KALAKAR - 3 books and stories free download online pdf in Gujarati

કલાકાર - 3

કલાકાર :-3

મુંબઈ .સપના નું શહેર..સવાર નો નજારો રાત કરતા વધુ સુંદર લાગ્યો.રાતે રઘુ ને બિહામણું લાગતું મુંબઈ અત્યારે સોહામણું લાગવા લાગ્યું. એક પ્રીત બંધાવા લાગી શહેર સાથે ..ખોલી ની બહાર કદમ મૂકતાં જ તેને તેનું વડોદરા, તેની દોસ્ત સવી,અને બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર ..બધું જ યાદ કરી લીધું.
તે રમન ને ધમકાવી ને તેને શું સુજ્યું કે સવી ને લઈ ને ચમન લાલ દેહાતી ને ત્યાં ગયો.રાત નો એક વાગ્યો હશે. ચમનલાલ એટલે વર્ષો પહેલા અહીં બોડેલીના રંગપુર થી અહીં કડિયા કામ કરવા આવતો પછી ધીમે ધીમે સાહેબો ને આદિવાસી કન્યાઓ સપ્લાય કરી રોડ અને સરકારી બિલ્ડીંગો ના કોન્ટ્રાક્ટ લેવા માંડ્યો. મજૂરો તો બધા તેને તેના વિસ્તાર માં થી મળી રહે.માસુમ આદિવાસીઓ ને શહેર ની ચમક દમક અને રોજગારી ની મોરી લાલચ આપી અહીં લઇ આવતો પછી પુરુષો ને દારૂ ના રવાડે ચડાવી તેમની સ્ત્રીઓ ને ખોટા કામ કરવા મજબુર કરતો .તેને આ રીતે સફળતા મેળવી ને પ્રતાપનગર હાઇવે નજીક એક બંગલો લીધો હતો. અને રઘુ ના પરિવાર સાથે જે થયું એના સાક્ષી સવલી ના બાપુ હતા .તેમને કીધું હતું કે મારે જીવતે જીવ હું (રઘુ) કોઈ લડાઈ ઝગડા નહિ કરે. આ તો સવી નો બાપુ હતો એટલે એમના માન ખાતર ચૂપ હતો. બાપુ ના ગયા પછી સવલી અને રઘુ એ પ્લાન બનાવ્યો કે એ ચમનિયા નું ઢીમ ઢાળી દેવું ..એટલે પેલો ટ્રાફિક વાળો અને રમણ તો ડરી ને નામ જ નહિ દે ..
બંને ગેટ પર પહોંચ્યા.ચોકીદાર ઊગતો હતો. રઘુ એ ગેટ પર એક લાત ઠોકી..ચોકીદાર એકદમ રઘવાટ માં ઉભો થઈ ગયો .આંખો ચીમોડતાં જોયું તો એક લાંબરમુંછો છોકરો અને સાથે એક છોકરી ..ફાટેલ તૂટેલ કપડાં ..અને મેલો પહેરવેશ ..
"શું છે ?"ચોરી કરવા નીકળ્યા ?"
"ઓ,કામચોર ની ઓલાદ, તારા સાહેબ ને કહે નીચે માલ આવ્યો છે, રોકડા ની જરૂર છે મને ..જો ના કહે તો હું ગિરધારી શેઠ ને ત્યાં જાઉં "
" ઉભો રે, છોકરા ..હું પૂછી ને આવું " છે નાનો પણ તેવર તો જુવો .."શેઠ બે ઘૂંટ પીવા આપે એ લાલચે ચોકીદાર ચમન ને ઉઠાડવા ગયો.
જ્યાં સુધી કઈ જવાબ ના આવે ત્યાં સુધી બંને ગેટ ની બહાર ઉભા રહ્યા. થોડી વાર થઇ ઉપર ના માલ ની લાઈટ સળગી. અર્ધ નશા માં ચમન દેહાતી આવ્યો. આંખો લાલ ચોળ હતી. ચાલવામાં પણ ડગમગ થતો.
ગેટ પર આવી ને "કોણ છે લા ? ગોલકી નો ..અડધી રાતે ..?માં.."
"હું રઘુ સાહેબ, પેલા ટ્રાફિક વાળા એ મોકલ્યો ..મારે પૈસા ની જરૂર છે સાહેબ,મારી માં બીમાર છે. તમારા માટે કામ ની ચીઝ લાવ્યો છું "
એને ઈશારા થી સાવી ને બતાવી.સવી જાણે મજબુર અને ભોળી હોય એમ આજુ બાજુ જોયા કરતી હતી.
" આ તો બહુ નાની છે લા..કઈ થશે તો .."
"સાહેબ ,હું બધું ફોડી લઈશ, બધા મને ઓળખે છે ..તમારી સાથે આ પહેલો સોદો કરું છું ..બાકી તો બધા મોટા મોટા ..."
"ઠીક છે ,બોલ કેટલા ?"
" ૫૦,૦૦૦ ,પુરા "
" ના હોય ..જા મને ઊગવા દે .."
" તો ૨૫૦૦૦ આપો ,પછી કાયમ માટે ઊંઘો બસ..
" શું ?"
" કઈ નહિ ,૨૫૦૦૦ આપો અહીં તો હું બીજે જાઉં "
" ચાલ ઉપર અને પેલી ને પણ લઇ લે "
