Kaliyugna Yodhaa - 12 books and stories free download online pdf in Gujarati

કળિયુગના યોદ્ધા - 12

ફ્લેશબેક :- પાછળના પ્રકરણમાં જોયુ કે કુમાર અને પાટીલ મારૂતિ ઇલેક્ટ્રોનિકસમાં એસી રીપેર કરવા જનાર વિશે પૂછપરછ કરવા ગયા ત્યાં જાણવા મળ્યુ કે તે દિવસે અહીંયાથી એસી રીપેર આપમેળે થઈ ગયુ છે એવો ફોન આવ્યો હતો. જે નંબર પરથી ફોન આવ્યો હતો એના પર ફોન કરતા મોબાઈલ ફોર્મટ થઈ ગયો . અને ખાલી હાથે પાછા આવ્યા . હવે આગળ .....

પ્રકરણ 13


રોકીએ કુમાર પાસેથી પોતાને જોઈતી માહિતી મેળવી લીધી હતી તેના અનુસંધાને પોતાના કામગીરી શરૂ કરી દીધી હતી . રોકીને જાણવાનુ હતુ કે હર્ષદ મહેતાને મર્ડરની આગળની રાત્રે ઊંઘની દવા કોણે આપી હતી ?

સૌ પ્રથમ શરૂઆત હર્ષદ મહેતાના પરિવારના ફેમિલી ડોક્ટરથી કરવાની હતી . એ જાણવા માગતો હતો કે હર્ષદ મહેતાના પરિવારમાં કોઈ ઊંઘની આ દવાનો ઉપયોગ કરે છે કે કેમ ? પરંતુ ડોક્ટર પોતાના દર્દીઓની ડિટેલ કોઇને આપતા નથી એમાં પણ આટલા વૈભવશાળી અને નામચીન વ્યક્તિના ઘરની માહિતી મેળવવી લોઢાના ચણા ચાવવા જેવું હતું તેથી રોકી વિચારી રહ્યો હતો કે આ ચણાને કેવી રીતે ચાવવા .

એને ઘણી બધી રીતો વિચારી જોઈએ જેમ કે રાત્રિના સમયે ફેમિલી ડોક્ટરની ઓફિસમાં જઇને બધી ફાઇલો તપાસવી પરંતુ આ કામ ખૂબ જોખમી હતું તેમાં પકડાઈ જવાનો ભય પણ હતો તેથી કંઈક એવું વિચારવાની જરૂર હતી કે જેનાથી ' ના રહેગા બાંસ ના બજેગી બાંસુરી 'ની જેમ માહિતી પણ મળી જાય અને કોઈને ખબર પણ ના પડે . તેથી આગળ માહિતી મેળવવાની શક્યતાઓ વિશે રોકી વિચારી રહ્યો હતો .

શનિવારનો દિવસ હતો રોકી સવારનો ડોક્ટરના ક્લિનિકની નીચે ચાની ટપરી ઉપર બેઠો બેઠો રેકી કરી રહ્યો હતો અને આ દરમિયાન તે કેટલી ચા અને સિગરેટ પી ગયો એ પોતે પણ જાણતો ન હતો . ધીરે-ધીરે બપોર પડી બપોર પછી સાંજ પડી સાંજ પછી રાત પડી છતાં રોકી ત્યાંનો ત્યાંજ બેઠો હતો એ કદાચ કોઈની રાહ જોઈ રહ્યો હતો . પરંતુ કોની ...!?

થોડો બીજો સમય આમ જ વીત્યો. હવે લગભગ રાતના નવ વાગવા આવ્યા હતા . એક માણસ ક્લિનિક પરથી નીચે આવી રહ્યો હતો . આ જોઈ રોકી ફટાકથી ઉભો થઇ ગયો જાણે સવારથી આજ માણસની રાહ જોતો હોય . હાથમાં રહેલી સિગરેટ નીચે નાખી અને પોતાના ભારેખમ જૂતા વડે એને ઓલવી નાખી અને નીચે ઉતરી રહેલા માણસની તરફ આગળ વધ્યો .

