vasant vila - A haunted house - 4 in Gujarati Horror Stories by મિથિલ ગોવાણી books and stories PDF | વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 4

વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 4

પ્રકરણ  4


સંધ્યા ની ચીસ  સાંભળી વિશાલ દોડી જાય છે. અને જુએ છે તો સંધ્યા ડાબી બાજુ એ આવેલા બેડરૂમ માં બેહોશ મળે છે. સવાર થઇ ચુકી હોય છે. વિશાલ પોતાની બેકપેક માંથી પાણી કાઢી સંધ્યા પર છાંટે છે. અને તેને હોશમાં લાવે છે. હોશમાં  આવતા જ સંધ્યા ના ચહેરા પર નો ગભરાટ વધી જાય છે. વિશાલ અને એકદમ વળગી પડે છે. અને ધ્રુજતા ધ્રુજતા કહે છે . ચાલો આપણે જલ્દી થી અહીં થી દૂર ચાલી જવું જોઈએ સિદ્ધિદેવી ની વાત સાચી છે. મેં આ કમરામાં ભુત  જોયા છે. આ રૂમ માં એક નહિ પરંતુ ત્રણ ત્રણ ભુત હતા. હા વિશાલ હુસાચું કહું છું. મેં એક નહિ પણ ત્રણ ત્રણ ભુત જોયા છે. તેમાં થી એક  તો સાત-આઠ વર્ષ ના બાળક નું ભુત  હતું.  અને  એક સ્ત્ર્રી અને એક પુરુષ પણ આ રૂમ માં  હતા. જેનો દેખાવ બિહામણો હતો.  વિશાલ તેને સમજાવતા કહે છે. સંધ્યા  આપણે કેટલા બધા કહેવાતા હોન્ટેડ હાઉસ ની સ્ટોરી આપડી ચેનલ પર કવર કરેલી છે. જેમાં આપણે સાંભળેલી દંતકથા ના  આધારે આર્ટિસ્ટ  અને  ટેક્નોલોજી ની મદદ થી એવા વિડિઓઝ બનાવ્યા છે એ તું કેમ ભૂલી જાય છે? ભુતપ્રેત કે આત્મા જેવી વસ્તુ આ દુનિયા માં અસ્તિત્વ જ ધરાવતી નથી. તે જોયું એ તારો ભ્રમ છે. કારણ તે  પાછળ ના અઠવાડિયા માં  હોન્ટેડ હાઉસ ની સ્ટોરી પર દિવસ રાત જોય  વગર મહેનત કરી ને  દંતકથા ને સત્ય કથા બનવવા ખુબ મહેનત કરેલી કદાચ તેનો જ ભ્રમ અત્યારે તને થયો હોય સો પ્લીઝ બી રિલેક્સ એન્ડ સ્ટ્રેસ ફ્રી. 

