Love Revenge Spin Off Season - 2 - 20 books and stories free download online pdf in Gujarati

લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-20

લવ રિવેન્જ

પ્રકરણ-20

 

"એ મારો નહીં થાયને...!?" લાવણ્યાએ રડમસ સ્વરમાં ભીંજાયેલી આંખે વિશાલને પૂછ્યું.

        સિદ્ધાર્થના ઘરે ડ્રૉપ કરી ગયાં પછી લાવણ્યા ફ્રેશ થઈને મોડી સાંજે ખેતલાપા ટી-સ્ટોલ મળ્યાં હતાં. સવારે નેહાએ કેન્ટીનમાં કરેલાં ઝઘડાં વખતે વિશાલ ત્યાં હાજર નહોતો. લાવણ્યાએ મળ્યાં પછી બધી વાત વિશાલને કહી સંભળાવી હતી. સાથે એપણ જણાવ્યુ કે સિદ્ધાર્થ હજીપણ તેનાથી દૂર રે' છે. અને એક કિસ માટે પણ તરસાવે રાખે છે. આખીવાત જણાંવતી વખતે લાવણ્યાની આંખો અનેક વખત ભીંજાઇ ગઈ હતી.

        "નવરાત્રિની ખરીદી કરી લીધી....!?" લાવણ્યાનું મન ડાયવર્ટ કરવાં વિશાલે પૂછ્યું.  

        "ના....!" પોતાની એક્ટિવા ઉપર બેઠેલી લાવણ્યા ખિન્ન સ્વરમાં બોલી "હજી વિચારી રહી છુ....!"

        "અરે હવે દસ દિવસ જ બાકી છે....!" વિશાલ બોલ્યો "પછી ક્યારે જઈશ....!?"

        "તું આવીશ જોડે....!?" લાવણ્યા વિનંતીના સ્વરમાં બોલી "હું એકલી-એકલી કેમની જાઉં....!?"

        "કેમ સિદ્ધાર્થ નઇ આવે...!?"

        "મારે એને સરપ્રાઈઝ આપવાની છે ....! બધી ચણિયાચોલી એ એડવાન્સમાં જોઈલે તો મજા ના આવે....! હું ઈચ્છું છું કે એ મને સીધી તૈયાર થયેલી જોવે....!"

        "બધી ચણિયાચોલી એટ્લે....!?" વિશાલને નવાઈ લાગાતાં તેણે હાથ ઊંચો કરીને પૂછ્યું "એમ કેટલી લઇશ...!?"

        "કેમ વળી...!? નવ દિવસની નવ....!" લાવણ્યા સ્વાભાવિક બોલી.

        "તું ગાંડી થઈ ગઈ છે......!? એટલો બધો ખર્ચો....!" ચોંકી ગયેલો વિશાલ બોલ્યો "નવ દિવસની નવ ચણિયાચોલી....!? ત્રણ હજારની એક ગણું તોય સત્યાવીસ હજાર થયાં.....!" વિશાલ થોડું અટક્યો અને લાવણ્યાનો ઢીલો થઈ ગયેલો ચેહરો ઊંચો કરીને બોલ્યો "અને બીજો બધો ખર્ચો કયાઁ ગયો...!? ચણિયાચોલી જોડે પહેરવાંની એક્સેસરીઝ...! નવ દિવસનો પાર્લરનો ખર્ચો...!?"

        લાવણ્યા ચૂપ રહી અને હાઇવે ઉપર જઈ રહેલાં વાહનો તાકી રહી.

        "પચાસ-સાઇઠ હજારનું બજેટ બેસે....." વિશાલ અડસટ્ટે ગણતરી કરતાં બોલ્યો "આટલો બધો ખર્ચો ક્યાંથી કરીશ...!?"

        "હું મેનેજ કરી લઇશ....!" ભીંજાયેલી આંખે લાવણ્યા હજીપણ રોડ ઉપર વાહનો સામે તાકી રહી હતી.

        "શું મેનેજ કરી લઇશ...!?" વિશાલ હવે અકળાયો " યાદ છે ને....!? તું મિડલ ક્લાસની છે?"

        લાવણ્યા થોડીવાર ઘુરકીને વિશાલ સામે જોઈ રહી.

        "શું....!?" તેની સામે જોઈ રહેલી લાવણ્યાના ચેહરા જોઈને વિશાલ બોલ્યો "સાચું તો કહું છું....! આટલો બધો ખર્ચો તું કેમનો કરીશ...!?

        "અરે ....મે પૈસાં બચાવ્યા છે એના માટે યાર....!" લાવણ્યા થોડું ચિડાઇને બોલી.

        "શું વાત છે...!?" વિશાલે કટાક્ષમાં કહ્યું "તું પૈસાં પણ બચાવી જાણે છે એમ..!? ક્યારથી...!?"

        "કેમ...!? મિડલ ક્લાસના લોકોને બચત કરતાં ના આવડે...!?" હવે લાવણ્યાએ ચિડાઇને કટાક્ષ કર્યો.

        "પણ તું આટલો બધો ખર્ચો શું કામ કરવાં માંગે છે...!?" વિશાલ હજુપણ અકળાયેલો હતો "સિદ્ધાર્થ પાછળ દેવાળું ફૂંકવાનું છે તારે...!?"

        લાવણ્યાને માઠું લાગી ગયું. તેણે પાછું રોડ બાજુ જોવા લાગ્યું.   

        "નવરાત્રિજ છેલ્લો ચાન્સ છે....!" થોડીવાર પછી લાવણ્યા નિરાશ સ્વરમાં બોલી "પછી કોલેજમાં દિવાળી વેકેશન પડશે....! Sid કદાચ બરોડા જતો રે'શે....! નેહા પણ બરોડાનીજ છે....! એ પણ જતી રે'શે...!"

        લાવણ્યાની આંખ ફરી ભીની થઈ ગઈ - "કદાચ નેહા દિવાળીમાં સિદ્ધાર્થને હાં પાડી દેશે...!"

        વિશાલને લાવણ્યાનો ઢીલો ચેહરો જોઈને દયા આવી ગઈ. તેણે લાવણ્યાનાં ખભાં ઉપર સહાનુભૂતિથી હાથ મૂક્યો.

        "તને એવું કેમ લાગે છે કે નેહા દિવાળીમાં સિદ્ધાર્થને હાં પાડી દેશે....!?" વિશાલે પૂછ્યું.

        "મારું મન કે' છે....!" લાવણ્યા બોલી "મનેતો એવું લાગે છે કે નેહા નવરાત્રિમાંજ 'હા' પાડી દેશે...!"

        "પણ તને એવું કેમ લાગે છે...!?" વિશાલે અધિર્યાં સ્વરમાં પૂછ્યું.

        લાવણ્યા હવે રડું-રડું થઈ ગઈ હતી.

        "કેમકે મે જોયું છે....!" લાવણ્યા રડમસ સ્વરમાં બોલી "જ્યારથી હું સિદ્ધાર્થની પાછળ પડી છું ...! ત્યારથી નેહાનું વર્તન બદલાઈ ગયું છે....! એ મને સિદ્ધાર્થની જોડે જોઈને ભડકે છે....! જેલસ થાય છે...! હું જો સિદ્ધાર્થને અડપલાં કરું કે એની જોડે ફ્લર્ટ કરું તો.... તો એનો પારો સાતમા આસમાને ચડી જાય છે....!"  

        ".............મને લાગે છે કે નેહાએ કોઈક કારણસર આવેશમાં આવીને "ના" પાડી દીધી હશે...!" થોડીવાર ચૂપ રહ્યાં પછી લાવણ્યા ફરી બોલી "હવે મને અને સિદ્ધાર્થને સાથે જોઈને નેહાને પોતાની ભૂલ સમજાઈ હશે....! પણ કદાચ તે સિદ્ધાર્થને કઈ નથી શકતી....! અને સિદ્ધાર્થ....!"

        "એ રાહ જોઈ રહ્યો છે.....!" વિશાલ લાવણ્યાની વાતનો અર્થ પામી ગયો "કે નેહા ક્યારે પોતાની ભૂલ માનીલે અને "હા" પાડી દે....!"

        "હાં.....!" લાવણ્યાને ડૂસકું આવી ગયું. તેણે પરાણે પોતાની ભાવનાઓ ઉપર કાબૂ મેળવ્યો.

        "અને એટ્લેજ કદાચ એ જાણીજોઇને તારી જોડે ફરે છે....! જેથી નેહા જલતી રહે ...! અને જેલસીને લીધે સિદ્ધાર્થ તારી તરફ પૂરેપૂરો ખેંચાઇ જાય એ પહેલાં છેવટે તે (નેહા) એને હા પાડી દે....!" વિશાલ બોલ્યો. 

        લાવણ્યાએ પોતાનાં ગાલ ઉપર દદડીને આવેલાં આંસુઓ લૂંછયાં.

        "તને નથી લાગતું કે સિદ્ધાર્થ આરીતે ફક્ત તારો યુઝ કરી રહ્યો છે...! નેહાને મેળવવા..!? તારી ઇમોશન્સ સાથે રમી રહ્યો છે...!?" થોડીવારના મૌન પછી વિશાલ ફરી બોલ્યો.

        "નાં....! પહેલાં લાગતું'તું....!" લાવણ્યાએ કહ્યું "પણ હવે નથી લાગતું કે એ મારો યુઝ કરી રહ્યો હોય...!"

        "કેમ...!? તને એવું કેમ લાગે છે...!?" વિશાલને નવાઈ લાગી.     

        "કેમકે મેં એની આંખોમાં મારાં માટે પ્રેમ જોયો છે......! અને તેનાં બિહેવિયરમાં ફીલ પણ કર્યો છે....!" લાવણ્યાની આંખોમાંથી હવે ફરીવાર આંસુ નીકળીને ગાલ ઉપર સરકતા નીચે પડ્યાં "બસ નેહાને કારણેજ એ પોતાને રોકીલે છે....!"

        "એક વાત પૂછું....!?" વિશાલે થોડીવાર પછી ધીમાં સ્વરમાં કહ્યું "તને ખરેખર લાગે છે કે સિદ્ધાર્થ પણ તને પસંદ કરે છે...!?"     

        લાવણ્યા વિચારે ચડી ગઈ અને ફરી હાઇવે તરફ તાકવાં લાગી.  

