Prem Asvikaar - 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમ અસ્વીકાર - 2

હર્ષ બસ ની રાહ જોતા જોતા તેની નઝર એક પાર્લર પર પડી એને થયું કે બસ ને આવા માં લેટ થઈ ગયું છે અને તરસ બઉ લાગી છે, એટલે એ ત્યાં પાર્લર એ પાણી ની બોટલ લેવા ચાલ્યો ગયો.
ત્યાં પાર્લર એ જઈ ને જોયું તો કોઈ હતું નહિ. પણ અંદર નાં રૂમ માં અવાજ આવી રહ્યો હતો. હર્ષ એ બુમ પાડી " અરે કોઈ છે? "
અંદર થી અવાજ આવ્યો " હા બોલો ને ? શું જોઈએ છે? "
અવાજ ખૂબ રમણીય હતો પણ ચેહરો દેખાવા નાતો મળતો
" મારે પાણી ની બોટલ લેવી છે" " ઓ હા બહાર નાં ફ્રીઝ માંથી લઇ લો" " હા "
"પૈસા મે અહીંયા મૂક્યા છે " અંદર થી અવાજ આવ્યો" વાંધો નહિ " "હા પણ પૈસા છુટા નથી " અંદર થી ફરી અવાજ આવ્યો "હા ઉભારો હું આવું છું "
એવા માં એક છોકરી અંદર થી આવી અને ટેબલ માંથી છુટા પૈસા કાઢી ને આપવા લાગી એવા માં હર્ષ તો એને જોતોજ રહી ગયો જાણે એને કોઈ પરી જોઈ લીધી હોય.
એમાંય જ્યારે કોઈ સારી વ્યક્તિ ને આપડો ટાઈમ જોવા માં કાઢીએ તો તે સુ બોલે છે એ સંભાળવા નું બંધ થઈ જાય છે, એટલે કે તે શું બોલે છે અને તે ત્યાં હાલાત શું છે એ ભૂલી જવાય છે....
હર્ષ પણ એને જોતો રહી ગયો, અને એવા માં અવાજ આવ્યો " ઓ હેલ્લો,લો તમારા આ છુંટા પૈસા."
હર્ષ ભાન માં આવી ને હા હા સોરી હું ભૂલીજ ગયો, " ઇટ્સ ઓકે "
હર્ષ બોટલ લઇ ને પાછો ત્યાં બસ સ્ટેન્ડ માં પહોચી ગયો.અને બસ ની રાહ જોવા લાગ્યો....
થોડી વાર માં બસ આવી અને એમાં એ બેસી ગયો અને તેણે .... એ છોકરી ને મળવા નાં વિચાર આવા લાગ્યા.હર્ષ મનોમન ખુશ થવા લાગ્યો...કે એટલી સુંદર છોકરી અને એક પાર્લર ચલાવતી.?
એવા બધા પ્રશ્નો એના મન માં થવા લાગ્યા, એમ ને એમ ઘર આવી ગયું..ઘરે જઈ ને તે એના રૂમ માં જવા લાગ્યો..તો મમ્મી એ બુમ પડી કે ચાલ હવે ખાઈ તો લે?
ત્યાં ટેબલ પર હર્ષ ની બહેન સીમા પણ બેઠી હતી અને તે હર્ષ ને આવતા બોલી ઉઠી કે " કેમ ભાઈ કોલેજ નો પહેલો દિવસ કેવો રહ્યો? "
" સારો હતી બેહના " " અરે ભાઈ સારો કે ખૂબ સારો? "
" અરે બેહનાં એમાં કેવો હોય, સરોજ હતો " એમ કહી ને જમી ને એના રૂમ માં ચાલ્યો જાય છે..
અને તે બપોર નાં પોર માં સુતા સુતા બસ એક અજ ચેહરા ને યાદ કરે છે કે ... એ છોકરી કેટલી સુંદર હતી .અને એનો અવાજ એનો બોલવા નો હાવ ભાવ બધીજ નિહાળી રહ્યો હતો.
એમ નાં એમ સાંજે હર્ષ ઉઠ્યો તો એને વિચાર્યું કે કાલે ફરી થી એ દુકાન એ જઈશ અને એને મળીશ..એમ વિચારી ને એને એના મન પર કંટ્રોલ કર્યું...
એમ નાં એમ બીજો દિવસ થઈ ગયો....અને હર્ષ સવાર માં વેહલા ઉઠી ને તૈયાર થઈ ગયો અને સવારે ત્યાં એના ઘર નાં નજીક મંદિર હતું ત્યાં દર્શન કરવા ચાલ્યો ગયો...
ત્યાં ગયા પછી એને વિચાયું કે આજે તો ત્યાં દુકાને ફરી થી જઈ ને કઈક નાં કઈક વસ્તુ ખરીદી કરું પણ આ પાણી નું બહાનું બઉ સારું હતું કારણ કે હર્ષ ને બીજું કંઈ ખાવા નું પસંદ ન હતું...
ઘરે જઈ ને કોલેજ જવા તૈયાર થાય છે ત્યારે હર્ષ નાં મમ્મી રીટાબેન બોલે છે કે બેટા તું કાલે પાણી ની બોટલ ભૂલી ગયો હતો, આજે નાં ભૂલતો બોટલ ફ્રીઝ માં પડી છે ....
હર્ષ એ કીધું "નાં નાં મમ્મી એટલા માં ક્યાં બોટલ ની જરૂર છે, એમાંય બપોર પછી છૂટી જવા નું છે ને?"
" નાં બેટા તું બોટલ તારા બેગ માં જ રાખ કારણ કે તારે પાણી કોઈ નાં જોડે માંગવું નાં પડે અને બીજું કે બોટલ પણ નાં ખરીદવી પડે..કાલે તારા બેગ માં પાણી ની બોટલ તે લીધી હતી...તો આ સારું પાણી તું લઇ જા...તો આખો દિવસ વાંધો નાં આવે, અને હા તને મૂકવા માં આળસ આવતી હોય તો હું મૂકી દઉં...."
" નાં નાં મમ્મી હું લઇ જઉં છું તમે રહવા દો " એમ કહી ને બોટલ બેગ માં મૂકી ને કોલેજ જવા નીકળી જાય છે....