Magic Stones - 28 books and stories free download online pdf in Gujarati

મેજિક સ્ટોન્સ - 28

( તમે આગળનાં ભાગમાં જોયું કે બ્લેક બધા સ્ટોન ધારિઓને એક સલામત સ્થળે થોડા દિવસો માટે સંતાઈ રહેવા માટે કહે છે. બધા રાજી થઈ જાય છે અને પૃથ્વી ઉપરના કમ્બોજ દેશમાં દેરો નાખે છે. બીજી બાજુ ગોડ હન્ટર સ્ટોન ધારિઓને પકડવા માટે એની બધી જ તાકાત લગાવી દે છે. હવે આગળ ).

ગોડ હન્ટર ના જાસૂસો સ્ટોનધારિઓને ટ્રેસ કરવાની કોશિશ કરે છે પણ તેઓ અસફળ રહે છે. આ તરફ જસ્ટિન એકલો એકલો કંબોજમાં કંટાળી જાય છે કેમ કે બધા સ્ટોન ધારી ઓ એનાથી મોટા હોય છે જેથી જસ્ટિન એમની સાથે મજાક મસ્તી કરી શકતો નહોતો. જસ્ટિનને વિક્ટરની ખોટ વર્તાઈ રહી હતી.

વ્હાઇટ જસ્ટિન ને જોઇને સમજી જાય છે કે જસ્ટિન એકલો એકલો અહીંયા કંટાળી ગયો છે માટે એ જસ્ટિન નો મૂડ બનવાની કોશિશ કરે છે. વ્હાઇટ બધા સ્ટોન ધારિઓને જસ્ટિન પાસે કંઈ આવે છે.
બધા જસ્ટિન પાસે આવીને બેસી જાય છે.
' યેલો તમે ખબર છે આપણે મોરીન ગ્રહ ઉપર ગયા હતા ત્યાં આપણી એક એલિયન સાથે મગજમારી થઈ ગઈ હતી.' વ્હાઇટ કહે છે.
' નાં યાર, મને કંઈ યાદ નથી. તું કહે શું થયું હતું તો કદાચ મને યાદ આવી જાય.' યેલો વ્હાઇટ ને આંખ મરતા કહે છે.
' ઠીક છે તને યાદ અપાવું.' વ્હાઇટ યેલો ને કહે છે. જસ્ટિન પણ જીજ્ઞાશા સાથે વાત સાંભળવા માટે વ્હાઇટ તરફ મોઢું કરીને બેસી જાય છે. વ્હાઇટ વાત ચાલુ કરે છે.
એમાં થયું હતું એવું કે આપણે મોરિન ગ્રહ ઉપર કોઈ વ્યક્તિ ની શોધ માટે ગયા હતા. આપણે એને ખૂબ શોધ્યો પણ એ વ્યક્તિ ના મળ્યો તો આપણે એક ધાબા ઉપર નાસ્તો કરવા માટે ગયા હતા.' વ્હાઇટ કહે છે.
' હા, હા...અને ત્યાં આપણને કોઈએ સરબત ની જગ્યાએ શરાબ પિવાડી દીધી હતી એજ ને.' યેલો કહે છે.
' હા એજ વાત.' વ્હાઇટ કહે છે.
' પછી ?' જસ્ટિન વચ્ચે ટપકી પડે છે.
' અમે તો શરબત સમજી ને શરાબ પી લીધી જમી પણ ઘણું લીધું. પણ થોડી વાર બાદ અમારું માથું ફરવા લાગ્યું અને એવું લાગવા માંડ્યું હતું કે બધું ઉલ્ટી માં નીકળી જશે. અને થયું પણ એવું અમે જ્યાં ટેબલ ઉપર બેઠા હતા ત્યાં જ સામે વાળા બે વ્યક્તિઓ ઉપર ભૂલથી ઉલ્ટી કરી દીધી. પેલા બંનેનો ચહેરો અને શરીર વોમિટીંગ પડવાથી ખરાબ થાય ગયો. પણ વોમિટીંગ થવાથી અમને તો સારું લાગ્યું પણ સામે વાળા વ્યક્તિઓને સારું ન લાગ્યું અને અમારી તરફ ગુસ્સે થી જોવા લાગ્યાં.' વ્હાઇટ કહે છે.
' પછી ?' જસ્ટિન પૂછે છે.
' એ બંને તો પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા અને અમારી પાસે આવીને અમારા કોલર પકડીને એમને ધમકાવવા લાગ્યા કે તમે લોકો એ મારા કપડા ખરાબ કર્યા. અમે આમ કરી નાખીશું તેમ કરી નાખીશું. અમે પણ કહી દીધું તમારે જે કરવું હોય તે કરો.' વ્હાઇટ કહે છે.
' પછી ?' જસ્ટિન પૂછે છે.
' પછી શું અમારા લોકો વચ્ચે મારા મારી ચાલુ થઈ ગઈ. ટેબલો ઉપર પડેલું ભોજન હવામાં ઉડવા લાગ્યું. ખુરશી ટેબલ તૂટવા લાગ્યાં. એ લોકોએ એમને નસેડી સમજીને હુમલો કર્યો પણ અમે તો એમને જ ધોઈ નાખ્યા.' વ્હાઇટ હસવા લાગે છે.
' બસ આટલું જ...' જસ્ટિન કહે છે.
' ખરી વાત તો હવે શરૂ થાય છે. અમે પેલા બે ને મારી મારીને અધમૂઆ તો મારી નાખ્યાં તો આ જોઈ એનો બોસ અમને મારવાં આવી ગયો. એનું શરીર નો મનુષ્ય જેવું હતું પણ માથું હિપ્પો નું હતું. પહેલાં તો અમે એને જોઈ ને હસ્યા તો એ અમારા ઉપર ગુસ્સે થયો અને અમારા ઉપર હુમલો કર્યો તો અમે પણ એને બરાબર નો માર માર્યો. લડાઈ થોડી ઉગ્ર બની ગઈ હતી એટલે અમારા હાથે એ વ્યક્તિ મરાય ગયો. એમને તો પછી ખબર પડી કે.....' વ્હાઇટ કહેતાં રોકાય જાય છે.
' શું ખબર પડી તમને ? જસ્ટિન પૂછે છે.
' કે એ એજ એલિયન હતો જેને અમે શોધવાં ગયા હતાં.' વ્હાઇટ કહે છે.
' ઓહ, એમ.' જસ્ટિન કહે છે.
' મઝા ના આવી મને આ કિસ્સામાં.' જસ્ટિન મોઢું ચઢાવતાં કહે છે.
' હવે તને એક મઝાનો કિસ્સો કાલે કહીશ આજ માટે આટલું જ.' વ્હાઇટ કહે છે.