રોકીને જોઇને લાગતું હતું કે તે હમણાં પેલા માણસ પર તૂટી પડશે . એ માણસ રોકીની એકદમ નજીક આવી ગયો હતો . રોકી એ માણસની બાજુમાંથી પસાર થયો ત્યારે તેની સાથે અથડાઈ ગયો .

" સોરી " કહીને તે સામેના છેડે આવેલા પાનના ગલ્લા પાસે પહોંચ્યો . પેલો માણસ થોડીવાર પહેલા આજ ગલ્લાની ઉપર રહેલા ક્લિનિક પરથી નીચે આવ્યો હતો . એ ક્લિનિક બીજા કોઇનું નહિ પરંતુ હર્ષદ મહેતાના ફેમિલી ડોક્ટરનું હતું. રોકીએ ગલ્લા પર જઈને સિગરેટ ખરીદીને પીવા લાગ્યો .

હવે ક્લિનિક માંથી નીચે આવેલો માણસ ટ્રાફિકથી ભરેલા રસ્તા ઉપર આગળ જઈ રહ્યો હતો અને રોકી એની પાછળ પાછળ જઈ રહ્યો હતો . લગભગ વીસેક મિનિટ ચાલીને પેલો માણસ એક બારમા ગયો અને પાછળ પાછળ રોકી પણ એની અંદર ગયો .

અંદર જતાં જ બાઉન્સરે એની પાસે એન્ટ્રી પાસ માંગ્યો.તે માણસે પોતાના ખિસ્સા ફંફોડયા , કદાચ તે માણસ કંઇક ગોતી રહ્યો હતો . કદાચ એનો પાસ જ ગોતી રહ્યો હતો .

એન્ટ્રી પાસ ન મળતાં તે માણસ બાઉન્સર સાથે તકરાર કરવા લાગ્યો . આ દરમિયાન રોકી તેની બાજુ માં આવ્યો અને પોતાનો પાસ બતાવતા કહ્યું ' મારી સાથે છે ' અને બાઉન્સરે એની માફી માગી અને બંને અંદર જવા લાગ્યા .

રોકી પેલા માણસથી આગળ નીકળી ગયો કારણ કે રોકી જાણતો હતો કે તે માણસ એને ધન્યવાદ કહેવા જરૂરથી આવશે અને બન્યું પણ એવું જ કે તે માણસ થોડું વધારે ઝડપથી ચાલી ને રોકી સાથે થયો અને કહ્યુ

" તમારો ખુબ ખુબ આભાર મારી પાસે એન્ટ્રી પાસ છે પણ ખબર નહીં મારું વોલેટ ક્યાં ખોવાઈ ગયું "

" મેન્શન નોટ pleasure to meet you અને તમે મારી સાથે એક ડ્રીંક લેશો તો મને એનાથી પણ વધારે આનંદ થશે " રોકીએ કહ્યુ

પેલા માણસ માટે તો જાણે ભાવતુ હતુ ને વૈદે કહ્યું એના જેવું થયું કારણકે ઓલરેડી પોતાનું વોલેટ ખોવાઈ ગયુ હતુ અને ડ્રીંક માટે એની પાસે પૈસા નહોતા તેથી ના કહેવાનો સવાલ જ ઊભો થતો નહોતો તેથી તેને કોઈ આનાકાની વગર હા પાડી દીધી

એક પછી બીજો બીજા પછી ત્રીજો અને પછી ચોથો એમ રોકી પેલા માણસને પરાણે ઓફર કરી કરીને ચાર પેગ પીવડાવ્યા . પછી પેલા માણસને પોતાને ભાન ન હતી કે પોતે શું કરી રહ્યો હતો ? શુ બોલી રહ્યો હતો ? અને ક્યાં બેઠો હતો ? રોકીને બસ આ જ જોઈતુ હતુ .

