One unique biodata -2 - 16 books and stories free download online pdf in Gujarati

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૧૬

પાર્ટી પત્યા પછી કાવ્યા અને જસુબેન વાતચીત કરી રહ્યા હતા.વાતો વાતોમાં કાવ્યાએ પૂછ્યું,"જસુ,આ સલોની કોણ છે?"

"અરે,મારે તો આજે ગોળી લેવાની રહી જ ગઈ,તારી માં ને ખબર પડશે તો હમણાં દોડતી આવશે"જસુબેને જાણે કાવ્યાનો પ્રશ્ન સાંભળ્યો જ ના હોય એમ વાત બદલીને બોલ્યા.

"હા,મમ્મીને જપ જ નથી"

"વાહ,આજના દિવસમાં બે વાર"નિત્યાને મમ્મી કહેવા પર ફરી જસુબેને કાવ્યાની મજાક ઉડાવી.

"શું?"

"નીતુ નહીં પણ મમ્મી"

"હું ક્યાં બોલી"

"તું બોલી"

"હશે,મને યાદ નથી"

"ઓકે,સુઈ જા.હું પણ સુઈ જાઉં છું"

"મારે તો કાલ રજા એટલે હું તો આજે લેટ નાઈટ સુધી મુવી જોઇશ"

"સારું તારે જે કરવું હોય એ કરજે,જય શ્રી ક્રિષ્ના"

"જય શ્રી ક્રિષ્ના જસુ.ગૂડ નાઈટ"જસુબેનના ગાલ પર કિસ કરીને કાવ્યા એના રૂમમાં જતી રહી.

જસુબેન પણ એમના રૂમમાં ગયા અને વિચારી રહ્યા હતા,"સારું થયું કાવ્યાએ જીદ ના કરી જાણવા માટે.પણ મને એ નથી સમજાતું કે એણે સલોની વિશે કેમ પૂછ્યું હશે?.આ ઘરમાં એનું નામ ક્યારેય નથી લેવાતું તો એ કેવી રીતે જાણતી હશે સલોની વિશે?.એ તો ઘણી નાની હતી ત્યારની સલોની અમારી લાઈફમાંથી જતી રહી છે"

*

આ બાજુ કાવ્યા પણ એના રૂમમાં વિચારી રહી હતી,"જસુએ મને કેમ સલોની વિશે કશું કહ્યું નહીં?.શું જસુએ જાણી જોઈએ વાત ફેરવી દીધી હશે?.પણ આ સલોની છે કોણ.નીતુ અને પપ્પાના મોઢાથી પહેલા તો ક્યારેય આ નામ નથી સાંભળ્યું.આજ અચાનક સલોની વિશે વાત કરતા હતા અને એમાં પણ પપ્પાએ કેમ નિતુને પુરી વાત ન કહી.અને આ અડધી વાત કહેતા કહેતા પણ પપ્પા કેમ સેડ જણાતા હતા.શું મારે કોઈને આના વિશે પૂછવું જોઈએ?"

*

જસુબેન લાઈટ ઓફ કરીને ઊંઘવા જ જતા હતા ત્યાં કાવ્યાએ એમના રૂમની બહારથી દરવાજા પર નોક કરતા પૂછ્યું,"નાની તમે સુઈ ગયા છો?"

જશોદાબેનને થયું કે આ ફરી કેમ આવી હશે મારા રૂમમાં.એમને થયું કે કાવ્યા ફરીથી પ્રશ્નોના તિર ચલાવશે કે શું.વિચારોમાંને વિચારોમાં જસુબેને ભૂલથી જવાબ આપ્યો કે,"હા,હું સુઈ ગઈ છું".બોલ્યા પછી જસુબેનને અફસોસ થયો.કારણ કે જો ના બોલ્યા હોત તો કાવ્યા એક-બે વાર પૂછી જવાબ ન મળતા સુઈ ગયા સમજીને પાછી એના રૂમમાં જતી રહે પણ જસુબેન બોલ્યા એટલે એને ખાતરી થઈ ગઈ કે એ જાગે છે એટલે એને સામે કહ્યું,"તમે સુઈ ગયા છો તો જવાબ કોણ આપે છે"

"હા,મતલબ કે હવે સુવા જઇ રહી છું"જસુબેને સામે જવાબ આપ્યો.એટલામાં કાવ્યા અંદર આવીને બોલી,"મને ખબર છે તમે હજી ભજન સાંભળવાના પછી ઊંઘવાના છો"

"હા તો"

"મને ઊંઘ નથી આવતી"

"તો તું પણ ભજન સાંભળીશ?"

"ના"

"તો?"

"હું સ્ટોરી સાંભળીશ"

"મને એ બધું નથી આવડતું"

"આવડે છે.મને એક વાર પપ્પાએ કહ્યું હતું કે તમને બહુ જ સારી સ્ટોરી કહેતા આવડે છે"

"પણ તારો તો મુવી જોવાનો પ્લાન હતો ને?"

