Varasdaar - 46 books and stories free download online pdf in Gujarati

વારસદાર - 46

વારસદાર પ્રકરણ 46

રાજન મંથનને લઈને જુનાગઢ આવ્યો હતો અને સિદ્ધ મહાત્માનાં દર્શન કરવા માટે ગિરનારની તળેટીમાં લઈ આવ્યો હતો. ગિરનારના જંગલમાં એક ગુફામાં બંને જણા આવ્યા હતા અને ત્યાં કોઈ અઘોરી બાવા બેઠા હતા. મંથન એમનો અવાજ સાંભળીને ચમકી ગયો હતો કે અઘોરી બાબાનો અવાજ તો સ્વામી સર્વેશ્વરાનંદનો જ હતો !

મંથને અઘોરી બાબાને આ બાબતમાં સવાલ કર્યો હતો કે તમારો અને સ્વામી સર્વેશ્વરાનંદજી નો અવાજ એક જ છે એટલે અઘોરી બાવાએ મંથનને કહ્યું હતું કે એ પોતે અનેક સ્વરૂપે સ્વામી સર્વેશ્વરાનંદ જ છે અને શિવજી સાથે લીલા કરવા માટે ગિરનારની તળેટીમાં આવ્યા છે.

" ગુરુદેવ હવે મારા માટે શું આદેશ છે ? " મંથને પૂછ્યું.

" બસ તુજે પ્રસાદ દે દિયા હૈ. વો અપના કામ કરેગા. વો પ્રસાદ દેનેવાલી બાલિકા સાક્ષાત યોગીની થી." અઘોરી બાબા હસીને બોલ્યા.

" જી ગુરુજી. હું તો સંપૂર્ણપણે તમારી શરણમાં છું. મારા જીવનમાં જે પણ પ્રગતિ થઈ એ આપની કૃપાના કારણે જ થઈ છે. " મંથન બોલ્યો.

" મેરે આશીર્વાદ તો હૈ હી... લેકિન તેરે પિછલે જનમોં કે પુણ્ય કર્મ હી કામ કર રહે હૈ. તેરે પિછલે જનમકી તીવ્ર ઈચ્છા અગલે જનમમેં ધન વૈભવ પ્રાપ્ત કરને કી થી. રઈશ બનના ચાહતા થા તુ. તો ઈસ જનમ મેં તેરા સપના પુરા હુઆ." અઘોરી સાધુ બોલી રહ્યા હતા.

" પીછલે જનમ મેં તેરે માતા-પિતા બચપનમેં હી ગુજર ગયે થે. તુમ ભાઈ બહનને બહોત હી કષ્ટ ઉઠાયા થા. તુમ દોનો કે સાથ રિશ્તેદારોંને ભી બહોત દગા કિયા થા. ગરીબીસે તુમ લોગ તંગ આ ગયે થે. તુમ દોનોને અગલે જનમમેં અમીર બનને ઈશ્વરસે બહોત પ્રાર્થના કી થી ઓર તેરી બહનને તપસ્યા ભી કી થી." ગુરુદેવ બોલતા હતા.

" તેરી બહન બહોત હી ભલી થી ઓર લોગો કી બહોત સેવા કરતી થી. સાધુ સંતોકો ઘર બુલાકે ખીલાતી થી. ફિર વો ટ્રેનિંગ લે કે નર્સ બન ગઈ ઓર પૂરી જિંદગી મરીજોં કી બહોત સેવા કી. ઉસને પીછલે જનમમેં લોગો કી સેવા કરકે બહોત પુણ્ય કમાયા ઓર તુજે સુખી કરને કી કામના ભી કી. " સાધુ બોલ્યા.

