One unique biodata - 2 - 24 books and stories free download online pdf in Gujarati

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૨૪

કાવ્યાએ યશનો હાથ પકડીને એને પણ પહેલી બેન્ચ પર બેસાડ્યો.કાવ્યા અને યશના ત્યાં બેસવાથી પેલા અજાણ છોકરાની નજર કાવ્યા અને યશ પર પડી.એને પોતાનું ઈન્ટરોડક્શન આપતા કહ્યું,"હેલો,આઈ એમ ક્રિશ"

ક્રિશે હેન્ડશેક કરવા માટે હાથ આગળ વધાર્યો.કાવ્યાએ ધીમે ધીમે હાથ આગળ વધાર્યો અને ક્રિશની આંખોમાં ખોવાઈ ગઈ હોય એમ ફ્રીઝ થઈ ગઈ.યશે કાવ્યાને સહેજ ધક્કો મારીને કાવ્યા અને ક્રિશ હાથ છોડાવીને ક્રિશને હાથ મિલાવતાં કહ્યું,"હેલો આઈ એમ યશ"

"નાઇસ ટૂ મીટ યૂ બોથ"ક્રિશે કહ્યું.

"વી ટૂ"યશે જવાબ આપ્યો.

કાવ્યા હજી પણ ક્રિશની સામે જ જોઈ રહી હતી.એટલામાં ક્લાસમાં પ્રોફેસર આવી ગયા.બધા સ્ટુડન્ટસ પ્રોફેસરના વેલકમ માટે ઉભા થયા.પ્રોફેસરે ઇશારાથી બધાને બેસવાનું કહ્યું અને બોલ્યા,"ગુડ મોર્નીગ ઓલ ઓફ યૂ,આર યૂ એક્સાઇટેડ ફોર ટૂ ડે ક્લાસ"

"યસ સર"બધા સ્ટુડન્ટસ મોટા અવાજે બોલ્યા.

"બીફોર સ્ટાર્ટ ધ લેક્ચર,ફર્સ્ટ આઈ ટેક યોર અટેન્ડેન્સ"

કાવ્યા યશ અને ક્રિશના વચ્ચે બેસેલી હતી.યશે કાવ્યાને પૂછ્યું,"ઇસ ધીસ અવર ક્લાસ કો-ઓર્ડીનેટર?"

કાવ્યાએ ધીમેથી જવાબમાં કહ્યું,"યસ"

"સર સિમ્સ વેરી સ્ટ્રીક્ટ"ક્રિશે ધીમા અવાજે કાવ્યા અને યશની સામે જોઇને કહ્યું.

એના જવાબમાં કાવ્યાએ કહ્યું,"નો નો,ઇફ યૂ એટેન્ડ રેગ્યુલર ક્લાસ,વેન ડોન્ટ વરી અબાઉટ એનિથિંગ"

"ઓહહ,ઓકે"ક્રિશે રિએક્શન આપતા કહ્યું.

કાવ્યાની અટેન્ડેન્સ થઈ ગઈ હતી પછી તરત ક્રિશનો ટર્ન આવ્યો કારણ કે આલ્ફાબેટિકલી બધાના નામ સેટ હતા.કોલેજ શરૂ થયા ત્રીજા દિવસે ક્રિશ આવ્યો હોવાથી ક્લાસ કો-ઓર્ડીનેટરે એને ઉભો કર્યો અને પૂછ્યું,"વાય આર યૂ જોઈન ટૂ ડે"

"એક્ચ્યુઅલી સર,ફોર ટુ ઓર થ્રિ ડેસ માય મધર્સ હેલ્થ વોસ નોટ ગુડ.એન્ડ ઇન માય ફેમિલી,આઈ એમ ઓનલી વન ટૂ ટેક કેર ઓફ માય મધર.સો........"

"ઓહહ,આઈ પ્રે ફોર યોર મધર"સરે દયાના ભાવરૂપ કહ્યું.

"થેંક્યું સર"

"નાવ શી ઇસ ઓકે?"

