Chorono Khajano - 24 books and stories free download online pdf in Gujarati

ચોરોનો ખજાનો - 24

રાજ ઠાકોરનું લીસ્ટ

એવું લાગી રહ્યું હતું જાણે હમણાં જ ડેની અને સિરતના હોઠ એકબીજાને મળીને એક થઈ જશે. ત્યાં જ ડેનીના ફોનની રીંગ વાગી.

સિરત અને ડેનીનું ધ્યાન અચાનક ભંગ થયું. સિરતે પોતાની આંખો મીચીને હાથની મુઠ્ઠી વાળી દીધી. એવું લાગ્યું જાણે તેને મન આ ફોનની રીંગ ખોટા ટાઈમે વાગી હતી.

ડેનીએ એવું કંઈ પણ વિચાર્યા વિના જ જઈને ફોન જોયો. તેમાં રાજ ઠાકોરનો મેસેજ આવેલો હતો. તેણે પોતાનું અને બાકીના સાથીઓનું લીસ્ટ મોકલ્યું હતું જે કદાચ સિરતની ટીમ પોતાની લિસ્ટમાં કવર ના કરી શકી હોય.

ડેની તે લીસ્ટ સિરત સામે વાંચવા લાગ્યો.

डेनी:
*ऑक्सीजन की बोतले
*ब्रिधिंग किट
*वाकीटोकी
*छाता
*तलवारे
*कुल्हाड़ीया
*पैराशूट
*प्लेन की तरह जहाज में भी ऑक्सीजन और पैराशूट की सुविधाएं।
*प्लेन इंजन एक्स्ट्रा साथ में लेना है।
*लगेज बॉक्स की जरूरत नहीं पड़ेगी क्यों की सबको अपना अपना सामान अपने साथ ही रखना होगा।

એટલું વાંચ્યા પછી ડેનીની તો જાણે આંખો ફાટી રહી. તેણે પોતે પણ આ બધી વસ્તુઓ વિશે એકવાર પણ વિચાર્યું નહોતું. એટલે વાંચ્યા પછી તરત જ તે મોટેથી બોલ્યો,

डेनी: वाह! इंटेलीजेंट। सीरत, तुमने इस आदमी को हमारे साथ लेने का फैंसला लेकर बहुत ही अच्छा किया है। इन सभी चीजों के बारे में तो अभी तक मैंने भी नहीं सोचा था। तुम्हे पता है इन चीजों से हमारी आधी से ज्यादा मुश्किलें हल हो जाएंगी। સિરતના બંને હાથ પકડીને જાંજોળતા ડેની બોલ્યો. સિરત પણ ખુશ હતી કે ચાલો તેનો આ નિર્ણય તો ખોટો નહોતો.

सीरत: तो ठीक है फिर। एकबार उसे बुलाकर वो जिस तरह कहे उसी हिसाब से जहाज में चेंजेस करवा लो। और जो चीजे उसने कही है वो भी मंगवा लो। अब हम जितना हो सके जल्दी निकलने की तैयारी करेंगे। એટલું કહી સિરત સ્માઈલ આપીને ડેનીના રૂમની બહાર ચાલી ગઈ.

ડેની પણ સિરતની વાતથી એકદમ ખુશ થતો બહાર આવ્યો અને દિવાનને મળવા માટે ચાલ્યો ગયો. અહીંની બધી જ તૈયારીઓ ડેની અને દિવાન સાથે મળીને કરતા હતા.

જ્યારે ડેની દિવાનને મળ્યો અને પોતાની પાસે રહેલું લીસ્ટ તેણે દિવાનને બતાવ્યું ત્યારે દિવાન એકદમ ચોંકી ગયો. દિવાનને કંઈ જ સમજાઈ ન્હોતું રહ્યું કે આ લિસ્ટમાં ઓક્સિજન ના બાટલા કેમ રખવવામાં આવ્યા છે..?

દિવાન વિચારી રહ્યો હતો કે શું તેમને કોઈ એવી જગ્યાએ જવાનું હતું કે જ્યાં ઓક્સીજનની જરૂર પડશે..? કે પછી તેમનો આગળ વધી રહેલો માર્ગ તેમને પાણીની અંદર તો નથી લઈ જવાનો..?

દિવાનને ચિંતા હવે પહેલા કરતા પણ વધી ગઈ હતી. તેનાથી અનાયાસે જ ડેનીને પુછાઇ ગયું,

दिवान: हमे वहां पर ऑक्सीजन की जरूरत क्यों पड़नी है? क्या हमारा रास्ता पानी के अंदर से जाने वाला है? लेकिन वहा पर ऐसी कोई नदी भी तो नहीं है! या फिर कही ऐसा तो नहीं की हम जिस दुनिया में जाने वाले है वहां पर ही ऑक्सीजन नही है?

દિવાન તો ટેનશનમાં જ ડેની ઉપર પ્રશ્નોનો વરસાદ વરસાવવા લાગ્યો.

