difficult love - 4 in Gujarati Love Stories by ravi gujarati books and stories PDF | અજૂગતો પ્રેમ 4

અજૂગતો પ્રેમ 4

- રવિ એચ. ગુજરાતીડાયરી નું પ્રથમ પેજ ખોલ્યું અને વાંચવાનું ચાલુ કર્યું. પ્રથમ પેજ પર કોલેજ ની વાતો જોઈ એટલે પાછળ પેજ પલટાવ્યા અને આગળ વાંચવા લાગી. તેમાં અકસ્માત બાદ બધી વાતો એવી રીતે લખી હતી કે જાણે નજર સામે તે ઘટના છવાય જાય. નેહા ધીરે ધીરે બધું વાંચવા લાગી, અકસ્માત અને બાદની ઘટના વાંચી ત્યારે, આંખ માંથી આંસુ વહેવા લાગ્યા.

આટલું વાંચી અને ડાયરી બંધ કરતી હતી, ત્યાં પાછળ થી આવજ આવ્યો "આટલું વધારે લાગી આવ્યું, કે વધારે દુઃખદ રીતે લખ્યું છે, આમ પણ બધા કહે છે, હું વધારે દુઃખદ રીતે વર્ણવું છું" નેહા ધીરે રહીને ડાયરી બંધ કરી અને "આઇ એમ સોરી રવિ" આટલું બોલી અને જતી હતી ત્યાં રવિ બોલ્યો "વાંચવાનું બાકી હોય તો ડાયરી તારી પાસે રાખી શકે પણ કાલે સાંજ સુધીમાં પાછી આપી જજે". આટલું કહેતા રવિ ફરીથી ફોન પર કોઈ સાથે વાત કરવા લાગ્યો, અને નેહા ત્યાંથી ડાયરી લઈ અને જતી હતી ત્યાં સામેથી શિવમ્ આવ્યો. અને રવિ પાસે જઈ બોલ્યો "ભાઈ, મે હજુ સુધી તારી ડાયરી વાંચી નથી, અને નેહા ને ડાયરી લઈ જતા જોઈ"
"હા, મે તેને વાંચવા માટે પરમિશન આપી છે" રવિ જવાબ દેતા બોલ્યો
"પણ, તે કોલેજ અને પછી બનેલી ઘટના લખી છે, નેહા તે વાંચી લેશે તો ?" શિવમ્ ચિંતા વ્યક્ત કરતાં બોલ્યો
"મારા મન ની વાતો પણ લખી છે, અને આમ પણ હવે તે વાતો આજના સમય પર કોઈ પ્રભાવ નહિ પડે, કારણ કે હવે બધું બદલાઈ ગયું છે." રવિ એ જવાબ આપ્યો.
"બદલાઈ ગયું હોય તો પણ ફરક તો પડે જ, અને બીજા કોઈ ને આ વાત ની જાણ થઈ તો શું થશે ?" શિવમ ચિંતા વ્યક્ત કરતાં બોલ્યો.
"ચિંતા ના કર બીજા કોઈ ને કોલેજ ની વાતો ની જાણ નહિ થાય" આશ્વાસન આપતાં રવિ બોલ્યો.

