Magic Stones - 30 in Gujarati Fiction Stories by Nikhil Chauhan books and stories PDF | મેજિક સ્ટોન્સ - 30

મેજિક સ્ટોન્સ - 30

( તમે આગળનાં ભાગમાં જોયું કે આખી સ્ટોન ફેમિલી સારા મોકાની રાહ જોઈ સંતાઈને રહે છે. તે લોકો વિક્ટર પાસે ગોડ હન્ટર ની ગતિવિધિ ની માહિતી લેતા રહે છે. વિક્ટર સાથે ની વાતચીતમાં વ્હાઇટ ને જાણવા મળે છે કે ગોડ હન્ટર એના માણસો ને અલગ અલગ જગ્યાએ મોકલી હુમલો કરાવતો હોય છે. વ્હાઇટ આ તક નો લાભ ઉતવાનું વિચારે છે અને સૌથી સાથે મળી આગળ કંઈ રીતે કામ કરવું એની સ્ટ્રેટેજી બનાવે છે. હવે આગળ)

ગોડ હન્ટર કમાન્ડર બેન, સાયન્ટિસ્ત એન અને ડ્રેગન મેન ને પોતાની સેનાઓ સાથે અલગ અલગ ટુકડીમાં વહેચી એણે બતાવેલા લોકેશન કર આક્રમણ કરવા મોકલી આપે છે. ગોડ હન્ટર પોતે સેટેલાઈટ કેમેરા ની મદદથી તેઓના ઉપર નજર રાખે છે.
બીજી તરફ બ્લેક અને એની ટીમ વ્યૂહરચના ઘડી લડવા માટે તૈયાર થાય છે. ત્યારે વિક્ટર માહિતી લઈને એમની પાસે આવે છે.
' એક વાત કહેવાની હતી.' વિક્ટર કહે છે.
' હા બોલ ને.' જસ્ટિન કહે છે.
' ગોડ હન્ટર ભલે લડાઈમાં નથી પગ મૂકતો પણ કેમેરા ની મદદથી ત્રણેવ સેના નાયકો ઉપર નજર રાખતો રહે છે. જો તમે એના માણસો ઉપર હુમલો કરશો તો એ તરત જ તમારી ઉપર તૂટી પડશે.' વિક્ટર કહે છે.
' તમને લોકોને શું લાગે છે આપણે શું કરવું જોઈએ ?' જસ્ટિન આખી ટીમને પૂછે છે.
' એની સેટેલાઈટ અને કેમેરાઓ ને નષ્ટ કરી લેવા જોઈએ. ના રહેગા બાંસ ના બજેગી બાસુરી.' યેલો કહે છે.
' ગ્રીન તારું શું કહેવું છે ?' બ્લેક જસ્ટિન ને પૂછે છે.
' સેટેલાઈટ અને કેમેરાઓ ને તોડવાથી એને ખબર પડી જશે કે એ બધું આપણું કામ છે. તો એ વધું સાવચેત થઈ જશે.' જસ્ટિન કહે છે.
' તો પછી છું કરીશું ?' બ્લેક પૂછે છે.
' આપણે એનું સર્વર હેક કરી લઈએ અને એને આપણે એજ બતાવીશું જે આપણે એને બતાવવા માંગીએ છીએ તો ?' જસ્ટિન કહે છે.
' હું સમજી ગયો તું શું કહેવા માંગે છે.' વિક્ટર કહે છે.
' અમને પણ સમજાવ.' બ્લેક કહે છે.
' આપણે એનું સર્વર હેક કરી લઈશું અને આપણે એક નોર્મલ વિડિયો શૂટ કરીશું જેમાં આપણે લોકો નહિ દેખાઈએ. ખાલી એમાં એટલું દેખાશે કે એના માણસો વિવિધ જગ્યાએ તબાહી મચાવતાં હશે. આજ વિડિયો રીપિત થાય કરશે. એણે ખબર પણ નહી પડે ને આપણું કામ થઈ જશે.' જસ્ટિન કહે છે.
' ઉત્તમ વિચાર છે, પણ આ કામ કરશે કોણ ?' બ્લેક પૂછે છે.
' એ બધું મારા ઉપર છોડી દો, હું જોઈ લઈશ.' વિક્ટર કહે છે.
' તને ખબર છે ને તારે શું કરવાનું છે ?' જસ્ટિન પૂછે છે.
' હા.' વિક્ટર કહે છે.
' તું કામે લાગી જા અને કામ પૂરું થાય એટલે તું એમને ઈશારો કર. પછી અમે આગળ પગલું ભરીશું.' જસ્ટિન કહે છે.
વિક્ટર બીજા એના મિત્રો ને લઈ આવે છે અને ગોડ હન્ટર નું સર્વર હેક કરવા માંડે પડે છે. ઘણી લાંબી મહેનત બાદ ગોડ હન્ટર નું સર્વર હેક કરવામાં તે લોકો સફળ થાય છે. બધું કામ થઈ જતા વિક્ટર જસ્ટિનને ઈશારો કરે છે.
' જે દિવસની આપણે રાહ જોઈ હતી એ દિવસ આવી ગયો છે. આજે આપણે નહિ કા તો ગોડ હન્ટર નહિ. આજે બ્રહ્માંડ નું ભવિષ્ય નક્કી થશે. હું આશા રાખું છું બધા સાજા સમાં ફરી અહી જ મળીયે.' જસ્ટિન કહે છે.
' બધાનો ખાત્મો કરી આપણે ફરી અહી જ મળીશું.' વ્હાઇટ કહે છે.
બધા એકબીજાને ગળે મળી બનાવેલી યોજના પ્રમાણે પોતાની મંઝિલ તરફ રવાના થાય છે. વિક્ટર જસ્ટિન પાસે આવે છે.
' પોતાનું ધ્યાન રાખજે અને સાજો સમો પાછો આવજે.કોઈ પણ જગ્યાએ ફસાય તો મને યાદ કરજે હું આવી જઈશ.' વિક્ટર કહે છે.
' હા, ચોક્કસ.' જસ્ટિન વિક્ટર ના ગળે મળે છે. પછી જસ્ટિન સ્ટોનની મદદથી ગાયબ થઈ જાય છે.

