Chorono Khajano - 22 in Gujarati Fiction Stories by Kamejaliya Dipak books and stories PDF | ચોરોનો ખજાનો - 22

ચોરોનો ખજાનો - 22

मैं भी तैयार हु।

રાજ ઠાકોર અને રાજેશ્વર વચ્ચે જે નજીકનો સંબંધ હતો તે જાણીને હવેલીમાં હાજર દરેક જણ અત્યારે ગુસ્સામાં હતા. તેમ છતાં સિરત ના લીધે બધા પોતાનો ગુસ્સો દબાવીને શાંત થઈ બેઠા હતા.

સિરત પણ બધું જ જાણતી હોવા છતાં પોતે કરેલા પ્રોમિસના કારણે રાજ ઠાકોરની બધી જ વાતો માનવા માટે મજબૂર હતી.

તેમ છતાં તેણે જ્યારે એ વાત જાણી કે આ સફરમાં તેના સાથીઓની મોત થઈ શકે છે ત્યારે તેણે મનોમન આ સફર રદ્દ કરવાનું નક્કી કરી લીધું.

જરા પણ ખચકાટ વિના સિરત રાજ ઠાકોરની આંખોમાં જોઇને બોલી.

सीरत: इस सफर में आने वाले खतरो की जानकारी देने केलिए आपका शुक्रिया। लेकिन मेरे लिए यह सफर या वो खजाना इतना जरूरी नहीं है जितना तुम समझ रहे हो। अगर तुम कह रहे हो की ये सफर खतरनाक है और वो वाकई में है, तो में अपने लोगो केलिए ये सफर कैंसिल करना चाहती हू।
( દિવાન સામે જોઇને) हम अब इस सफर में नही जायेंगे। मैं उस खजाने केलिए अपने लोगों की जान दाव पर नही लगा सकती।

એટલું કહીને સિરત ત્યાંથી જવા લાગી. તેનો દુઃખી ચેહરો જોઈ અત્યારે ત્યાં હાજર દરેક જણ દુઃખી થઈ ગયા હતા. તેમાં રાજ ઠાકોર અત્યારે સૌથી વધારે દુઃખી હતો. કેમ કે સિરત ભલે આ સફર કેન્સલ કરી દે અને તેનાથી સિરતને કોઈ નુકશાન ન્હોતું થવાનું, પણ રાજને ગમે તે કાળે પણ આ સફરમાં જવું જરૂરી હતું. તેની પાસે આ સફરમાં જવા માટે સિરતનો સાથ એક જ ઓપ્શન હતો.

સિરત ને આવી રીતે માયુસ થઈને જતા જોઈ સુમંત બોલી પડ્યો.

सुमंत: ये सही नही है सरदार। (તેને કંઇક બોલતા સાંભળી સિરત આગળ વધતા અટકીને ત્યાં જ ઊભી રહી. સુમંત આગળ બોલ્યો.) आप इस सफर को डर कर कैंसिल नही कर सकते। हमने आपसे पहले दिन ही कहा था की हम आप केलिए किसी की जान ले भी सकते है और जरूरत आने पर अपनी जान दे भी सकते है। हम में से कोई भी अपनी खुदकी जान बचाने केलिए आपको मायूस नही देख सकते। अगर आप हमारी वजह से इस सफर को कैंसिल करेंगी तो हम अपने आपको कभी माफ नहीं कर पाएंगे सरदार। प्लीज आप ऐसा मत करो।

એટલું કહેતાં તો સુમંત ગળગળો થઈ ગયો. તેનો અવાજ ગાળામાં જ રૂંધાઇ ગયો. દુઃખી મને તે સિરત સામે જોઈ રહ્યો. પરંતુ સિરત તેની વાત સાંભળવા માટે ઊભી તો રહી હતી પણ હજી સુધી તેનો ચેહરો બીજી દિશામાં જ હતો. તે સુમંત સામે જોયા વિના જ તેની વાત સાંભળીને કંઈ પણ જવાબ આપ્યા વિના તરત જ હવેલીમાં ચાલી ગઈ.

