brecap love books and stories free download online pdf in Gujarati

શંકા નો કિડો

આ કહાની છે જીવથી વધુ પ્રેમ કરતા બે પ્રેમી ની આ કહાની સત્ય ઘટના પર આધારિત છે. અજય અને જયોતિ બંને સારા કુટુંબના હતાં બને જણ શિક્ષણ ની પદવી પર હતા.બંને દોસ્તી થી શરૂ થઈ પ્રેમમાં બંધનમાં બધાઈ ગયા એક બીજા ને ખૂબ જ પ્રેમ કરતા હતા સવાર નો સુરજ એકબીજા નો જોતા જ ઉગતો જયોતિ અજય ને દિલો જાન થી ચાહતી હતી એના વિના તો હવે જાને કાઈ જ નથી એના માટે એનું સવૅસ્વ અજય ને જ માની લીધો હતો. એમની પહેલી વાત કોઈ એપ દ્વારા થઈ હતી ત્યારે એ દોસ્ત બની વાત કરતા બંનેના મેરેજ થયેલ હોવા છતાં પણ એકબીજા થી વાતચીત કરતા એમની દોસ્તી કયારે પ્રેમમાં બદલી ગઈ ખબર જ ના પડી બંને એકબીજા ને એટલો પ્રેમ કરવા લાગ્યા કે પોતાના પરિવાર નો પણ વિચાર ના કર્યો. એક વષૅ સુધી તો ફોન થી જોડાયેલા રહ્યા. પણ એક દિવસ આવ્યો જયારે એ પહેલી વાર આમને સામને આવ્યા ખૂબ રાહ જોયા પછી આ દિવસ આવ્યો એમની જિંદગીમાં મળ્યા પછી તો જાણે શું થયું કે બંને રહી જ ના શકયાં એકબીજા વિના..કયારેક ના વિચાર કર્યો હોય એ ઘટના બની ગઈ બંને જલારામ બાપા અને માતાજી ની સાક્ષી લગ્ન કરી લીધા. ખબર હતી એ કયારેક સાથે નહિ રહી શકે છતાં પણ. એ દિવસે થી જાણે એમની જિંદગી જ બદલી આમ ગઈ. ખૂબ જ ખુશ હતા બંને એકબીજા સાથે. પણ કુદરત નખ કંઈક અલગ જ મંજૂર હતું. જયોતિ ને કોઈ કારણસર જોબ છોડવી પડી, છતાં પણ અજય તેને પૂર્ણ સાથ આપ્યો. એવામાં મહા ભંયકર જીવલેણ કોરોના આવ્યો. અને બદકિસમતે જયોતિ તેનો શિકાર બની ગઈ.અને મરણપથારી સુધી પહોંચી ગઈ. આ વાતની જાણ અજય ને થાતા જાણે એના પર આભ ફાટી પડયો. જયોતિ ની તબિયત તો બહુ જ બગડવા લાગી. અજય થી અલગ થવા નો ડર લાગ્યો. એ ટેન્શનમાં ને ટેનશનમા હ્રદય રોગ નો હૂમલો આવ્યો. ખૂબ જ સિરિયશ હાલત થઈ ગઈ. અજય નો પ્રેમ જયોતિ ને મોતનાં મોઢે થી બચાવી લીધી. અને પાછી સાજી થઈ ગઈ. પણ કુદરત ને કંઈક અલગ જ મંજૂર હતુ. એમના પ્રેમ ને તો જાણે કોઈ ની નજર જ લાગી હતી. આમ દિવસો પર દિવસ જાતા હતાં ને જયોતિ ની તબિયત વધુ બગડવા લાગતી હતી.આમ બંને વચ્ચે તિરાડ પડવા લાગી. જયોતિ ની બિમારી જાણે એના માટે શ્રાપ બની ચુકી હતી. એ બિમારી ના કારણે અજય સાથે વાત ના કરી શકતી. આ બધું જ અજય નાટક બસ સમજવા લાગ્યો. પ્રેમ ની દષ્ટિએ જોનાર અજય જયોતિ ને શંકા ની નજરે જોવા લાગ્યો. એ જયોતિ ને માનસિક રીતે પરેશાન કરતો. જયોતિ બંધુ સાચું સાબિતી સાથે એને પ્રુફ આપતી પણ એને વિશ્વાસ જ નતો રહયો હવે કેમ કે એને ખાલી સુખ જોઈતું હતું. જયાં સુધી જયોતિ સારી હતી ત્યાં સુધી બધુ સારું હતું પણ બિમારી ના કારણે જાણે બધું જ ખતમ થઈ ગયું. કોઈ ને કોઈ કારણસર વાત ન કરવી હોય એ બહાનું જોઈ ઝગડા કરવા લાગ્યો. અંતે નંબર પણ બ્લોક કરી દિધા જયોતિ ના સાચા પ્રેમ પર અજય સવાલ ઉઠાવ્યો હતો .જયોતિ કોઈ બીજા સાથે સંબંધ રાખવા લાગી છે પણ જયોતિ તો બિમારીથી પિડીત હતી બધું જ સહન કરે જતી હતી. અજય ના વર્તન થી જયોતિ માનસિક રોગ ને આધિન થઈ ગઈ.