Hope not despair books and stories free download online pdf in Gujarati

આશા નહીં નિરાશા

મને શરૂઆતથી તેના વિશે માહિતીઓ મળતી પણ હું ક્યારેય તે બાબત પર ધ્યાન ન આપતી હંમેશા એના વિશે ચર્ચાઓ ઘણી ખરી થતી પણ આ વર્ષના શરૂઆતમાં તેનો મને અનુભવ પણ થયો કદાચ આ પહેલાં અમે ક્યારેય પ્રત્યક્ષ મળ્યા જ નથી અને હવે તો અમે એકબીજા સાથે ઘણો સમય પસાર કરી એ છીએ માટે હવે હું તેને સારી રીતે ઓળખું છું આમ પણ હું સમાજના લોકોની વાતોનો સીધો સ્વીકાર ક્યારે કરતે જ નથી કારણ કે સમાજનો એક દસ્તુર હોય છે કે જે ખોટી ખોટી વાતો હોય છે તેમને સાચી ફેરવવામાં તેઓ સતત મથતાં રહે છે અને તેમાં તેઓ માહિર હોય છે હવે મહત્વની વાત કે મુખ્ય વાત પર આવું તો...
નામ તેનું આશા અને ખરેખર આશાને જોઈએ ત્યારથી તેના વ્યક્તિત્વ થી કોઈ વ્યક્તિ આકર્ષિત ન થઈ હોય એવું તો જ્વલ્લે જ બને દેખાવમાં તે એકદમ ગોરી લાંબા વાળ મોટી મોટી આંખો અને વાક્ચાતુર્ય માં પણ તે એકદમ બાહોશ અને તેના મુખ પરનું તેજ પણ કંઈક અનેરું.. એને જોઈને કોઈ વ્યક્તિ તેની સામે નજર ન મિલાવી તેવું તો બને જ નહીં એટલું એનું પ્રતિભાશાળી વ્યક્તિત્વ પણ ખબર નહીં કેમ માણસો તેના વિશે મન ફાવે તેવી અને જે કાંઈ બન્યું હશે તેના અંતર્ગતની ખોટી અફવાઓ ફેલાવતા પણ મેં ક્યારેય એના પર ક્યારેય ધ્યાન જ ન આપ્યું
આશાએ મને ઘણી વખત જોયેલી પણ ક્યારેય અમારા બંને વચ્ચે એવો પ્રત્યક્ષ સંબંધ સ્થપાયો જ નહોતો પણ જ્યારથી આશા અને અમે બંને મળ્યા છીએ ત્યારથી તે મારા વ્યક્તિત્વથી અને મારા સ્વભાવથી ખૂબ જ પ્રભાવિત થઈ છે અને મને એક મોટી બહેનનો દરજ્જો તેણે આપ્યો છે જીવનની અંગત વાતો પણ તેણે મારી સાથે શેર કરી છે પણ એની જે શરૂઆત થઈ છે એના વિશે કહું તો આશા વિશે જ સોસાયટીમાંથી એવી અફવા ફેલાઈ હતી કે તે એક એવા પ્રકારની વ્યક્તિ છે જે હું અહીં દર્શાવી ન શકું પણ બહાના લોકોથી એવાથી માહિતગાર થઈ હતી કે આશા નું કોઈ એક છોકરા સાથે અફેર છે અને તેનું નામ પણ ખૂબ જ ચર્ચામાં ચાલ્યું હતું તે છોકરો પણ રંગે રૂપે ઠીક ઠાક પણ અભ્યાસમાં એટલો ખાસ હોશિયાર નહીં અને તે છોકરાએ આશાના ભોળાપણાનો ફાયદો ઉઠાવ્યો અને આશાને એવી ખોટી વાતોમાં ફસાવી અને તેની બદનામી શરૂ કરી આશા ભણવામાં પણ ખૂબ જ હોશિયાર તેને બારમા ધોરણમાં 83% લાવ્યા હતા તે એક મહત્વકાંક્ષી દીકરી એટલે તેના આ ભૂતકાળને