" ઈસ જનમ મેં તુમ્હારે પાસ જો ભી સંપત્તિ ઓર ઐશ્વર્ય હૈ વો તુમ્હારી ઉસ બહેન કે હિસાબ સે હૈ જો ઈસ જનમમેં તુમ્હારી બીવી બન ચુકી હૈ. ઉસકી હી કિસ્મત સે તુમ્હારી ધની બનને કી કામના પૂરી હુઈ હૈ. ઉસકે જનમ લેતે હી તેરે સાથ ઉસકા શાદીકા રિશ્તા બન ગયા થા ." અઘોરી બોલ્યા.

" જી ગુરુદેવ આપની વાત સાચી છે. મારી સગાઈ પાંચ વર્ષની ઉંમરે થયેલી એ વખતે અદિતિ ત્રણ વર્ષની હતી. પરંતુ ગયા જન્મની બહેન આ જનમમાં પત્ની કેવી રીતે બની શકે ? " મંથને આશ્ચર્યથી પૂછ્યું.

" બિલકુલ હો સકતી હૈ. ઔર પીછલે જનમ કે પતિ પત્ની ઇસ જનમ મેં ભાઈ બહેન યા પુત્ર પુત્રી ભી હો સકતે હૈ. બીવી અગર જલ્દી ગુજર જાતી હૈ ઔર અગલા જનમ લે લેતી હૈ તો ઇસ જનમ કા પતિ અગલે જનમ મેં ઉસકા બેટા યા બેટી ભી બન સકતા હૈ અગર ઉન દોનો કે બીચ મેં પ્યાર હૈ તો. યાદ રખ્ખો કી રિશ્તોં કી યે માયાજાલ સિર્ફ પૃથ્વી કે ઉપર હી હૈ. " ગુરુદેવ કહી રહ્યા હતા.

"રિશ્તે હર જનમમે બદલતે રહેતે હૈં. કભી દૂસરે યા તીસરે જનમ મેં ભી પીછલે રિશ્તે જુડ જાતે હૈં. હમારે બહોત સારે જનમ હો ચૂકે હૈં ઔર કઈ રિશ્તે હમ બના ચુકે હૈ. સબકી આયુષ્ય મર્યાદા એક સરીખી નહીં હોતી. દો આત્માઓ કે બીચ પ્રેમ કા સંબંધ જીતના ગાઢા રહેગા ઉતના હી અગલે જનમને ફિર સે મિલને કા સંયોગ બનેગા." ગુરુજી બોલ્યા.

" જીસ લડકી કે પીછે યે તુમ્હારા દોસ્ત પિછલે જનમ મેં પાગલ થા વોહી લડકીને ઉસકે લિયે હી ફિરસે જનમ લિયા હૈ. ઈસ જનમમે ઉસકી ઈચ્છા પૂરી હો જાયેગી તો કર્મકા બંધન ભી તૂટ જાયેગા. કોઈ ભી તીવ્ર ઈચ્છા નયે જનમ કા બંધન બન જાતી હૈ. ઈસીલિયે મેને ઉસકો શાદી કરને કા બોલા. " ગુરુજીએ પોતાની વાત પૂરી કરી.

બંને મિત્રો ધ્યાન દઈને ગુરુદેવની આ વાણી સાંભળી રહ્યા હતા. ગુરુજીએ ઘણાં બધાં રહસ્યો છતાં કરી દીધાં હતાં. જન્મ મરણના ચક્કરની આંટીઘૂંટી સમજવી એટલી સહેલી નથી !!

"જી ગુરુજી આપશ્રી એ શરૂઆતમાં મને જગાડવાની વાત કરી હતી. આપ મને આદેશ કરો. " મંથન બે હાથ જોડીને બોલ્યો.

" ઐશ્વર્ય પ્રાપ્ત કરનેકી તેરી ઈચ્છા તો પૂરી હો ગઈ. અબ નયા કર્મબંધન મત બનાઓ. ઈચ્છા કા કોઈ અંત નહીં હૈ. ઈશ્વરને જો ભી દિયા હૈ ઉસકા સદુપયોગ કરો. એક દો કામ તો તુમને અચ્છી કિયે હી હૈ. અબ દુસરોં કે લિયે જીઓ. " અઘોરી બાબા બોલ્યા.