"હા,પણ અત્યારે ઈચ્છા નથી.અત્યારે પણ સ્ટોરી સાંભળવાની ઈચ્છા છે"

"તું નહીં માને ને?"

"ના,તમને તો ખબર જ છે કે હું કેટલી જિદ્દી છું"

"હા"જસુબેન મોઢું બગાડતાં બોલ્યા.

"થેંક્યું નાનીજી"કાવ્યા જસુબેનને વ્હાલ કરતા બોલી.

"સારું તો આજ તને હું......."જસુબેન બોલવા જ જતા હતા એટલામાં કાવ્યાએ એમને વચ્ચે જ રોક્યા,"વેઇટ વેઇટ વેઇટ"

"શું થયું?"

"હું જે કહું એ ટોપિક પર મને સ્ટોરી કહેવાની"

"એ કેવું"

"એવું"

"પણ તે જે ટોપિક કહ્યો એની સ્ટોરી મને ના આવડી તો"

"તમને બધું જ આવડે છે નાની"

"આ નાની નાની કરીને કોણીએ માખણ ના લગાવીશ"

"ઘી લગાવું તો ચાલશે ને?"

આ વાત પર બંને જણા ખડખડાટ હસ્યાં.

"સારું બોલ ટોપિક કયો છે?"

"સલોની"કાવ્યાએ સીધું જ સલોનીનું નામ લીધું.આ સાંભળી જસુબેન અચાનક ચમક્યા અને મનમાં વિચારવા લાગ્યા કે,"હજી કાવ્યા આ વાત ભૂલી નથી"

એમણે કાવ્યાને કહ્યું,"સલોની શું?"

"સલોની કોણ છે?"

"મને શું ખબર"જસુબેન કાવ્યાથી નજર બચાવીને બોલ્યા.

"મને નથી લાગતું કે તમને આ વિશે ખબર ન હોય.તમે મારી સામે જોઇને કહો કે સલોની વિશે તમે કશું જ નથી જાણતા તો હું માનું"

જસુબેન વાતને છુપાવતા હતા પણ ક્યારેય ખોટું નહોતા બોલતા.અને પાછા કૃષ્ણ ભગવાનના ભક્ત હતા.અમુક વાર એવી કોઈ સિચ્યુએશન આવી જતી જ્યાં એમને ખોટું બોલવાનું થાય તો એ સમજદારી પૂર્વક વાત ફેરવી લેતા.આ કળા એમણે કૃષ્ણલીલા જોઈને શીખી હતી.પણ આ વખતે જસુબેનની એ કળા પણ કામ નહોતી આવતી.કદાચ ભગવાનની જ ઈચ્છા હશે કે કાવ્યાને આ બધું ખબર પડે.

"તને કેવી રીતે ખબર પડી સલોની વિશે.મતલબ કે તે ક્યાંથી સાંભળ્યું આનું નામ?"

"એક્ચ્યુઅલી કાલ હું ગેસ્ટને બહાર શી ઓફ કરવા ગઈ હતી ત્યારે નીતુ અને પપ્પા કઈક સલોનીની વાત કરતા હતા"

"એ શું વાત કરતા હતા?"જસુબેને પુરી વાત જાણવાનો પ્રયત્ન કર્યો"

"ખબર નથી.પપ્પા કઈ સ્પષ્ટ વાત નહોતા કરી રહ્યા.ઇવન નિતુએ પણ એમને કહ્યું કે સરખી રીતે પુરી વાત કહો પણ પપ્પા બહાનું બનાવીને સુવા માટે જતા રહ્યા"

"અચ્છા"

"નાની પ્લીઝ,શું વાત છે મને જણાવોને.કારણ કે એ વાતથી નીતુ અને પપ્પા બંને સેડ જણાઈ રહ્યા હતા.એમની વચ્ચે બહુ જ ઓકવર્ડનેસ દેખાઈ રહી હતી.મને નથી ખબર એ બંને વચ્ચે બધું ઓકે છે કે નહીં.મારે જાણવું પણ નથી.પણ હમણાં થોડા સમયથી મને એવું રીઅલાઈસ થઈ રહ્યું છે કે કંઈક ગડબડ છે.બસ હું મમ્મી-પપ્પાને ખુશ જોવા માંગુ છું એટલે જ ઇનસિસ્ટ કરું છું કે મને કહો.જો હું જાણતી હોઈશ તો એ બંનેની કદાચ હેલ્પ કરી શકું.ઇવન આપણે બંને મળીને એમની હેલ્પ કરી શકીએ"