બીજા દિવસે સવારે બધા ભેગા થયા અને બહાર જવા નીકળ્યા, નેહા રવિ પાસે આવી બોલી "હજુ થોડું વાંચવા નું બાકી છે, તો આજે સાંજ સુધીમાં તારી ડાયરી તને આપી દઈશ." આટલું બોલી અને ત્યાંથી જતી રહી, આ બધું જોઈ અને શિવમ્ રવિ નજીક આવ્યો અને બોલ્યો "ભાઈ, લગભગ અડધી ડાયરી તો વાંચી લીધી હશે"
"ના, હજુ કોલેજ ની વાતો પણ તેને નહિ વાંચી હોય"
"તું આટલો આત્મવિશ્વાસ થી કંઈ રીતે કહી શકે"
"કોઈપણ વ્યક્તિ ને બીજા ના દુઃખ ની કહાની માં જ રસ પડે એટલે તેણે મારા લગ્ન પછીની જ વાતો વાંચી હશે."
"તેની આંખો જો લાલ થઈ છે, એવું લાગે છે કે રાત ભર તેણે ડાયરી વાંચી હશે, અને ડાયરી એટલી વાર માં પૂર્ણ રીતે વાંચવા માટે આટલો સમય પૂરતો છે."
"તેની આંખો રાત્રે વાંચવાથી લાલ નથી થઈ, આંખો ના આંસુ ના કારણે થઈ છે."
"તું, આટલા આત્મવિશ્વાસ સાથે કઈ રીતે કહી શકે."
"કોઈ પણ ને પોતાના માની લઈએ ત્યારે તેના વિશે, એક પણ શબ્દ જાણ્યા વિના બધું જાણી લઈએ છીએ"
"કોઈ એ સાચું કહ્યું છે, લેખક અને કવિ સાથે કોઈ પણ શબ્દો માં પહોંચી શકાતું નથી."
"સારું ચાલ આપણે માથેરાન જવામાં મોડું થઈ જશે"
આટલું કહ્યા બાદ રવિ એ ગાડી સ્ટાર્ટ કરી અને બધા માથેરાન તરફ જવા નીકળ્યા.

માથેરાન પર પહોંચી ગયા, ત્યાં બધે હરિયાળી હતી,જાણે પ્રકૃતિ ત્યાં જ વરસી હોઈ અને ફરતે પર્વતો તેના પર ઠંડી પવન ની લહેરો, આનો આનંદ જ અલગ જ આવે છે, અને આમ પણ ગમે તેવો થાક લાગ્યો હોઈ ત્યારે પ્રકૃતિ ની ગોદ માં ગોથા લગાવવા થી અલગ જ આનંદ આવે છે, અને થાક પલ ભરમાં જ દૂર જતો રહે છે.
બધા પોતાની રીતે આમ તેમ ફરવા લાગ્યા, કોઈ પણ જગ્યા પર જઈ અને નેહા તે ડાયરી ખોલી અને વાંચવા બેસી જતી, અને બધા મિત્રો મસ્તી કરતા હતા અને તે આનંદિત પળ ને યાદગીરી રૂપે કેમેરા માં સાચવતા હતા.
કોઈપણ વ્યક્તિ હોઈ તેને પ્રકૃતિ ની ગોદ માં અલગ જ વિચારો આવે છે. અને કોઈ પણ લેખક તેને શબ્દો નું રૂપ આપવાનો મોકો કંઈ રીતે મૂકી શકે એટલે રવિ બાજુ પર એક પત્થર પર બેઠો અને બ્લેક કવર ની ડાયરી પોકેટ માંથી કાઢી અને કંઇક લખવા લાગ્યો. આ બધું જોઈ અને નેહા તેની પાસે આવી અને બોલી "ડાયરી જોઈએ તો અત્યારે રાખ પછી હું, વાંચવા લઈ જઈશ."
"ના, અત્યારે હું અલગ કહાની પર લખી રહ્યો છું, તો તે ડાયરી ની જરૂર પણ નથી."
"સારું, સાંજ સુધમાં હું પણ ડાયરી વાંચી લઈશ" આટલું બોલી અને નેહા ડાયરી વાંચવા લાગી ત્યાં શ્વેતા આવી અને બોલી "અત્યારે પણ એક ને લખવામાં રસ છે, તો બીજા ને વાંચવામાં, અત્યારે તો આનંદ માણો."
"બધાની આનંદ માણવાની રીત અલગ હોઈ છે, જેમ મને સૌથી વધારે આનંદ મારા વિચારો ને લખવામાં આવે છે"
"સારું, તમે બંને અહીંયા જ રહો અમે તો ચાલ્યા આગળ મોજ કરવા"
આટલું કહી અને બધા પોતાની વાતો માં મશગુલ થઈ ગયા, અને જાણે સમય ને પણ પંખો આવી હોઈ ત એમ ઉડવા લાગ્યો. જોત જોતામાં સાંજ થવા આવી, બધા એક બીજા સાથે મસ્તી કરવામાં મશગૂલ હતા, ત્યારે નેહા થોડી દુઃખી હોઈ તેવું લાગ્યું એટલે શિવમ્ રવિ પાસે ગયો અને વાત કરી તો રવિ થોડું હસ્યો અને બોલ્યો "ડાયરી પૂરી વંચાઈ ગઈ છે, એટલે મૂડ ખરાબ છે" શિવમ્ થોડુ હસ્યો અને ત્યાંથી આગળ ચાલવા લાગ્યો,
વધારે આગળ ગયા બાદ નેહા રવિ પાસે આવી અને બોલી "છૂપી રીતે આશિકી કરતા તો કોઈ તારી પાસે થી શીખે."
"તેને આશિકી નહિ, નાદાની કહેવાય"
"નાદાની કંઈ રીતે ?"
"કોઈ સાથે પ્રેમ કરવો તે મારા મત મુજબ નાદાની જ કહેવાય"
"આવી નાદાની પણ ઇતિહાસ માં સોનેરી અક્ષરો માં કંડારાઈ છે"
"આવા ઇતિહાસ માં દુઃખ શિવાય કંઈ હોતું નથી, એટલે પ્રેમ માં વિશ્વાસ જ ઉડી ગયો છે"
"ખરેખર, પણ ડાયરી તો કંઇક અલગ જ વાત કહે છે."
"ડાયરી માં લખ્યું છે તે ગઈ કાલ ની વાત હતી અને આજે પરિસ્થિતિ અલગ જ છે"
" હા, માની લીધું પણ, માહી કોણ છે"
"હતી કોઈ, જેની પૂરી કહાની મારી ડાયરી માં તે વાંચી છે."
"ચાલ, પાર્કિંગ પણ આવી ગયું કાર પાર્કિંગ માંથી લઈ આવ ત્યાં સુધી હું અહીંયા રાહ જોઉં છું"
આટલું કહ્યું બાદ રવિ ગાડી લેવા ગયો ત્યાં શ્વેતા આવી અને નેહા ના ખભા પર હાથ મૂકી બોલી "રવિ ની ડાયરી ક્યાં છે ?"
નેહા એ તરત જ પોતાનું પર્સ ચેક કર્યું પણ ડાયરી ત્યાં નહોતી, તે આમ તેમ ફાફા મારવા લાગી, ત્યારે શ્વેતા એ ડાયરી આપી અને "માહી" આટલું જ બોલી અને જતી રહી.
બાદ ફાર્મ હાઉસ પર જતા હતા ત્યારે મોકો જોઈ અને ગાડી માં નેહા અને રવિ બંને એકલા હતા તેથી નેહા એ પૂછ્યું "ચેતક ફક્ત તને જ પોતાની પીઠ પર સવારી કરવા દે તે વાત સાચી છે ?"
"તે ચેતક ની ઈચ્છા પર છે, તેની ઈચ્છા હોઈ તેને સવારી કરવા દે બાકી પછાડે પણ"
"કોઈ પણ સવાલ ને આડો કર્યા વિના નથી રહી શકતો ?"
" હું, સવાલ ને નહિ પણ જવાબ ને આડી રીતે કહું છું"
"હાં હાં, બહુ ખરાબ જોક હતો" નેહાએ મોં બગડતા કહ્યું
"ઘણી વાર સત્ય પણ જોક લાગે છે"
"હવે પહેલી બંધ કર અને સીધી રીતે જવાબ આપ"
"ના, મારા સિવાય કોઈ ને પણ સવારી નથી કરવા આપતો"
"સ્વાતિ ભાભી ને પણ કોઈ વાર સવારી કરી નથી"
"તેની વાત અલગ જ હતી, અને આમ પણ ચેતક ની મરજી હતી, કે કોને સવારી કરવા દેવી અને કોને નહિ"
"સારું, અને માહી આવે તો તેને સવારી કરવા દે કે નહિ ?"
"કદાચ નહિ આમ પણ ચેતક માહી ને ઓળખતો પણ નથી"
થોડું નેહા હસી અને પછી મસ્ત ગીતો સાંભળતી સૂઈ ગઈ.