" ઔર તુમ્હારી આજકી સ્થિતિ કે લિયે તુમકો તુમ્હારી પત્ની કા શુક્રિયા અદા કરના ચાહિયે. ક્યાંકિ પિછલે જનમમે ઉસકી હી ઈચ્છા થી કિ મેરા ભાઈ બડા આદમી બને. ઉસકી ઈચ્છા પૂરી હો ગઈ હૈ ઓર તુમ બડે આદમી બન ચુકે હો. ઈસ જનમ કા ઉસકા ઉદ્દેશ પુરા હો ચૂકા હૈ. ઈસી લિયે તુમ દોનો કા ઋણાનુબંધ જિંદગીભર નહીં ચલને વાલા. ઉસકો કભી દુઃખી મત કરના" ગુરુદેવ બોલ્યા.

" ગુરુદેવ અદિતિની સુરક્ષા કરો. તમે બધું જ કરી શકો છો. મારે જિંદગીભર અદિતિનો સાથ જોઈએ છે. એ મારા ઘરની લક્ષ્મી છે. " મંથન બોલ્યો.

" ચિંતા મત કરો. અભી કુછ નહી હોને વાલા. ઉસકે ભી કુછ કર્મ અભી બાકી હૈ. નિયતિ કો કોઈ બદલ નહીં સકતા. " બાબાજી બોલ્યા.

" ગુરુજી આપની આજ્ઞાથી ગાયત્રી મંત્ર ની ૧૧ માળા ચાલુ જ રાખી છે. " મંથન બોલ્યો.

" ગાયત્રી મંત્ર કરતે હો તભી તો તુમ યહાં તક પહોંચે હો. વરના ઇસ જગા પે આ હી નહી સકતે. જિસ જગા પર તુમ બેઠે હો વહ ચૈતન્ય ભૂમિ હૈ. ગિરનાર કે નીચે મા ત્રિપુરા સુંદરીકા નિવાસ હૈ. જો પ્રસાદ તુમને ખાયા વો યોગીની ને પ્રગટ કિયા થા. વો અંદરસે તુમકો શુદ્ધ કર દેગા. ઉસને અંદર સે ચિનગારી જલા દી હૈ. બાકી સબ તુમ્હારે હાથ મેં હૈ. " ગુરુદેવ બોલ્યા.

"ઔર ગાયત્રી મંત્ર તો સાક્ષાત સૂર્યકા આવાહન હૈ. પૂરા બ્રહ્માંડ હીલ જાતા હૈ. દિલસે અગર યહ મંત્ર કિયા જાએ તો ઉસસે ક્યા નહી હોતા ? ધીરે ધીરે સારે કે સારે ચક્ર જાગૃત હો જાતે હૈ. શરીર કે હર કોષ નવપલ્લવિત હો જાતે હૈ. સીધા બ્રહ્મસંબંધ હો જાતા હૈ. જો માંગો વો મિલતા હૈ. તપસ્યા તો કરની હી પડતી હૈ બેટા." સાધુ મહાત્મા બોલ્યા.

"ગુરુદેવ જેમ કૈલાશ પર્વત અનેક રહસ્યથી ભરપૂર છે એમ ગિરનારની નીચેનો ભાગ પણ એવો જ રહસ્યમય છે તો શું આખા જુનાગઢ શહેરમાં પણ આ ચેતના વ્યાપેલી છે ? આપે હમણાં જ કહ્યું કે આ સ્થળ ચૈતન્યભૂમિ છે." મંથને પૂછ્યું.

આ સવાલ સાંભળીને રાજન દેસાઈ બોલી ઉઠ્યો.

