Chorono Khajano - 17 books and stories free download online pdf in Gujarati

ચોરોનો ખજાનો - 17

ત્રીજો ટુકડો મળ્યો

ધિરેનભાઈ સગરીયા ના ઘરે જ્યારે ડેની, સિરત, સુમંત અને દીવાન જમવા માટે ગયા ત્યારે કોઈ જોઈ ના જાય તે રીતે ડેની એક ખુલ્લા રૂમની અંદર દાખલ થઈ ગયો. અંદર જઈને તેણે રૂમનું બારણું પહેલાની જેમ જ ટેકવી દીધું. પણ અંદર જતાની સાથે જ તેના પગ એકદમ સ્થિર થઈ ગયા. તેની સામે જે હતું તેનાથી થોડીવાર માટે શું રીએકશન આપવું તે તેને સમજાઈ ન્હોતું રહ્યું. એટલે થોડીવાર તે શાંતિથી ઊભો રહ્યો.

તેની સામે એક ખાટલામાં એક દાદી સૂતા હતા. તે દાદીની ઉંમર પણ લગભગ પેલા દાદાની જેમ એંસી-પંચાસિ વર્ષ જેટલી લાગતી હતી. જોતા એવું લાગતું હતું જાણે તેઓ ઘણા સમયથી પેરાલિસિસના કારણે ખાટલાવશ જ હતા. તેઓ કોઈ અજાણી વ્યક્તિ જોઇને તે શા માટે અંદર આવ્યા હશે તેવું વિચારી રહ્યા હોય તેવું રીએકશન આપી રહ્યા હતા. આખા શરીરે ઘડપણ ફરી વળ્યુ હોય તેમ કરચલી પડી ગયેલી હતી. ગમે એટલી હિંમત હોય પણ પેરાલિસિસની સામે મજબૂર થયેલા ડોશીમાં ખાટલામાં સૂતા હતા. કંઈ મુમેન્ટ કરવી તો દૂર પણ થોડીક જીભ હલાવીને બોલી પણ શકતા નહોતા. તેમને જોઈને ડેની સમજી ગયો હતો કે દાદી તેના માટે કોઈ ખતરો ઊભો કરે તેમ નથી એટલે તે શાંત થઈ ગયો અને વળી પાછો તે રૂમની તલાશી લેવા લાગ્યો.

અચાનક જ ડેનીની નજર દીવાલ તરફ ગઈ. દીવાલ પર એક દીવાલ-ઘડિયાળ હતી અને બાકીના અઢળક ફોટાઓ ટાંગેલા હતા. તે ફોટામાં જાણે પેલા દાદાની આખી જિંદગી વર્ણવેલી હતી. તેમાં બચપણથી માંડીને હમણાં તેઓ દેવલોક પામ્યા તેના અમુક સમય પહેલા સુધીના ફોટા હતા. તેઓ અલગ અલગ પોઝ આપીને ઊભા હોય અને જાણે કંઇક કહેવા માગતા હોય. પરંતુ, દરેક ફોટામાં બસ એક જ વાત કોમન હતી. દરેક ફોટામાં દાદાના હાથમાં એક છડી હતી. તે છડીનો હાથો ચાંદીનો હતો. દેખાવમાં પણ તે છડી આકર્ષક લાગતી હતી. ડેનીને તે છડીમાં રસ પડ્યો. તે આમતેમ તે છડીને શોધવા લાગ્યો પણ ક્યાંય છડી ના દેખાઈ. છડી શોધતા શોધતા ડેનીની નજર અચાનક પેલા દાદી પર ગઈ. તેમના ચેહરાના હાવભાવ જોઇને લાગતું હતું કે જાણે તેઓ સમજી ગયા હતા કે ડેનીને શું જોઈએ છે અને તેઓ જાણતા હતા કે તે વસ્તુ ક્યાં છે. ડેની ધીમે ધીમે કંઇક વિચિત્ર સ્માઈલ આપતા દાદી તરફ આગળ વધ્યો.

ધિરેનભાઈના ઘરે દાદી બીમાર છે એટલે થોડા થોડા સમયે તેમની સંભાળ લેવા માટે દાદીના રૂમમાં આંટો મરતા રહેતા. અત્યારે પણ તેઓ દાદીને જોવા માટે તેમના રૂમ તરફ આવી રહ્યા હતા. જ્યારે તેઓ દાદીના રૂમ તરફ આવી રહ્યા હતા ત્યારે સિરતની નજર તેમના પર પડી. અચાનક જ ડરના કારણે તેના દિલની ધડકન એકદમ વધી ગઈ. તેણે ઇશારાથી પોતાની બાજુમાં બેઠેલા દીવાનને ધિરેનભાઈ તરફ જોવા કહ્યું. ધિરેનભાઈને તે તરફ આવતા જોઇને દિવાનની આંખો ફાટી રહી. પણ અત્યારે તેઓ કઈ પણ કરી શકે તેમ નહોતા. જો તેઓ ઇશારાથી ડેનીને સજાગ કરવાની કોશિશ પણ કરે તો પણ તેઓ પકડાઈ જાય એમ હતા એટલે તેઓએ જે થાય તે થવા દેવાનું જ યોગ્ય લાગ્યું.

