Prem Asvikaar - 3 books and stories free download online pdf in Gujarati

પ્રેમ અસ્વીકાર - 3

અજય હર્ષ ને લેવા આવે છે અને બંને કોલેજ ચાલ્યા જાય છે.ત્યાં બંને ક્લાસ ભરે છે અને બનેં જણા છૂટે છે એટલે હર્ષ ને ત્યાં બસસ્ટેન્ડમાં ઉતરી ને ચાલ્યો જાય છે.અને એમ ને એમ હર્ષ ત્યાં બેસે છે. તેની નઝર તે પાર્લર પર પડે છે.
ત્યાર બાદ એ વિચારે છે કે તે પાર્લર માં જાય પણ એને એમ થાય છે કે કોઈ દેખાય તો જઉં, પણ હર્ષ ને કોઈ દુકાન માં નાં દેખાયું.
પછી થોડી વાર પછી તે પાર્લર તરફ ચાલવા લાગ્યો, અને ત્યાં જઈ ને એને બુમ પડી અરે કોઈ છે?
ત્યાં એક ભાઈ બીજા રૂમ માંથી આવ્યા અને બોલ્યા બોલો શું જોઈએ છે?
હર્ષ હચકતા " મારે એક પાણી ની બોટલ જોઈએ છે"
" બહાર ફ્રીઝ માંથી લહી લો"
ફ્રીઝ માંથી બોટલ લઈ ને હર્ષ ચાલવા લાગે છે અને ત્યાં તે વિચારવા લાગે છે કે કાલે તો છોકરી હતી એ આજે તો ન હતી તો આ કોણ છે?
પછી તેને વિચાર આવ્યો કે કદાચ એના પપ્પા હશે? અથવા કાકા ? એવા બધા વિચાર આવે છે. પછી વિચારે છે કે કઈ વાંધો પછી મળી લઈશું.
એમ નાં એમ બસ આવે છે અને બસ માં બેસી જાય છે અને વિચારવા લાગે છે અને બોટલ બેગ માં મૂકી દે છે....
ઘરે જઈ ને જેવો તે રૂમ માં જાય છે તો બેગ બહાર અજ રૂમ માં મૂકે છે અને તેની મમ્મી ત્યાં બેગ માંથી ટિફિન અને બોટલ નીકળવા જાય છે તો તે જુએ છે કે બોટલ અંદર અજ હોય છે...
અને બુમ પડે છે " હર્ષ પાણી તો પીધું નાઈ અને બોટલ કેમ લીધી તે?"
હર્ષ રૂમ માં જઈ ને વિચારવા લાગે છે અને બોલે છે કે અરે મમ્મી એ તો બોટલ ફ્રેન્ડ ની છે ભૂલથી રહી ગઈ છે...એમ કહી ને વાત ને ફેરવી નાખે છે ....
પછી તે જમવા નીચે આવે છે અને ...જમી ને ત્યાં રૂમ માં ચાલ્યો જાય છે .હર્ષ ને ઘણા બધા વિચાર આવતા હોય છે.અને તેને એમ થાય છે કે કાલે ફરીથી ત્યાં જાઈ ને જોઈશ કે એ કોણ હતું અને કોની દુકાન છે?
પછી બીજા દિવસે તે સવારે વહેલા ઊઠી ને તૈયાર થઈ જાય છે.અને રોજ નાં જેમ તે કોલેજ જવા નીકળી જાય છે અને ત્યાં જઈ ને ક્લાસ ચાલુ થઈ જાય છે .પણ એમાં એને મોડું થઈ જાય છે એટલે તે અંદર ક્લાસ માં જતાં તે પહેલી બેન્ચ પર બેસી જાય છે...અને ત્યાં મેડમ જે ક્લાસ અટેન કરવા આવે છે એ બધા ને પેહલિ વાર જોતા બધા ને પોત પોતાના વિશે બોલવા માટે કહે છે અને બધા એક પછી એક પોતાના વિશે બધા ને ઓળખાણ આપે છે.
એમાં બધા છોકરા અને છોકરી ઓ નું નામ અને ક્યાં રહે છે ....તે પૂછે છે ....
ત્યારે બધા નામ અને ઓળખાણ આપતા હતા ત્યારે ..હર્ષ નો નંબર આવે છે અને ત્યાં તે બધા ને પોતાનું આખું નામ અને રહેઠાણ વિશે માહિતી આપે છે...અને બધા ને પોતાના 12 માં ધોરણ નાં ટકા બતાવે છે...મેડમ ખુશ થઈ જાય છે એમ ને એમ ક્લાસ નાં બધા સ્ટુડન્ટ ને આ વાતો પૂછે છે....ત્યાં ઘણી બધી છોકરી ઓ એ ટોપ કર્યા ની માહિતી આપે છે અને બધા ખુશ થઈ ને તાળીઓ પણ પડે છે, અને હર્ષ બેઠા બેઠા બધા ને ઓળખતો હોય છે એવા માં ...એક અવાજ આવે છે અને એ અવાજ માં બોલે છે કે..." મારું નામ ઈશા છે અને હું અહીંયા બાજુ વાળા ગામ માં રહ્યુ છું, " જેવું આ સંભાળતા હર્ષ એક દમ અવાજ સાંભળતા તેને પેલા પાર્લર માં હતી એ છોકરી નાં અવાજ ની યાદ આવે છે.અને એ તરતજ પાછળ જુએ છે તો ઈશા પોતાની ઓળખાણ આપી રહી હતી....
ઈશા બોલે છે અને હર્ષ સંભાળે છે, ઈશા બોલે છે કે તેના ટકા 12 માં ધોરણ માં 62 ટકા આવ્યા હતા, ઈશા ની વાતો ને નિહાળે છે હર્ષ,ત્યાર પછી એમ નાં એમ એની ફ્રેન્ડ બાજુ માં આલિયા પણ એની ઓળખાણ આપે છે.
એમ ને એમ ક્લાસ પૂરો થાય છે, અને હર્ષ બહાર આવી જાય છે.અને તે મનોમન ખુશ હતો અને તે હસતા હસતા અજય ને ગેટ આગળ મળે છે.
ત્યાર પછી અજય પૂછે છે કે " કેમ ભાઈ કેમ હસે છે? " "કઈ નાઈ ભાઈ પછી કાઈશ" અજય બોલે છે કે " ભાઈ મારે પણ એક વાત કેહવી આપડે 12 માં ધોરણ માં જે પેલી પાયલ હતી એ મારાજ ક્લાસ માં એનો નંબર આવ્યો છે."
" ઓહો ભાઈ તો તો સારું કેહવાય" " હા ભાઈ હવે તો મોજ એ મોજ, ચાલ ભાઈ નાઈ તો પાયલ સ્કૂટી લઇ ને નીકળી જશે,મારે એના જોડે એક વાત કરવી છે,"
" અરે ભાઈ તું જા હું તો બસ સ્ટેન્ડ સુધી ચાલતો ચાલ્યો જઈશ" " ખરેખર?"
" હા ભાઈ, એમાંય હું શાંતિ થી જઈશ " " ઓહ ભાઈ તો તો હું નીકળું"