" ના જુનાગઢ શહેરમાં થોડું પોઝિટિવ ચૈતન્ય તત્ત્વ જરૂર છે. પણ માનવ વસ્તીના કારણે આ ચૈતન્ય ઝાંખું થઈ ગયું છે. જે આ તળેટીમાં છે એ ત્યાં શહેરમાં નથી. આ પોઝિટિવ ચૈતન્યના કારણે જ અહીંયાં નરસિંહ મહેતાને સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનાં દર્શન થયાં હતાં અને તળેટીમાં આવીને રાસલીલા પણ જોઈ શક્યા હતા. "

" સહી કહા હૈ. ગિરનાર કે નીચે કુછ કુછ જગહ એસી હૈ જહાં ભરપૂર ચૈતન્ય તત્ત્વ હૈ. જહા હમ બેઠે હૈ વહાં નીચે અઘોરી સાધુઓં કા બડા સ્થાન હૈ. તુમ દો મિનિટ કે લિયે ધ્યાનમેં બૈઠ જાઓ. મન કો શાંત કરો. ઇસ ગુફા કે નીચે સે સંગીત કા શોર તુમકો સુનાઈ દેગા. " અઘોરી બાબા બોલ્યા.

બંને મિત્રો શાંત થઈ ગયા અને ધ્યાનમાં બેસી ગયા. ચારે બાજુ નિરવ શાંતિ હતી. ધીમે ધીમે બંનેને દૂર દૂરથી કીર્તન નો અવાજ આવતો હોય એવું સંભળાયું. જાઝ પખાજ ઢોલક મંજીરા બધા વાજીંત્રોનો અવાજ આવતો હતો. સાથે ઘણા બધા લોકો કોઈ ધૂન ગાઈ રહ્યા હોય એવું પણ લાગતું હતું. બંને ધ્યાનમાંથી બહાર આવ્યા.

" જી ગુરુજી. ઘણા બધા વાજીંત્રોનો દૂર દૂરથી અવાજ સંભળાતો હતો. " રાજન બોલ્યો.

" સંગીત કી ધૂન પે નીચે મસ્તી મેં સબ નાચ રહે હૈ. યે અગોચર દુનિયા હૈ. યે કિસી કો ભી દિખાઈ નહી દેતે. સિર્ફ સિદ્ધ લોગ હી દેખ પાતે હૈં. " ગુરુજી બોલ્યા.

" ઈસ ભૂમિ પર ઇતને શેર ક્યોં હૈ પતા હૈ ? " ગુરુદેવ બોલ્યા.

" નહીં ગુરુદેવ. " મંથન બોલ્યો.

" શિવ કે સાથ હંમેશા શક્તિ જુડી હુઈ હૈ. જહાં શિવ હૈં વહાં શક્તિકા નિવાસ હોતા હૈ. ઔર જહાં ખુદ શક્તિ નિવાસ કરતી હૈ વહાં ઉસકે શેર ઘૂમતે હી રહેતે હૈ. જગદંબા કા વાહન હી શેર હૈ. ગિરનાર કે ઉપર ભી મા અંબા બૈઠી હૈ." ગુરુજી બોલ્યા.

" મંથન આ ગિરનાર પર્વત હિમાલય કરતાં પણ જૂનો છે. દત્તાત્રેય ભગવાને આ ગિરનાર પર્વતની ટોચ ઉપર તપશ્ચર્યા કરી હતી. ગોરખનાથની પણ આ તપોભૂમિ છે. જૈનોનું પણ આ એક મહત્વનું તીર્થ છે અને ઘણા તીર્થંકરો અહીં આવી ગયેલા છે. આ આખી ભૂમિ ચૈતન્યમય છે. હું તો આનો આખો ઈતિહાસ જાણું છું." રાજન બોલ્યો.

" ગુરુદેવ રાત પડી ગઈ છે હવે અમે નીકળીએ કારણ કે અહીંયા સિંહનો બહુ ડર લાગે છે. " મંથન બોલ્યો.