        "હાં...! એ મને પ્રેમ કરે છે...! મને પાક્કી ખબર છે....!" લાવણ્યાએ ભારપૂર્વક કહ્યું "પણ નેહા એનો ફર્સ્ટ લવ છે....! એ એની સાથે મેરેજ કરવાં ઘણાં સમયથી પાછળ પડ્યો હતો..! એટ્લેજ એ હજીપણ નેહા સાથે મેરેજ કરવાં ઈચ્છે છે....! એ મને પણ લવ કરે છે....! પણ એ નેહા માટેની એની ફીલિંગ્સ એનાં હ્રદયને મારી જોડે આવતાં રોકે છે...!"   

        "એ મૂંઝાઇ ગયો છે.......!" થોડીવાર પછી ફરી લાવણ્યા બોલી "નેહાની અને મારી વચ્ચે...! કોને પસંદ કરવી...! એ નક્કી નથી કરી શકતો...!"

        વિશાલ દયાભાવથી લાવણ્યા સામે જોઈ રહ્યો.

        "તું સાચેજ બહુ બદલાઈ ગયી છે હોં....!" વિશાલ બોલ્યો.

        લાવણ્યાએ ભીની આંખે હળવું સ્મિત કર્યું.

        "હાં....! તારી વાત સાચી છે વિશાલ...! હું પોતે મારાંમાં આવેલો એ બદલાવ અનુભવી શકું છું....!"

        બંને પાછાં થોડીવાર મૌન થઈ ગયાં.

        "યાદ છે...!? કોલેજના પહેલાં બે વર્ષમાં હું કેવી હતી...!?" લાવણ્યાની આંખો સામે પોતાનાં ભૂતકાળના એ દ્રશ્યો તરવરવા લાગ્યાં.

        "હાં યાદ છે ને ....!" વિશાલે હળવું સ્મિત કર્યું "એકદમ ઘમંડી...! કોઈની વાત ના માનનારી જિદ્દીલી......! તોછડી...! ગમેત્યારે ગમેતેની ઇન્સલ્ટ કરી નાંખનારી...!"

        લાવણ્યા હળવું દર્દભર્યું હસી -"હાં....! પ્રેમ જેવાં સીધાં છોકરાંની હું બહુ ઇન્સલ્ટ કરતી...!ગ્રૂપમાં પણ કોઈનું કીધું નહોતી કરતી...! જે મારાં ટાઈપનું ના હોય એને હું તુચ્છ નજરે જોતી...! એમની મજાક ઉડાવતી..!"

        ....એમ કરતાં કરતાં આપણે ત્રીજા વર્ષમાં આવી ગયાં....! અને સિદ્ધાર્થ મારી લાઇફમાં આવ્યો...! એણે પહેલાંજ દિવસે મારી ઇન્સલ્ટ કરી નાંખી...! મારો ઘમંડ ઘવાયો...! અને એની જોડે બદલો લેવાની મને તીવ્ર ઈચ્છા થઈ....! પણ બદલો લેવાનાં ચક્કરમાં હું એનાં પ્રેમમાં પડી...!" લાવણ્યા ભીનાં સ્વરમાં શૂન્યમનસ્ક તાકતી રહી અને બોલતી રહી. તેની નજર સામે એ બધાંજ દ્રશ્યો એક ફિલ્મની પટ્ટીની માફક આવવાં લાગ્યાં.

         "....એણે મને કોઈ ભાવ ના આપ્યો...! તે મારી સામે પણ નહોતો જોતો....! જાણે મારું કોઈ અસ્તિત્વજ નહોતું...! એણે મને સતત ઇગનોર કરી....! આજ વાત  મને સૌથી વધુ કઠતી....!

        ...... છેવટે મારો ઘમંડ તૂટી ગયો...!હું એનાં કરીશ્માઇ વ્યક્તિત્વ તરફ એવી આકર્ષાઈ ગઈ કે મને કોલેજથી ઘરે જવાનુંજ ના ગમે....! આજેપણ દિવસ પૂરો થયાં પછી હું આતુરતાપૂર્વક બીજો દિવસ ઊગે એની રાહ જોયા કરું છું......!

        ....સિદ્ધાર્થને જોયાં વીનાં દિવસ શરૂજ નથી થતો....! અને એને જોયાં પછી દિવસ પૂરોજ ના થાય એવી સતત ઈચ્છા મને થયાં કરે છે...!"

        "...શરૂઆતમાં મને કદાચ એની તરફ ફિઝિકલ આકર્ષણ હતું...!" થોડીવારના મૌન પછી લાવણ્યા ફરી ભીનાં સ્વરમાં બોલવાં લાગી "પછી મને ખબર પડી કે એ નેહાને પ્રેમ કરે છે અને નેહા કોઈ બીજાને....!  છતાંપણ Sid એને પ્રેમ કરે જતો હતો...!  સિદ્ધાર્થનો નેહા પ્રત્યેનો એ પ્રેમ જોઈને મને સમજાયું કે કોઈને પ્રેમ કેવીરીતે કરાય...! નેહાની ધરાર ના છતાંપણ સિદ્ધાર્થને પ્રેમ કરે જાય છે...! એનાં મળવાની કોઈ ઉમ્મીદ નથી...! છતાંપણ Sid નેહાને પ્રેમ કરે જાય છે...! એજ વાત હું પણ શીખી...! અને હું પણ એને પ્રેમ કરે જઉ છું....! સિદ્ધાર્થે મને શીખવડ્યું કે કોઈપણ જાતની એક્ષ્પેક્ટેશન વીનાં કોઈને પ્રેમ કેવીરીતે થાય...!

        ....જેને પ્રેમ કરો એનાંમાં પોતાનું સમગ્ર અસ્તિત્વ સંપૂર્ણપણે ઓગળી જાય ત્યાંસુધી તેને પ્રેમ કરો..! પ્રેમમાં કોઈ ઘમંડના જોઈએ....!બીજી છોકરીઓ સામે સિદ્ધાર્થ ભલે ગમે તેવો સખત થઈને ફરતો....! પણ નેહા સામે તેનો બધોજ ઘમંડ ઓગળી જાય છે...! આજ વસ્તુ હું પણ શીખી...! અને એની સામે મારો ઘમંડ પણ ઓગળી ગયો...!   "

        લાવણ્યા ગળગળી થઈ ગયી અને તેની ભીની આંખોમાંથી ફરીવાર આંસુ દદડવા લાગ્યાં.   

        ".....હું જેટલો પ્રેમ તેને કરતી'તી એટલો પ્રેમ હું પણ તેનાં તરફથી ઝંખતી...! પણ એ પ્રતીભાવ મને કદી નહોતો મળ્યો....! આજેપણ નહીં...

        .... હું જાણું છું એ પણ મને પ્રેમ કરેજ છે....! બસ એ જતાવતો નથી...!"

        ...દિવસેને દિવસે એ મારાં શરીરની એકે એક નસમાં....! શરીરના દરેકે દરેક ખૂણામાં સમાતો જાય છે...! એ મારી આત્મામાં એરીતે સમાઈ ગયો છે ....કે ..કે હું એનાં વિનાનું જીવન ઈમેજીન પણ નઈ કરી શકતી....!" લાવણ્યાએ બે હાથવડે તેનું મોઢું દબાવ્યું અને પોતાનાં આંખના આંસુ લૂંછવા લાગી.

        વિશાલ થોડીવાર લાવણ્યાના ચેહરા સામે જોઈ રહ્યો. તેની આંખ પણ થોડી ભીની થઈ. બંને ફરીવાર ઈમોશનલ થઈ ગયાં. લાવણ્યા હવે મૌન થઈને રસ્તા ઉપર તાકી રહી.

        "ચાલ....!" થોડીવાર પછી વિશાલે કહ્યું અને એક્ટિવા ઉપર બેઠેલી લાવણ્યાનો હાથ પકડીને ખેંચવાં માંડ્યો.

        "ક્યાં....!?" લાવણ્યાને નવાઈ લાગી.

        "હું તને ચણિયાચોલી લઈ આપું...!" વિશાલ સ્મિત કરતાં બોલ્યો અને લાવણ્યાને કમરમાંથી પકડીને નીચે ઉતારી "નવ દિવસની નવ ચણિયાચોલી....."

        "કેમ...!?" લાવણ્યાને હવે વધુ નવાઈ લાગી "તું શું કરવાં લઈ આપીશ....!?"

        "અરે મારાં તરફથી તને ગિફ્ટ....! પછી તું રોજે મસ્ત તૈયાર થઈને Sidની જોડે ગરબા રમજે....!"

        લાવણ્યાને કઈં સમજાયું નહીં કે વિશાલ શા માટે તેને આટલી બધી ચણિયાચોલી લઈ આપવાની વાત કરે છે. તે વિશાલના ચેહરાને જોઈ રહી. વિશાલ ઈમોશનલ થઈ ગયો હતો અને તેની સામે જોઈ રહ્યો હતો.

        "વિશાલ.....!" લાવણ્યાએ વિશાલની આંખોમાં રહેલાં એ ભાવોને વાંચી લીધાં અને તેણે વિશાલનો ચેહરો વ્હાલથી પકડીને તેનાં ગાલ ઉપર હાથ ફેરવ્યો. ઈમોશનલ થઈ ગયેલો વિશાલ તેનો ચેહરો આમતેમ ફેરવીને પોતાનાં ભાવોને છુપાવવાં મથી રહ્યો.

        "ઓહો.....!" લાવણ્યાએ ભાવુક થઈને વિશાલને ગળે લગાવી દીધો અને તેની પીઠ ઉપર વ્હાલથી હાથ ફેરવી રહી. થોડીવાર સુધી બંને એમજ વળગીને ઊભાં રહ્યાં પછી લાવણ્યાએ પૂછ્યું"ક્યારથી.....!?"

        "મારાં વગર કીધે તું કેવીરીતે સમજી ગઈ....!?" વિશાલે લાવણ્યાની સામે જોઈને ગળગળા સ્વરમાં પૂછ્યું.

        "સિદ્ધાર્થનાં મારાં જીવનમાં આવ્યાં પછી હું બધુ શીખી ગઈ....!" લાવણ્યા ભીનાં સ્વરમાં બોલી "આંખોની ભાષાં પણ...!"  

        વિશાલ લાવણ્યા સામે ભાવુક નજરે જોઈ રહ્યો. એક સમયની અલ્લડ અને નાસમજ લાવણ્યા આજે સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. લાવણ્યા હવે સામેવાળાની આંખોમાં રહેલાં ભાવો વાંચી લેતી અને તેનું વર્તન પણ અનુભવી શકતી.

        "તું ખરેખર બહુજ બદલાઈ ગઈ હોં....!" વિશાલ બોલ્યો.

