Kalakar - 2 books and stories free download online pdf in Gujarati

કલાકાર - 2

કલાકાર :-૨
ત્રણ ગાડી સાફ કરી ને તે ફરી નીલિમા પાસે ગયો.નીલિમા એટલી સમજુ હતી કે રઘુ ના ચહેરા ના ભાવ પરથી સમજી જતી કે તે શું કહેવા માંગે છે ..એમ પણ તે વકીલ હતી ..છતાં તેના માં કોઈ અભિમાન ન હતું .સમય જોઈ ને દરેક નું સ્વમાન જાળવી ને વાત કરવી તેની ખાસિયત હતી.તે રસોડા માં ગઈ અને ચાર રોટલી લઇ આવી અને ૧૦૦ રૂપિયા ની નોટ ...
રઘુ આ જોઈ ને જમીન પર અંગુઠો દબાવ્યા કરતો હતો ..તે રીતસર નીલિમા ને પગે લાગ્યો ..અને રોટલી લઇ લીધી ..પૈસા ના લીધા
"બેન, ખોટું ના લગાડતા ,હજુ આ પૈસા જેટલું કામ નથી કર્યું એટલે એ નહિ લઉં,પણ મારા ટાઇગર ને ભૂખ્યો ના રખાય એટલે આ રોટલી લીધી "
" તું શું ખાઈશ ?"
" મારે ..મારે ચાલશે .."
"જો, આ એડવાન્સ સમજી ને લઇ લે ..તારે કામ લાગશે ..અને જો તને ગમે તો તારું એક વાર નું જમવા નું અમારી સોસાયટી માં બંધાવી દઉં ..પણ થોડા પૈસા ઓછા મળે ?
" ના ,ભૂખ ની તો મને અને આ પેટ ને બંને ને આદત છે ..થોડીવાર માં બંને શાંત થઇ જાય છે ...પણ મને ક્યાંય થોડું ભણવા નું મળે તો ?
" તું જ્યાં રહે છે ત્યાં ના લોકો ભણવા થી ,મહેનત થી દૂર ભાગતા હૉય છે તો તું કેમ એમના જેવો નથી "
"એમના માં બાપ એકલા મૂકી ને નથી ગયા,મારા ગયા છે ,શેઠ ની ગાળો ,અને ગુંડા ઓ નો માર મેં ખાધો છે એમને નહિ,
અને હજી મારે બીજું બધું બહુ કામ બાકી છે. સમાજ આ મંચ પર એક કલાકાર ની કલા તમે નિહાળશો ..
"ઓહો ..તું તો બહુ મોટો થઇ ગયો હોય એવી વાતો કરે છે, જો તારું ભણવાનું હું પાક્કું કરી ને કહીશ,રાત્રી શાળા માં જઈશ ને ?
" ચોક્કસ જઈશ,અને મારા ઉપર તમારું આ ઋણ રહેશે ..જે સમય આવે હું ચૂકવી આપીશ ...એ મારો તમને વાયદો છે .."
એનો ભાવ અને એનો જોશ જોઈ ને નીલિમા ને એના પ્રત્યે માન ઉપજ્યું ..
આ ઘટના ને થોડો સમય વીત્યો.ચોકીદાર હવે રઘુ ને રોકતો નથી.ટાઇગર અને રઘુ રોજ હાઇવે પર જ જાય છે,મુંબઈ ના રસ્તા તરફ એક આશા ભરી નજર નાખી ને પાછા આવે છે.પછી રાત્રી શાળા ને પછી તેમના શેલ્ટર હાઉસ નજીક લાંબા થઇ જવાનું .
એક દિવસ રઘુ અને ટાઇગર બેઠા હતા.
"ટાઇગર,મારો પહેલો ટાર્ગેટ છે, બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર ચમનલાલ દેહાતી.એનું કામ પતાવી ને નીલિમા બેન નો આભાર માની ને આપણે બંને સીધા મુંબઈ ... હવે આપણું ગાડું તો ગબડશે ..પણ રમણ કચરો, શારદા બા,અને પેલો ટ્રાફિક પોલીસ વાળો ..જે ગમે ત્યારે આપણે ને હટાવતો હતો ..ડંડા ના જોરે ..
ત્યાંજ પાછળ કોઈ નીરવ પગલે તેની પાસે આવી ને ઉભું રહ્યું ..વાહનો ની અવરજવર થી લાઈટો નો પ્રકાશ આવી ને જતો રહેતો. અંધારું કાયમનું અને અજવાસ બે ક્ષણ નો ..તે હજુ તેની ધૂન માં જ હતો.તેનો એક માત્ર શ્રોતા તલ્લીન થી તેની વાત સાંભળતો હતો.કુતરા ને સમજ પડી ગઈ કે પાછળ કોણ ઉભું છે ?પણ કોઈ ઈશારો સમજી ને તે ચૂપ રહ્યું ..રઘુ એ આગળ વાત ચલાવી ..
