Chingari - 6 books and stories free download online pdf in Gujarati

ચિનગારી - 6

નેહા આવી! મિસ્ટી આ દવા પી લે ને આરામ કર અને ડોન્ટ વરી આજે તારા રિપોર્ટ આવશે એ પણ સારા" નેહાએ દવા ને પાણીનો ગ્લાસ ભરીને મિસ્ટીને આપતાં કહ્યું.

"Thank you નેહા" મિસ્ટીએ દવા લઈ લીધી.

નેહા પણ મિસ્ટીને આરામ કરવાનું કહીને બીજા પેસેન્ટ ને જોવા જાય છે ને ત્યાં જ દાદી આવે છે.

તેમને જોયું તો મિસ્ટી આરામ કરી રહી છે, તેમને આરવ પાસે જવાનું વિચાર્યું.

.....

થોડી વાર પછી દાદી પાછા આવ્યા ને જોયું તો મિસ્ટી જાગી ગઈ છે.

આહ....અચાનક બહારથી અવાજ આવતા મિસ્ટી ઊભી થઈ ને બહાર ગઈ તો પોતાના તરફ આવતા તેને એક દાદી દેખાયા, મિસ્ટી ગભરાઈ ગઈ ને તેમની પાસે જઈને મદદ કરવા લાગી.

"દાદી તમે ઠીક તો છો ને?" મિસ્ટીએ દાદીને ઉભા કરતા કહ્યું.

"હા બેટા" દાદીએ કહ્યુંને મિસ્ટી જોડે બેડ સામે સોફા પર બેસ્યા.

"દાદી તમે અહીંયા? તમારે કોઈને મળવું છે?" મિસ્ટીએ

પૂછ્યું ને દાદી સામે જોવા લાગી.

"બેટા હું તો અહીંયા રોજ આવું છું, આરવ છે ને એ મારો પૌત્ર છે હું તેની દાદી છું, અમારું એક અનાથ આશ્રમ છે તો ઘણી વાર હું અહીંયા આવું છું ને કોઈને મદદ ની જરૂર હોય...જે અનાથ હોય ને અજાણતાં જ તેનું એક્સિડન્ટ થઈ ગયું હોય તો અમે મદદ કરીએ એટલે હું ઘણી વાર અહીંયા આવતી રહું છું, આરવએ તારા વિશે એક વાર વાત કરી હતી તો મને મળવાની ઈચ્છા થઈ ગઈ" દાદીએ કહ્યું ને એક સમય માટે મિસ્ટી કઈક વિચાર માં પડી.

બેટા તારું નામ શું છે? દાદીએ પૂછ્યું ને મિસ્ટીને યાદ આવ્યું કે અહીંયા બધા તેને મિસ્ટી જ કહે છે, હજી સુધી તેને કોઈને જણાવ્યું નહતું કે તેનું નામ ને પહેચાન અલગ છે તે તો અહીંયાની છે જ નહિ! બધું ભૂલીને હું અહીંયા આગળ વધવા આવી હતી ને જો મને નવું નામ મળે છે તો એ જ બરાબર છે, મારે મારા ભૂતકાળમાં પાછળ નથી ફરવું કે જોવું. મિસ્ટીએ વિચાર્યું ને દાદી સામે જોઈને કહ્યું.

"તને કઈ યાદ છે બેટા? તું ક્યાંથી છો? તારા ઘર પરિવાર કોઈ લેવા પણ હજી સુધી નથી આવ્યું એટલે પૂછ્યું" દાદીએ પહેલા બધું જાણી લેવા માંગતા હતા જેથી આગળ જઈને કોઈ મુસીબત નાં આવે.

દાદી હું એકલી જ છું, પહેલા મારા સાથે મારું બાળક હતું પણ હવે એ પણ નથી, આગળ શું થશે નથી ખબર મને, હું એકલી છું ને અહીંયા ઘર શોધીશ પહેલા, મિસ્ટી બોલી છું ને તેની આંખો ભીની થઈ ગઈ, દાદીએ તેનો હાથ પોતાના હાથમાં લીધો ને પ્રેમથી કહ્યું.

બેટા બધા પોતાના નસીબમાં સારું ને ખરાબ લખ્યું હોય છે અમુક આપણા કર્મોથી લખાઈ જાય છે, જે મળ્યું છે એને પણ સાચવી લેવું અને જે નથી તેને ભુલાઈ દેવું, આજ નિયમ છે... જે છે તારા પાસે એને સાચવી લે, મને ખબર છે તું એક માં બનવાની હતી, દુનિયાનું સૌથી મોટું સુખ તારા પાસે આવ્યું હતું પણ કદાચ એ બાળકનું આયુષ્ય નાનું હશે, દાદીએ મિસ્ટીનાં આંસુ લૂછ્યા ને એને વળગી પડ્યા, મિસ્ટી ક્યાંય સુધી રડતી રહી, આજે તેનાં મનનો ભાર ઓછો થઈ ગયો હતો.