        "તે કીધું નહીં....! ક્યારથી...!?" લાવણ્યાએ ફરીવાર તેનો પ્રશ્ન દોહરાવ્યો.

        "બસ...! જેમ તું સિદ્ધાર્થને નેહાને પ્રેમ કરતો જોઈને પ્રેમ કરતાં શીખી એમ હું પણ તને સિદ્ધાર્થને પ્રેમ કરતાં જોઈને તને પ્રેમ કરતાં શીખી ગયો....!" વિશાલે બોલ્યો "તારો સિદ્ધાર્થ માટે પ્રેમ જોઈને હું પણ તારાં પ્રેમમાં પડી ગયો...! આઇ લવ યૂ....! લાવણ્યા..!"

        વિશાલે છેવટે તેનાં પ્રેમનો એકરાર કર્યો. લાવણ્યા હળવું હસીને તેની સામે જોઈ રહી.

        "ચાલને....!" વિશાલે ફરીવાર લાવણ્યાનો હાથ પકડીને ખેંચવાં માંડ્યો "હું તને ચણિયાચોલી લઈ આપુંછું....! ચાલ...!" વિશાલ લાવણ્યાના એક્ટિવા ઉપર બેસી ગયો અને સ્ટિયરિંગ પકડી લીધું. લાવણ્યા હવે વિશાલની નજીક એક્ટિવા જોડે ઊભી રહી.

        "વિશાલ....!" લાવણ્યાએ તેનાં ગાલ ઉપર હાથ મૂકતાં મૃદુ સ્વરમાં કહ્યું "તારે આ કરવાની જરૂર નથી...!"

        "કેમ નહીં..!?" વિશાલે નારાજ થવાનું નાટક કરતાં કહ્યું "જો તું તારાં પ્રેમ માટે આટલું બધુ કરી શકતી હોય તો હું "મારાં પ્રેમ" માટે આટલું ના કરી શકું....!?"

        લાવણ્યા હળવું હસી. તે વિશાલ સામે થોડીવાર જોઈ રહી.

        "એમપણ ...!" વિશાલ હવે ટીખળભર્યા સ્વરમાં બોલ્યો "હું તારાં કરતાં વધુ પૈસાંવાળો છું...!"

        "તું દુનિયાનો પહેલો પ્રેમી હોઈશ જે પોતાની પ્રેમિકા જે કોઈ બીજાને પ્રેમ કરે છે એની માટે ચણિયાચોલી ખરીદવાની વાત કરે છે...!" 

        "લાવણ્યા...! તું ખુશ....! તો હું ખુશ....! ચાલ હવે જલ્દી..! મોડું થઈ ગ્યું છે...!"

        "તો પછી મેં જે પૈસાં ભેગાં કર્યા છે એનું હું શું કરું...!?" લાવણ્યાએ વિશાલની પાછળ એક્ટિવા ઉપર બેસતાં પૂછ્યું.

        "અ....!" વિશાલ સહેજ પાછળવળીને ત્રાંસુ જોઈ રહ્યો અને વિચારવા લાગ્યો "તું એક કામ કરને...! તું એનાં માટે કોઈક મસ્ત મઝાનું ગિફ્ટ લઈલે....!"

        "અરે હાં....!" લાવણ્યાને વિશાલનો એ વિચાર જચી ગયો "બહુ મસ્ત આઇડિયા છે....! તો ચલ.... ચલ...! આપણે પે'લ્લાં સિદ્ધાર્થ માટે ગિફ્ટ લઈ લઈએ...!"  

        "ok...! તો ક્યાં જાશું ...! બોલ!?"

        "અરે પણ ગિફ્ટ શું લઉં.....!?" સીટની પાછળ બેઠેલી લાવણ્યા મૂંઝાઇ ગઈ. વિશાલ પણ વિચારવાં લાગ્યો.

        "બોલને યાર....! શું લઉં... ?" થોડીવાર પછી પણ કઈં નાં સૂઝતાં લાવણ્યાએ ફરી પૂછ્યું.

        "અ....!" વિશાલ ફરી વિચારવા લાગ્યો "કઇંક એવું જે સિદ્ધાર્થ કાયમ પોતાની જોડેજ રાખી શકે.....! અને જ્યારે પણ એ ગિફ્ટની સામે જોવે કે એને તું યાદ આવી જાય એવું કઇંક યાદગાર..!"

        "પણ એવું તો શું આપું...!?" લાવણ્યાએ થોડું વિચાર્યું પણ કઈંના સૂઝતા તે વધુ મૂંઝાઇ.

        લાવણ્યા અને વિશાલ બંને એક્ટિવા ઉપર બેઠાં-બેઠાં વિચારવા લાગ્યાં. લાવણ્યા સિદ્ધાર્થનાં દેવતાઈ દેખાવને યાદ કરવાં લાગી.

        "કાયમ પોતાની જોડે રાખી શકે એવું યાદગાર....! અ...!?" લાવણ્યા સિદ્ધાર્થને મનમાં કલ્પી રહી મનમાં વિચારી રહી. વિશાલ પણ એજ વિચારી રહ્યો.

        "વૉચ......!" થોડીવાર પછી લાવણ્યા અને વિશાલે બંનેએ એકસાથે બોલી પડ્યાં.

        "જોયું.....!" વિશાલે પાછળ લાવણ્યા તરફ પોતાનું માથું થોડું વધુ ઝુકાવ્યું અને ફ્લર્ટ કરતાં બોલ્યો "આને કે'વાય સાચો પ્રેમ....! આપણાં બેયનાં વિચારો કેટલાં મળતા આવે છે...!"

        "ચાલ હવે છાનોમાનો....!" લાવણ્યાએ વિશાલનાં ગાલ ઉપર હળવી ટપલી મારી.

        "તો ક્યાં જાશું બોલ...!?" વિશાલે એક્ટિવાનો સેલ મારતાં પૂછ્યું.

        "એક મિનિટ...!" લાવણ્યા એક્ટિવા ઉપરથી ઉતરી અને આગળ આવી "તું પાછળ બેસ હું ચલાવી લઉં છું...!"

        "કેમ....!?" વિશાલ સીટમાં બેઠો-બેઠો પાછળ ખસ્યો "ક્યાં જવાનું છે એ તો કે.....!?"

        "અરે મને ખબર છે...! આપડે ક્યાં જવાનું છે...!" લાવણ્યાએ એક્ટિવા ઉપર બેસી ધીરેથી એક્સિલેટર આપ્યું અને વાળીને એક્ટિવા રોડ ઉપર લીધું. ધીરે-ધીરે સ્પીડ વધારી લાવણ્યાએ એક્ટિવા સીજી રોડ તરફ મારી મૂકી.

***

 “કૉલેજમાં બધાને એવુંજ લાગશે...કે....કે....ત....તું...તું મ્મ...મને પૈસા આપતો હોઈશ....! પૈસા આપતો હોઈશ....!”

        લાવણ્યાને ઘરે ડ્રૉપ કર્યા પછી ઘેર આવીને સિદ્ધાર્થ બાલ્કનીમાં ઊભા-ઊભા લાવણ્યા વિષે વિચારી રહ્યો હતો.

        “હું નઇ ઇચ્છતી....કે બધા તારા વિષે એવું વિચારે....! તો...તો..તું...તું મારી પાછળ પૈસા ના ખરચતો પ્લીઝ...!”

        લાવણ્યાના ચેહરા ઉપરના એ ભાવો જોઈને સિદ્ધાર્થને તેણી ઉપર અનહદ દયા આવી હતી અને નેહાએ જેવા શબ્દોમાં લાવણ્યાની ઇન્સલ્ટ કરી એ બદલ નેહા ઉપર ગુસ્સો. આજ કારણથી આજે પણ આખો દિવસ તેણે નેહાના એકેય કોલ-મેસેજનો જવાબ નહોતો આપ્યો.

        “સિદ પ્લીઝ....મારી વાત સમજને જાન.....! સમજને જાન.....!”

        લાવણ્યા આજીજીપૂર્વક તેણે કરગરી પડી હતી.

        “ત...તું મારી પાછળ પૈસા ખર્ચીશ તો..તો બધાને એવુંજ લાગશે....કે હું...હું...તને પૈસાના બદલામાં સેક્સ......! પૈસાના બદલામાં સેક્સ......!”

        સિદ્ધાર્થે પોતાનું મોઢું પોતાના બંને હાથ વડે ઢાંક્યું. તેણે અનહદ થાક અનુભવ્યો. લાવણ્યાની એવી ઇન્સલ્ટ અને એ પછી લાવણ્યાની જે હાલત થઈ એના લીધે સિદ્ધાર્થ સખત તાણ અનુભવી રહ્યો હતો.

        “પ્રોમિસ મી....! તું ...તું મારી પાછળ પૈસા નઈ ખર્ચે....! આપડે જ્યાં પણ જઈએ....કઈં પણ ખાઈએ-પીએ...કે લઈએ...તું હવે કદી મારી પાછળ પૈસા નઈ ખર્ચે....! પ્રોમિસ મી....! પ્રોમિસ મી....!”

        “હું એવી ચિપ નઈ....હું એવી નઈ...! પ્લીઝ મારાં માટે એવું ના વિચારતો....! એવું ના વિચારતો....! મારાં માટે એવું ના વિચારતો....!”

        “તું મને જે રીતે જોવે  છે...! તારી આંખોમાં મારી જે રિસ્પેક્ટ છે...હું...હું...એ ખોવા નઈ માંગતી....પ્લીઝ સિદ મને એવી ના ગણતો...! પ્લીઝ...!”

        અંધકારમાં ખોવાતી લાવણ્યાની એ આકૃતિ હજી પણ સિદ્ધાર્થને યાદ આવી રહી હતી. 

        “એકેય કૉલ કે મેસેજ પણ ના કર્યો આજે તે....!?” પોતાના મોબાઈલની સ્ક્રીન ઓન કરી જોઈ સિદ્ધાર્થ બબડ્યો.

        ઘરે આવ્યાં પછી ક્યારનો તે લાવણ્યાના કૉલ કે મેસેજની રાહ જોતો હતો. રોજે જ્યારે તે લાવણ્યાને તેણીના ઘરે ડ્રોપ કરીને આવતો ત્યાર પછી લાવણ્યા તેને કૉલ કરતી અને મોડે સુધી સિદ્ધાર્થ સાથે વાતો કર્યા કરતી. સિદ્ધાર્થ ફૉન મૂકવા કહેતી તોય તે કોઈને કોઈ રીતે તે મોડી રાત સુધી સિદ્ધાર્થ જોડે વાતો કર્યા કરતી.