દુઃખી થઈને ઉભેલા સુમંત પાસે જઈને તેના ખભે હાથ મૂકી દિવાન બોલ્યો.

दिवान: मुझे लगता है हमे सरदार को सोचने केलिए थोड़ा वक्त देना चाहिए। वैसे भी इस सफर की सच्चाई जानकर वो हम सब लोगों केलिए ही सोच रही होगी। उन्हे थोड़ा शांत होने दो। हम उनसे बाद में बात करेंगे।

सुमंत: (પોતાનું માથું હકાર માં હલાવતા.) ठीक है। लेकिन कुछ भी करके हमे उन्हे इस सफर में जाने केलिए राजी करना ही होगा। अगर उन्होंने इस सफर में जाने से मना कर दिया तो हमारे कई लोगों की आशाये खत्म हो जाएगी। हम में से कई लोग तो बस इसी बात से अभी तक जिंदा थे की उन्हे इस सफर में जाने का मौका मिलेगा।

दिवान: हां मुझे पता है। हम मिलकर उनसे बात करेंगे। तुम शांत हो जाव। वो हम सबकी बात नही टाल सकेगी।

અત્યારે બધાનું ધ્યાન દિવાન અને સુમંત ઉપર હતું પરંતુ ડેનીની નજર રાજ ઠાકોરની મનની વાતો જાણવા માટે તેના ચેહરાના હાવભાવ નિહાળી રહી હતી. ડેની એક ક્ષણ માટે પણ સિરતને દુઃખી નહોતો જોઈ શકતો. પરંતુ અત્યારે તેને એ જાણવું હતું કે શું રાજ ઠાકોર સાચું બોલી રહ્યો હતો કે તેના મનમાં બીજી કોઈ પ્લાનિંગ ચાલતી હતી.

જ્યારે રાજ ઠાકોરને સમજાઈ ગયું કે તેણે અહી આવીને વાતને સુલઝાવવા ને બદલે વધારે ઉલજાવી નાખી હતી તો તે પણ મનોમન પોતાના ઉપર જ ગુસ્સો કરતો ત્યાંથી જવા લાગ્યો. જતા જતા પોતાના સાથીઓને પણ આવવા માટે હાથથી ઈશારો કર્યો. એટલે તેઓ ત્યાંથી જવા લાગ્યા.

ડેની પણ રાજ ઠાકોરના ચેહરાને જોઇને સમજી ગયો હતો કે તે એકદમ સાચું જ કહી રહ્યો હતો. તેના મોઢેથી નીકળેલી સચ્ચાઈ જાણી ને સિરતનું મન જે રીતે બદલાયું હતું તેના કારણે રાજ ઠાકોર ને પણ આ બધું કહેવા માટે અફસોસ થઈ રહ્યો હતો.

જો કે ડેનીએ તો પેલી ડાયરી આખી વાંચેલી હતી એટલે તે જાણતો જ હતો કે આ સફર કેટલી મુસીબતોથી ભરેલી હતી. તેમ છતાં તેને અત્યારે રાજ ઠાકોર અનેક રહસ્યોથી ભરેલો લાગી રહ્યો હતો.

લગભગ બે કલાક જેટલો સમય સિરત પોતાના રૂમમાં રહી. તેણે કોઈ સાથે વાતચીત કરી ન્હોતી. તેના સાથીઓને પણ અત્યારે તેને ડિસ્ટર્બ કરવી યોગ્ય ન લાગ્યું એટલે બધા દુઃખી થઈને પેલા હોલમાં આવીને બેસી ગયા.

તેઓ એટલા દુઃખી લાગી રહ્યા હતા કે અંદરોઅંદર પણ અત્યારે વાતચીત નહોતા કરી રહ્યા. આખા હોલમાં અત્યારે એકદમ શાંતિ હતી. હોલનું બારણું ખુલ્લું હતું.