બધા ફાર્મ હાઉસ પર પહોંચ્યા, અને બાદ રવિ, શિવમ્, કુમાર ,ચિરાગ બધા ખુરશી પર બેસી વાતો કરવા લાગ્યા અને બાકી બધા થોડે દુર તળાવ હતું ત્યાં સાઈટ સીન કરવા ગયા હતા, ત્યાં ચેતક નો આવજ આવ્યો, તો બધા મિત્રો તે તરફ ગયા, અને જોયું કે નેહા ચેતક પર બેસવાનો પ્રયત્ન કરતી હતી, પહેલી વાર પ્રયત્ન કર્યો પરંતુ બેસી ના શકી પછી તેણે ચેતક ના કાન માં કઈંક કહ્યું તો તરત ચેતક નીચે નમ્યો અને નેહા તેના પર સવાર થઈ અને લગામ ખેંચી અને બહાર ગઈ, બાદ બધા મિત્રો ફરીથી આવી બેઠાં ત્યાં શિવમ્ બોલ્યો "મેં, સાંભળ્યું હતું કે ચેતક તારા શિવાય કોઈને પણ સવારી કરવા નથી આપતો"
"તેનો અનુભવ તો તને પણ છે, જ" કુમાર મજાક કરતા બોલ્યો
"સાવ, એવું નથી ઘણા લોકો ને ચેતક બેસવા દે છે" રવિ ધીમા આવજે બોલ્યો
"અહીંયા બધા મિત્રો જાણે જ છે, કે તું નેહા ને કેટલો પ્રેમ કરે છે." ચિરાગ, રવિ તરફ જોતા બોલ્યો.
"આ વાત સાથે ચેતક ને કોઈ પણ ફરક નથી પડતો" રવિ એ વળતો જવાબ આપ્યો
"ચેતક તારી આંખો પરથી બધું સમજી શકે છે, અને આજે પણ તારી આંખો માં નેહા પ્રત્યે પ્રેમ સ્પષ્ટ દેખાય છે" ચિરાગ બોલ્યો
"આંખો મન નું દર્પણ હોઈ છે, આવું તું જ કહેતો હતો, તો તારા મન ની વાતો કઈ રીતે છુપાઈ શકે, અને તે ચેતક છે તારા મન ની વાતો વિના કહે સમજી શકે છે,એટલે જ.." કુમાર ધીરા આવજે બોલ્યો.
"તો, ચેતક સમજી શકે કે, હવે હું પહેલા હતો તે રવિ નથી, જીવન નો રસ્તો બિલકુલ અલગ છે. જેમાં પ્રેમ, લાગણી માટે કોઈ જગ્યા નથી" રવિ ગુસ્સો કરતો હોઈ તેવી રીતે બોલ્યો.
"મગજ માં જે વાત હોય તેની અસર આંખો પર થતી નથી, પણ હદય ની વાતો ને આંખ પર આવતા કોઈ પણ રોકી શકતું નથી,
"હા, માન્યું કે મને તેની સાથે મને કોલેજ સમય થી પ્રેમ છે, છતાં પણ અત્યારે પરિસ્થિતિ એવી છે, કે મારી પત્ની અને પુત્રી નું મૃત્યુ થઈ ચૂક્યું છે, અને સમય પણ ઘણો વિતી ચૂક્યો છે, અને સાથે સાથે મને તેના પ્રત્યે પહેલા જેવી લાગણી રહી નથી"
"પહેલા જેવી લાગણી નથી તો બધા થી અલગ કંઈ રીતે તેની સાથે વર્તન કરે છે" કુમારે પૂછ્યું
"કંઈ, એવું નથી હું બધા સાથે એક જેવું જ વર્તન કરું છું" રવિ જવાબ આપ્યા બાદ ઊંડો શ્વાસ લીધો.
"મન ની વાતો જેટલી વધારે દબાવીએ તેટલી જ વધારે આંખો થી છલકે છે" રવિ ની સુવિચાર ની ડાયરી હાથ માં પકડી બોલ્યો.
"મારી ડાયરી મને પાછી આપ, કુમાર" આટલું કહી અને ડાયરી કુમાર ના હાથ માંથી લઈ અને પોતાની પાસે મૂકે છે.
"તારા સુવિચાર પ્રમાણે તું જ નથી ચાલી શકતો" ચિરાગ ધીમેથી બોલ્યો.
"પરિસ્થિતિ પ્રમાણે બધું બદલવું પડે જ છે." રવિ એ વળતો જવાબ આપ્યો.
"તો તારે પણ પરિસ્થિતિ પ્રમાણે બદલાવું જોઈએ" ચિરાગ ધીમેથી બોલ્યો.
"હા, ચાલો હું બદલી ગયો પણ તેથી બધું પહેલા જેવું તો નથી થવાનું ને!, તે મારી સાથે પ્રેમ નથી કરતી તો પછી આગળ વિચારવાનો અર્થ જ નથી, તો તમે લોકો વધારે વિચારવાનું બંધ કરો" રવિ ગુસ્સા માં બોલ્યો.
બાદ બધા મિત્રો ચૂપ ચાપ બેસી ગયા, કોઈ પણ કંઈ બોલ્યા વિના બેઠાં રહ્યા