        આજે સિદ્ધાર્થ લાવણ્યાને રોજ કરતાં ઘણાં વહેલા ડ્રૉપ કરી આવ્યો હોવાં છતાંય હજી સુધી લાવણ્યાનો કૉલ ના આવતાં સિદ્ધાર્થ ક્યારનો બેચેની અનુભવતો હતો.

        “હું જ કૉલ કરી જોવું....!?” સિદ્ધાર્થે વિચાર્યું અને પોતાના ફૉનમાં કૉન્ટૅક્ટ લિસ્ટમાં લાવણ્યાનો નંબર કાઢ્યો.

        નંબર ડાયલ કરતાં પહેલા તે થોડું કચવાયો અને વિચારવા લાગ્યો પછી કૉલ કરવાનું માંડી વાળ્યું.

***

        "નેહાના દેખતાં ગિફ્ટના આપતી...!" તેની બાઇક ઉપર બેસીને એક્સિલેટર આપતાં વિશાલ બોલ્યો.

        વિશાલ સાથે લાવણ્યા સી.જી રોડ ઉપર આવેલા એક મોંઘા વૉચ શૉ રૂમમાં જઈને સિદ્ધાર્થ માટે મોઘી વૉચ ગિફ્ટ આપવા લઈ આવી હતી. ખેતલાપા પહોંચીને લાવણ્યા ગિફ્ટની બેગ સાચવીને એક્ટિવાની ડેકીમાં મૂકી રહી હતી. 

        "હા....! ખબર છે...! એ બસ બહાનું ગોતતી હોય છે ઝઘડો કરી સિદ્ધાર્થને ટોર્ચર કરવાનો....!" ડેકી બંધ કરી લાવણ્યા એક્ટિવા ઉપર બેઠી.

        "ચણિયાચોલી તો રહી ગઈ....!" વિશાલે ઢીલાં મોઢે યાદ કરાવતાં કહ્યું.

        "કાલે જઈશું....!" લાવણ્યાએ એક્ટિવાનો સેલ માર્યો "હું આવતીકાલે સિદ્ધાર્થને વાત-વાતમાં પૂછી પણ લઇશ કે એને કેવી ચણિયાચોલી ગમે....!"

        "ok.....!" વિશાલ બોલ્યો.

        "bye....! ચલ...!" લાવણ્યાએ કહ્યું અને એક્ટિવાને રેસ આપી. વિશાલે પણ બાય કીધું. બંનેએ પોત-પોતાના ઘરની દિશામાં સાધન મારી મૂક્યું.

        લાવણ્યાનો ઉત્સાહ નહોતો સમાતો. ઘરે આવીને ફ્રેશ થઈને તે વૉચનું ગિફ્ટ પેક કરેલું બોક્સ લઈને બેડ ઉપર બેઠી. થોડીવાર ખુશ થઈને બોક્સ સામે જોઈ રહીને તેણે સિદ્ધાર્થનો નંબર ડાયલ કર્યો.

        ઘરે આવીને ફ્રેશ થઈને તે વૉચનું ગિફ્ટ પેક કરેલું બોક્સ લઈને બેડ ઉપર બેઠી. થોડીવાર ખુશ થઈને બોક્સ સામે જોઈ રહીને તેણે સિદ્ધાર્થનો નંબર ડાયલ કર્યો.

****

        “ટ્રીન....ટ્રીન....ટ્રીન....!”

        બેડમાં પડે-પડે સિદ્ધાર્થ લાવણ્યા વિષે વિચારી રહ્યો ત્યાંજ સામેથી લાવણ્યાનો કૉલ આવ્યો.

        ખુશ થઈને સિદ્ધાર્થ તરતજ તેણીનો કૉલ રિસીવ કરી લીધો.

        “હાય....!” સિદ્ધાર્થ તરતજ બોલ્યો “તને કૉલ કરવા જ જતો ‘તો....!”

        “સાચે.....!?” લાવણ્યાએ આશ્ચર્ય અને ઉત્સાહથી પૂછ્યું “તો કર્યો કેમ નઈ....!?”

        “અમ્મ....અ....!” સિદ્ધાર્થની જીભ થોથવાતાં તે વિચારવા લાગ્યો પછી બોલ્યો “પણ તે કેમ આજે આટલું લેટ કર્યું....!? તું તો વે’લ્લા કરતી હોય છે ને...!?”

        “તું મારી રાહ જોતો ‘તો....!?” લાવણ્યાએ ખુશ થઈને પૂછ્યું.

        “અમ્મ...એટલે...તું રોજે કૉલ કરતી હોય છેને....એટલે પૂછ્યું...!”

        “હી...હી....કેવો છોકરો છે તું....!” સિદ્ધાર્થ વાતો બનાવતો હોવાનું સમજતી લાવણ્યા તેની ખેંચતા બોલી “સરખું જુઠ્ઠું પણ નઈ બોલતા આવડતું તને તો....!”

        લાવણ્યાને નોર્મલ મૂડમાં વાત કરતાં સાંભળી સિદ્ધાર્થને રાહત થઈ.

        “ક્યાં ખોવાઈ ગ્યો...!?” સિદ્ધાર્થ તરફથી કોઈ પ્રતિક્રિયા ના આવતાં લાવણ્યા બોલી.

        “હં....! તું ઠીક છે ને....!?” સિદ્ધાર્થથી પૂછાઇ ગયું.

        સિદ્ધાર્થના સ્વરમાં ચિંતાના ભાવ પારખી કેટલીક ક્ષણો સુધી લાવણ્યા મૌન રહી પછી પ્રેમથી બોલી-

        “હવે ઠીક છું જાન....!”

        “કાલે કૉલેજ આવાની’ને....!?”

        સિદ્ધાર્થે ફરીવાર એવાજ સ્વરમાં પૂછતા લાવણ્યા વધુ કેટલીક ક્ષણો મૌન થઈ ગઈ.

        “એક શરત ઉપર....!” લાવણ્યા હવે ફરીવાર મજાકના મૂડમાં આઈ ગઈ “તું મને કિસ કરવા દે તોજ....!”

        “તો રે’વાદે પછી....!” સિદ્ધાર્થ સામે મજાક કરતાં બોલ્યો.

        “જો તો...જોતો પાછો...! કેવો જબરો છે તું તો...!? એક કિસ પણ નઈ આપતો....!”

        “તું જબરી જિદ્દીલી છે હોં....! જા હું કૉલેજ નઈ આવાનો...!” સિદ્ધાર્થ હવે લાવણ્યાને ચીડવવા લાગ્યો.

        "એ....એ....આવું ના કરતોને બાપા....!" લાવણ્યાએ પહેલા ઠાલી ચેતવણી આપતી હોય એમ કહ્યું અને  વિનંતીના સૂરમાં બોલી “હવે નવરાત્રિ નજીક આવે છે....! એકેય દિવસ રજા ના પાડતો પ્લીઝ....!”

        "હાં...!સારું નહીં પાડું....!" લાવણ્યાનો ઈમોશનલ સ્વર સાંભળી સિદ્ધાર્થ પ્રેમથી બોલ્યો "હવે મૂકું...!?"

        "અમ્મ.....! નઇ.....! ના...!"

        "પ્લીઝ ......!?"

        "એક કિસી આપ....!" લાવણ્યા બોલી.

        "હાં...હાં....હાં...! શું તું પણ....! છાલ નઈ છોડતી....!"

        "આપને જાન પ્લીઝ...!" લાવણ્યા બાળકની જેમ બોલી.

        "પણ ફોન ઉપર કેવીરીતે કિસ આપે કોઈ...!?"

        "ઉમ્મા....! આ રીતે......!"

        ""હાં...હાં....હાં...! ચલ હવે ....! bye.....!"

        "સિદ્ધાર્થ ...! Sid....!" લાવણ્યા બોલતી રહી પણ સિદ્ધાર્થે ફોન કટ કરી નાંખ્યો.

        માથું ધૂણાવતાં- ધૂણાવતાં સિદ્ધાર્થ સ્માઇલ કરી રહ્યો.

        "આપને જાન પ્લીઝ...!"

        લાવણ્યા જે રીતે હકથી “જાન” બોલતી, સિદ્ધાર્થને ગમતું પણ અને આશ્ચર્ય પણ થતું. લાવણ્યા કાયમ કોઈને કોઈ રીતે તેને આશ્ચર્યમાં મૂકી દેતી. છેલ્લાં સમયથી કિસ માટેની તેની જિદ્દથી સિદ્ધાર્થને આશ્ચર્ય થતું.

        “જબરી છોકરી છે....!” બેડમાં આડાં પડી સિદ્ધાર્થ છત સામે જોઈ રહી મનમાં બબડ્યો “ખરેખર....ભારે ઉખાણું છે....!”

        “ટ્રીન....ટ્રીન....ટ્રીન.....!” ત્યાંજ સિદ્ધાર્થના ફોનની રિંગ વાગી.

        “હજીય ઝપતી નથી આ તો....!” કૉલ લાવણ્યાનો હશે એવું માનીને સિદ્ધાર્થ બેડ ઉપર પડેલો પોતાનો ફૉન ઉઠાવ્યો.

        “નેહા....!” કૉલ નેહાનો હતો.

        લાવણ્યા જોડે કૉલ ચાલુ હતો ત્યારે પાંચ-છ વખત નેહાનો કૉલ વેઇટિંગમાં આવતો હતો. આમ છતાં, સિદ્ધાર્થે લાવણ્યા જોડે કૉલ પર વાત કરવાનું ચાલુજ રાખ્યું હતું. મોડી રાતે લાવણ્યા સાથે વાત પૂરી કર્યા પછી પણ સિદ્ધાર્થે નેહાને કૉલ બેક ના કર્યો.

         “નઈ વાત કરવી....!” ફૉન સાઈલેન્ટ કરીને સિદ્ધાર્થે બેડમાં પોતાની બાજુમાં ફેંક્યો અને સૂઈ ગયો.

****

        “બાપરે...નવ વાગવા આયા....! લાવણ્યા અકળાશે....!” સવારે ઉઠવામાં લેટ થતાં સિદ્ધાર્થ હાથમાં ટોવેલ લઈને બાથરૂમ તરફ ઉતાવળા પગલે જતા-જતાં બબડ્યો.

        “ટ્રીન....ટ્રીન....ટ્રીન.....!”  ત્યાંજ બેડની બાજુના  ડ્રૉઅર ઉપર પડેલો તેનો મોબાઈલ વાગી રહ્યો હતો.