જવાબમાં સંધ્યા ચિલ્લાઈ ઉઠે છે. તમને ખબર છે કે હું માનસિક કમજોર નથી. એ પ્રોજેક્ટ પહેલા પણ મેં ઘણા હોન્ટેડ હાઉસ ની દંતકથા ને અનુલક્ષી ને પ્રોજેક્ટ કરેલા છે. સો એ મારો ભ્રમ નહોતો પણ સસ્તાય હતું..મેં જયારે આ કમરા માં પ્રવેશ કર્યો તો જોયું કે કમરા ની લાઈટ ચાલુ બંધ થતી હતી. અચાનકથી  લાઈટ ઝબકવા નું બંધ થઇ સ્થિર થઇ અને મારી નઝર જેવી છત પર ગઈ તો છત પર એક સ્ત્રી છત પર ચોપગા પ્રાણી ની જેમ છત  પર ચાલી રહી હતી. અને જોર જોર થી વિચિત્ર અવાજો કરી રહી હતી. મારી અને તેની નઝર એક થતા એ સ્ત્રી એ મારી પર હુમલો કર્યો અને તેના  તીણા દાંત મારી ગરદન માં ખૂંપાવા લાંબો કર્યો અને મને એકદમ ગરદન થી પકડી લીધી પણ જેવો તેનો હાથ સિદ્ધિદેવીએ આપેલા સુરક્ષાકવચ ને અડક્યો તેવો કોઈ અગનજ્વાળા નો સ્પર્શ થયો હોય તેમ ચિલ્લાઈ ઉઠી અને મને ફેંકી દઈ મારા થી દૂર થઇ ગઈ. એટલામાં ઉપર રહેલા પંખા માં એક સાત થી આઠ વર્ષ નો બાળક દેખાયો જે પંખા ના પાખીયા પર ઊંધો લટકી ને સૂતો હતો. તે કહે છે માં તમે ચિંતા નહીં કરતા તેના ગળામાં રહેલું સુરક્ષાકવચ હું તેને આ પંખા ની ગોળ ગોળ ફુદરડી ફેરવી તેન ગળા માં થી કાઢું છું.એટલું બોલી તે એકદમ થી નીચે લપક્યો અને  મને કમર થી પકડી ઉઠાવી  તેની સાથે ગોળ ગોળ  ફુદરડી ફેરવશે  તેવું કહેતો પંખા ના પાંખીયે વળગી ગયો . એટલા માં મને બીજું અટ્ટહાસ્ય સંભળાયું મેં એ દિશામાં જોયું તો સામે રહેલી બારી પાર એક પુરુષ ઊંધા માથે લટકી રહ્યો હતો. અને હસી રહ્યો હતો.અચાનક થી જ પંખો જોર જોર થી ગોળ ગોળ ફરવા લાગ્યો મેં બને હ્હે થી જોર થી સુરક્ષાકવચ ને પકડી રાખ્યું. જેથી તે મારા ગળા માંથી નીકળી ન જાય. અને મને ચક્કર આવતા હું ચીસ પડી બેઠી અને ભય થી બેહોશ થઇ ગયેલી. અને જયારે હોશ માં આવી ત્યારે તમને સામે બેઠેલા જોયા  આટલું બોલી સંધ્યા એ પોતા ગળા  પર હાથ ફેરવ્યો જોયું તો સુરક્ષાકવચ તેને ગળા માં નહતું  આજુ બાજુ જોતા તે સુરક્ષાકવચ તેને નીચે પડેલું જોવા મળ્યું. મનોમન સિદ્ધિદેવી નો આભાર માનતા સુરક્ષાકવચ પહેરી લીધું. વિશાલ એવું બની  શકે કે એ ભુત જયારે મને ગોળ ગોળ ફેરવી સુરક્ષાકવચ દૂર કરવા માગતું હતું અને મેં પકડી રાખેલું સુરક્ષાકવચ પડી જાય એ પહેલા સવાર પડી ગઈ અને  તેની શક્તિ ઓછી થઇ જતા તે મને બેહોશ હાલતમાં જ નીચે છોડી ને જતું રહ્યું હોય એવું ના બને ? કારણ કે કહેવાય છે ને સૂર્યપ્રકાશ માં બુરી આત્માઓ ની શક્તિ ક્ષીણ થઇ જતી હોય છે. સૂર્યોદય થતા જ એ ભુત  ગાયબ થઇ ગયા હોય એવું નો બની શકે ?  અચાનક થી સંધ્યા ને કાઇંક યાદ આવ્યું હોય એમ કહે છે એક મિનિટ વિશાલ હું આ રૂમ દાખલ થઇ ટાયરે  લાઈટ આવી ગઈ હોવાથી મેં મારુ પર્સ  અને ટોર્ચ સામે રહેલા ટેબલ પર મુકેલા. એ  પર્સમાં  રહેલા  હિડન કેમેરામાં  આ કમરામાં જે કઈ બન્યું એ રેકોર્ડ થયું હોવું જોઈએ કારણકે  કઈ કેપ્ચર થઇ જાય એ હેતુ  થી મેં કેમેરા ઓફ કર્યો જ નહોતો. તો  આપણે  વહેલી તકે અહીં થી નીકળી જઈએ. અને પિથોરાગઢ હોટેલમાં  પહોંચી જઈએ. અને કેમરા ની ચિપ કાઢીને  લેપટોપ થી કનેક્ટ કરી ને જે કઈ રેકોર્ડ થયું હોય તે જોઈ લઇએ  જેથી તમને ખાત્રી  થઇ જાય કે હું ખોટું નથી બોલી રહી. વિશાલ તેની સાથે સહમત થતા કહે છે સારું ચાલ આપણે ઝડપ થી અહીં થી નીકળી પિથોરાગઢ હોટેલ પહોંચી જઈએ. જેથી આગળ આપણે શું કરવું  તે ખબર પડે. વિશાલ અને સંધ્યા વસંત વિલા ના કમ્પાઉન્ડ માં આવે છે. જ્યાં તેઓ એ પોતાની કાર પાર્ક કરી હોય છે. વિશાલ કાર સ્ટાર્ટ કરતા કહે છે કે હું સિદ્ધિદેવી ને ફોન કરી દવ. જો તેઓ હોટેલ પર હોય તો હોટેલ પર જ રહે જેથી તે પણ આપણને આ  વિષયમાં મદદરૂપ થઇ શકે. વિશાલ કોલ કરવા જાય છે પણ કોલ લાગતો નથી એ મોબાઇલમાં  જુએ છે તો નેટવર્ક પકડાતું હોતું નથી. સંધ્યા કહે છે કે તમે ભૂલી ગયા લાગો છો . આ એરિયામાં  નેટવર્ક આવતું જ નથી. આપડે કોલ કરવા માટે હજુ પિથોરાગઢ બાજુ  ત્રણેક કિલોમીટર જવું પડશે પછી નેટવર્ક આવશે . વિશાલ કહે છે હા એ વાત તો ભૂલી જ ગયો. અને બને પિથોરાગઢ બાજુ જવા રવાના થાય છે.  જેવા તેઓ ના મોબાઈલ ફોન નેટવર્ક ની રેન્જ માં આ આવે છે.  બંને ના સેલફોનમાં વિનિતા અને સિદ્ધિદેવીના કોલ આવ્યા ના મેસેજ પડે છે અત્યાર સુધીમાં વિનિતા બંનેને સો ઉપર  કોલ કરી ચુકી હોય છે. અને બંનેના  કોલ ના લાગવા થી  વિનિતા બંનેને મળવા દહેરાદુન થી પિથોરાગઢ આવા નીકળી હોય છે તેવા મતલબ નો મેસેજ પણ મળે છે. વિશાલ વિનિતા ને કોલબેક કરે છે. પણ વિનિતા તેનો ફોન ઉપાડતી નથી. જયારે સિદ્ધિદેવી ને કોલ કરે છે . તો  તેમનો સેલફોને આઉટ ઓફ રિચ આવે છે. વિશાલ અને સંધ્યા બે કલાકમાં પિથોરાગઢ જે હોટેલ માં રોકાય હોય છે. ત્યાં પહોંચે છે. તો વિનિતા તેમેને રિસેપ્શન ડેસ્ક પર મળી જાય છે. તે બંનેને ખખડાવી નાખે છે. વિશાલ તેને શાંત પડવા  કહે છે. અને  રૂમમાં પહોંચવા સમજાવે છે ત્યાં પહોંચી ને તારા દરેક સવાલ ના જવાબ આપું છું. રિસેપ્શન ડેસ્ક પર થી ચાવી લઇ વિશાલ અને વિનિતા વિશાલ ના રૂમ માં જાય છે . અને સંધ્યા પોતાના રૂમ માં  જાય છે વિશાલ સંધ્યા ને કહે છે. તે ફ્રેશ થઇ પછી વિશાલ ના રૂમ પહોંચે ત્યાં સુધી માં પોતે અને વિનિતા પણ ફ્રેશ થઇ જાય ને બ્રેક ફાસ્ટ કરી કાલે રાતે બનેલ બનાવ પર ચર્ચા કરીશું . આમ બને  પોતાના રૂમ માં જાય છે. વિનિતા ફ્રેશ થવા ગઈ હોય છે ત્યાં સુધી વિશાલ વિચારે છે. કે હું સિદ્ધિદેવી સાથે વાત કરી લઉં સિદ્ધિદેવીના ઇન્ટરકોમ માં કોલ કરતા રચના ફોને ઉપાડી ને કહે છે તેઓ જયારથી વસંત વિલા માં થી પાછા ફર્યા હોય છે ત્યાર થી સિદ્ધિદેવી ની જીભ જલાઈ ગઈ છે અને તેમેં લોહીની ઉલ્ટી થઇ ને તાવ ચડ્યો છે. તે બોલી શકે તેવી પરિસ્થિતિ માં નથી. હા પણ આ સ્થિતિ માં પણ તમારા  માટે એક કાગળ લખ્યો છે અને તે કવરમાં રાખી  તમને  આપવા નું જણાવ્યું છે. તો  તમે આવી  તે કવર લઇ જશો. વિશાલ હમણાં થોડી વારમાં  એવું છું એમ કી કોલ ડિસકનેક્ટ કરે છે. વિશાલ વિચારે છે વિનિતા ફ્રેશ થઇ આવે ત્યાં સુધીમાં હું સિદ્ધિદેવીના રૂમમાં જય રચના પાસે થી કવર લઇ આવું. રચના પાસેથી કવર લઇ વિશાલ પોતાના રૂમ જાય છે અને કવર ખાલી વાંચે છે  તો તેમાં લખ્યું હોય છે. 