લગભગ દસેક મિનિટ થઈ હશે, કોઈ કંઈ બોલ્યું નહિ ત્યારે ધીરેથી રવિ બોલ્યો "બધા ચૂપ કેમ થઈ ગયા, ખોટું લાગ્યું હોઈ તો માફ કરજો પણ.." આટલું કહી રવિ પણ ચૂપ થઈ ગયો.
"મિત્રો વચ્ચે ખોટું ક્યારેય લાગતું નથી, એટલે જ આપણી દોસ્તી આટલી પાક્કી છે" કુમાર મૌન ભંગ કરતા બોલ્યો.
પાર્થ કામ માટે બહાર ગયો હતો તે પણ આવી અને બોલ્યો "બધા મિત્રો ભેગા થઈ અને શું કરવાનું વિચારો છો ?"
"કંઈ નહિ બેસ" આટલું કહેતા કુમારે ખુરશી આગળ કરી, ત્યાં પાર્થ બેસ્યો અને બિઝનેસ ની વાતો કરવા લાગ્યા.
ત્યાં નેહા ચેતક ને લઈ અંદર ગઈ. પાર્થ ને નવાઇ લાગી તેણે કુમાર સામે જોયું, કુમારે ઈશારો કર્યો. અને ફરીથી બધા વાતો કરવા લાગ્યા. થોડી વાર બાદ બધા ધીમે ધીમે જતાં રહ્યા રવિ ચેતક પાસે ગયો, અને પાર્થ એ બધી વાત કુમાર પાસેથી જાણી લીધી. અને બંને અંદર જઈ અને હીંચકા પર બેસી વાતો કરવા લાગ્યા,
બધા સાઈટ સીન પરથી આવી ગયા, અને જમ્યા બાદ બધા ફરીથી વાતો કરવા લાગ્યા,

વાતો કરતા જ હતા, ત્યાં શ્વેતા રવિ પાસે બેસી અને ધીમેથી કોઈ ને સંભળાઈ નહિ તેવી રીતે પૂછ્યું "આ માહી કોણ છે ?"
"માહી, વિશે હું વાત કરવા નથી માંગતો, આ વાત જવા દે"
"જ્યાં સુધી મેં સાંભળ્યું છે ત્યાં સુધી માહી સાથે બનેલી બધી જ ઘટના નેહા સાથે પણ બનેલી છે"
"હા, ઘટના તો ઘટના જ કહેવાય તે ગમે તેની સાથે બની શકે અને આમ પણ બધા ની ઘટના લગભગ સરખા જેવી જ હોઈ છે, પરંતુ બધા લોકોને એવું જ લાગે છે કે મારી ઘટના છે"
આટલું કહેતા રવિએ કુમાર ને ઈશારો કર્યો, એટલે તરત કુમાર રવિ પાસે આવી બેસી ગયો.
"તો નેહા સાથે બનેલી ઘટના માં તું પણ સામેલ છે, અને માહી વાળી ઘટના માં પણ"
"હા, તો હોઈ જ ને કારણ કે માહી અને નેહા બંને એક જ છે." રવિ થોડો ગુસ્સે થતો હોઈ તેવી રીતે બોલ્યો.
"બસ, મારે આ તારા પાસેથી સાંભળવું હતું." આટલું કહી અને શ્વેતા ત્યાંથી જતી રહી.

