Unique Family - 2 in Gujarati Motivational Stories by Milan Mehta books and stories PDF | અનોખો પરિવાર - ભાગ2

અનોખો પરિવાર - ભાગ2

એક દિવસ અમારા સાથી મિત્ર ભાવેશભાઈના મિત્ર બાળકોને ફળ આપવા માટે આવ્યા સાથે જ અલગ અલગ ફ્લેવરના મિલ્ક પાવડર પણ લાવ્યા. જે બાળકોને આપીને જતાં રહ્યા ત્યાર પછી રજા પડી અને તે દિવસે રિક્ષા મોડી હતી એટ્લે એક વિધાર્થી રાહુલ મારી પાસે આવ્યો અને મને કહ્યું સાહેબ આ કઈ રીતે પીવાનું મે કહ્યું બેટા ! રાત્રે ગરમ દૂધ માં નાખીને પીવે તો વધારે મજા આવશે. તેણે કહયું સાહેબ અમારા ઘરમાં ચૂલો જ નથી. !! રજા પડી ગઈ હોવા છતાં આ વાત સાંભળી બધા જ બાળકો સત્બ્ધ થઈ ગયા ના હોય. સમય થંભી ગયો હોય ., પંખી અને વૃક્ષો પણ જાણે સાંભળવા માંગતા હોય તેમ રાહુલ સામે જોઈ રહયા વાતાવરણમાં શાંતિ પ્રસરી ગઈ અને તે પણ રજાના સમયે !!! મે કશું જ સાંભળ્યુ ના હોય તેમ ફરીવાર રાહુલને પૂછ્યું શું કહયું બેટા ? તેણે કહયું સાહેબ અમારા ઘરમાં ચૂલો નથી બસ પછી બધા હતા ત્યાં જ બેસી ગયા મે રાહુલને મારી નજીક બોલાવ્યો તે કોણ કોણ છે તે જાણવા પૂછ્યું તેણે કહયું સાહેબ ., હું અને મારા પપ્પા મે કહયું મંમી તેણે કહયું સાહેબ નથી મે કહયું શું થયું હતું તારા મંમીને તેણે કહું સાહેબ હું નાનો હતો ત્યારે જ મારા મંમી ગુજરી ગયા એટ્લે મે મારા મંમીને જોયા પણ નથી. ! મે કહયું તો તું રહે છે ક્યાં ? અને દરરોજ જમવાનું ક્યાં ? તેણે કહયું સાહેબ બપોરે ગુરુદ્વારામાં જઈને જમી લવ છું અને રાત્રે પાપા ક્યાક થી જમીને ટિફિન લેતા આવે છે. મે કહયું તારે રહેવાનુ ક્યાં તેણે કહયું સામે ટેબલ છે ત્યાં રાત્રે સૂઈ જાવ છું !! મિત્રો આ સમય જાણે જડ થઈ ગયો હોય તેવું લાગ્યું. આ ચર્ચા દરમિયાન સમય ક્યાં જતો રહ્યો તે ખબર જ ના રહી અને રિક્ષાવાળા બંને ભાઈઓ પણ આવીને ક્યારે ઊભા રહી ગયા તેની કોઈને પણ ખબર જ ના રહી.
બાળકો ખૂબ જ શાંતિથી તેમના ઘરે જતાં રહ્યા અને આ વાતની તેમના પર ખૂબ જ અસર થઈ હોય તેવું લાગ્યું. બાળકો જતાં રહ્યા પછી અમે શિક્ષકો રાત્રીના ૯.૩૦ સુધી ત્યાં જ બેઠા રહ્યા અને આ વાતની સર્ચા કરતાં રહ્યા ત્યારે જ અમારા શિક્ષક હિમાંશુ ભાઈ અને અમિતભાઈ એ કહયું આ બાળકોને દરરોજ પોસ્ટિક નાસ્તો આપવામાં આવે તો અને તે પણ દરરોજ અલગ અલગ મે કહયું સારી વાત છે પણ થોડું અઘરું છે. અને હાલ આપણી પાસે એટલું ભંડોળ પણ નથી કે દરરોજ નાસ્તો આપી શકાય. તરત જ જવાબ આપ્યો કે સાહેબ થઈ જશે ચિંતા શું કામ કરો છો . કાલથી જ ગરમાં ગરમ અને પૌસ્ટિક આહાર મળી રહે તે માટે વ્યવસ્થા કરીએ અને તે પણ અનલિમિટેડ જેથી કોઈ બાળક ઘરે જઈને ભૂખ્યું સૂઈ ના જાય. બસ પછીના દિવસ થી ક્યારેય એક પણ દિવસ બાળક નાસ્તો કર્યા વગર રહ્યા હોય તેવું બન્યું નથી. ક્યારેક અમારા જગદીશભાઇ રજા ઉપર હોય તો બહારથી નાસ્તાની વ્યવસ્થા થઈ જતી હતી. પણ બાળકો ક્યારેય નાસ્તા વગર રહ્યા નથી. બીજા દિવસે બાળકો પર રાહુલની વાતની એટલી ઊંડી અસર પડી કે તેવો પોતાના ઘરેથી પૈસા ભેગા કરીને રાહુલ માટે ૬૭ રૂપિયા લઈ આવ્યા !!! મિત્રો અમારા માટે આ ૬૭ લાખ સમાન હતા કારણ કે અમારા બાળકો હવે બીજાનું દુખ સમજી શકતા હતા તે વાતનો આનંદ શબ્દોમાં ઉલ્લેખી નહીં શકું અને અમુક નાના બાળકો તેના માટે ભાગ લઈ આવ્યા.