" કૈસે જાઓગે ? અંધેરેમેં રાસ્તા હી નહીં દિખેગા. ચલો મેં છોડ દેતા હું. જો બાત કહી વો યાદ રખના. યહાં દૂસરી બાર મત આના. મેં તો શિવરાત્રી તક નીચે ચલા જાઉંગા. તુમ્હારે જાને કે બાદ યહ ગુફા ભી બંધ હો જાયેગી. એક બડા પથ્થર અપને આપ આ જાયેગા." સાધુ મહાત્મા બોલ્યા અને એમણે ચલમનો ઊંડો કસ લઈને બંને મિત્રોના ચહેરા ઉપર જોરથી એક ફૂંક મારી.

બંનેની આંખોમાં થોડી બળતરા થઈ. બંને જણા આંખો ચોળવા લાગ્યા. આંખો ખોલી તો જંગલ અદ્રશ્ય થઈ ગયું હતું અને બંને જણા ઝીણા બાવાની મઢી સામે ઊભા હતા !!

" આજ છે સિદ્ધ મહાત્માઓની સિદ્ધિ. બે સેકન્ડમાં તો ત્રણ કિલોમીટરનો જંગલનો રસ્તો કપાઈ ગયો." રાજન બોલ્યો.

" હા યાર ખુબ જ ચમત્કારિક સંત પુરુષ છે. મને અંદરથી પણ ઘણું સારું લાગે છે. એક નવી જ ઉર્જા નો સંચાર મારા શરીરમાં થયો છે. " મંથન બોલ્યો.

રાત્રિના આઠ વાગી ગયા હતા. એ લોકો ચાલતા ચાલતા ભવનાથ આવી ગયા.

" હવે આપણે જમી લઈએ. અહીં એસટી બસ સ્ટેન્ડની સામે પટેલ ડાઇનિંગ હોલ બહુ સરસ છે. તને પણ ગમશે. " રાજન બોલ્યો.

" અરે ભાઈ અહીં તો તું જ મારો ગાઈડ છે. તું જ્યાં લઈ જાય ત્યાં જઈશ. " મંથન બોલ્યો અને રીક્ષા કરીને બંને મિત્રો પટેલ ડાઈનિંગ હોલ પહોંચી ગયા.

જમવાનું ખરેખર સરસ હતું. સૌરાષ્ટ્રના ભોજનમાં છાશનો રિવાજ ખાસ જોવા મળે છે.

જમીને બંને મિત્રો રીક્ષા કરીને હોટલ ઉપર પહોંચી ગયા. રાત્રિના નવ વાગી ગયા હતા.

" આપણી આ મુલાકાત તો પતી ગઈ હવે આગળનું કેવી રીતે કરીશું ? " મંથન રૂમમાં જઈને બોલ્યો.

" કાલે ગુરૂવાર છે. જો ફ્લાઇટમાં ના જવું હોય તો ત્રિવેન્દ્રમ એક્સપ્રેસ આપણને સવારે ૭:૪૫ વાગે મળી જશે. રાત્રે ૧૦:૩૦ વાગે વસઈ ઉતારી દેશે. ત્યાંથી ચર્ચગેટની લોકલ પકડીને આપણે ઘરે પહોંચી જઈશું. " રાજન બોલ્યો.

" પરંતુ ટિકિટ મળશે ? વેઇટિંગ ટિકિટ આપણે લેવી નથી. " મંથન બોલ્યો.

" મારા ઉપર ભરોસો રાખ. કન્ફર્મ ટિકિટ ના મળે તો મને કહેજે. તત્કાલ ચેક કરું છું " કહીને રાજને ગૂગલ ઉપર રિઝર્વેશન સાઈટ ખોલી.

" ફર્સ્ટ માં વેઇટિંગ છે. સેકન્ડ એસી માં ત્રણ સીટો ખાલી બતાવે છે. બુક કરી લઉં છું. " કહીને રાજને મંથનના જવાબની રાહ જોયા વગર જ બે ટિકિટ બુક કરી દીધી.