અચાનક હોલના બારણે નોકનોક થયું. બધાના દુઃખી ચેહરા એકસાથે બારણા તરફ ફર્યા. બારણે હસતા ચેહરે સિરત ઊભી હતી. તેને જોઈ બધા એકસાથે ઊભા થઈ ગયા.થોડીવાર અટકીને તે હૉલની અંદર આવી. એક બે લોકોએ પોતાની જગ્યાએથી ખસીને સિરતને બેસવા માટે જગ્યા કરી દીધી.

એક સોફા ઉપર આવીને સિરત બેઠી. તેણે ધીમે રહીને એક નજર દરેક સાથીને જોઈ લીધા. દરેક જણ અત્યારે દુઃખી લાગી રહ્યા હતા. તેમ છતાં બધા જ પોતાના સરદારના નિર્ણય સામે ચૂપ હતા. અંતે સિરત જ બોલી.

सीरत: मुझे लगता है की यह एक ऐसा फैसला है जिसे मैं अकेले नहीं ले सकती। ये हम सबका फैसला है तो हमे साथ मिलकर लेना चाहिए। इसलिए मैं जानना चाहती हूं की इस सफर केलिए हमारा निर्णय क्या होना चाहिए?

એના પહેલા કે બીજા કોઈ જવાબ આપે, વિરાજ નામનો એક સાથી કે જેની ઉંમર લગભગ બાવીસ વરસ જેટલી લાગતી હતી તે બોલી પડ્યો.

विराज: मेरे बाबा हमेशा ही इस सफर के बारे में बाते किया करते थे। वो तो सफर में जाने से पहले ही मेरे दादा के पास चले गए। वहा जा कर उन्होंने मेरे दादा को क्या जवाब दिया होगा ये मुझे नहीं पता। लेकिन मेरे पास एक मौका है की मैं सीना चौड़ा करके अपने पिता और दादा से आंखे मिलाकर बोल सकु की मैं इस सफर में गया था। मैने अपने पूर्वजों के सपने को पूरा करने केलिए यह मुसीबतों से भरा सफर किया है। मैं इस सफर केलिए पूरी तरह से तैयार हूं। इसमें कोई शक नहीं की मैं इस सफर में जाना चाहता हु।

વિરાજની વાતને વધાવતા હોય અને સમર્થન આપતા હોય તેમ એકસાથે બધા જ આ સફરમાં જવા માટે તૈયારી બતાવતા ચિલ્લાવા લાગ્યા.
'मैं भी तैयार हु' ના નારાઓથી આખો હોલ ગુંજી ઉઠ્યો.

હૉલની અંદર હાજર દરેક વ્યક્તિ અત્યારે ખુશીથી ઝૂમી રહ્યાં હતાં. તેઓની ખુશી જ આ સફરમાં જવા માટેની તૈયારી બતાવી રહી હતી.

હૉલની બહાર બારણે ઊભો ઊભો ડેની આ આખો નજારો જોઈ રહ્યો હતો. તે જાણતો હતો કે અત્યારે બધા જોશ જોશમાં ભલે તૈયારી બતાવી રહ્યા હતા પરંતુ, આ સફર તેઓ જેટલી સમજી રહ્યા છે એટલી આસાન નહોતી. તેમની મુશ્કેલીઓ હવે જ વધવાની હતી.

તેઓની સફરમાં કેવી કેવી મુશ્કેલીઓ આવશે..?
પેલા બીજ શેના હતા?
રાજ ઠાકોર તેમની મદદ કરશે કે ફરીવાર તેમને દગો દેશે?

આવા અનેક સવાલોના જવાબ માટે વાંચતા રહો..
ચોરનો ખજાનો..

Dr Dipak Kamejaliya
'શિલ્પી'

Rate & Review

bhavna

bhavna 1 month ago

Bhavna Patel

Bhavna Patel 2 months ago

Dipti Desai

Dipti Desai 4 months ago

Hema Patel

Hema Patel 4 months ago

Ashok Prajapati

Ashok Prajapati 4 months ago