બધી વાતો પત્યા બાદ બધા અંદર જવા લાગ્યા ત્યારે કુમારે શ્વેતા ને રોકી અને પૂછ્યું "તું આજે એવું કેમ બોલી હતી કે રવિ પાસેથી સાંભળવું હતું"
"કારણ કે મેં તેની ડાયરી માં આગળ ના થોડા પેજ વાંચ્યા હતા. અને તેમાં માહી વિશે લખ્યું હતું તે નેહા સાથે બન્યું હતું, બીજી ખાનગી વાત કહું નેહા પણ રવિ ને પ્રેમ કરે છે, પણ હવે તે આ વાત જતાવતી નથી પણ કોલેજ ના સમય થી આ વાત ની મને જાણ હતી."
"હવે રવિ પણ માનશે નહિ, ગમે તેમ કરીએ છતાં રવિ નહિ માને"
"હવે બંને ને મનાવવા મુશ્કેલ છે" દિશા એ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું
"મુશ્કેલ તો છે પણ જ્યાં અમે બધા મિત્રો હોઈ ત્યાં કંઈ પણ મુશ્કેલ નથી" કુમારે ચિંતા ઓછી કરતા કહ્યું
"તો આજે બધા વિચારો અને કાલે મળીએ કોઈ નવા પ્લાન સાથે" શ્વેતા બોલી અને જતી રહી
"શ્વેતા તો બોલી જતી રહી પણ એટલું સહેલું નથી, હું નેહા ને ઓળખું છું ત્યાં સુધી તે આટલી સરળ રીતે નહિ માને" દિશા એ કુમાર ને ચિંતા વ્યક્ત કરતા કહ્યું
"મને નેહા કરતા રવિ ની વધારે ચિંતા છે, આવી વાતો માં કોઈ નું પણ માને નહિ" કુમારે વળતો જવાબ આપ્યો.
"તમે લોકો લડો નહિ, બધું બરાબર થઈ જશે" પાર્થ ત્યાં આવી બોલ્યો, વધુ ઉમેરતા બોલ્યો "અત્યારે ચિંતા કર્યા વિના સૂઈ જાઓ, હું અત્યારે જ રવિ સાથે થોડી બિઝનેસ ની વાતો કરવા જઉં છું, ત્યારે પણ આ વિષય પર વાત કરીશ"
કુમાર અને દિશા બંને અંદર ગયા અને બાદ, પાર્થ પણ ચિંતા નો ઊંડો શ્વાસ લઈ અને રવિ પાસે ગયો.

Rate & Review

Darshan Patel

Darshan Patel 5 months ago

Pankaj Dave

Pankaj Dave 10 months ago

કેટલા સમય સુધી રાહ જોઈ. હવે નવાં ભાગ માટે આટલી બધી વાર ના લગાડતાં. ( ભાગ - 3 : 18/02/2019, ભાગ-4 : 18/11/2022, પુરા 3 વર્ષ અને 9 મહિના પછી નવો ભાગ- 4 રજૂ કર્યો છતાં પણ આગલા ભાગ યાદ છે તો તમે સમજી શકો કે કેટલી આતુરતા થી નવા ભાગની રાહ જોતા હોય તો હવે નવો ભાગ વહેલો મુકવા માટે નમ્ર વિનંતી)

Chetna Bhatt

Chetna Bhatt 10 months ago

ravi gujarati

ravi gujarati 10 months ago

Daksha Dineshchadra

Daksha Dineshchadra 10 months ago

Share