Pink Purse - 1 in Gujarati Motivational Stories by Jaydeepsinh Vaghela books and stories PDF | પિંક પર્સ - 1

પિંક પર્સ - 1

વાર્તા નું ટાઇટલ જોઈ ને ખબર પડી ગઈ હશે કે... આ એક પર્સ ની વાર્તા છે એટલે કે એક આલિયા નામની છોકરી નાં પર્સ ની વાર્તા જે કંઈ જેવું તેવું પર્સ નથી ..તે પર્સ જાદુઈ એટલે કે એક અલગ પ્રકારનું પર્સ છે...તો આ પર્સ આલિયા ને કેવી રીતે મળે છે અને એના લાઈફ માં શું શું થાય છે એની આ સ્ટોરી માં વાત કરીશું...તો ચાલો મિત્રો આ સ્ટોરી માં આગળ વધીએ....
તો વાર્તા છે એક નાના ગામ ની જે ગામ માં એક મિડલ ક્લાસ ફેમિલી રેહતું હતું..અને એ ફેમિલી માં એક આલિયા નામની છોકરી રેહતી હતી...તે ધોરણ 5 માં ભણતી હતી...સ્કૂલ શરૂ થવાની હતી...ધોરણ 4 એને સારા માર્ક એ પાસ કરી લીધું હતું....
પણ હવે ધોરણ 5 માં એને સ્કૂલ માં લખવા માં પેન્સિલ માંથી પેન નો ઉપયોગ કરે એટલી મોટી થઈ ગઈ હતી...
સ્કૂલ નો પેલો દિવસ....અને આલિયા જલ્દી જલદી સ્કૂલ જવા તૈયાર થઈ ગઈ ...એની સ્કૂલ બાજુમાં આવેલા શહેર માં હતી એટલે ... એ તેના પાપા સાથે જવા માટે જલ્દી જલદી તૈયાર થઈ ગઈ...
એના પપ્પા એને તૈયાર કરી ને ગાડી માં બેસાડી ને સ્કૂલ એ જવા નીકળ્યા...એના પપ્પા નું નામ વિજયભાઈ છે...અને આલિયા ની મમ્મી નું નામે રીટાબેન છે. બંને જણા આલિયા ને ખુબ પ્રેમ કરતા...
વિજયભાઈ આલિયા ને લઇ ને સ્કૂલે જવા નીકળી પડ્યા...અને રસ્તા માં આલિયા એ બુમ પાડી અને બોલી કે...
"પાપા..ગાડી રોકો....મારે કામ છે..?"
પાપા : કેમ ચીકુ...શું થયું? ( તેના પાપા આલિયા ને પ્રેમ થી ચીકુ બોલાવતા )
આલિયા : કઈ નાઈ પાપા તમને ખબર નથી હું હવે 5 માં ધોરણ માં આવી અને મને હવે પેન્સિલ થી નાઈ પેન થી લખવા નું હસે...તો મારે એના માટે પેન તો લેવી પડે ને?
પાપા : ઓહ ...હા હા ...હવે મારી ચીકુ..... મોટી થઈ એટલે...પેન્સિલ થી નાઈ પેન થી લખશે....બોલ કેટલી પેન લેવી છે?
આલિયા : બહ બધી....
પાપા : એટલે?
આલિયા : (હસી ને) ચાલો તો ખરા?
( બંને જણાં સ્ટેસનરી ની દુકાન એ ગયા અને બોલ્યા કે દુકાન ભાઈ પેન આપો ને.....દુકાન વાળા ભાઈ એ પેન બતાવી....પેન 20 થી 25 ડિઝાઇન ની પેનો હતી.....)
વિજય ભાઈ : બોલ ચીકુ ....કઈ પેન જોઈએ...?
આલિયા : પાપા શરમાઈ ને..પાપા ચીકુ નાઈ આલિયા....
વિજય ભાઈ : હા હા આલિયા...બોલ ને બેટા...મારી ચીકુ...
આલિયા : ગુસ્સા થી...હસી ને....પાપા પેલી...
દુકાન દાર એ પેન આપી અને આલિયા એ એક ચોપડા માં લખવા નું સ્ટાર્ટ કર્યું અને પાપા બોલ્યા કે અરે આલિયા આ નાં લઈશ એતો પેન પિંક છે...તરે પિંક નાં ચાલે..તરે તો બ્લુ પેન જોઈએ....
આલિયા : નાં પાપા મારે આજ પેન જોઈએ છે...અને હા એના સિવાય હું બ્લુ પેન લઉં છું ને પણ....
વિજય ભાઈ : ઓકે બેટા....
બંને પેન લઇ ને વિજય ભાઈ અને આલિયા સ્કૂલ તરફ જવા નીકળી પડ્યા...
સ્કૂલ માં ગયા પછી...આલિયા નાં પાપા એ કીધું કે બેટા તું છુંટે એટલે હું તને લેવા માટે આવીશ.તું અહીં જ આવી ને ઉભી રેજે..
"હા પાપા, હું અહીં જ આવીને ઊભી રહી જઈશ પણ તમે મોડું ના કરતા કારણ કે હું છૂટી જાઉં છું ને તમે આવતા પણ નથી."
"નાના બેટા હવે એવું નહીં થાય કારણ કે મેં નોકરી છોડી દીધી છે એટલે હવે હું તારી પાછળ જ ટાઈમ ફા ડવિશ"
"તો વાંધો નહિ પપ્પા નહિ તો તમને ખબર છે ને કે હું ચોથા ધોરણમાં હતી તો પછી તમે મોડા જ મને લેવા આવતા હતા પણ પપ્પા તમે નોકરી કેમ છોડી દીધી? અને આપણે હવે શું કરીશું?"

Rate & Review

Aksha

Aksha Matrubharti Verified 10 months ago