કાવ્યા બોલી રહી હતી અને જસુબેન એકીટશે કાવ્યાની સામે જોઈ રહ્યા હતા.જસુબેન મનમાં વિચારી રહ્યા હતા કે,"જોતજોતામાં કાવ્યા કેટલી મોટી થઈ ગઈ છે.હજી હમણાં સુધી અમે વિચારતા હતા કે એને કેવી રીતે સંભાળીશું અને આજ એ એની નીતુ અને પપ્પાની પ્રોબ્લેમ સમજતી થઈ ગઈ છે.આ નાની નાની વાતોમાં જીદ કરતી જિદ્દી છોકરી ક્યારે સમજદાર થઈ ગઈ એની ખબર જ ના રહી.અને સમજદાર પણ કેમ ન હોય,નિત્યાએ તો મોટી કરી છે એને.એક દમ એની પરછાઈ છે.મારે હવે કાવ્યાને નિત્યા અને દેવ વચ્ચેના સંબંધનું રહસ્ય જણાવી દેવું જોઈએ.એક એ જ તો છે જે એની નીતુ અને દેવને નજીક લાવી શકે.કદાચ આ ભગવાનનો ઈશારો જ છે દેવ અને નિત્યાને આ જવાબદારીવાળા સંબંધમાંથી મુક્ત કરી સાચા અર્થે જીવન જીવતા શીખવાડવાનો"

જસુબેનને વિચારોમાં ખોવાયેલા જોઈ કાવ્યાએ એમનો હાથ પકડ્યો અને બોલી,"નાની,તમે હમણાં કહેતા હતા ને કે આજ તું બે વાર નિતુને મમ્મી કહીને કેમ બોલાવતી હતી તો સાંભળો મારો જવાબ...જાણું છું નીતુ મારી સગી માં નથી.મને સમજણ આવતા જ નીતુએ મને આ વાત જણાવી હતી.પણ નીતુ અને પપ્પા તરફથી મળતા પ્રેમના કારણે હું આગળ કઈ પૂછી જ ન શકી કે મારી સગી માં કોણ છે?.નાનપણમાં એવી શું ઘટના બની હતી કે નીતુએ મને એની દિકરી બનાવી?.આ બધા ફાલતુ સવાલો પૂછીને હું એમને દુઃખી કરવા નહોતી માંગતી.ત્યારથી લઈને આજ સુધી મેં ક્યારેય ના નીતુને કોઈ સવાલ પૂછ્યો કે ન પપ્પા કે તમારા પાસેથી જાણવાની કોશિશ કરી.મારુ સત્ય એ જ છે કે નીતુ મારી મમ્મા છે.અને એને કઈ પણ તકલીફ પડે તો મારી ફરજ બને છે કે હું એના માટે કંઈક કરી શકું"

(કાવ્યાને ફક્ત એ જ ખબર હતી કે નિત્યા એની માં નથી.એના સિવાયનું કાવ્યાને કહી જ ખબર ન હતું.દેવ એના પપ્પા નથી એ પણ એને નહોતી ખબર.કોઈને પાસ્ટની વાતથી દુઃખ ન પહોંચે એટલા માટે કાવ્યાએ ફરી કોઈ વાર એ વાત બોલવાની નિત્યાને ના પાડી હતી.નિત્યા અને દેવ તરફથી મળેલા પ્રેમને કારણે કાવ્યાએ મનોમન નક્કી કરી લીધું હતું કે જ્યા સુધી કોઈ મને સામેથી આ વિશે વાત ન કરે ત્યાં સુધી એ ક્યારેય સામેથી નઈ પૂછે.)

કાવ્યાની વાત સાંભળી જસુબેનની આંખમાં આંસુ આવી ગયા.જસુબેન પોતાના આંસુ લૂછતાં બોલ્યા,"મારી દિકરી આજે ખરેખર બહુ મોટી થઈ ગઈ છે.એની નીતુને દુઃખ ના લાગે એના માટે એને પોતાનું ભૂતકાળ જાણવામાં પણ રસ નથી.એણે બસ એની નીતુને ખુશ જોવી છે"

"નીતુ નહીં નાની,મારે તમને બધાને ખુશ જોવા છે.અને રહી વાત પાસ્ટની તો મને ખાતરી છે કે મારે જાણવાનું હશે તો એ પણ કોઈ ચોક્કસ સમયે નીતુ મને કહી જ દેશે એ પણ મારા પૂછ્યા વગર"

"એક દમ નિત્યા જેવી વાતો કરે છે"

"દિકરી કોની છું"

"હા"

"ચલો હવે મને સલોનીવાળી કથા સંભળાવશો?"

"હા,ચોક્કસ"

(જય શ્રી ક્રિષ્ના મિત્રો🌹🙏🏻,
હું જાણું છું કે સ્ટોરીમાં પાસ્ટમાં શું બન્યું હતું એ જાણવા માટે તમે બધા તત્પર છો.તમે જેની રાહ જોઈ રહ્યા હતા એ હવે આગળના ભાગથી શરૂ થાય છે.દેવ અને નિત્યાનું પાસ્ટ............... બંનેના મેરેજ કેવી રીતે થયા?,અત્યારે દેવ કેમ આવો છે?,બાકીના પાત્રો ક્યાં ગયા?........આ બધું જ જાણવા માટે વાંચતા રહો એક અનોખો બાયોડેટા.............અને હા તમારા અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટ દ્વારા જણાવવા વિનંતી.)