        “લાવણ્યાજ હશે....!” ટાવલ લપેટીને સિદ્ધાર્થ બેડની બાજુના ડ્રૉઅર તરફ જતાં-જતાં મનમાં મલકાતો-મલકાતો બબડ્યો.

        ડ્રૉઅરની નજીક પહોંચતા તેણે ડ્રૉઅર ઉપર પડેલાં પોતાનાં ફૉનની સ્ક્રીન ઉપર સિદ્ધાર્થે નંબર જોયો.

        “પપ્પા....!?” પિતા કરણસિંઘનો કૉલ જોઈ સિદ્ધાર્થે આશ્ચર્ય અનુભવ્યું અને ફૉન હાથમાં લઈ, સ્ક્રીન ઉપર સ્વાઈપ કરી કૉલ રિસીવ કર્યો.

        “હાં પપ્પા....!?”

        “કૉલેજ જતાં પે’લાં વિજયને મલીને જા....!” કરણસિંઘ આદેશાત્મક સ્વરમાં બોલ્યાં.

        “કેમ....!?” સિદ્ધાર્થને વધુ આશ્ચર્ય થયું. 

        “વિજયનો કૉલ આયો’તો....!” કરણસિંઘ બોલ્યાં “નેહા સગું તોડવાની વાત કરે છે....! એને કોઈ બીજો છોકરો ગમે છે.....! એવું એ કે’તો’તો....!”

        “એવું કેવી શક્ય છે પણ....!?” સિદ્ધાર્થ મૂંઝાઇ ગયો.

        “નથી શક્ય....! એટલેજ હું કઉ છું...વિજયના ઘેર જા...!” કરણસિંઘ કડક સ્વરમાં બોલ્યાં “અને એમની સામેજ નેહા જોડે વાત કરીલે...! તમારાં બેયનું પતતું’તું જ નથી....! શું પ્રોબ્લેમ છે એને અને તને.....!?”

        “મને કોઈ પ્રોબ્લેમ નથી....!” સિદ્ધાર્થથી અજાણતાં બોલી જવાયું.

        “તો પછી એની પ્રોબ્લેમ સોલ કર...! આ શું માંડ્યુ છે.....!?” કરણસિંઘ ચિડાઈને બોલ્યાં.

        “સારું....! હું વાત કરું છું...!”

        સિદ્ધાર્થ બોલ્યો અને કરણસિંઘ સાથે વાત કરી કૉલ કટ કર્યો.

        “નેહા સગું તોડવાની વાત કરે છે....! એને કોઈ બીજો છોકરો ગમે છે.....!”

        કરણસિંઘની વાત યાદ કરી સિદ્ધાર્થ મનમાં નેહા ઉપર ચિડાયો.

        “ટ્રીન....ટ્રીન....ટ્રીન......!” ત્યાંજ લાવણ્યાનો કૉલ આવ્યો.

        "હા...! બોલ...!" થોડીવાર રિંગ વાગ્યા પછી સિદ્ધાર્થે ફોન ઉઠાવ્યો.

        "અરે ....! કેમ આમ ઢીલું-ઢીલું બોલે છે...!?" ફોન ઉપર સિદ્ધાર્થનો અવાજ સહેજ ઢીલો લાગતાં લાવણ્યાએ ચિંતાતુર સ્વરમાં પૂછ્યું.

        "અરે કઈં નઇ...! બોલને...!"

        "કેમ આયો નઈ હજુ...!?" લાવણ્યાએ બાળકની જેમ કહ્યું.

        "અરે હું થોડો મોડો ઉઠ્યો....!" સિદ્ધાર્થે કહ્યું.

        "હુંય આજે મોડી ઉઠી.....!" લાવણ્યા બોલી "કેટલીવાર લાગશે જાન.....!"

        "મારે હજી કલ્લાક લાગશે....!" સિદ્ધાર્થ મનમાં વિચારી બબડ્યો અને “જાન” શબ્દને યાદ કરી રહ્યો.

        "કેમ આટલી બધી વાર યાર...!?” નારાજ લાવણ્યાએ તેનો પગ પછાડ્યો “જા કઈં....!"

        "તું કેમ આવી બાળકો જેવી થઈ ગઈ છે....!? હજી તો હું ના’યો પણ નથી....!" પોતાની કમરે લપેટેલાં વ્હાઈટ ટોવેલ ઉપર નજર નાંખી સિદ્ધાર્થ બોલ્યો.

        "ના’વાંમાં કલ્લાક થોડો થાય...!" લાવણ્યા હજીપણ નારાજ સૂરમાં બોલી રહી હતી "જલ્દી આયને પ્લીઝ....!"

        "તું ફોન મૂકીશ તો હું નઈશ અને નઈશ તો હું કોલેજ આઈશને...!"

        "તું નઈશ પછી સીધો કોલેજમાં આઈ જઈશ....!?" લાવણ્યા ટીખળ કરતાં બોલી "કપડાં નહીં પે'રુ...!? તો તો બધી છોકરીઓ તારી ઉપર તૂટી પડશે....!"

        "લાવણ્યા....!શું તું પણ ....!" સિદ્ધાર્થ સહેજ ચિડાયો.

        "ઓકે બાબા બસ.....! તું જલ્દી આય હું પાર્કિંગમાં તારી રાહ જોવું છું....!" લાવણ્યા તેનાં એક્ટિવાની સીટ ઉપર બેઠી.

        "અરે તું ત્યાંસુધી પાર્કિંગમાં શું કરીશ....! કેન્ટીનમાં જા હું આવું છું....!"

        "નાં....તારાં વિના બધું બોરિંગ લાગેછે...! તું આયને જલ્દી...!" લાવણ્યા ફરીવાર નાનાં બાળકની જેમ બોલવાં લાગી.

        "તું બહુ જિદ્દીલી થઈ ગઈ છે હોં..!" લાવણ્યાની આતુરતાં ઉપર સિદ્ધાર્થથી મલકાઈ જવાયું.

        "હવે કોણ મોડું કરે છે......!તું જલ્દી કરને યાર....!"

        "ok બાબા.....! ચલ બાય...!"

        "બાય.....!"

        લાવણ્યા સાથે વાત કરીને સિદ્ધાર્થ હળવું ફીલ કરવા લાગ્યો.

        જોડે ન હોવા છતાંય લાવણ્યાએ કૉલ ઉપર વાત કરીનેજ સિદ્ધાર્થનો સ્ટ્રેસ જાણે હળવો કરી નાંખ્યો.

        નેહાને મળવા તેણીના ઘરે જવાનું યાદ આવતા સિદ્ધાર્થનું મૂડ પાછું ખરાબ થઈ ગયું.

        નાહીને ફ્રેશ થઈ ઘરેથી નેહાના ઘરે જવા નીકળ્યો.

***

        લાવણ્યા પાર્કિંગમાં સિદ્ધાર્થની રાહ જોઈ રહી હતી ત્યાંજ વિશાલનો ફોન આવ્યો.

        "હાં...! બોલ....! શું હતું...!?" ફોન ઊપાડતાંજ લાવણ્યા બોલી.

        "કોલેજ નઈ આઈ....!?" વિશાલે કહ્યું. 

        "આઈ છું ને...!"

        "તું કેન્ટીનમાં તો દેખાતી નથી....!" કેન્ટીનમાં બેઠેલાં વિશાલે આજુબાજુ નજર ફેરવી.

        "હું પાર્કિંગમાં છું.....! સિદ્ધાર્થની રાહ જોવું છું...!" લાવણ્યાએ વાત કરતાં-કરતાં આમ-તેમ જોવાં લાગ્યું.

        "ચણિયાચોલી લેવાં નથી જવું....!?"

        "અત્યારે સવાર-સવારમાં થોડી જવાય યાર....! સાંજે જઈશું....!"

        "કેટલાં વાગે ....!?"

        "એ પછી કહુંછું...! ઓકે...!"

        "સારું ચલ....! બાય....!" બંનેએ ફોન કટ કર્યો.

        અડધો કલ્લાક પાર્કિંગમાં બેસી રહ્યાં પછી લાવણ્યાએ લેડિઝ રેસ્ટરૂમ જવા માટે કોલેજની બિલ્ડિંગ તરફ ચાલવા માંડ્યુ.

***

        “મેં એને કીધું....કે સિદ્ધાર્થ આવે છે....! તોય એ નીકળી ગઈ...રોકાઈ નઈ...!”  વિજયસિંઘ સામે સોફામાં બેઠેલા સિદ્ધાર્થને કહી રહ્યા હતાં.

        નેહાના મળવા સિદ્ધાર્થ તેણીના ઘરે આવ્યો હતો, પણ નેહા કૉલેજ જવા નીકળી ગઈ હતી. સમસમી ગયેલો સિદ્ધાર્થ ચૂપચાપ સોફામાં બેસી રહ્યો. તેના માટે નેહાના મમ્મીએ મૂકેલો ચ્હાનો કપ પણ કૉફી ટેબલ ઉપર એમજ પડ્યો રહ્યો.

        “સારું....! હું કૉલેજ જઈને વાત કરી લવ છું....!”  સિદ્ધાર્થ પરાણે સ્મિત કરીને એટલું બોલ્યો અને ઊભો થઈને ત્યાંથી નીકળવા લાગ્યો.

        ટેબલ ઉપર પડેલો ચ્હાના કપમાં ચ્હા જોઈ વિજયસિંઘ ચ્હા માટે સિદ્ધાર્થને પૂછવા જતાં હતાં પણ સિદ્ધાર્થ મેઈન ડોર સુધી પહોંચી ગયો હોવાથી તેમણે માંડી વાળ્યું.

        બહાર નીકળી સિદ્ધાર્થ બાઇક લઈને સોસાયટીની બહાર આવ્યો. થોડે દૂર આવી તેણે બાઇક ધીમું કરીને રસ્તાની એક બાજુએ ઊભું રાખ્યું અને નેહાને કૉલ કર્યો. બે-ત્રણ રીંગો વાગ્યા પછી નેહાએ કૉલ રિસીવ કર્યો.

        “હા બોલ....!”

        “તે હવે આ નવું ચાલું કર્યું....!?” સિદ્ધાર્થ ચિડાઈને બોલ્યો “કોઈ બીજા જોડે સગાઈ કરવી છે તારે....!?”