રોકી સામે એક પર એક પેગ ઢીંચી રહેલો માણસ કે જે હર્ષદ મહેતાના ફેમિલી ડોકટરના ક્લિનિક પરથી નીકળ્યો હતો અને રોકી એનો પીછો કરી રહ્યો હતો તે બીજું કોઈ નહીં પરંતુ હર્ષદ મહેતાના ફેમિલી ડોક્ટરનો વોર્ડબોય હતો .

ઘણી વખત સચેત અવસ્થામાં રહેલા માણસ કરતાં અચેત કે અર્ધ બેભાન અવસ્થામાં રહેલો માણસ વધારે કામ લાગે છે બસ આ જ નિયમ પ્રમાણે રોકીએ પેલા વોર્ડબોયને હર્ષદ મહેતાના પરિવાર વિશે , તેમના બધાની દવાઓ વિશે , બધા લોકોની બીમારી વિશે પૂછપરછ કરવા માટે તૈયાર કર્યો હતો .

" હર્ષદ મહેતાને ઓળખે છે ....? "

" તમારા સાહેબ જ હર્ષદ મહેતાના ફેમિલી ડોક્ટર હતાને ? બોલ ...." પેલા અર્ધ બેભાન વોર્ડબોયને રોકી પૂછી રહ્યા હતો . પરંતુ એને કોઈ વસ્તુની ભાન નહતી .રોકીએ એને ઢંઢોળીની ફરી પૂછ્યુ

" એમના ઘરમાં હર્ષદ મહેતાને કે અથવા અન્ય કોઈને અનિંદ્રાની કોઈ બીમારી હતી ? ..... શુ કોઇ સિ**લા** નામની દવાનો ઉપયોગ કરે છે ? " પરંતુ ઉપરના માંથી કોઈ પ્રશ્નનો જવાબ જાણવા મળ્યો નહી .

રોકીને હતું કે ઘરનો જ કોઇ સભ્ય આ દવાનો નિયમિત ઉપયોગ કરતો હોવો જોઈએ પરંતુ આવુ બન્યું નહીં .રોકીનુ કામ ઉલ્ટુ વધ્યું. રોકી હવે ફરીવાર જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં આવી ગયો હતો . હર્ષદ મહેતાને ઊંઘની દવાઓ કોને આપી ? તે શોધવા માટે હવે એને કોઈ બીજી યોજના બનાવવાની જરૂર હતી .

જેમ સતરંજમાં રાજાને મારવા માટે પહેલા પ્યાદાઓને મારવા પડે છે એમ હર્ષદ મહેતાની હત્યા કોને કરી ? હત્યા પહેલા હર્ષદ મહેતાને ઊંઘની દવા કોને આપી ? આ વાત જાણવા માટે મયુર મહેતા કરતા એમના પ્યાદાઓ મતલબ કે ઘરના નોકર ચાકર વધારે મદદ કરી શકે એમ હતા . તેથી રોકીને પેલા વોર્ડબોયની જેમ હવે ઘરના કોઈ નોકર અને એમાં પણ ખાસ તો ઘરના મહારાજને એવી રીતે પૂછપરછ કરવાની હતી કે નેથી પોતાની જોઈતી માહિતી મળી જાય અને કોઈને ખબર પણ ન પડે .

" ઉં....ઊંઘ.....ઊંઘની દઅઅઅઅ...વા ...આઆઆ...
હા....હા....હા..... આઆઆ...આવ્યો હઅઅઅ... તોઓઓ.....મ....મય..હૂ.....આઆઆવ્...યોઓઓ.... હતો. તે લેઅઅ....વા માટેએએ.....હાઅઅઅ હા ... " પેલો વોર્ડબોય કૈક અસ્પષ્ટ બબળીને બેહોશ થઈ ગયો .