"દાદી હું બસ મારા બાળક માટે જીવી રહી હતી, એના સિવાય મારું કોઈ છે નહિ, હવે હું શું કરીશ? મારા જીવન જીવવાની ઈચ્છા નથી રહી, હું રહીને પણ શું કરીશ?" મિસ્ટીને અટકાવતા દાદીએ એના ચહેરાને પોતાના હાથમાં લીધો ને પ્રેમથી એના કપાળ પર ચુંબન કર્યું!

"તું તો મારી દીકરી છે, તું એકલી થોડી છે, તું તો ડોલ છે મારી, પ્યારી પ્યારી, મીઠી મીઠી ને વહાલી દીકરી છે, આવી વાતો કરીને તું તારી દાદીને દુઃખી કરે છે બેટા, દાદીને દુઃખી કરાય? દાદીએ નારાજગી સાથે પૂછ્યું ને મિસ્ટીએ નાં માં માથું હલાવ્યું અને હા તે મને દાદી કહ્યું છે ને? તો મારી એક વાત માની જઈશ?" દાદીએ પ્રેમથી પૂછ્યું.

હા મિસ્ટીએ કહ્યું ને એ દાદીનાં ખોળામાં માથું મૂકી દીધું.

તું બે દિવસ મારી સાથે એક અનાથાશ્રમ છે ત્યાં આવીશ? નજીકમાં જ છે? ત્યાં નાના બાળકો છે, વૃદ્ધો છે, અને ત્યાં તારા જેવી બે છોકરીઓ પણ છે, દાદીએ મિષ્ટીના વાળમાં હાથ ફેરવતા કહ્યું.

મિસ્ટી? મિસ્ટીનો કોઈ જવાબ ના મળતા દાદીએ એને ફરીથી બોલાવી?

દાદીએ જોયું તો મિસ્ટી વિચારોમાં ખોવાઈ ગઈ હતી!
દાદીને ડોકટરની વાત યાદ આવી ને એમને મિસ્ટી સામે

જોયું ને એને ઊભી કરી

"શું થયું દાદી?" મિસ્ટીએ ઊભી થતા કહ્યું?

"હું કઈ બોલી એ સાંભળ્યું તે?" દાદીએ કડક અવાજમાં પૂછ્યું.

સોરી, મિસ્ટી નીચી નજર કરીને બોલી ને દાદીનાં સામે બે કાન પકડીને ફરીથી સોરી બોલી.

તારે મારા જોડે આવવાનું છે થોડા દિવસ અનાથાશ્રમમાં રહેવા ત્યાં તને ગમશે કેમ કે ત્યાં બધું જ છે! દાદીએ મિસ્ટીના માથા પર હાથ મૂકીને કહ્યું ને મિસ્ટી જોડે એના સિવાય કોઈ ઉપાય પણ નહતો, એની પાસે રહેવા અત્યારે ઘર પણ નહતું, એનું નામ કે પરિચય તો આમ પણ અહિયા કોઈ નથી જાણતું એટલે અત્યારે એને દાદી સાથે અનાથાશ્રમમાં જવું વધારે અનુકૂળ લાગ્યું.

આરવએ બધું જ તેના રીતે કરી નાખ્યું, મિસ્ટીનાં રિપોર્ટ પણ સારા હતા જેથી ડોકટરે તેને લઈ જવાની છૂટી આપી, મિસ્ટી પાસે કપડાં કે કઈ હતું નહિ એ વાત પહેલા જ દાદીને કહી દીધી હતી જેથી દાદી....મિસ્ટી માટે પાંચ છ સિમ્પલ ને મિસ્ટીને અનુકૂળ આવે તેવો ડ્રેસ લાવ્યા ને તે મિસ્ટીને આપ્યો, મિસ્ટી પણ સિમ્પલ સફેદ અને લાલ એમ મિક્સ કલરની કુર્તીમાં ખૂબ સુંદર લાગી રહી, દાદીએ તેના રેશમી વાળ કમર સુધી આવતા વાળને પાછળ થી સેટ કર્યા ને ખરેખર કઈ પણ કર્યા વગર મિસ્ટી ખૂબ જ સારી લાગતી હતી, તેને જોઈને આરવ ને નેહા સાથે દાદીના પણ હોશ ઉડી ગયા. દાદી આવ્યાને એમની આંખમાંથી થોડું કાજલ લઈને મિસ્ટીનાં કાન પાછળ લગાવ્યું જેથી નજર નાં લાગે.

મિસ્ટીએ સ્મિત કર્યું ને દાદીનાં સાથે ચાલવા લાગી,

વિવાન મિટિંગમાં હતો. ને ડોકટરનો કોલ આવ્યો...મિસ્ટીને તમારા દાદી કોઈ આશ્રમમાં થોડા દિવસ જાય છે ને ત્યાંથી લઈને બધી વાત કહી,

વિવાનને આશ્ચર્ય થયું કે દાદી કરવા શું માંગે છે, આજ સુધી મને કે આરવને પણ વધારે રોકાવા નથી મળ્યું આશ્રમમાં ને મિસ્ટીને સાથે કેમ લઈ ગયા હશે, હું મિસ્ટીને કઈ રીતે મળીશ? વિવાન કઈક વિચાર....વિવાન પોતાના સાથે જ વાત કરી રહ્યો ને મિટિંગ મેનેજરને સાચવાનું કહીને કાર લઈને હોસ્પિટલ જવા નીકળી પડ્યો.