એક દિવસ બાળકોને બહાર હોટલમાં જમવા લઈ જવાનો વિચાર આવ્યો એટ્લે ભાવનગરની પ્રખ્યાત ડિસમાથી આટલી બધી આઈટમ ઘટાડી ને પ્રાઇસ ઓછી કરી આપો અમારું બજેટ ૫૦૦૦ નું જ છે એટ્લે થોડું ધ્યાન રાખજો તેમણે એક જ શબ્દ કહયો બાળકોને ક્યારે લાવશો અમારા માથી એક મિત્રએ કહ્યું સાહેબ કેટલો ખર્ચ થશે તેણે કહયું બાળકોને લઈને આવો જોઈ જોશું. હોટેલના માલિક ને જાણ કરીને એક દિવસ અમે ૩૮ બાળકોને લઈને પહોચી ગયા. જતાની સાથે જ બાળકો માટે વેલકમ કોલડ્રિંક આવ્યું અને બીજા લોકો માટે હોટલમાં પ્રવેશ બંધ કરી દીધો અને બાળકોને સંગીત ખુરશી રમાડી , પછી જમવા બેઠા તો એક પણ આઈટમ ઓછી નઇ અને બાળકોને નિરાતે અને બોવ જ પ્રેમ થી હરેક સ્ટાફે જમાડયા અને થોડી વાર સાહેબે અલગ અલગ વાત કરી ત્યાં જ બાળકો માટે આઇસ્ક્રીમ લઈને આવ્યા અમને હોટલમાં આવ્યા ત્યાર થી જ બધુ જ નવાઈ લાગતું હતું કે એક ભાવનગરની પ્રખ્યાત હોટેલ અને તેમાં બહારના લોકો માટે પ્રવેશ બંધ સાથે જ આવડી મોટી હોટલમાં આવી સુંદર રીતે રાખવામા આવે અને સાથે જ અમારા બજેટની મોટી ચિંતા આની વચ્ચે હરેક બાળકને હોટેલના માલિક દ્વારા ગિફ્ટ આપવામાં આવી. અમારી સાથે જાણે હરેક મિનિટે નવાઇથિ ડઘાય જતાં હતા અને એક ચિંતા પણ પછી બાળકોને રિક્ષા મારફતે ઘરે મોકલ્યા અને એક સાહેબ તેમની સાથે ગયા અમે બજેટની ચિંતા અને આટલી સુંદર વ્યવસ્થા માટે શું કહેવું તેવા મનમાં ભાવ સાથે હોટેલના માલિક પાસે ગયા. તેમને વાતની શરૂઆત પણ ક્યાથી કરવી તે સમજાતું ના હતું આની વચ્ચે તેમણે સામેથી કહયું મજા આવીને ? વ્યવસ્થામાં કઈ ઘટ્યું નથી ને ? અમે એક સાથે બોલી ઉઠ્યા આવી શ્રેસ્ઠ વ્યવસ્થા માટે આપને અને આપના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર પૂરા દિલથી આભાર. આપનું જે કઈ બિલ થયું હશે તે અમે આપી દઇશું પણ થોડો સમય જોશે આ ૫૦૦૦ અત્યારે આપીએ છીએ. હોટલના માલિકે વિનમ્ર ભાવે કહયું સાહેબ એક પણ રૂપિયો લેવાનો નથી અને આ મારા તરફથી એક ફૂલની પાખડી તેની વચ્ચે વધારે એક સર પ્રાઇસ મળી. એ ભાવનગરની પ્રખ્યાત હોટેલ એટ્લે રસોઈ ગુજરાતી થાળી અને એના માલિક એટ્લે હિતેશ ભાઈ.