વોર્ડબોય બેહોશ થઈને ટેબલ પર ઢળી ગયો હતો . એના છેલ્લા શબ્દો સાંભળી એકવાત સમજાતી હતી કે કોઈક તો હતું જે ઊંઘની દવા વિશે પૂછપરછ કરવા આવ્યુ હતુ પરંતુ કોણ ?

વોર્ડબોયને ત્યાં જ છોડી રોકી બારની બહાર નીકળી ગયો .

●●●●●○●●●●●●●○●●●●●○●●●●●○●●●●●●●

બીજી તરફ રોકીના ગયા પછી અચાનક વોર્ડબોય સ્વસ્થ થઇ ગયો જાણે કૈ જ બન્યું ન હોય ! શરાબને હાથ પણ ન લગાવ્યો હોય એટલા તંદુરસ્ત થઈને તે વોશરૂમમાં ગયો જ્યાં બહારના DJ ના અવાજ કરતા થોડી શાંતિ હતી . એને ફોન હાથમાં લઈને ફોન કર્યો . સામેના છેડે રિંગ વાગી ,

" બદનામ હૈએએ કોઈ.....
અંજાન હૈએએ કોઈ....." સામેના છેડેથી ફોન ઉપડ્યો અને વોર્ડબોયે બોલવાની શરૂવાત કરી .

" યતો ધર્મહ "

" તતો જયહ વત્સ "

" ગુરુજી , તમારા આજ્ઞા મુજબ મે પેલા પહેલવાનને હર્ષદ મહેતાને અપાયેલ ઊંઘની દવા અંગે થોડી હિન્ટ આપી દીધી છે "

" હા હા હા હા .....બહોત ખુબ .... "

" હવે આગળ ... આગળ શુ ? "

" હવે તુ એક વોર્ડબોયથી વધુ કઈ નથી . જરૂર પડ્યે ભવિષ્યમાં માહિતી આપવામાં આવશે . ત્યાં સુધી યાદ રાખજે ઈશ્વરનું કાર્ય કરવા માટે ખુદ ઈશ્વરે તારી પસંદગી કરી છે . આટલી વિશાળ માનવ જાતની માવજત કરવી ઈશ્વરના હાથ બહાર હતુ ત્યારે ઈશ્વરે મને ધરતી પર એમના અમૂલ્ય ઉદેશ્યને પૂર્ણ કરવા મોકલ્યો છે . હવે આપણી સાથે થઈ રહેલા અન્યાયનો બદલો આપણે જાતે લેવાનો છે . યાદ કર , કૃષ્ણયુગમાં શ્રેષ્ટ હોવા છતા એક ઋષિએ તમારી નીચી જાતના લીધે શિક્ષણ આપ્યુ નહતુ . આ યુગ ભલે આધુનિક યુગ કહેવતો પરંતુ આજ યુગમાં તને હોશિયારી હોવા છતાં તારી નીચી જાતિના લીધે તને યોગ્ય શિક્ષણ નથી મળ્યુ તુ ડોકટર બનવાને લાયક હતો અને એક વોર્ડબોય થી વધારે કંઈ ન બની શક્યો . તારી સાથે થયેલા અન્યાયનો બદલો તું જાતે જ લઈશ . હું તને મદદ કરીશ . તું યોદ્ધા છે કળિયુગનો યોદ્ધા , અને હું તારો અને તારા જેવા હજારો કળિયુગના યોદ્ધાઓનો સેનાપતી છુ . હંમેશા ધર્મનો જ જય થશે . યતો ધર્મહ "

" તતો જયહ..."

" યતો ધર્મહ ...."

" તતો જયહ....તતો જયહ....તતો જયહ...."

( ક્રમશ )


હવે આગળ શુ થશે ?

બુકાનીધારી કૃષ્ણયુગના ક્યાં અન્યાયની વાત કરતો હતો ? કે જેમાં નીચીજાતિને લીધે શિક્ષણ મળ્યુ નહતુ ?

વાંચતા રહો કળિયુગના યોદ્ધા ભાગ ૧૩