રઘુ એ જોયું નીચે ની રૂમ માં પંખા ચાલુ હતા. બહાર થી દાદર હતો.પાછળ એક સોસાયટી નું મકાન ની પાછળ ની બાજુ હતી પછી એક કોટ અને મંદિર ની દીવાલ હતી ત્યાર બાદ સીધો ડભોઇ કપુરાઇ હાઇવે હતો .તેને એક નજર માં જ ભાગવા નો રસ્તો માપી લીધો હતો.
બંને રૂમ માં આવ્યા.ત્યાં સુધી માં તો ચમન લાલ રૂપિયા ની થપ્પી લઇ ને તૈયાર હતો.
" સાહેબ ,એક ઘૂંટ ,,ગળા માટે કઈ થાય તો ..પછી હું નીચે ઉભો રહીશ તમ મોજ કરજો "
"પાક્કો હરામી લાગે છે .."ઉભો રહે કહી જેવો તે પાછો ફર્યો .
બેડ પર ની ચાદર નો તેના ચહેરા પર પાછળ થી વીંટાળી ને એક લાત મારી. ચમન એક તો નશા માં હતો અને આ ઓચિંતો હુમલો તેના માટે અઘરો હતો.તે ગડથોલું ખાઈ ને જમીન પર પછડાયો.તે કઈ સમજે તે પહેલા તેના પેટ માં રામપુરી ના ત્રણ ચાર ઘા વાગી ગયા.
થોડી વાર તડપ્યો .
તેનો દેહ સંપૂર્ણ શાંત થઇ ગયો.રૂપિયા અને છોકરી બંને ને લઇ રઘુ પાછળ ની બારી એ થી નીચે ઉતરી ગયો. વોટર પાઇપ અને મંદિર ની છત વચ્ચે નું અંતર માંડ ૩ ફૂટ જેવું હતું. જાણે તેને ભાગવા માં ભગવાન પણ વહારે આવ્યા હોય. ચાકુ તેની પાસે રાખી પૈસા સવી ને આપી દીધા
"સવી, તું અમદાવાદ જતી રહે,હું મુંબઈ જાવ છું.થોડા સમય માટે આપણે નહિ મળીયે.પણ એક વાત યાદ રાખજે .તારે મારી સાથે જ જીવવાનું છે અને મરવા નું પણ .."
"રઘુ,આ સવલી તો તારી જ છે,પણ તું ક્યાં રહીશ, શું ખાઈશ ? અને કદાચ તું પકડાઈ ગયો તો ?
" બધી ચિંતા ઉપર વાળા ને ..અને રહી વાત પકડાવા ની તો મુંબઈ માણસો નું જંગલ છે.ત્યાં મને કોઈ શોધી નહિ શકે. અને એટલે તો ટાઇગર ને સાથે નહતો રાખ્યો.તેના કારણે કદાચ ઓળખ થઇ શકે "
' તારો ટાઇગર છે ક્યાં ?"
" એ રેલવે પાસે ના એક નાળા આગળ હું તેને મૂકી ને આવ્યો છું. રમણ કે તેના માણસો આપણી ગેર હાજરી માં તેને નુકસાન ના પહોંચાડે.
" તું બહુ ખ્યાલ રાખે છે તેનો .."
"મારા બે સગા એક તું અને બીજો એ .."
" ચાલ હવે, છુટા પડીયે ..
બંને માસુમ હતા ..વિદાય ની વેદના સમજી શકે એટલા પક્વ ન હતા પણ મન ખૂણા માં કઈ ખૂંચુતું હોય ..એવું લાગ્યું .એમનું મન એટલું તો જાણી શક્યું કે હવે એક બીજા ને નસીબ ના સહારે છોડી ને જુદા થઇ રહ્યા છે. ગમતું નથી અને ગમે નહિ એ બન્ને ને ખબર છે.
રહું ત્યાં થી ટાઇગર ને લઇ ને સીધો ટ્રેન માં બેઠો .રાતે ૧૧.૩૦ ની સયાજી એક્સપ્રેસ માં રિઝર્વ ડબ્બા માં બેઠો હતો. બાજુ માં "ટાઇગર " અને એક વૃદ્ધ કપલ બેઠું હતું.
ગઈકાલ ની આ ઘટના યાદ કરતો તેને ખોલી માં થી બહાર કદમ મુક્યો અને અટકી ગયો હતો.ત્યાં પ્લાસ્ટિક ના કચરો તેના પર પડ્યો પડ્યો તેને જોયું તો એક સ્ત્રી તેના તરફ જોઈ ને હસી રહી હતી.એટલા માં શકીલ બહાર આવ્યો.તે કોઈ ગલ્લે થી છાપું લઇ આવ્યો હતો.
"સચ મેં યાર,તુને ઇસ ભીડુ કો લંબા કિયેલાં..દેખ ..પેપર મેં ઉસકી ફોટો "
"છોડ ને ઇસકો ક્યાં દેખના કા..કુછ ધંધે કી સોચ .."
" તેરે જેસે સોલિડ કો તો મેં સલામ કરતા બાપ ,"
" બોલા ના સલામ નહીં ,કામ ચાહિયે " ઓર એ બમ્બૈયા ભાષા ભી નહિ ..ગુજરાતી માં વાત કર ..
" મને એટલી નહિ આતી,પર સમજ શકતું હું "
" ચાલશે .."
" ચાલ મેં તુજકો ..હાજી અલી કી દરગાહ પે લે ચલતા હું ..અપને કામ કે આદમી સબ વહી મિલતે હૈ "તું ડરના મત કિસી સે "
" સાલા ..મેરા કાંડ કા પેપર મેં ફોટો દેખ કે ભી બોલતા હૈ "ડરના મત "..કહી ને થોડું હસ્યો .
"ટાઇગર ,ચાલ ..થોડી સેર કરી આવીયે "

(ક્રમશ:)