"યસ સર"

"ઓકે શીટ ડાઉન"

ક્રિશ બેસી ગયો.કાવ્યાએ એની સામે લાગણીભરી નજરોથી જોયું.ક્રિશે એની સામે હલકી સ્માઈલ આપી અને પાછું સર સામે જોવા લાગ્યો.હવે છેલ્લો નંબર યશનો હતો.એ પણ આજ આવ્યો હોવાથી એને પણ ઉભો કર્યો અને પૂછ્યું,"મિસ્ટર યશ,વાય ડીડ યૂ જોઈન ધ કોલેજ લેટ?"

"સોરી સર"યશે ડરતા ડરતા કહ્યું.

યશનો આવો ચહેરો જોઈ સર થોડું હસ્યાં અને બોલ્યા,"ઇટ્સ ઓકે,શીટ ડાઉન"

યશનો આમ ઘભરાયેલો જોઈને કાવ્યા અને ક્રિશ બંને હસવા લાગ્યા.

"યાર,આપણે બંને કાલ છેલ્લી બેન્ચ પર બેસીસુ,નઈ તો રોજ આમ જ બધાની વચ્ચે પોપટ થશે"યશે ક્રિશને કહ્યું.

યશની વાત સાંભળી ક્રિશ હસ્યો અને બોલ્યો,હા,મને કંઈ વાંધો નથી"

"આમ પણ આપણે પ્યોર ઇન્ડિયન છીએ.આપણે લાસ્ટ બેન્ચર્સ જ બનવાનું"યશે શર્ટના કોલર ઊંચા કરતા કહ્યું.

"હા"ક્રિશે જવાબ આપ્યો.

"તું ઈન્ડિયાથી છે ને?"યશે કન્ફોર્મ કરવા માટે ક્રિશને પૂછ્યું.

"ઑફકોર્સ,તારી વાતમાં સહમતી થતા નથી લાગતું તને?"કાવ્યા બોલી.

"આ ટોન્ટ હતો?"ક્રિશે કાવ્યાને પૂછ્યું.

"અમમમ...."કાવ્યા આગળ કંઈક બોલવા જતી હતી પણ ક્રિશે કાવ્યાની વાત સાંભળ્યા વગર જ યશ સામે જોઇને કહ્યું,"હા,હું ઈન્ડિયન છું.એન્ડ આઈ એમ પ્રાઉડ ઓફ ધેટ"

લેક્ચર પત્યા પછી યશ એના અમુક સ્કૂલના ફ્રેન્ડ જે લોકો એના જ ક્લાસમાં હતા એમની સાથે વાતો કરતો હતો.કાવ્યા એની બુક્સ બેગમાં મૂકતી હતી અને ડોઢી નજરે ક્રિશ સામે જોઈ રહી હતી.એને થયું કે ક્રિશ એની સામે કંઈક વાત કરશે પણ ક્રિશ કાવ્યાની બાજુમાંથી ઉભો થઈ અને યશ જ્યાં ઉભો હતો ત્યાં ગ્રુપમાં જઈને ઉભો રહ્યો.યશે એના બધા જ સ્કૂલ ફ્રેન્ડને ક્રિશ સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવ્યું અને એ બધાને ક્રિશનું ઈન્ટરોડક્શન આપ્યું.ત્યાં સુધી કાવ્યા પણ એનું બેગ પેક કરીને એ ગ્રુપ સાથે જઈને ઉભી રહી.એ ઉભી તો ગ્રૂપ સાથે હતી પણ એના મનમાં તો એમ જ હતું કે ક્યારે ક્રિશ એને સામેથી બોલાવે.પણ એવું બનતું ન હતું.કાવ્યાને થયું કે ક્રિશ જાણી જોઈને એને ઇગ્નોર કરતો હતો.કાવ્યા થોડી અકળાઈ અને યશનો કહ્યું,"યશ,આપણે નિકળીશું?"

"ક્યાં?"યશે પૂછ્યું.

"ઘરે,બીજે ક્યાં?"