હોસ્પિટલની બહાર આવતા જ વિવાનએ જોયું કે મિસ્ટી પણ દાદી સાથે આવે છે, મિસ્ટી કુર્તીમાં સુંદર લાગી રહી હતી તેને જોઈને દૂરથી જ વિવાન પલક જપકાવાનું ભૂલી ગયો, તે તો બસ ધારી ધારીને મિસ્ટીને જોઈ રહ્યો હતો.

ધીમે ધીમે તે જાતે જ આગળ વધવા લાગ્યો ને દાદી સામે પહોંચી ગયો!

અચાનક વિવાનને સામે જોતા દાદી હરખાય ગયા ને ભેટી પડ્યા.

પરી આ વિવું, અને વિવુ આ...મિસ્ટી.. દાદી બોલે તેની પહેલા જ વિવાન બોલ્યો ને મિસ્ટી આશ્ચર્ય થી તેના સામે જોવા લાગી, ત્યાંજ વિવાન ફરીથી બોલ્યો. "દાદી તેનું નામ પરી નથી મિસ્ટી છે" વિવાનએ કહ્યું ને ત્યાંજ દાદી બોલ્યા, ભલે હવે હું તેને પરી જ કહીશ, કેમ હું બેટા પરી નામ તને ગમ્યું ને? દાદીએ પૂછ્યું હા, મિસ્ટી કહ્યું ને વિવાન સામે જોતા બોલી.

તમેં મને કંઈ રીતે ઓળખો છો? મિસ્ટીએ પૂછ્યું ને વિવાન તેને જોતા જોતા તેના માં જ ખોવાઈ ગયા.

વિવું...પરી એ કઈક પૂછ્યું, દાદીએ વિવાનને હલાવ્યો ને તેની ચોરી પકડાઈ ગઈ હોય તેમ આજુબાજુ જોવા લાગ્યો ને પછી મિસ્ટી સામે જોઇને કહ્યું.

મારા કારણે જ તો હોસ્પિટલમાં છો તમે, અચાનકમિસ્ટીને જોઈને બોલ્યો ને ત્યાંજ દાદી બોલ્યા પરી બેટા, આરુ ને વિવું જ તને હોસ્પિટલ લાવ્યા હતા, હેને વિવુ? દાદીએ કહ્યું ને વિવાન ગંભીર બની ગયો.

હમમ....દાદી ચાલો હું તમને મૂકી જાઉં, વિવાનએ કહ્યું ને મિસ્ટી સામે જોવા લાગ્યો, મિસ્ટીને જોઈને જાણે શાંતિ વળી જોય તેમ તેને બસ જોયા કરતો ને આ વાતની નોંધ ખુદ મિસ્ટીએ પણ લીધી, છતાં વિવાનએ પોતાની જાન બચાઈ હતી એટલે તેને વધારે કઈ નહિ બસ સ્મિત કર્યું, ત્યાં તો વિવાનનાં દિલમાં ધક ધક થવા લાગ્યું. મિસ્ટીએ વિવાન સામે જોવાનું ટાળ્યું. એ દાદી સાથે આગળ ચાલવા લાગી

વિવાન કાર ચલાવી રહ્યો ને પાછળથી જ મિસ્ટીને જોતો રહ્યો, ત્યાંજ અચાનક મિસ્ટીની નજર પડતાં તેને નજર ફેરવી લીધી પણ ફરીથી તે જોવા લાગ્યો, વિવાન જેવી રીતે મિસ્ટીને જોતો મિસ્ટીને અજીબ લાગતું પણ પછી તેને ખબર હતી કે વિવાન હજી તેના સામે જ જોવે છે, દાદી પણ મુસાફરીથી થાકી ગયા હોવાથી તરત ઊંઘી ગયા ને મિસ્ટી પણ આંખ બંધ કરીને બેસી ગઈ, વિવાન મિસ્ટીને જોતા જોતા ડ્રાઇવ કરવા લાગ્યો.

તેને જાણ હતી કે મિસ્ટીને મળ્યા ભલે પોતાને મહિના પર થઈ ગયું હોય છતાં મિસ્ટી માટે તે હજી પણ અજાણ હતો તેથી તેને જાતે જ મિસ્ટી સામે જોવાનું ઓછું કર્યું ને ધીરે ધીરે વાત કરશે તેમ પોતાને સમજાવી દીધું પણ માને કોણ? હજી પાંચ મિનિટ પણ નહતી થઈ ને ત્યાંજ વિવાન ફરીથી બધું ભૂલીને મિસ્ટીને જોવા લાગ્યો, મિસ્ટી કોઈ પણ પ્રતિભાવ આપવાનું ટાળતી તેને ખબર હતી કે હજી પણ વિવાન તેને જોઈ રહ્યો છે.


.......

ક્રમશઃ