        “એ કે’વાજ તો તને કૉલ કરતી’તી....!” નેહા સામે ટોંન્ટમાં બોલી “પણ તે ફોન ઉપાડયોજ નઈને...! ઓલી જોડે રખડવામાંથી ટાઈમ મલે તોને...!?”

        “ગ્રેટ તો પછી....!” સિદ્ધાર્થ ગુસ્સે થઈને બોલ્યો “કરીલો સગાઈ બીજે....!”

        “ મારે જ્યાં કરવી હશે....ત્યાં કરીશ...!” નેહા પણ મોટેથી બોલી “તને પૂછવા નઈ રઉ....! એમપણ તું ઓલી જોડે ગમે તે કરે છે...તો મને ક્યાં પૂછે છે....!?”

         “બધુ તે જ શરૂ કર્યું’તું....!” સિદ્ધાર્થ ચિડાઈને બોલ્યો “હવે આગળ પણ તારે જે કરવું છે....એ તું જ કર.....!એમ પણ મારું કીધેલું તું કશું કરવાની પણ નઈ....!”

        એટલું કહી ચિડાયેલા સિદ્ધાર્થે કૉલ કટ કરી દીધો. બાઈકનો સેલ મારી સિદ્ધાર્થ ગુસ્સામાં કૉલેજ જવા નીકળી ગયો. નેહા કોઈ બીજા સાથે સગાઈની વાત કરે છે એ વાત કરણસિંઘના મોઢે સાંભળીને જ સિદ્ધાર્થને ગુસ્સો આઈ ગયો હતો. હવે એજ વાત નેહાએ પણ કહેતા સિદ્ધાર્થનું મન ઈર્ષ્યાથી-જેલસીથી સળગી ઉઠ્યું. બાઈક ચલાવતાં-ચલાવતાં તેણે ભયંકર તાણ અનુભવ્યું. અજાણતાંજ તેને લાવણ્યા યાદ આવી ગઈ. તેનું મન લાવણ્યાને વળગી જઈ પોતાનો સ્ટ્રેસ દૂર કરવાનું થઈ આવ્યું. તે પોતે આ ફીલિંગની મૂંઝાઇ ગયો.

                                                 ***           

        "સાડા દસ થઈ ગયા....!" પાર્કિંગમાં બેઠેલી લાવણ્યાએ મોબાઇલમાં ટાઈમ જોયો અને એકલી એકલી બબડી "આ છોકરો તો હજી ના આવ્યો...!"

        લાવણ્યા હવે બેચેન થઈ ગઈ અને ઊભી થઈને આજુબાજુ આંટા મારવાં લાગી. પોતે જે મોંઘી વૉચ સિદ્ધાર્થને ગિફ્ટ આપવાં માટે લાવી હતી તે સિદ્ધાર્થના હાથ ઉપર પેહરેલી જોવાં તે અધિરી બની હતી.

        વધુ પંદરેક મિનિટ વીતી ગઈ. છેવટે કોલેજનાં ગેટમાંથી સિદ્ધાર્થની રોયલ એનફિલ્ડનો ભારે અવાજ આવ્યો. લાવણ્યાએ તરતજ એ તરફ જોયું. તેણે બ્લ્યુ ડેનિમ જેકેટ અને અંદર વી-નેક ટીશર્ટ પહેરી હતી. લાવણ્યા રોજે સિદ્ધાર્થને જોતી અને રોજે તેને સિદ્ધાર્થ એટલોજ આકર્ષક લાગતો. 

        "હાશ....!" લાવણ્યાના જીવને ટાઢક વળી. તે સિદ્ધાર્થને પાર્કિંગ તરફ આવતો જોઈ રહી.

        સિદ્ધાર્થે તેનું બાઇક પાર્કિંગ શેડમાં મૂક્યું. લાવણ્યા તરતજ તેની તરફ દોડી ગઈ.

        "આટલું બધું મોડું કરાય....!?" સિદ્ધાર્થ હજીતો બાઇક ઉપરથી જસ્ટ ઉતર્યોજ હતો ત્યાંજ લાવણ્યા તેની જોડે જઈને બાળકની જેમ ફરિયાદ કરતાં બોલી.

        સિદ્ધાર્થ કઈંપણ બોલ્યાં વગર લાવણ્યાની નજીક આવ્યો અને તેણીને વળગી પડ્યો. 

        "બસ તને વળગું છું ત્યારેજ મને ઠંડક લાગે છે...!" લાવણ્યાને વળગીને તેનાં ખભાં ઉપર મૂકતાં સિદ્ધાર્થ બોલ્યો"એકદમ રિલેક્સ થઈ જવાય છે....!". જાણે રિલેક્સ થતો હોય એમ સિદ્ધાર્થે એક લાંબો-ઊંડો શ્વાસ ભર્યો.

        લાવણ્યાને સુખદ આશ્ચર્ય થયું. કેમકે સિદ્ધાર્થ આજ પહેલાં ક્યારેયપણ તેને જાહેરમાં આરીતે નહોતો વળગ્યો. ઉલ્ટાનું જો લાવણ્યા તેને વળગી પડતી તો પાર્કિંગમાં કે કોલેજ કેમ્પસમાં લાગેલાં CCTVની વાત કરી તે લાવણ્યાને ટોકતો. જ્યારે આજેતો તે પોતે CCTV કેમેરાંની પરવાં કર્યા વિના લાવણ્યાને વળગી પડ્યો હતો.

        લાવણ્યા ભાન ભૂલીને સિદ્ધાર્થ તરફથી મળેલાં એ પ્રથમ આલિંગનની ભેટને માણી રહી અને સિદ્ધાર્થની મજબૂત પીઠ ઉપર તેનાં હાથ ફેરવવાં લાગી. સિદ્ધાર્થે લાવણ્યાની ફરતે તેની પકડ સહેજ વધુ કસી. ધીમી ઉત્તેજનાથી લાવણ્યાનાં ધબકારાં હવે ધીરે-ધીરે વધવાં લાગ્યાં. તેનાં શરીરની નસોમાં લોહીનું પરિભ્રમણ તેજ થવાં લાગ્યું. સિદ્ધાર્થનાં હ્રદયનાં ધબકારાં તે હવે સ્પષ્ટરીતે સાંભળી શકતી હતી.

        લાવણ્યાએ હળવેથી સિદ્ધાર્થની બેક ઉપર તેનો હાથ ફેરવતાં-ફેરવતાં સિદ્ધાર્થની નેક સુધી સરકાવ્યો. સિદ્ધાર્થને આલિંગનમાંથી મુક્ત કરી તેણે તેનાં ગાલ ઉપર હળવેથી હાથ મૂક્યો. હાથનો અંગુઠો હળવેથી તેનાં ગાલ ઉપર ફેરવતી-ફેરવતી લાવણ્યા સિદ્ધાર્થ સામે માદક નજરે જોઈ રહી.

        સિદ્ધાર્થ કદાચ હવે તેની તરફ વધુ ઢળ્યો છે એમ માનીને લાવણ્યાએ પોતાનાં પંજા ઉપર ઊંચા થઈ સિદ્ધાર્થનાં હોંઠ ચૂમવાંનો પ્રયત્ન કર્યો.

        સિદ્ધાર્થે તરતજ તેનું મોઢું પાછું ખેંચી લીધું. લાવણ્યા જોકે તેની પકડ વધુ સખત કરીને ફરીવાર તેનો ચેહરો પોતાની બાજુ ખેંચ્યો. સિદ્ધાર્થે સહેજ અણગમાં સાથે તેનો ચેહરો પાછો ખેંચવાનો પ્રયત્ન કર્યો.

        "શું થયું....!?" લાવણ્યા તરતજ ઈમોશનલ થઈ ગઈ અને રડમસ સ્વરમાં બોલી "હાલતો તારું મૂડ સારું હતું....! તે હગ પણ કરી...! તો પછી કેમ આમ કરે છે...!?"

        નેહા વિષે વિચારી રહેલો સિદ્ધાર્થ કઈંપણ બોલ્યાં વગર આમ-તેમ જોવાં લાગ્યો અને લાવણ્યાથી નજર છુપાવવાં લાગ્યો. લાવણ્યા ઢીલી થઈ ગઈ. તેણે સિદ્ધાર્થને મુક્ત કર્યો અને થોડીવાર તેની સામે જોઈ રહી.

        "તે મને હગ કરી....તો મને લાગ્યું કે તું હવે....!" લાવણ્યા અટકી ગઈ અને સિદ્ધાર્થ સામે જોઈ રહી. સિદ્ધાર્થ હજીપણ તેની સામે નોહોતો જોઈ રહ્યો.

        "મારી સામે તો જો...!" ઢીલી થઈ ગયેલી લાવણ્યા રડું-રડું થઈ ગઈ.   

        " અ...! અહિયાં CCTV લાગેલાં છે...!" સિદ્ધાર્થે પરાણે લાવણ્યા સામે જોઈને કહ્યું.

        "અચ્છા....! તો હગ કરતી વખતે CCTV નહોતાં લાગેલાં....!નઇ...!?" લાવણ્યાએ નારાજ થઈને કહ્યું.

        "તું આરીતે નારાજ કેમ થાય છે લવ....!...!? મને મન થયું તો મેં હગ કરી લીધું....!" સિદ્ધાર્થ ધીમાં સ્વરમાં બોલ્યો "તને નાં ગમે તો....! તો કઈં નઇ .... હવે નઇ કરું...!"

         સિદ્ધાર્થે સહેજ ચિડાયેલા સ્વરમાં કહીને મોઢું ફેરવી લીધું.

        "હાય હાય મેં ક્યારે કીધું કે તું મને હગ કરે ત્યારે મને નઈ ગમતું...!?" લાવણ્યા હવે સિદ્ધાર્થને ધમકાવતી હોય એમ બોલી "તું આજ પે 'લ્લાં ક્યારે મને સામેથી વળગ્યો...!? બોલ....!?અત્યારસુધી તો હુંજ કરતી 'તી...!"

        "હાં....! મને ગમે છે જ્યારે તું મને એરીતે વળગી પડે છે....!" સિદ્ધાર્થે હળવેથી લાવણ્યાને તેની કમરેથી પકડી અને તેની સામે જોઈ રહ્યો.

        પોતાનો હાથ તેણે આખો લાવણ્યાની કમર ઉપર વીંટાળ્યો. હવે લાવણ્યાની આખી કમર પાછળથી સિદ્ધાર્થની બાહુપાશમાં જકડાયેલી હતી. લાવણ્યા મુગ્ધપણે તેની સામે જોઈ રહી અને તેનાં સ્પર્શને માણી રહી.

