિ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા.સાસુ સસરા અને બે દીકરીઓ સાથે આ ચોલના નાનકડા ઘરમાં રહેતા હતા. સસરા પણ તબિયત નરમ ગરમ રહ્યા કરતી હોવાથી કંઈ કામધંધો કરતા નાં હતા. ઘરમાં આવકનો એક જ સ્ત્રોત હતો. તેના પતિની આવક. અને તે થોડું ઘણું સિલાઈ અને એમ્બ્રોઇડરીના કામ કરીને પોતાના પતિને ટેકો કરતી હતી.
આવા સંજોગોમાં તેના સાસુ સતત તેને એક પુત્ર માટે દબાણ કર્યા કરતા હતા. પરંતુ ઘરની પરિસ્થિતિ સમજવા તૈયાર ન હતા. બસ એમને તો હંમેશા એકજ રટણ હતું કે અમારો વંશ આગળ નઈ વધે. તેઓ સમય સમય પર હમેશાં આકૃતિને મેણા ટોણા મારતા હોય છે. આકૃતિ બધું ચૂપ ચાપ સહન કરી લેતી કે જેથી ઘરની શાંતિ બની રહે. આકૃતિ હમેશા એમને સમજાવતી આવી હતી કે આટલી સીમિત આવકમાં આપડા બધાનું જ માંડ પૂરું થાય છે ત્યાં એક નવી જવાબદારી કેમ વધારવી? આ બે દીકરીઓને જ સારું શિક્ષણ આપીને શિક્ષિત નાં બનાવ્યે કે જેથી એમનું તો ભવિષ્ય સુધરે.
એટલે તેના સાસુ હમેશા કહે કે દીકરીઓ તો ભણીગણીને ચાલી જશે. એ કંઈ કમાઈને તને નઈ આપે. એ તો દિકરોજ આ ઘરને તારે. આમ આવી બાબતોની ચર્ચા તો લગભગ રોજની જ થઈ ગઈ હતી. એટલે આકૃતિ બહુ ધ્યાન આપીને એમની સાથે જીભાજોડી નાં કરતી. તે બસ પોતાનું કામ કર્યા કરતી. અને દીકરીઓને જતનથી રાખતી.
એક દિવસ તેની નાની દીકરી રમતાં રમતા દાદરેથી પડી જાય છે. તો તેને ખુબજ ઈજાઓ થવાથી તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે. ઘાવ ઊંડો હોવાથી માથાના ભાગમાંથી ખુબજ લોહી નીકળી ગયુ હોય છે. એટલે ડોક્ટર કહે છે કે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. અને છતાંપણ કઈજ કહી શકાય તેમ નથી. આટલું સાંભળતા તો આકૃતિ જાણે તુટીજ જાય છે. તે જાણે ભાગી પડે છે. તેના પતિ અને ડોક્ટરના આસ્વાષનથી તે પોતાની જાતને સંભાળે છે.
આકૃતિના પતિ ડોકટરને પૂછે છે કે ઓપરેશન માટે કેટલો ખર્ચ થશે? એટલે ડોક્ટર કહે છે કે આશરે બે થી અઢીલાખ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. ઓપરેશનના ખર્ચની વાત સાંભળીને બધા વિમાસણમાં પડી ગયા છે. કે આટલી બધી રકમ એકદમ કેવી રીતે લાવીશું. આ બધું કેવી રીતે થશે. તેઓ ડોક્ટર પાસે થોડો સમય માંગે છે પૈસાની વ્યવસ્થા કરવા માટે અને પછી ઘરે આવી તેના સાસુ સસરાને બધુજ કહે છે કે ડોક્ટર સાથે શું વાત થઈ.
બધાજ ચિંતામાં હોય છે. કે શું કરીશું. એના સસરા એમની જે થોડીઘણી બચત હોય છે. તે આપે છે.તેના પતિ પણ જે બચત છે તેનાથી ઓપરેશનમાં વાપરશે. પણ તોય પર્યાપ્ત રકમ જમા નથી થતી. એટલે આકૃતિ પોતાના ઘરેણાંનો ડબ્બો લાવી અને તેના પતિના હાથમાં મૂકે છે. એટલે તેના સાસુ વચ્ચે આવીને તેના હાથમાંથી ઘરેણાંનો ડબ્બો લઈલે છે. અને કહે છે કે તમે બધા ભાવનાઓમાં આંધળા બની ગયા છો? તમને સમજ નથી પડતી કે ડોકટરે શું કહ્યું છે. કે ઓપરેશન પછી પણ એવી કોઈ જ શક્યતા કે ગેરંટી નથી કે એ દીકરી સાજી થઈ જશે.
તો નાહકના આટલા બધા રૂપિયા એની પાછળ વાપરવાના.અરે હું તો કહું છું કે એ એની કિસ્મતમાં આટલું જ જીવવાનું લખાવીને લઈ આવી હશે. તો રહેવાદો આ ઓપરેશન કરવાનું. ખોટો ખર્ચ કેમ કરવો. ભગવાન પર ભરોસો રાખો તમને દીકરો જરૂર અવતરશે. આને ભલે આટલું આયુષ્ય ભોગવીને જતી હોય તો જવાદો. આટલું સાંભળતાજ આકૃતિના પગ નીચેથી ધરતી જાણે સરકી જાય છે .તેનામાં અત્યાર સુધીની ધરેલી ધીરજનો બંધ જાણે આજે તૂટી જાય છે. તે ગુસ્સાથી તેના સાસુના હાથમાંથી ઘરેણાંનો ડબ્બો લેતા કહે કે તમને આવો વિચાર કરતા પણ શરમ આવવી જોઈએ મમ્મીજી. તમે શું બોલો છો એનું ભાન પણ છે તમને?
એક માં થઈને તમે આવુ કેવી રીતે બોલી ગયા. આટલું બધું થઈ ગયું છે. મારી દીકરીની સ્થિતિ કેટલી નાજુક છે છતાંય હું તેને મરવા માટે છોડી દઉં. એવું શીખવાડો છો તમે? જરા એટલું તો વિચારો કે એક માં તરીકે મારું હૈયું કેમ ચાલે એને આમજ મોત માટે મોતના મુખમાં ધકેલવાની.મારું કાળજું નાં કંપી ઉઠે? આમ આકૃતિ કેટલાય આક્રંદ કરતી, વિલાપ કરતી હોય છે. અને પછી મક્કમ મન સાથે કહે છે મારી દીકરીની સારવાર આ જ પૈસા અને ઘરેણાંથી જ થશે. પછી તરતજ તેના પતિ સાથે બધી વ્યવસ્થા માટે ચાલી જાય છે.
🌺નીતુ જોષી "નીજ" 🌺