"કેમ,આજ એક જ ક્લાસ?"યશે કાવ્યાને પૂછ્યું.

"યસ,આજ બીજા બે સર લીવ પર છે"

"લો બોલો,એમની રજા રજા અને આપણી રજા સજા?"યશે કહ્યું.

કાવ્યા અને ક્રિશ યશના આ ડાયલોગ પર થોડું હસ્યાં અને પછી ક્રિશ યશ સાથે હાથ મિલાવતાં બોલ્યો,"ઓકે બ્રો,આઈ એમ લિવિંગ.સી યૂ ટુમોરો"

"ઓકે બ્રો,હવે તો મજા પડશે કોલેજમાં"

"યસ,નાઇસ ટૂ મીટ યૂ"ક્રિશે યશનો ગળે મળતા કહ્યું.

"સેમ ટૂ યૂ બ્રો,કંઈ પણ જરૂર પડે તો મને કહેજે"

"સ્યોર,બાય"

"બાય"

ક્રિશ ત્યાંથી નીકળી ગયો.ક્રિશે એક વાર પણ કાવ્યાની સામે નજર ન કરી હોવાથી કાવ્યા ખૂબ જ અકળાયેલી હતી.કાવ્યાની સામે જોઈ યશે પૂછ્યું,"તને શું થયું?"

"શું શું થયું,સમજે છે શું એ પોતાની જાતને"

"કોણ?"

"આ ગયો એ.......નાઇસ ટૂ મીટ યૂ બ્લો...તું બહુ ભાઈચારો વધારી રહ્યો હતો એની જોડે"કાવ્યાએ ચિડાઈને કહ્યું.

"અરે પણ થયું શું?,સારો છોકરો છે ક્રિશ"

"હા,બહુ વધારે પડતો જ સારો છે.મારી સામે જોયું પણ નહીં"

"ઓહહ....તો તને એ વાતની પ્રોબ્લેમ છે કે એને તને ઇગ્નોર કરી"

"એ શું મને ઇગ્નોર કરતો,હું જ એને નઈ બોલાવું"

"પણ એ બોલે તો તું એને બોલાવીશ ને"યશે મજાક કરતા કહ્યું.

"યશશશ......."કાવ્યા જોરથી બોલી અને ગુસ્સામાં ક્લાસની બહાર જતી રહી.યશ પણ કાવ્યાની પાછળ પાછળ,"કાવ્યા......કાવ્યા,મારી વાત સાંભળ.....કાવ્યા"બોલતો બોલતો ગયો.યશે કાવ્યાનો હાથ પકડ્યો અને એને ઉભી રાખી.

"શું છે તારે?"કાવ્યા બોલી.

"તું આટલું ગુસ્સે કેમ થાય છે?"

કાવ્યા શાંત થઈ અને બોલી,"સોરી યાર,ખબર નઈ કેમ ગુસ્સો આવે છે"

"ડોન્ટ વરી,એવું નથી કે ક્રિશે તને જ નથી બોલાવી.એને ક્લાસમાં કોઈ ગર્લ સાથે વાત નથી કરી.કાવ્યા એ સિમ્પલ છોકરો લાગે છે અને તારે તો ખુશ થવું જોઈએ કે એ તારી બાજુમાં તો બેસ્યો હતો"

"હા....હા,ધેટ્સ ટ્રુ"કાવ્યા વિચારો કરતા બોલી.

"યૂ લાઈક હિમ?"યશે કાવ્યાને સીધું જ પૂછી લીધું.

"બહુ જ"કાવ્યાએ પણ વિચારો કરવામાં ને કરવામાં જવાબ આપી દીધો.

"શું,આટલી જલ્દી?"યશે ઓવરરીએક્ટ કરતા કહ્યું.

"આઈ મીન નો નો,મતલબ કે સારો છે પણ......"કાવ્યા એના જ જવાબમાં ઉલજાઈ ગઈ હતી.

"ઇટ્સ ઓકે,તારે કઈ એક્સ્પ્લેઇન કરવાની જરૂર નથી.મને બહુ જ ભૂખ લાગી છે આપને કેન્ટીનમાં જઈશું?"

