Bharat Varshna 32 Tirthsthado - 2 in Gujarati Book Reviews by Dipti books and stories PDF | ભારત વર્ષનાં 32 તીર્થસ્થળો - પુસ્તક સમીક્ષા - 2

ભારત વર્ષનાં 32 તીર્થસ્થળો - પુસ્તક સમીક્ષા - 2


નમસ્કાર 🙏,

આગળના પ્રકરણમાં પુસ્તક વિશેની ટૂંકી પ્રસ્તાવના, તેનો પરિચય તથા વૈદિક કાળના તીર્થસ્થળ વારાણસી અને સૌંદંતી વિશે માહિતી આપેલ છે, હવે આગળ....


# વૈદિક કાળ

સ્થળ 3 - વૈષ્ણોદેવી - સાંકડી ગુફામાં બિરાજમાન મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલીના સ્વરૂપ...


રાજ્ય : જમ્મુ - કાશ્મીર


વૈષ્ણોદેવી ખૂબ પ્રખ્યાત એવુ તીર્થ સ્થળ છે. જેનું નામ પડતાં જ મન - મશ્તિક માં " જય માતા દી " નાં શબ્દો ગુંજી ઉઠે છે.


અહીં પુસ્તકમાં કથા છે, રાજકુમારી વૈષ્ણવદેવીની જે પહાડી ઉપર રાજા શ્રીરામની પ્રતીક્ષામાં ધ્યાન - લીન બેઠા છે અને શા માટે તેઓ તે સ્થળે ભૈરવનું શિરચ્છેદ કરે છે.

અંતે ભૈરવની માફી તથા માતાની ક્ષમા કથાનો સાર રચે છે.

લેખ ની મધ્યમાં વાઘ પર સવાર માતા થતાં તેમના રક્ષક હનુમાન અને ભૈરવ નાં દર્શન કરાવતી આકૃતિ જોવા મળે છે.

આ વાર્તા સાથે શાકત, શિવ અને વૈષ્ણવ એમ ત્રણેય વિચારધારાઓ ને લેખક તથ્યના આધારે સમજાવવાનો પ્રયાસ કરે છે.

મહારાષ્ટ્રમાં આવેલ " સતી અસારા " નો ઉલ્લેખ પણ દેવી શક્તિ તથા પરંપરા સમજાવવાના આશયથી કરેલ છે.


* * * * * * * * * * * * * * * * * * * * * * * * *


સ્થળ - 4 - મનાલી - દેવાદાર વનની વચ્ચે આવેલું હિડિંબા દેવીનું મંદિર.


રાજ્ય : હિમાચલ પ્રદેશ

પાંડુપુત્ર ભીમના પત્ની એવા રાજ પરિવારના કુળદેવી - દેવી હિડિંબાની નાનકડી તસ્વીર કાષ્ટથી બનેલ આ મંદિરમાં વિશાળ ખડક પાસે મુકેલ છે. તેમના પુત્ર ઘટોત્કચનું મંદિર પણ નજીકમાં જ આવેલું છે.

રાજ પરિવારના દેવ, રાજા રઘુનાથ રામનું ઉત્તર તરફ પહાડોમાં આગમન અને ઋષિ જમદગ્નીની ત્રિલોક - યાત્રા તથા તેમના દ્વારા ધરતી પર લાવેલા દેવોની છબી - કથા અહી આવરી લેવામાં આવી છે.

દશેરા પછીના સપ્તાહમાં જ્યારે દેવી હિડિંબા તથા આસપાસ નાં પ્રદેશમાંથી બીજા દેવો પાલખી પર બિરાજમાન થઇને રાજા રઘુનાથના દર્શન કરવા માટે પધારે છે ત્યારે દરેક ટેકરીઓ મહાકાવ્ય મહાભારત અને રામાયણનું ગાન કરે છે.

પડોશી રાજ્ય ઉતરાંચલમાં હરી - કી - દૂન ખીણમાં આવેલ વિવિધ મહાભારતના પાત્રોના મંદિરો મહાભારતની સાક્ષી પુરાવે છે.

આ સ્થળના લેખ સાથે લેખકે અસુરોની વ્યાખ્યા તથા વૈશ્વિક બંધુતા ની વાત કરી છે.


* * * * * * * * * * * * * * * * * * * * * * * * * *


સ્થળ - 5 - દ્વારકા - રાજા રણછોડરાય ની નગરી


રાજા કંસનો વધ કરીને જ્યારે શ્રી કૃષ્ણ તેમને દંડિત કરે છે, ત્યારે કંસનાં શ્વસુર રાજા જરાસંઘ મધુરા ને વેરવિખેર કરી નાખે છે... ત્યારે શ્રી કૃષ્ણ પોતાના ભાઈ - બંધુઓ સાથે ભારત ની પશ્ચિમ તરફ પ્રયાણ કરે છે, અને રૈવત રાજા ની નગરી કર્ણાવતી ને બનાવે છે... દ્વારકા નગરી તથા પોતે આ દ્વારકાના દ્વારકાધીશ કહેવાય છે.


અહીં ત્રણ તીર્થ સ્થાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે .. પ્રથમ બેટ દ્વારકા જ્યાં કૃષ્ણની મૂર્તિ સૌપ્રથમ સ્થાપવામાં આવી હતી ત્યારબાદ દ્વારકા જ્યાં ચૌલક્ય શૈલી થી બનેલું પાંચ માળનું કૃષ્ણ મંદિર આવેલું છે. ત્રીજું ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલ ડાકોર જ્યાં બોડાણા ભકત માટે ભગવાન જઈને વસ્યા છે.


બેટ દ્વારકામાં કૃષ્ણના રાણી સત્યભામા તથા જામવંતીના મંદિરો આવેલા છે. દ્વારકામાં તેમના પટરાણી રુકમણી નું મંદિર જોવા મળે છે. જ્યારે ડાકોરમાં તેમના લક્ષ્મી સ્વરૂપે દર્શન થાય છે.

તદ્-ઉપરાંત લેખકે શરૂઆતમાં દ્વારકાના મુખ્ય મંદિરના ઉત્તરી (મોક્ષ) અને દક્ષિણી (સ્વર્ગ) દ્વાર નું વર્ણન કર્યું છે. આ બે દ્વાર આપણને જીવનના બે લક્ષ્યો ની દિશા સૂચવે છે. એક મોક્ષ તરફ જાય છે અને બીજો સ્વર્ગ તરફ.


એક ખુબ સરસ વ્યાખ્યા કરી છે કે,

તમામ પ્રકાર ની ભૂખ માંથી મુક્તિ એટલે - મોક્ષ
તમામ પ્રકાર ની ભૂખની સંતુષ્ટિ એટલે - સ્વર્ગ

પહેલું " શાશ્વત " છે અને બીજું " નશ્વર" ....


અહીં વૈદિક કાળના 5 સ્થળ પૂર્ણ થાય છે, હવે આગળ વાત શ્રવણ યુગની ...





ક્રમશ



- દીપ્તિ ઠકકર







Rate & Review

Dipti

Dipti Matrubharti Verified 8 months ago

Share