" હવે શાંતિથી સૂઈ જઈએ. સવારે ૭ વાગે હોટલ છોડી દઈશું." રાજન બોલ્યો અને રજાઈ ઓઢીને સુઈ ગયો. શિયાળાની સિઝન હતી અને પાછું એસી પણ ચાલુ હતું.

સાડા નવ વાગવા આવ્યા હતા. રાજન તો સવારે વહેલો ચાર વાગે ઉઠી જતો હતો એટલે એને તો તરત ઊંઘ આવી ગઈ પરંતુ આટલી વહેલી ઊંઘ મંથનના નસીબમાં ન હતી.

સ્વામીજીએ કરેલી વાતો ઉપર મંથન વિચારે ચડી ગયો. અદિતિ ગયા જન્મમાં પોતાની સગી બહેન હતી અને એણે મારી સમૃદ્ધિની કામના કરી હતી. ઈશ્વર પાસે મારા માટે વૈભવ માગ્યો હતો. આ જન્મમાં પણ ત્રણ વર્ષની ઉંમરે મારી જિંદગીમાં આવી ગઈ અને લગન પછી હું આટલો બધો શ્રીમંત બની ગયો !! ગયા જનમમાં એણે જ કરેલું પૂણ્ય મને ફળ આપી રહ્યું હતું.

એણે ભલે મારી ઉપર શંકા કરી હોય પરંતુ મારે એના ઉપર આટલો બધો ગુસ્સો રાખવો જોઈએ નહીં. એ બિચારી મને સાચા દિલથી પ્રેમ કરે છે. પઝેસિવ છે એટલે એનું આવું રિએકશન મારે સ્વાભાવિક ગણી લેવું જોઈએ. મેં એની સાથે ચાર પાંચ દિવસથી વાત જ નથી કરી. એના ફોન પણ ઉપાડયા નથી.

એ ઉભો થયો અને મોબાઈલ લઈને ગેલેરીમાં ગયો. એણે અદિતિને ફોન લગાવ્યો. અદિતિએ તરત જ ફોન ઉપાડી લીધો.

" અદિતિ મંથન બોલું. જુનાગઢ આવ્યો છું. સોરી તારી ઉપર થોડો ગુસ્સો હતો એટલે વાત નહોતો કરતો પરંતુ હવે મારા મનમાં કંઈ જ નથી. હું કાલ સવારની ટ્રેનમાં નીકળું છું. રાત્રે ૧૧:૩૦ વાગે ઘરે પહોંચી જઈશ. " મંથન બોલ્યો.

" તમે જલ્દી આવી જાઓ. તમારા વગર અહીં ગમતું નથી. તમે જાણો જ છો કે તમારા વગર હું રહી શકતી નથી. તો આટલા બધા નારાજ રહેવાનું ? ગુસ્સો કરવાનો હક તમને જ છે ? અમને ના હોય ? " અદિતિ લાડથી બોલી.

" સોરી બાબા. ભૂલી જવાનું. ચાલો ગુડ નાઈટ. " મંથન બોલ્યો. અદિતિએ પણ ગુડ નાઈટ કહ્યું.

રાજન તો વહેલી સવારે ચાર વાગે ઉઠી જતો હતો. ઊઠીને હાથ પગ ધોઈને ઊંડા ધ્યાનમાં બેસી જતો હતો. એને ધ્યાનની ઘણી સારી પ્રેક્ટિસ હતી. એ થોડી મિનિટોમાં જ મગજના બીટા લેવલથી આલ્ફા લેવલના તરંગો સુધી પહોંચી જતો હતો. આલ્ફા લેવલ જમણા મગજનું એક એવું સ્ટેજ છે જ્યાં પહોંચીને તમે વિઝયુલાઈઝેશન કરી કોઈપણ વસ્તુ પ્રાપ્ત કરી શકો છો અને યુનિવર્સ સાથે જોડાઈ પણ શકો છો !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)