ગોડ હન્ટર ના માણસો શોધી શોધીને થકી જાય છે પણ તેઓને એક પણ સ્ટોન ધારી કે એને લગતી કોઈ માહિતી મળતી નથી.
બીજા દિવસે વ્હાઇટ જસ્ટિન ને ફરી એક કિસ્સો સંભળાવે છે.
' આ એ વખત ની વાત છે જ્યારે ધરતી ઉપર માનવ ની સંખ્યા બહું ઓછી હતી. ત્યારે તાટ્રસ નાં પાતાળ લોક ના કેદખાના માંથી ' અગન પક્ષી ' નામનું દેત્ય પક્ષી બહાર આવી ગયું હતું. એ પક્ષીની ખાસિયત એ હોય છે કે એમાં નર અને માદા સાથે જોડાયેલા હોય છે. માદા જે પ્રવાહી એના મુખ માંથી ફેકે છે એના ઉપર નર આગ લગાવી બધું સળગાવી દે છે.'
' એને ત્યાં રહેતા લોકો ને હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. જે પણ ગામમાં જતું ત્યાં બધું સળગાવીને રાખ કરી દેતું. એમને એ વાત ની જાણ થઈ એટલે હું અને ગ્રીન ત્યાં પહોંચી ગયા. '
' અમે બંને એ ત્યાં ના લોકોને સલામત સ્થળે પહોચાડ્યા અને પછી એ પક્ષીનો ખાત્મો કરવાનું વિચાર્યું. પક્ષી ને કાબૂમાં કરવું જેટલું દેખાતું હતું એટલું સરળ ન હતું. એ કંઈપણ કરવાનું મોકો આપતું નહોતું. હથિયાર મારવા જતા પહેલા એ આગ છોડી દેતું. જાદુ પણ કરવા દેવાનો મોકો આપતું નહોતું.' વ્હાઇટ કહે છે.
' પછી તમે શું કરું ?' જસ્ટિન પૂછે છે.
' અમે બંને એ એની તાકાત ને એની વિરૂધ્ધમાં જ વાપરવાનું વિચાર્યું. જે મુખ થી માદા પ્રવાહી ફેંકતી હતી એ મુખ ને અમે જાદૂઈ સાકળ થી બંધ કરી દીધું. જ્યાં સુધી એ પ્રવાહી ફેકે નહિ ત્યાં સુધી નર અગ્નિ ફેંકી નહિ શકે. અગ્નિ અંદર અંદર ઘેરાતો રહ્યો અને અંતે એના શરીરમાં પ્રચંડ વિસ્ફોટ થયો અને એનો એની જ અગ્નિ થી એના જ રામ રમી ગયાં.' વ્હાઇટ કહે છે.
' એટલે ચોપડીઓમાં તાત્રસ નાં કેદખાના વિશે જે લખ્યું છે એ ખરેખર સાચું છે એમને.' જસ્ટિન કહે છે.
' હા પહેલાં પાતાળ લોકમાં કેડખાનું હતું પણ પછી એને દેત્યો દ્વારા નષ્ટ કરી દેવામાં આવ્યું હતું.' વ્હાઇટ કહે છે.

ઘણાં દિવસો સુધી વ્હાઇટ જસ્ટિન ને જુદા જુદા કિસ્સાઓ સંભળાવી એનું મન બહેલાવે છે. આ તરફ ગોડ હન્ટર નેં એક પણ સ્ટોન ધારી વિશે માહિતી ન મળતાં ગોડ હન્ટર ધરતીનાં વિવિધ ભાગોમાં હુમલાઓ કરવાનું શરુ કરે છે. જેથી સ્ટોન ધારીઓ લોકોને બચાવવા બહાર આવે.
બીજી તરફ ગોડ હન્ટર શું કરી રહ્યો છે એ જાણવા માટે વ્હાઇટ વિક્ટર ને તેલીપેથી થી કોન્ટેક્ટ કરે છે.

વધું આવતાં અંકે..

( વિક્ટર અને વ્હાઇટ ની વાતચીત દરમ્યાન ગોડ હન્ટર શું સ્ટોન ધારીઓનું લોકેશન ટ્રેસ કરી લેશે ? વિક્ટર પોતાને ગોડ હન્ટર થી ક્યાં સુધી સંતાડસે ? વધું જાણવાં વાંચતાં રહો ' મેજિક સ્ટોન્સ').