        ડ્રેસનું આવરણ હોવાં છતાં લાવણ્યાની કમર ઉપર સિદ્ધાર્થનો સ્પર્શ ફરીવાર તેનાં શરીરમાં નવી ઉર્જા ભરવાં લાગ્યો. સિદ્ધાર્થે ફરીવાર લાવણ્યાને આલિંગનમાં લઈ તેનું માથું લાવણ્યાનાં ખભાં ઉપર ઢાળી દીધું. લાવણ્યા ખુશ થઈ ગઈ અને ફરી તેની પીઠ ઉપર હાથ ફેરવવાં લાગી.

        ક્યાંય સુધી સિદ્ધાર્થ લાવણ્યાને એજરીતે આલિંગનમાં જકડીને ઊભો રહ્યો. કોલેજ કેમ્પસમાં કોલેજની બિલ્ડિંગ તરફ જઈ રહેલાં કેટલાંક સ્ટુડન્ટ્સ પણ એકબીજાને વળગીને ઉભેલાં સિદ્ધાર્થ અને લાવણ્યાને જોઈને સ્મિત કરતાં જતાં હતાં. લાવણ્યા તો એ બધાની કોઈ પરવાં ક્યારેય નહોતી કરતી. પણ સિદ્ધાર્થે જાહેરમાં તેની સાથે આવું વર્તન આજ પહેલાં કદી નહોતું કર્યું.

        "તને કોઈવાતનો સ્ટ્રેસ લાગે છે....!?" સિદ્ધાર્થની પીઠ પસવારતાં-પસવારતાં લાવણ્યા મનમાં વિચારી રહી.

        થોડીવધુ ક્ષણો વીતવા છતાંય જ્યારે સિદ્ધાર્થે લાવણ્યાને તેનાં આલિંગનમાંથી મુક્ત નાં કરી તો લાવણ્યાને પાકું સમજાઈ ગયું કે નક્કી સિદ્ધાર્થને વાત પરેશાન કરી રહી છે.

        સિદ્ધાર્થ ગમે તેટલો સ્ટ્રેસમાં હોય તોપણ તે ક્યારેય કોઈને કશું કેહતો નહીં અને મૂંઝાયેલો-મૂંઝાયેલો ફર્યા કરતો. લાવણ્યા જોકે તેનાં ચેહરાને વાંચી લેતી. તે પૂછતી છતાંપણ સિદ્ધાર્થ મોટેભાગે વાત ટાળી દેતો.

        "નક્કી નેહાએજ તને કઇંક કીધું છે....!" લાવણ્યા તેને વળગી રહીને મનમાં વિચારી રહી.

        સિદ્ધાર્થ હજીપણ લાવણ્યાને આલિંગનમાં લઈને ઊભો રહ્યો અને ઉંડા-ઉંડા શ્વાસૌઉચ્છવાસ ભરી રહ્યો. જાણે કેટલાંય દિવસોનો થાક ઉતારી રહ્યો હોય. લાવણ્યાને સમજાઈ ગયું કે નક્કી કઇંકતો થયુંજ છે.

        "શું વાત છે જાન....!?" થોડીવધુ વાર વીતી ગયાં પછીપણ જ્યારે સિદ્ધાર્થે લાવણ્યાને આલિંગનમાંથી મુક્ત નાં કરી ત્યારે લાવણ્યએ સિદ્ધાર્થનાં ગાલ ઉપર પ્રેમથી હાથ મૂકતાં તેની સામે જોઈને કહ્યું "તું બહુ સ્ટ્રેસમાં લાગે છે...!?"

        "હમ્મ...!થોડો...થોડો" સિદ્ધાર્થનો ચેહરો ઉતરી ગયો અને તે ફરી લાવણ્યાને વળગી પડ્યો "પણ તને વળગીને મારો બધો થાક અને સ્ટ્રેસ દુર થવાં લાગ્યો છે...!"

        " ઓહ માય બેબી....!" લાવણ્યાએ પ્રેમથી કાલી ભાષાંમાં કહ્યું.

        "તું મને બેબી-બેબી કેમ કે' છે...!?" સિદ્ધાર્થે હવે હસીને તેની સામે જોયું "હું કાઇં નાનું બેબી છું....?"

        "હાં....! તું માલું ક્યૂટ ક્યૂટ બેબી છું....!" લાવણ્યાએ તેનાં બન્ને ગાલ પકડીને ખેંચ્યાં "આઈ લાઇક યુ ચો મચ..."     

        "આઈ લાઇક યુ ટૂ લવ.....!" સિદ્ધાર્થે પણ લાવણ્યાનાં ગાલ ઉપર હાથ ફેરવતાં કાલાં સ્વરમાં "આઈ લાઇક યુ ટૂ....!"

        લાવણ્યાની આંખો ભીની થઈ ગઈ. તે સિદ્ધાર્થ સામે મુગ્ધતાંપૂર્વક જોઈ રહી. આજે સિદ્ધાર્થનું વર્તન ખરેખર જુદુંજ હતું. અને લાવણ્યાને જે વર્તનની ઝંખના સિદ્ધાર્થ તરફથી કાયમ કરતી એ આજે તે કરી રહ્યો હતો. 

        "ફરીવાર બોલને....!" લાવણ્યાએ સિદ્ધાર્થનાં ચેહરાને તેની તરફ ખેંચતાં કહ્યું "પ્લીઝ....!"

        સિદ્ધાર્થે લાવણ્યાની આંખોમાં જોઈ રહીને તેની કમરમાં તેનો બીજો હાથ પરોવ્યો અને તેને પોતાની તરફ એક હળવાં ઝટકાંથી ખેંચી. લાવણ્યાનાં ઉરજો સિદ્ધાર્થની મજબૂત ચેસ્ટને હળવેથી અથડાયાં અને તેનું શરીર સિદ્ધાર્થને ચોંટી ગયું. સિદ્ધાર્થે તેની પકડ સહેજ વધુ કસતાં બન્ને વચ્ચેથી હવે હવાં પણ પસાર થઈ શકે એટલી જગ્યા પણ નાં રહી.

        "એકવાર ફરી બોલને પ્લીઝ...!" લાવણ્યા તેનાં પંજા ઉપર સહેજ ઊંચી થઈ અને તેનાં હોંઠ સિદ્ધાર્થનાં હોંઠની નજીક લઈ ગઈ. 

        "નાં....!" સિદ્ધાર્થ તરતજ લાવણ્યાથી દૂર હટી ગયો અને જીભ કાઢી લાવણ્યાને ચીડવાતો ઉંધા પગલે ભાગ્યો "નઇ બોલું જા....!"

        "એય....! નાં...! તું આવું ના કર યાર...!" લાવણ્યા તેની બેગ ખભે ભરાવતી તેની પાછળ દોડી "સિડ....! ઊભો રે'....!"

        સિદ્ધાર્થ તેનો ચીડવતો-ચીડવતો કોલેજની બિલ્ડિંગ તરફ ઉતાવળે ચાલવા લાગ્યો.

        "તું દર વખતે આવી રોમેન્ટીક મોમેન્ટ બગાડી નાંખે છે...! ઊભો રે 'ને યાર...!" લાવણ્યા થાકીને બિલ્ડિંગ તરફ જતાં પેવમેંટ પાથ ઉપર ઊભી થઈ ગઈ. ઢીલી થઈ ગયેલી લાવણ્યા ફરીવાર રડુંરડું થઈ ગઈ.

        સિદ્ધાર્થે પાછું ફરીને તેની તરફ જોયું

        "હું નાસ્તો કર્યા વગર આવ્યો છું લવ....! ચાલને કેન્ટીનમાં કઇંક ખાઈએ....!"

        "અહીંયા આવને ....!" લાવણ્યાએ તેનાં હાથ ખોલીને કાલી ભાષાંમાં કહ્યું "પ્લીઝ...!"

        "ઉમ્મા...! ફ્યુ....!" સિદ્ધાર્થે તેની હથેળી ચૂમીને એક ફ્લાઇંગ કિસ લાવણ્યાને આપી "તું આવ જલ્દી ચાલ...!"

        "ઓયે હોયે....!" લાવણ્યા ખુશ થઈ ગઈ અને તેની પાછળ દોડી. સિદ્ધાર્થ પાછો ઉતાવળાં પગલે ચાલવાં લાગ્યો.

        સિદ્ધાર્થનું બદલાયેલું રૂપ જોઈને હવે લાવણ્યાની ખુશી જાણે સાતમાં આસમાને પહોંચી ગઈ. સિદ્ધાર્થ માટે લાવેલી વૉચ યાદ આવતાં તે ફરીવાર અટકી અને ખભેથી તેની બેગ ઉતારી તેની ચેઇન ખોલી તેમાંથી ગિફ્ટનું બોક્સ કાઢવાં લાગી.

        "શું થયું લવ....!?" બિલ્ડિંગનાં કોરિડોરમાં ઊભેલા સિદ્ધાર્થે પાછાં ફરીને લાવણ્યા તરફ જોયું.

        "બસ એક મિનિટ જાન.....!" વરસાદ પડે તો ગિફ્ટ પલળી ના જાય એટ્લે લાવણ્યાએ ગિફ્ટનું બોક્સ પ્લાસ્ટિકની થેલીમાં લપેટીને મૂક્યું હતું. લાવણ્યાએ એક હાથે બેગ પકડીને અંદરજ કોથળીમાંથી ગિફ્ટ કાઢવાં માંડ્યુ.

        "અરે લાવણ્યા....!?" ત્યાંજ પાછળથી નેહાનો અવાજ સંભળાયો.

        ગિફ્ટ કાઢી રહેલી લાવણ્યા અચાનક અટકી ગઈ અને ગભરાઈને તેણીએ તેનાં બેગની ચેઇન પાછી બંધ કરવાં માંડી. તે નેહાનો અવાજ ઓળખી ગઈ.

        "કેમ હજી અંહિયાં ફરે છે...!?" નેહા પાછળથી આવીને લાવણ્યાની સામે ઊભી રહી.

        લાવણ્યાનાં ધબકારા વધી ગયાં અને તેનાં માથે પરસેવો વળવાં લાગ્યો.

        “આટલી લેટ કેમ આઈ....!?” નેહાને જોઈને સિદ્ધાર્થ ધીમાં પાગલે પાછો આવવાં લાગ્યો “ઘેરથી તો ક્યારની નીકળી ‘તી....!”

        મનમાં શંકા કરતો સિદ્ધાર્થ લાવણ્યા તરફ ચાલવા લાગ્યો.