ધિરેનભાઈ ધીમેથી દરવાજો ખોલીને રૂમની અંદર પ્રવેશ્યા. ઉપર જોતા જ તેમની નજર ડેની પર પડી. ડેની અત્યારે દાદીના ખાટલા પાસે તેમનો હાથ પોતાના હાથમાં લઈને દાદીને સાંત્વના આપી રહ્યો હતો. ધિરેનભાઈને થોડુક અજીબ તો લાગ્યું પણ તેઓ કાઈપણ અવાજ કર્યા વિના જ ડેની પાસે જઈને ઊભા રહ્યા.

धीरेनभाई: बाबा के एक्सीडेंट के बारे में जब मां को पता चला तब से उनकी यही हालत है। ना हिल सकती है और ना ही कुछ खा पी सकती है। बाबा तो डेढ़ महीने तक कोमा में रहे और फिर चल बसे। लेकिन उनके पीछे पीछे मां भी इसी तरह से जिंदा होते हुए भी बेजान सी पड़ी है। लेकिन पता नही क्यों, जबसे बाबा गए है वो सिर्फ उनकी इस छड़ी को अपने हाथ मे लिए सोई रहती है।

(એટલું બોલતાં તો ધિરેનભાઈ રડમસ થઇ ગયા. ડેનીએ ઊભા થઈને તેમને પ્રેમથી બાથ ભરી લીધી. પીઠ થપથપાવતા ડેની બોલ્યો.)

डेनी: मुझे नहीं पता की मैं यहां क्यूं आया। शायद दादी का दर्द और आपकी तकलीफ मुझे यहां खींच लाई है। मैं समझता हु की आप और दादी इस वक्त किस दौर से गुजर रहे हो। ये वक्त ऐसा है की अगर दादी कुछ कहना भी चाहती होगी तब भी आप कुछ समझ नहीं पाओगे। और जो आप दादी केलिए करेंगे, शायद दादी को वो चाहिए भी नही होगा। लेकिन फिर भी एक बात कहना चाहता हु धीरेनभाई, बस दादी का खयाल रखिएगा।

(એટલું કહીને રડતા રડતા ડેની રૂમની બહાર ચાલ્યો ગયો.)

રૂમના બારણાની બહાર નીકળતી વખતે ડેનીએ પોતાના બનાવટી આંસુ લૂછ્યા અને પછી એક વિચિત્ર પ્રકારની ખુશી દેખાઈ રહેલી સ્માઈલ આપી. અત્યારે તેના દિમાગમાં પેલો બનાવ ચાલી રહ્યો હતો, તેણે કેવી રીતે નકશાનો ત્રીજો ભાગ મેળવ્યો હતો.

જ્યારે ડેની દાદી પાસે જઈને પેલી છડી માંગવાનો હતો ત્યારે દાદીને લાગ્યું કે ડેની કળી ગયો છે કે અત્યારે તેમના દિમાગમાં શું ચાલતું હશે, એટલે દાદી ડેનીની સામેથી આંખો ફેરવી લેતા હતા. ડેની ધીમે રહીને પાસે પડેલું એક સ્ટૂલ ઉપાડીને દાદી પાસે બેઠો. અનાયાસે જ ડેનીએ દાદીનો હાથ પકડવા માટે હાથ લંબાવ્યો તો ત્યાં જ ખાટલા પર દાદીએ પાથરેલા ગોદડાની નીચે પેલી છડી પડી હતી. દાદી પોતાના ચહેરા પર ગુસ્સાના ભાવ લાવતી રહી પણ ડેનીએ તે છડી પોતાના હાથમાં લીધી. તે છડી એકદમ એન્ટિક હોય તેવી લાગતી હતી જેની ઉપર ચાંદીનો હાથો લગાવેલો હતો અને ઉપર ખૂબ જ જીણવટ પૂર્વક કંઇક કોતરણી કરેલી હતી. દેખાવમાં સુંદર લાગતી તે છડી ખૂબ મજબૂત હતી. ડેનીએ તે છડીના હાથાને ખેંચીને ખોલવાની કોશિશ કરી પણ વ્યર્થ. થોડીવારે કંઇક યાદ આવતા વળી તેણે છડીના હાથાને ખેંચવાને બદલે પહેલા ક્લોકવાઈજ અને પછી એન્ટીક્લોકવાઇજ એમ ફેરવી જોઈ. એન્ટીકલોકવાઇજ ફેરવતી સાથે જ તે છડી કટ ના અવાજ સાથે ખુલી ગઈ. ડેનીએ તેને ઉલ્ટી કરીને ઠબકારી. અચાનક જ તેમાંથી એક પ્લાસ્ટિકનું કવર તેના હાથમાં આવી ગયું. એના પહેલા કે કોઈ આવી જાય, ડેનીએ તરત જ તે કવર પોતાના ખિસ્સામાં મૂક્યું અને છડીને વળી પાછી કલોકવાઈજ ફેરવીને હતી એમને એમ ફીટ કરીને તેની મૂળ જગ્યાએ ખાટલામાં ગોદડા નીચે રાખી દીધી. તે તરત જ બહાર જવા લાગ્યો પણ રૂમના દરવાજાની નાનકડી ખોલમાંથી તેને સામેથી આવતા ધિરેનભાઈ દેખાયા. જનરલી બધાનું દિમાગ આવા સમયે બ્લેન્ક થઈ જાય પણ ડેનીનું દિમાગ આવા સમયે વધારે તેજ દોડવા લાગતું. એટલે તેણે તરત જ દાદીને સાંત્વના આપવા માટે આવ્યો હોય તેવી રમત રમી નાખી.