"મારે એ ટ્રાફિક વાળા સાથે એક હિસાબ બીજો પણ પતાવો પડશે .સવી ને એ કચરો લેવા મોકલતો અને .ગંદી હરકત ..જવા દેને તને શું ખબર પડે ..અને એમ પણ એ હલકટ માટે હું મારુ મગજ શું કામ બગાડું ?"
" બરાબર" રાત્રી ના એકાંત માં આટલી મધુરતા ..અવાજ નો માલિક તરફ નજર નાખી તો સવી ..આટલી ઠંડી રાતે પણ એ સવી ને નજીક જોઇ ને એનો પરસેવો છૂટવા લાગ્યો ..
"તું,અહીં ક્યાંથી ..?તને તો તારા બાપુ લઇ ગયા હતા ને અમદાવાદ .."
" બાપુ ની બીમારી હતી ..જે અમને લઇ ગઈ ..હવે બીમારી અને બાપુ બંને ગયા ..હું અને મારી માડી.. બે જ રહ્યા .."
"પણ તું અહીં કેમ આવી ?"
" પેલો રમણ માડી ને રે'વા ની ના પાડે,કે છે પેલો ટ્રાફિક વાળો ના પાડી ને ગયો "
" ચાલ ટાઇગર, આજે રમણ નો કચરો .કરી નાખીએ ..
ત્રણ જન ચાલી ને શેલ્ટર હાઉસ પર પહોંચ્યા .રમણ એક ફાટલી લાલ બંડી અને મેલો ઘેલો જીન્સ પહેરી ને ઉભો હતો .ગુટખા ખાઈ ને કાલા થઇ ગયેલા દાંત, સફેદ ને કાલી મિક્સ દાઢી ..ચાલીસી વટાવી ને અહીં બે ચાર પોલીસ, નાના મોટા નેતા અને સાહેબો સાથે ઓળખાણ કરી અહીં નો લીડર થઇ ગયો હતો.
"જો રઘુ,આ મામલા માં બોલતો જ નહીં "..એ રઘુ ને જોઈ ને તાડૂક્યો.
' હું અત્યારે શેલ્ટર માં નથી આવતો ,તો મારી જગ્યા તૂ આમને આપ ,અને એમ પણ તો અહીં નો મલિક નથી ..સરકારે બધા ને રહેવા માટે આ જગ્યા બનાવી છે"
" પેલો ટ્રાફિક વાળો ના પાડે છે .."
" એમને ફોન કરી ને કહે, વકીલ સાથે વાત કરવી છે ? "
" તું છે ને ...દૂર જ ..તો ..રહે "
"ટાઇગર, જરા પગ પકડ તો .."
"બસ કૂતરું તો કૂતરું જ કહેવાય ..કૂદી ને રમના પગ પકડી લીધો .રમનો બચવા દોડ્યો ..કેટલી બુમાબુમ પછી ..રઘુ એ બૂમ પાડી એટલે ટાઇગર પાછો આવ્યો.
"રમણ જો આજે તો કશું નથી કર્યું ,આ ટ્રેલર છે, તું બીજા સાથે ગમે તે કરજે ..આ સવી , મારો ટાઇગર અને હું ..ત્રણ થી દૂર રહેવાનું .."
અને કાલે સવારે પેલા ટ્રાફિક વાળા ની વાત છે ..
રમણ પીડા થી કરાહતો તો દૂર ઉભો રહ્યો.કંઈપણ બોલ્યા વિના ..સવી એ રઘુ નો હાથ હાથ માં લઈ થોડો દબાવ્યો ..જાણે કે આભાર માનતી હોય એમ ..
રઘુ ને પણ લાગ્યું કે હવે આ ગાડી સાફ કરવા થી કઈ વળે તેમ નથી ..તેને સમાજ માં થી કચરો સાફ કરવા નો છે.અન્યાય નો વિરોધ કરવાનો છે. મજબુર અને લાચાર લોકો ની મદદ કરવાની છે. એક મદદ નો હાથ, પુકાર , અને કોઈ ના હોઠ નું સ્મિત બનવું છે. આ મતલબી દુનિયા ને બતાવી દેવું છે કે ગરીબ છે ,લાચાર છે પણ મહેનત અને હિંમત વાળા છીએ.જંમીન પર રહી ને આસમાન મારે આંબવું છે.
હવે આ ધરતી છોડી ને મુંબઈ જવું છે. પેલા કોન્ટ્રાક્ટર નો હિસાબ પૂરો કરી ને ..