વિક્ટર એના દોસ્તો ની મદદથી ગોડ હન્ટર ને શૂટ કરેલી વિડિયો ક્લિપ બતાવે છે. ગોડ હન્ટર પણ બધું સામાન્ય સ્થિતિમાં છે એમ માની લે છે અને વધુ ધ્યાન આપતો નથી.

બીજી તરફ બ્લેક અને વ્હાઇટ જ્યાં કમાન્ડર બેન હોય છે તે જગ્યાએ પહોંચી જાય છે. યેલો ત્યાં પહોંચે છે જ્યાં ડ્રેગન મેન ઉત્પાત મચાવી રહ્યો હોય છે. જસ્ટિન સાયન્ટિસ્ત એન પાસે પહોંચી જાય છે. જસ્ટિન ને કોઈ ઓળખે નહિ એ માટે પોતાને અનોખા ગ્રીન સુટમાં કવર કરી લે છે.

બ્લેક અને વ્હાઇટ કમાન્ડર બેન જ્યાં હોય છે ત્યાં પહોંચી જાય છે. કમાન્ડર બેન ના માણસો તબાહી મચાવી રહ્યા હોય છે તેઓના ઉપર હુમલો કરીને રોકે છે. બધાનું ધ્યાન બ્લેક અને વ્હાઇટ ઉપર જતું રહે છે. કમાન્ડર બેન ની નજર એકદમ આવી પડેલાં કાળા અને સફેદ કપડાં પહેરેલાં બ્લેક અને વ્હાઇટ ઉપર જાય છે. કમાન્ડર બેન તે બંને જોઈને હસે છે.

' આખરે ઉંદરડાઓ દર માંથી બહાર આવી ગયા ?' કમાન્ડર બેન હસીને કહે છે.
' હા, તારા જેવા પાપી જીવોનો નાશ કરવા.' બ્લેક કહે છે.
' મને મારવા વાળું હજી કોઈ પેદા નથી થયું.' કમાન્ડર બેન કહે છે.
' જૂઠા સપના જવાનું છોડી દે.' વ્હાઇટ કહે છે.
' એ તો હમણાં જ ખબર પડી જશે કે કોણ સપના જુએ છે. મર્દ હોવ તો મારા પ્રહાર ને વેઠો.' એમ કહી કમાન્ડર બેન બ્લેક અને વ્હાઇટ ઉપર તૂટી પડે છે.

બીજી તરફ યેલો ડ્રેગન મેન પાસે આવી પહોંચે છે. ત્યાં પહોચીને યેલો ડ્રેગન મેનના માણસો ને જાનહાનિ કરતા રોકે છે અને સ્થાનિક લોકોને બચાવવા માટે એક સલામત આવરણ બનાવે છે. આ જોઈને ડ્રેગન ગુસ્સે થઈ જાય છે.

' મારે તારી સાથે કોઈ દુશ્મની નથી. જો તું અહીંયાથી જતો રહીશ તો હું તને કંઈ નહિ કરું. પણ જો તે કોઈને પણ નુકસાન પહોંચાડ વાની કોશિશ કરી છે તો મારા થી ખરાબ કોઈ નહિ હોય .' યેલો ડ્રેગન મેન ને કહે છે.

' મને સમજાવવા વાળો તું કોણ ? આયો મોટો મને ધમકી આપવા વાળો. હિમ્મત હોય તો બચ મારાથી.' એમ કહી ડ્રેગન મેન એક ડ્રેગનમાં પરિવર્તિત થઈ જાય છે. જે યલો ઉપર મોં થી આગ ફેંકવાનું શરૂ કરી દે છે.

બીજી તરફ ગ્રીન એક સુપર હીરો ની જેમ સૂટ બૂટમાં સાયન્ટિસ્ત એન ની સામે એન્ટ્રી મારે છે. એન્ટ્રી ની સાથે ગ્રીન સાયન્ટિસ્ત એનના માણસો જે તબાહી મચાવી રહ્યા હોય છે તેઓને એક સુપર પાવર સ્ટ્રોક થી દૂર ફેંકી દે છે. સાયન્ટિસ્ત એન ગ્રીન ને આવેલો જોઇને સાવધાન થઈ જાય છે. પોતાના બધા માણસો ને ગ્રીન ને મરવા માટે મોકલી આપે છે. બધા જસ્ટિન ને મરવા એની તરફ દોડી આવે છે. જસ્ટિન જમીન ઉપર એક સુપર પંચ મારે છે જેથી સાયન્ટિસ્ત એન ના સૈનિકો દૂર ઉછળીને પડે છે.

વધું આવતાં અંકે..

( યુદ્ધ નું પરિણામ શું આવશે ? કમાન્ડર બેન, સાયન્ટિસ્ત એન અને ડ્રેગન મેન નેં મારવામાં સ્ટોન ટીમ સફળ રહેશે કે પછી ગોડ હન્ટર ને તેઓની ચાલ હવે વિશે ખબર પડી જશે ? જાણવાં માટે વાંચતાં રહો ' મેજિક સ્ટોન્સ '.)

Rate & Review

Hims

Hims 7 months ago

Balkrishna patel

Balkrishna patel 8 months ago

Nitesh Shah

Nitesh Shah 8 months ago

Yogesh Raval

Yogesh Raval 8 months ago

Vijay

Vijay 8 months ago