હવે કોઈપણ રોકટોક કે પૂછપરછ વિના જ ડેની બહાર આવ્યો. આવીને સુમંતની બાજુમાં બેસીને જમવા લાગ્યો. તેના ચહેરા પર અત્યારે સફળતાની કે નિષ્ફળતાની એક પણ રેખા તેણે કોઈને કળાવા ન્હોતી દીધી. શાંતિથી જમ્યા પછી ડેની પોતાની સાથે બધા સાથીઓને લઈને ચાલતો થયો. જતા જતા મનોમન પેલા મૃત્યુ પામેલા દાદાની આત્માને સાચા મનથી પ્રણામ કર્યા.

*********

માધવપુરમાં આવેલી હવેલીમાં એક મોટા હોલમાં નિરાશ મને સિરત અને તેની આસપાસ તેના બધા સાથીઓ બેઠા હતા. બધાના મનમાં થોડોક ગુસ્સો અને થોડોક અફસોસ દેખાઈ રહ્યો હતો. અચાનક જ સિરત ગુસ્સામાં ઊભી થઈ અને હોલમાં બારી પાસે દિવાલના ટેકે ઉભેલા ડેની પાસે જઈને તાડુકી.

सीरत: आखिर ऐसा कैसे हो सकता है? क्या तुमने वहा ठीक से देखा था? क्या सच में वहा और कोई नक्शे का टुकड़ा नही था?

डेनी: सीरत, तुम्हे आखिर ऐसा क्यों लग रहा है की मैं तुमसे जूठ बोलूंगा। एक तो मैंने इतना रिस्क लेकर और इतना दिमाग दौड़ाकर उस नक्शे के इस टुकड़े को ढूंढा और तुम मुझे शाबाशी देने के बजाय मुझ पर ही शक कर रही हो। हद है यार।

ડેની પોતાની સફાઈ આપતા બોલ્યો. એક રીતે અત્યારે તો તેની વાત એકદમ સાચી જ હતી. સિરતને પોતાની ભૂલ સમજાઈ એટલે તે નિસાસો નાખીને ત્યાંથી પાછી પોતાની જગ્યાએ જઈને બેસી ગઈ.

ડેની મહામહેનતે જે નકશાનો ત્રીજો ટુકડો લાવ્યો હતો તેની પાછળના ભાગે નકશાના ચોથા ટુકડાનું લોકેશન હોવું જોઈતું હતું પણ ત્યાં એ ન્હોતું. નકશાનો ચોથો હિસ્સો ક્યાં અને કેવી રીતે શોધવો એ કોઈને કંઈ જ સૂઝતું ન્હોતું. બધા અત્યારે ડેની ની વાહ વાહ કરવાને બદલે નકશાનો ચોથો ટુકડો ક્યાં હશે એના વિચાર જ કરી રહ્યા હતા. ડેની પોતે પણ એટલી મહેનત કર્યા પછી હવે આગળ શું કરવું તે નહિ સમજાતા હોલમાં બારી પાસે ઊભા ઊભા બહાર રહેલા બગીચાના છોડના ફૂલોને નિહાળી રહ્યો હતો, જે અત્યારે પવન ના લીધે આમથી તેમ લહેરાઈ રહ્યા હતા.

તેઓ બધા નકશાના ચોથા ટુકડાની લોકેશન નહિ મળતાં અત્યારે ગાંડા થઈ રહ્યા હતા. પણ હવે તેઓ બીજું કરી પણ શું શકેત..

બધા આડું અવળું વિચારી જ રહ્યા હતા ત્યાં જ ડેની ના ફોનની રીંગ વાગી..

અત્યારે ડેનીને કોણે કોલ કર્યો હશે?
શું તેમને નકશાનો ચોથો ટુકડો મળશે?
પેલા ચોર ખજાનો લઈને ક્યાં ગાયબ થઈ ગયા હતા?
પેલો માસ્કધારી કોણ હતો?
પેલા બીજ શેના હતા?

આવા પ્રશ્નો ના જવાબ માટે વાંચતા રહો..
ચોરનો ખજાનો..

Dr Dipak Kamejaliya
'શિલ્પી'