રાતે ૧૧.૩૦ ની સયાજી એક્સપ્રેસ માં રિઝર્વ ડબ્બા માં બેઠો હતો. બાજુ માં "ટાઇગર " અને એક વૃદ્ધ કપલ બેઠું હતું.તેમની નારાજગી વહોરી ને પણ દાદાગીરી થી અંદર આવી ગયો.થોડી વાર પછી ટ્રેન ચાલુ થઇ.તેને પેલા અંકલ અને આંટી ને કહી દીધું કે
"જો તમે હેમખેમ જવા માંગતા હોય તો કોઈ પણ ચાલાકી કર્યા વિના બેસી રહો ..અને મુંબઈ સુધી મને ડબ્બા માં બેસવા દો."
"જો બેટા,તું બેઠો એનો અમને કોઈ વાંધો નથી પણ ..આ કૂતરો ? કહી ને પ્રશ્નાર્થ નજરે જોયા કર્યું .
"બે,કબર ના મહેમાન, આ કૂતરો નથી મારો ભાઈ છે તમારા કરતા વધારે વફાદાર છે.. અને એ મારી સાથે જ રહેશે .."
"સારું ..હા ...ભૈલા .."માજી થોડા ડર થી બોલ્યા
દાદર આવ્યું ત્યારે સવાર ના ૪ વાગ્યા હતા. પ્લેટફોર્મ આવ્યું.સ્ટેશન પર રાત્રે એટલી બધી ભીડ હતી કે બે મિનિટ માટે તો કૂતરો પણ ડઘાઈ ગયો. પ્લેટ ફોર્મ ની બહાર નીકળતા (TC ) રેલવે -ઓફિસર એને રોકવા માંગતો હતો પણ હવે કલાકાર કલા બતાવવા નું શરૂ કરી દીધું હોય તેમ બધા ની વચ્ચે રહી ને બહાર નીકળી ગયો .ભીડ ને કારણે (TC ) દેખતો જ રહ્યો.
ક્યાંય જવું એ ખબર નહોતી માટે રોડ પર ચાલવા લાગ્યો.ચાલતા ચાલતા સુમસામ રસ્તો આવ્યો. ત્યાંજ કોઈ એકદમ તેના પર કૂદ્યું. તે સહેજ જમીન પર પછડાયો અને તરતજ ઉભો થઈ ગયો.તે દૂર હતી ને ઉભો રહી ગયો. રાત્રી ના આછા પ્રકાશ માં પણ તેનો હાથ અને હાથ માં રહેલું લાલ લોહી વાળું રામપુરી ચપ્પુ સ્પષ્ટ દેખાતું હતું.
તેની ઉપર હુમલો કરનાર તે ઇલાકા નો મવાલી શકીલ મસ્તાન હતો. મોત ને સામે જોઈ ને સૂરમાં પણ પટલૂન ભીનું કરી દે તો આ તો સડક છાપ મવાલી ..રીતસર નો કરગરવા લાગ્યો .
"જો મારે તારી સાથે કોઈ વેર નથી ,પણ મને છઁછેડયો તો તારી ખેર નથી .હું પણ રોડ નો મવાલી જ છું. ટ્રેન માં બેસતા પહેલા એક બિલ્ડીંગ કોન્ટ્રાકટર ને સુવાડી ને આવ્યો છું ..ચેક કરવું હોય તો સવારનું છાપું જોઈ લેજે .. અને મને જવાદે ..."
"તારી ઉંમર કરતા મોટી વાત કરે છે, ક્યાં જઈશ ?
" ગમે ત્યાં"
" તો આ જ ની રાત અહીં રોકાઈ જા .. તારી બહાદુરી થી હું પ્રભાવિત છું. અને તારા આ દોસ્ત થી પણ .. એ ગમે ત્યારે મારી પર હુમલો કરતુ ..પણ તારા ઈશારા વિના ચૂપ થઇ ને ઉભું રહ્યું.
"પણ જો કોઈ ચાલાકી કરી કે .."
" શકીલ જબ જબાન દેતા હે તો સમજો જાન દેતા હે ..ભરોસા રખ ..છોટે ..ઈમાનસે બડી કોઈ ચીઝ નહીં હૈ "
" અપુન કિસી કા ઉધાર નહિ રખતા,વક્ત આને પર તેરા એહસાન ચુકા દૂંગા .."
" આઓ ..ઉસ મેદાન કે પીછે ..જીતની ભી ખોલી હૈ વો મેરી બસ્તિ ...હૈ
શકીલ ને ખાબ નહીં કે તે તેનાથી અડધી ઉંમર વાળા ને બસ્તિ માં લઇ જાય છે તે આવતી કાલે મુંબઈ પર રાજ કરશે ..
(ક્રમશ)