डेनी: नही दिवान साहब। हमे न ही जलमार्ग से जाना है और न ही वो जगह बिना ऑक्सीजन की है। लेकिन मिस्टर राज साहब ने ये जो लिस्ट दिया है वो किसी न किसी वजह से ही दिया होगा। ये सारी चीजे हमारे किसी न किसी काम में जरूर आयेगी।

दिवान: लेकिन डेनी, अगर वो हमारी हेल्प करना चाहते है तो उनको हमारे साथ रहकर तैयारिया देखनी चाहिए थी लेकिन वो है की वहां से बस ऑर्डर दे देते है और यहां हमे मुसीबतें झेलनी पड़ती है।

डेनी: अरे दिवान साहब, उन मुसीबतों से रूबरू होने से अच्छा है की हम इन मुसीबतों से लड़े। अगर उन मुसीबतों के बारे में हमे लड़ना पड़ा तो हो सकता है हम हार जाए। लेकिन अगर मिस्टर राज साहब हमारे साथ रहेंगे तो हो सकता है हमारी जीत हो। इसीलिए मेरे खयाल से हमे उन मुश्किलों और मुसीबतों का सामना करने केलिए राज साहब की बात मान लेनी चाहिए।

दिवान: वैसे बात तो तुम सही कह रहे हो डेनी। लेकिन वो राज ठाकोर अपना वादा निभाये तो यह सब ठीक होगा, वरना तो हमारे कई लोग मारे जायेंगे। मुझे शक है कि कही वो भी अपने दादा की तरह धोखेबाज न निकले।

डेनी: उसके बारे में कुछ और हमे मालूम भी नही है। वो कैसा आदमी है ये तो मैं नही जानता लेकिन वो धोखा नहीं देगा ये पक्का है। मैने उसकी आंखे देखी थी उस दिन जब सीरत ने यह सफर कैंसिल करने की बात की थी। और उस दिन मैंने देखा था की उसको सचमे ही वहां जाने की इच्छा थी। सफर कैंसिल होने की बात से ही वो काफी घबरा गया था। और थोड़ी देर पहले जब सिरतने उससे बात की तब पता चला की वो वहां किसी पुड़िया केलिए आ रहा है जो उस केलिए बहुत ही ज्यादा कीमती है।

दिवान: आखिर इस पुड़िया में क्या है जो वो इतना बड़ा रिस्क ले रहा है!

डेनी: वो ही तो नही बताया उसने।

दिवान: जो भी हो, हमे उसके ऊपर नजर तो रखनी ही होगी। उसके बारे में हमे कुछ पता भी नही है और वो बस उस राजेश्वर से रिश्ता है ऐसा बोलकर हमारा कप्तान बना बैठा है।

डेनी: मेरे खयाल से उसने जो चीजे भी लेने केलिए कहा है, हमे वो ले लेनी चाहिए। हो सकता है वो सचमें हमारी मदद कर रहा हो। वैसे भी ये सब हमारे लिए ही तो है।

दिवान: तुम सही कह रहे हो डेनी, वैसे भी अगर ये चीजें साथ में होगी तो हमारे ही काम आयेगी। वो अनजान दुनिया है, अनजान रास्ता है। क्या पता, हमे इन चीजों की कब और कहां जरूरत पड़ जाए।

डेनी: हां यही तो। मैं यही तो आपको समझा रहा था।

થોડી વાર પછી ડેની અને દિવાન પોતાની સાથે અમુક લોકોને લઈને રાજ ઠાકોરે મોકલેલા લીસ્ટ પ્રમાણે બધી જ વસ્તુઓની વ્યવસ્થા કરવા માટે ચાલ્યા ગયા.

સિરત જ્યારે હવેલીમાં એકલી હતી ત્યારે તે પોતાના રૂમમાં બેઠી લેપટોપ ઉપર કંઇક ટાઇપ કરી રહી હતી. લેપટોપની સ્ક્રીન ઉપર તેનું મેઈલ ઇનબૉક્સ ખુલ્લું હતું.

સિરત બેઠી બેઠી લેપટોપ દ્વારા પોતાના અમુક સાથીઓ સાથે વાત કરી રહી હતી. તે તેમના સફર માટે બધા જ પ્રકારના હથિયારોની વ્યવસ્થા કરી રહી હતી.

પોતાના સાથીઓ સાથે બધી વાતોની ચર્ચા ઓનલાઇન કર્યા પછી જ્યારે સિરત ફ્રી થઈ એટલે તે ડેની સાથે વાત કરવા માટે તેના રૂમ તરફ ગઈ. જ્યારે તેણે ડેનીના રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે ડેની તો તેના રૂમમાં નહોતો. સિરતને યાદ આવ્યું કે તેણે જ ડેનીને દિવાન સાથે મળીને રાજ ઠાકોરે આપેલા લિસ્ટને તૈયાર કરવા માટે કહ્યું હતું.

જ્યારે ડેનીને તેના રૂમમાં ન જોયો એટલે સિરત રૂમનો દરવાજો બંધ કરીને પાછી વળી જ હતી કે તેની નજર એક જગ્યાએ અટકી ગઈ.

સિરતની નજર કઈ જગ્યા એ અટકી હતી..?
શું તેમને ખજાનો મળશે..?
સફરમાં કેવી કેવી મુસીબતો આવશે..?
પેલા બીજ શેના હતા..?

આવા અનેક પ્રશ્નો ના જવાબ માટે વાંચતા રહો..
ચોરનો ખજાનો..

Dr Dipak Kamejaliya
'શિલ્પી'