        "ક....કઈં નઇ....!" લાવણ્યાએ ધ્રૂજતાં-ધ્રૂજતાં તેનાં હાથમાં રહેલી બેગ તેની છાતીમાં દબાવી.

        લાવણ્યાને ડરેલી જોઈને નેહાએ વેધક સ્મિત કર્યું. એમાંય સિદ્ધાર્થને નજીક આવતાં જોઈને નેહાએ વધુ લુચ્ચું સ્મિત કર્યું.

        "ક...કેમ ....! ત....તું આજે મોડી આવી...!?" લાવણ્યા માંડમાંડ બોલી અને જે પહેલાં મનમાં આવ્યું એ બોલી નાંખ્યું. 

        "બસ....! એમજ...!" નેહા જાણે તેનો ઉપહાસ કરતી હોય એમ ખભાં ઉલાળતી બોલી અને લુચ્ચું કરી સિદ્ધાર્થ સામે જોયું.

        સિદ્ધાર્થના ભવ સંકોચાઈ ગયાં.

        "બસ એમજ મોડી....!?" લાવણ્યા મનમાં બબડી "સિદ્ધાર્થ પણ મોડો આવ્યો...! ક્યાંક બેય જોડે...!?" લાવણ્યાનાં મનમાં એક આશંકાએ જન્મ લીધો અને તેણે ભયથી તેમની તરફ આવી રહેલાં સિદ્ધાર્થ સામે જોયું.

        "ના... નાં...!" લાવણ્યા તેનાં મનને મનાવવાં લાગી "એ મારી જોડે આવું નાં કરે...!"

        "બેગમાં કોઈ ખાસ વસ્તુ છે....!?" બેગ દબાવીને ઊભેલી લાવણ્યાને નેહાએ તેનો હાથ બેગ તરફ કરી પૂછ્યું. 

        "ન....નહીં...! કઈં નથી...!" લાવણ્યા ગભરાઈને બે ડગલાં પાછળ ખસી ગઈ. કોઈ નાનું બાળક પોતાની કિમતી વસ્તુ સંતાડતું હોય એમ તેણે બેગને પોતાની છાતીમાં વધુ ભીંસી.

        "શું થયું....!?" સિદ્ધાર્થ હવે જોડે આવીને ઊભો રહ્યો "કોઈ પ્રોબ્લેમ છે લવ....!?"

        સિદ્ધાર્થે જાણી-જોઈને નેહા સામે જોવાનું ટાળ્યું. નેહાએ તેની સામે જોઈને ફરીવાર લાવણ્યા સામે જોયું અને એવુંજ લુચ્ચું સ્મિત કર્યું.

        "નાં..નાં...કોઈ પ્રોબ્લેમ નથી....!" લાવણ્યા ધ્રૂજતાં-ધ્રૂજતાં બોલી. તેણે હજીપણ તેની બેગ એજરીતે દબાવી રાખી હતી.

        લાવણ્યાને ધ્રૂજતાં જોઈને નેહાને આનંદ આવી રહ્યો હતો.

        "ચલ ....! લવ...!" સિદ્ધાર્થે લાવણ્યાને તેનો હાથ પકડી ખેંચી અને ચાલવાં માંડ્યુ.

        સિદ્ધાર્થે લાવણ્યાનો હાથ પકડાતાં નેહા ચિડાઈ અને કઈંપણ બોલ્યાં વગર તેમની પાછળ-પાછળ ચાલવા લાગી.

        કેન્ટીન તરફ જતાં કોરિડોરમાં તેઓ વળી ગયાં.

        “કોને મળવા ગઈ હશે એ....!?” કોરિડોરમાં ચાલતાં-ચાલતાં સિદ્ધાર્થ વિચારી રહ્યો.

        તેઓ કેન્ટીન સુધી પહોંચવાંજ આવ્યાં હતાં ત્યાંજ સિદ્ધાર્થનો ફોન રણક્યો. સિદ્ધાર્થે ચાલવાની સ્પીડ સહેજ ધીમી કરી અને ફોનની સ્ક્રીન ઉપર નંબર જોયો.

        જોડે-જોડે લાવણ્યા અને પાછળ આવી રહેલી નેહા પણ સ્લો થઈ ગયાં.

        "હાં.....! મામા...!" મામા સુરેશસિંઘનો નંબર જોઈ કૉલ રિસીવ કરી સિદ્ધાર્થ બોલ્યો.   

        "મારી ઓફિસમાં આયને .....! અત્યારેજ....!" સુરેશસિંઘે કહ્યું.

        તેમના સ્વરમાં રહેલાં કઠોરતાના ભાવ સિદ્ધાર્થ પારખી ગયો.

        "ok....!" એટલું કહીને સિદ્ધાર્થે ફોન કટ કરી નાંખ્યો. સિદ્ધાર્થ કોરિડોરમાં ઊભો રહેતાં લાવણ્યા તેની સામે ઊભી રહી. નેહા પણ થોડીદૂર કશું બોલ્યાં વગર ઊભી રહી.

        "મારાં મામાએ મળવા બોલાવ્યો છે....! તું કેન્ટીનમાં બેસ હું આવું છું...!" સિદ્ધાર્થે લાવણ્યાને કહ્યું

        "તો .... હ.... હુંય આવું તારી જોડે....!?" લાવણ્યાએ ડરતાં-ડરતાં સિદ્ધાર્થને પૂછ્યું અને તેનો હાથ પકડવા લાગી "હું એમની કેબિનની બહાર બેસી રહીશ....! તારી વેટ કરીશ....!"

        "લવ.....!" સિદ્ધાર્થે પ્રેમથી લાવણ્યાને કહ્યું"તું જા....! હું આવું છું...! હમ્મ..!"  

        લાવણ્યા થોડીવાર તેની સામે જોઈ રહી.

        સુરેશસિંઘની કેબિન તરફ જવા સિદ્ધાર્થ પાછું ફર્યો. અને તેની નજર પાછળ ઊભેલી નેહા ઉપર પડી. નેહા ઘુરકીને તેની સામે જોઈ રહી હતી. 

        કેટલીક ક્ષણો એવીજ રીતે સિદ્ધાર્થ સામે જોઈ પછી નેહા તેની પાછળથી નીકળીને કેન્ટીન તરફ ચાલી ગઈ. સિદ્ધાર્થ અને લાવણ્યા તેને જતી જોઈ રહ્યાં. તેનાં ગયાં પછીપણ લાવણ્યા થોડીવાર સિદ્ધાર્થ જોડે ઊભી રહી. છેવટે સિદ્ધાર્થની વાત માની લાવણ્યા પણ કેન્ટીન તરફ ચાલી.

***

        “પણ હું કેટલીવાર કવ....! મને કોઈ પ્રોબ્લેમ નથી...!” સિદ્ધાર્થ ક્યારનો સુરેશસિંઘને કહી રહ્યો હતો

        સુરેશસિંઘ પોતાના ડેસ્ક ઉપર મૂકેલા કોમ્પ્યુટરની સ્ક્રીન તરફ જોઈને કઈંક કામ કરી રહ્યાં હતાં અને સિદ્ધાર્થ સાથે વાત પણ કરી રહ્યાં હતાં.  સ્ક્રીન તેમની તરફ હોવાથી સિદ્ધાર્થને કશું નહોતું દેખાતું.

        “પ્રોબ્લેમ નેહાને છે....! કોઈ એને કેમ નઈ સમજાવતું....!?”

        સહેજ નારાજ સૂરમાં સિદ્ધાર્થ બોલ્યો અને આડું જોવા લાગ્યો.

        કેબિનમાંના ફર્નિચર સામે સિદ્ધાર્થ અમસ્તુંજ જોઈ રહ્યો.

        “મને લાગે છે કે મારે હવે વિજય જોડે જે હોય એ ચોખી વાત કરવીજ પડશે....!” સુરેશસિંઘ માથું ધૂણાવીને સિદ્ધાર્થ સામે જોઈને બોલ્યાં  “તમે છોકરાઓએ તો હવે હદ કરી નાંખી છે....!”

        ચિડાયેલા ચેહરે સિદ્ધાર્થ આડું જોઈ રહ્યો.

        “સારું.....! તું જા હવે...! હું વિજયને વાત કરીશ....!”  સુરેશસિંઘ બોલ્યાં અને પોતાના ડેસ્ક ઉપર એક બાજુ મૂકેલી ફાઇલમાં સહી કરવા લાગ્યાં.

        કેટલીક ક્ષણો બેસીને સિદ્ધાર્થ છેવટે ઊભો થયો અને કેબિનની બહાર જવા લાગ્યો. તેનાં ચેહરા ઉપર હજી એવાજ ભાવો હતાં.

        “સિદ્ધાર્થ....!” કેબિનના દરવાજે પહોંચેલાં સિદ્ધાર્થને ટોકતાં સુરેશસિંઘ બોલ્યાં.

        “હા...!? શું...!?” કેબિનનો દરવાજો અડધો ખુલ્લો પકડી રાખી સિદ્ધાર્થે પાછું જોઈને કહ્યું.

        “આર યુ શ્યોર તારા તરફથી કોઈ પ્રોબ્લેમ નથી....!?” સુરેશસિંઘ સહેજ ભેદી સ્વરમાં બોલ્યાં.

        “ના....કોઈજ નથી....!” સિદ્ધાર્થ સ્પષ્ટ સ્વરમાં પૂરા વિશ્વાસપૂર્વક બોલ્યો.

        “સારું...!” કહીને સુરેશસિંઘે માથું ધૂણાવ્યું.

        સિદ્ધાર્થ માથું હલાવીને બહાર નીકળી ગયો.

        તેનાં ગયાં પછી સુરેશસિંઘે પોતાના ડેસ્ક ઉપર કોમ્પ્યુટરની સ્ક્રીન તરફ ફરીવાર જોયું. કૉલેજમાં લાગેલા CCTV કેમેરાની થોડીવાર પહેલાની ફૂટેજ તેમાં પ્લે થઈ રહી હતી જેમાં પાર્કિંગમાં  સિદ્ધાર્થ લાવણ્યાને વળગીને ઊભો હતો. ફૂટેજમાં સિદ્ધાર્થનો ચેહરો લાવણ્યાના હોંઠની એકદમ નજીક હોવો, લાવણ્યાની કમર ઉપર સિદ્ધાર્થ હાથ વીંટાળતો વગેરે દ્રશ્યો તેઓ જોઈ રહ્યાં હતાં.

■■■■

    “S I D D H A R T H”

Jignesh

instagram@siddharth_01082014