પેલા છોકરાએ અને તેની ફેમિલી જ્યારે આશા વિશે ખોટી અફવાઓ ફેલાય તો એક હોનહાર દીકરીએ પોતાના જીવને ત્યજી દેવાનો વિચાર પણ કર્યો આખી સોસાયટીમાં બસ એક જ ચર્ચા અને હવે આશાને એવાથી એટલી બધી પરેશાની થઈ ગઈ કે પોતાનું નામ બદનામ થયું હોવાથી એટલી ભયભીત અને ભાંગી ગઈ હતી કે એક સમયે તો બદનામીના ડરથી તેને મૃત્યુ માટે પણ વિચારી લીધું હતું કે હવે મારો જીવ જ હું ત્યજી દઈશ
મારા સંપર્કમાં આવ્યા પછી વહેલી સવારે અમે લોકો સાથે મોર્નિંગ વોક પર જતા અને અમે લોકો ધીમે ધીમે એક બીજા ના પરિચયમાં આવ્યા તેને પોતાની અંગત જીવનની બધી જ વાતો કરી હું તેને જીવનનું કેટલું સુંદર છે અને કેવી રીતે જીવવું જોઈએ અને કેમ જીવંત રહેવું જોઈએ એના વિશે જ વધારે માહિતી આપતી એવું એને હંમેશા સમજાવતી અને પુસ્તકો વાંચવા માટે હંમેશા તેને પ્રેરિત કરતી અને અમારા પરિચયના થોડા દિવસો બાદ આશા એ મને કહ્યું કે દીદી હવે ખરેખર જીવન જીવવા જેવું મને લાગે છે અને આગળ શું બનવું છે તેના વિશે પણ મેં વિચારી લીધું છે હું મારું જીવન ખૂબ જ સુંદર બનાવીશ અને કંઈક લક્ષ્ય પર પહોંચીને મારા મમ્મી પપ્પાનું નામ રોશન કરીશ હું હવે આ બાબતો એટલે કે જે તેનો ભૂતકાળ છે તેનાથી તે મારા અતિત થી દુર થવા માંગું છું અને ખરેખર આશાએ ફરીથી નવું જીવન જીવવાનું શરૂ કર્યું છે તેણે નક્કી કરી લીધું અને નવા નવા પુસ્તકો વાંચવા લાગી પુસ્તકાલયમાંથી પુસ્તકો લાવતી તો ક્યારેક ક્યારેક મારી પાસેથી એ પુસ્તકો લઈ જતી અને હવે તો બસ જીવનના આગળના પડાવ માટે તેણે પોતાની કારકિર્દી માટે વધારે વિચારવાનું શરૂઆત કરી દીધું છે તેમ છતાં એ કહેતી હોય છે કે પેલો માણસ એને ક્યારે ક્યારે રસ્તામાં પણ પરેશાન કરે છે તે તેના તરફ ઘણી બધી એવી હરકતો કરે છે પણ હવે તેના ઉપર હું ધ્યાન જ આપતી નથી.. અને હવે આશાના ચહેરા પર નિરાશા નથી જોવા મળતી તે હંમેશા ખુશ હોય છે અને તેનો ચહેરો હંમેશા હસતો જ હોય છે..
(આપણા સમાજમાં હંમેશા પ્રેમ માટે દીકરીને જ કસૂરવાર સમજવામાં આવે છે પણ જો દીકરીની ભૂલ હોય અને એ સ્વીકારવા તૈયાર હોય પોતાની ભૂલને તો આપણે પણ તેની ભૂલને ભૂલી જવી જોઈએ અને તેને ફરીથી એક સારા માણસ બનવા માટે થઈ અને પ્રયત્નશીલ રહેવું જોઈએ કારણકે જીવન અમૂલ્ય છે એ એક જ વાર મળે છે અને ભૂલ દરેક માણસથી થાય છે તે પણ આપણે સમજવું જોઈએ..) જય દ્વારકાધીશ 🙏🏻