"હા ચલ"

કાવ્યા અને યશ એકબીજાના ખભા પર હાથ મૂકીને ચાલતા ચાલતા કેન્ટીનમાં જવા માટે નીકળ્યા.

*

નિત્યાનું કામ વહેલા પતી ગયું હોવાથી એ રોજ કરતા વહેલા જ ઓફિસમાંથી નીકળીને દેવની ઓફીસ જવા માટે નીકળી ગઈ હતી.રસ્તામાં જતા જતા વિચારી રહી હતી કે,"આજ દેવે પહેલી વાર સામેથી ડિનર માટે જવાનું કહ્યું છે.શું મારે પણ એમના માટે કંઈ સ્પેશિયલ કરવું જોઈએ?.ના ના હું કંઈક કરીશ તો કદાચ દેવ કઈ અલગ ના સમજે.આમ પણ દેવે એમ જ કહ્યું હશે ડિનર માટે,હું જ બહુ વધારે વિચારી રહી છું.દેવ ડિનર માટે બોલાવે એનો મતલબ એ નથી કે દેવ મને લાઈક કરવા લાગ્યો છે.હું આ બધું કેમ વિચારી રહી છું.મેં પહેલેથી જ આ રિલેશનથી કઈ જ એક્સપેક્ટ નથી કર્યું તો હવે આ બધું વિચારવાનો કોઈ મતલબ જ નથી"

વિચારો કરતા કરતા નિત્યા દેવની ઓફીસ પહોંચી ગઈ.ત્યાં એન્ટર થતા જ નિત્યાને જાનકી દેખાઈ.જાનકી હાથમાં ફાઇલ્સ લઈને બીજા કલીક્સના ટેબલ પાસે ઉભી હતી.નિત્યાએ એને બોલાવી,"હાઈ જાનકી"

"હાઈ મેમ,ગુડ ઇવનિંગ"

"ગુડ ઇવનિંગ જાનકી,હાવ આર યૂ?"

"આઈ એમ ફાઇન મેમ,સર એક મિટિંગમાં છે.થોડીવારમાં જ ફ્રી થશે"

"ઇટ્સ ઓલ રાઈટ.આઈ એમ વેઇટિંગ"

"વોટ વિલ યૂ ટેક?.ટી ઓર કોફી ઓર સમથિંગ એલ્સ?"

"ના ના,કઈ જ નહીં"

"ચાલો આપણે વેઇટિંગ એરિયામાં જઈને બેસીએ"

"અરે ના,હું બેસું છું.તું તારું કામ કર"

"મારે પણ એવું કંઈ ખાસ કામ નથી"

"ઓકે,તો ચાલ"

બંને જઈને વેઇટિંગ એરિયામાં સોફા પર બેસ્યા.

"બોલો મેમ,શું ચાલે છે તમારે?"

"બસ શાંતિ"

"તમે અહીંયા આવતા રહો.મને કોઈ પોતાનું આવ્યું હોય એવું ફીલ થાય છે"

"સ્યોર"

"તો ડિનર ડેટ માટે તૈયાર?"જાનકીએ પૂછ્યું.

"તને કોણે કહ્યું?"

"દેવ સરે"

"દેવે એમ કહ્યું કે અમારે આજે ડિનર ડેટ પર જવાનું છે?"નિત્યાએ ડેટ શબ્દ પર ભાર મુકતા પૂછ્યું.

"ના ના,મજાક કરું છું.સરે ફક્ત એમ જ કહ્યું હતું કે એમની ઇવનિંગની મિટિંગ્સ કેન્સલ કરી લે કારણ કે એમને તમારી સાથે ડિનર પર જવાનું છે"

"અચ્છા"

"હા"

"અચ્છા,તું મને પેલા દિવસે કંઈક વાત કરવાની હતી.શું વાત હતી?"

શું જાનકી નિત્યાને કહેશે કે દેવના કેબિનમાં એને શું જોયું હતું?