પછી તો જાણે દિવસો જડપથી પસાર થવા લાગ્યા એક દિવસ ભાવનગરના આઈ.જી સાહેબ ને અમારા બાળકો વિશે ખબર પડી એટ્લે તેણે બાળકોને સવિશેષ માહિતી મળી રહે તેવા હેતુથી ભાવનગરના વિવિધ પોલિસ સ્ટેશનની મુલાકાત કરાવી અને તેમાં બાળકોને સ્પેશ્યલ બસ દ્વારા હોર્સ સ્કોડ, ડોગ સ્કોડ અને વિવિધ ડિવિજનની માહિતી આપી અને પોલિસ મિત્રો હમેશાં ૨૪ કલાક દિવસ રાત જોયા વગર લોકોની માટે ખડા પગે રહેતા હોય છે તેની માહિતી આપી અને પોલીસથી ડરવાની કોઈએ જરૂર નથી કારણ કે જો સારું કામ કરશો તો હમેશાં તમારી સાથે અને ખોટું કે ખરાબ કામ કરશો તો તમારી સામે હશે વિગીરે રસ સભર માહિતી આપી અને ત્યાર બાદ બધા બાળકોને હળવો નાસ્તો પણ આજ પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવ્યો.
આમ હવે કામ કરવાની અમારી સાથે બાળકોને વધારે મજા આવવા લાગી કારણ કે ત્યાં કોઈ એવું બંધન ન હતું અને અથાક પ્રેમ હતો. અને હવે બાળકોનો પણ વારંવાર કહેવાથી પહેલા અમે જે સોમવારથી ગુરુવાર ભણાવતા હતા તેમ કહેવા કરતાં જીવનલક્ષી શિક્ષણ આપતા હતા તે હવે બાળકોના કહેવાથી સોમવારથી શનિવાર કર્યું. બાળકોની એક્ટિવિટી વધી જે કામ કરવાનું કહો તે પૂરી નિસ્ઠા અને શ્રધ્ધાથી કરવા પૂરા દિલથી પ્રયત્ન કરે તેનો વિશેષ આનંદ થતો હતો. મકરસંક્રાંતિના આગળના દિવસે હેપ્પી ક્લબના અમુક મિત્રો બાળકોને પતંગ., દોરી., ગોગલ્સ.,બેંડેડ ટેપ., સેલોટેપ અને કેપ આપી અને બાળકોને પોતાના અમુક પ્રસંગો વિશે માહિતી આપી અને થોડા રમૂજી જોક્સ કહયા.

વધુ આવતા સપ્તાહે...

મિલન મહેતા બુ ઢ ણા
9824350942


Rate & Review

Yash Rajyaguru

Yash Rajyaguru 9 months ago

Kishan Mehta

Kishan Mehta 9 months ago

Tarun Vyas

Tarun Vyas 9 months ago

Milan Mehta

Milan Mehta Matrubharti Verified 9 months ago

Share