 

માનનીય વિશાલ  


તમે   વસંત વિલા ખરીદવા ની જીદ છોડી દ્યો તેમાં એક નાહ પરંતુ સાત સાત પ્રેતાત્મા વસે છે. જે દરેક ખતરનાક છે. હું  તેમના કાર્યમાં વિઘ્નરૂપ  ના બનું  તે માટે તેમણૅ  મારા શરીર પર કબ્જો કર્યો છે. તેમેને તમને કોઈ ખાસ મકસદ થી બોલાવ્યા છે.. તેમનો ઈરાદો શું છે તેની મને ખબર નથી મહેરબાની કરી ને વસંત વિલા થી દૂર રહો એમાં જ આપની ભલાઈ છે. મને પોતાને પણ ખબર નથી તેઓ ની ચુંગાલમાં  કેટલો સમય જીવી શકીશ એટલે રચના ને આ પત્ર આપતી જાઉં છું. હું જાણતી હોવા છતાં મેં તંત્રવિધા નો ઉપયોગ બહુ ઓછો  કર્યો છે. પણ મરતો માણસ ખોટું ન બોલે એમ  માની પણ વસંત વિલા  થી દૂર રહેજો.  બસ એટલું જ  માં કાલી અને કાલભૈરવ આપની  રક્ષા કરે 


લિ. સિદ્ધિદેવીના  જય કાળભૈરવ 


 વિશાલ એ પત્ર ઝડપ થી કોઈ ની નજર માં ન આવે તેમ સંતાડી દે છે.  તેને લાગે છે કે સિદ્ધિદેવી માનસિક રીતે ડરી ગયા છે. તેની અસર  તેમના શરીર પર થઇ છે. અને જો  આ પત્ર વિનિતા કે સંધ્યા ના હાથમાં આવે તો તે પણ વિલા ખરીદવા માં અડચણ રૂપ થઇ  શકે તેવું વિચારી પત્ર સંતાડી દે છે.  થોડીવારમાં વિનિતા ફ્રેશ થઇ ને આવે છે. એટલે વિશાલ બાથરૂમ માં ફ્રેશ થવા જાય છે. સંધ્યા વિશાલ ના રૂમમાં  આવી ચડે છે. તો વિનિતા કહે છે વિશાલ બાથરૂમ  માં છે . આવ બેસ  વિશાલ આવે ત્યાં સુધી. સંધ્યા વિનિતા ને ગઈકાલે રાતે વિલામાં  પોતાની  સાથે શું બન્યું એ કહે છે. તો વિનિતા સંધ્યા ને કેમેરામાં થી ચિપ કાઢી  લેપટોપ સાથે કનેક્ટ કરવા કહે છે.  સંધ્યા લેપટોપ કાઢી  તેમાં કેમેરા ની ચિપ કનેક્ટ કરી લેપટોપ છાલું કરે છે. અને રેકોર્ડિંગ જોવા નું શરુ કરે છે. થોડીવાર ના  રેકોર્ડિંગમાં તો કશું દેખાતું નથી ફક્ત અંધકાર જ દેખાય છે પણ જેવી સંધ્યા રૂમ માં દખલ થયેલી હોય છે અને આગળ નું રેકોર્ડિંગ જોતા જ સંધ્યા અને વિનિતા અવાચક થઇ જ્યાં છે. 

 

વિનિતા અને  સંધ્યા એ   રેકોર્ડિંગમાં એવું તે શું જોયું હોય છે કે અવાચક થઇ જાય છે જાણવા માટે વાંચતા રહો  વસંતવિલા - એ હોન્ટેડ હાઉસ 

Rate & Review

Tosha Amin

Tosha Amin 2 months ago

nilam

nilam 3 months ago

Balkrishna patel

Balkrishna patel 3 months ago

Manisha

Manisha 4 months ago

Dharmishtha Gohil

Dharmishtha Gohil 4 months ago