Prem no Prasad - 1 books and stories free download online pdf in Gujarati

પ્રેમ નો પ્રસાદ.. - 1

કામ મળ્યું એનો આનંદ જ આજે અનેરો છે ને એમાંય કોઈ માથા કુટ નઈ.સીધા ને કાળા વાળ વાળી, પાતળી સોટી જેવી કમર વાળી ને અનીયારું નાક ,નશીલી લાંબી આંખો ને એવી જ એની સાદગી.નામે કેતકી ને એવીજ અજવાળુ કરનારી એની હયાતી.ભોળી એટલી ને નિખાલસ પણ.વાતો કરવા આવે તો મૂકે નઇ અને મૂડ નાં હોય તો કલાકો નાં બોલે.અવાજ કોયલ જેવો તો નથી પણ થોડી વાર વાત કરે તો નશો વગર બોટલે ચડે ખરો.ધીમે ધીમે ગુનાગુનાવતા ગીત સાથે માટે કપડું બાંધી ને મોઢું કવર કરીને ઘર ની છત સાફ કરતી ગયી ને સાથે મ્યુઝિક વગર કંઈ કામ થાય ખરું??જરાય નઇ!સરસ મજા ની છત સાફ થયી ને કેતકી શાવર લેવા ગઈ.
ત્યાં જ ડોર બેલ વાગી કેતકી એ દરવાજો નાં ખોલ્યો પણ અંદર કોઈ આવી ગયું.કેતકી ફાટફાટ પોતાના રૂમ માંથી કિચન માં ગયી ને ચા બનાવવા લાગી.ચા તૈયાર થઇ એટલા માં દિવ્ય પણ ફ્રેશ થયી ને હૉલ માં આવ્યો. ને કેતકી નાં હાથ ની ચા નાં વખાણ કરવા લાગ્યો.કેતકી હળવી સ્માઇલ આપી કિચન માં ચાલી ગયી.દિવ્ય આજે વહેલો આવેલો એટલે હજુ ડિનર ની વાર હતી તો કેતકી પોતાના બાકી નાં કામ પૂરા કરવા લાગી ને દિવ્ય ટીવી ને મોબાઇલ માં મશગુલ થયી ગયો. કૉલ પર સતત વાતો ને હસી ખુશી ને લાઈફ દિવ્ય ની.ત્યાં સાંજે ડિનર માં સુ બનાવું એવું પૂછે એ પહેલાં દિવ્ય તૈયાર થયી ગાડી ની ચાવી લઇ નીકળી ગયો.પોતાનો બોસ છે દિવ્ય એટલે કેતકી ક્યારેય કામ સિવાય બોલતી નઈ.દિવ્ય નાં ગયા પછી કેતકી ગાર્ડન માં ગયી ને નવા ઉગેલા છોડવા ઓ ની માવજત કરવા લાગી.
ઘર બઉ મોટું છે ને રેવા વાળા બે જણા તો ખાસ ઘર ગંદુ થાય એવું બનતું નથી ને ગાર્ડન માટે માળી આવે જ છે પણ તોય ગાર્ડન માં પોતાનો નવરાયી નો સમય વિતાવવાની મજા આવતી.ફૂલો જોડે સેલ્ફી લેવાની એને પોસ્ટ કરવાની ને લાઈક્સ નાં ઢગલાં.દિવ્ય ખાસ બાર રોકાતો નઈ કેતકી એકલી હોવાથી પણ આજે એનો મેસેજ આવ્યો કે જમી ને સુઈ જજે હું નઈ આવું.દિવ્ય હોય તો ઘર ઘર લાગે નઈ તો વિરાન ભૂત મહેલ!કેતકી એકલી કેટલું જમે એને પોતાના માટે પુલાવ બનાવ્યો ને ગાર્ડન માં સજાવેલા ટેબલ સાથે જોડેલી ખુરસી પર વાઇન ની બોટલ સાથે પુલાવ લઈને બેઠી.વાઇન પિતી જાય ને પુલાવ ખાતી જાય ને એની આંખ માંથી આંસુ ની ધાર વહેતી જાય.ખુલ્લા આકાશ માં અગણિત તારાઓ ને જોતી જાય ને ગુંટ મારતી જાય.પોતે જાણતી હતી કે એટલી બધી નશા માં હસે તો ઘર ને બંધ નહીં કરી સકે તો એને આખા ઘર નાં લોક પેલા થી કરી દીધા.ને હવે શાંતિ થી આંસુ નાં ઢગલાં ને પોતાની જાત સાથે ની વાતો.... આ સિલસિલો દિવ્ય નાં ઘર માં પહેલી વાર થયેલો કેમકે દિવ્ય ઘરે હોય ત્યારે કેતકી ખુલ્લે આમ પીતી નતી.પોતાની જાત સાથે વાત કરતા કરતા કેતકી ત્યાં જ સુઈ ગયી.સવારે વહેલી પરોઢ થયી હસે ને કેતકી માથું પકડી ને ઉભી થઇ.ધીમે ધીમે આંખો ચોળતી ચોળતી પાસા બદલવા લાગી ત્યાં ગેરાજ નો દરવાજો ખૂલ્યો ને દિવ્ય નિં ગાડી અંદર આવી.કેતકી ફટાફટ ઊઠી ને બધું વ્યવસ્થિત ગોઠવી દીધું.ત્યાં દિવ્ય લથડિયાં ખાતો એક યુવતી સાથે ગાડી માંથી ઉતરી ને દરવાજા સુધી આવ્યો.ને પોતાની ચાવી થી દરવાજો ખોલ્યો ને યુવતી સાથે પોતાના બેડ રૂમ માં ચાલ્યો ગયો.કેતકી માથું પકડી ને ત્યાંજ શેડ માં ટેબલ બાજુ મૂકેલા સોફા માં પાછી સૂઈ ગયો હજુ સવાર ના વહેલા ફોર ની ત્રીજી ગડી હતી.હજુ દિમાગ માં નશો છવાયેલો હતો પણ એના થી પણ વધારે કુતૂહલ એ જાણવા નું થયું કે દિવ્ય સાથે આવનાર યુવતી કોણ હતી?સુ નાતો છે દિવ્ય નો એ યુવતી સાથે?એટલા દિવસ થી નોકરી કરે છે પણ ક્યારેય દિવ્ય ને નશા માં લથડિયાં ખાતો નતો જોયો કે નાં ઘરે કોઈ યુવતી ને એની સાથે આવતી જોઈ...કોણ છે આ યુવતી?????જેમ નશા નું વંટોળ દિમાગ નાં બધાં ખૂણા માં ફરી ફરી ને એને ચકરાવે છે એમ જ સાથે આવનાર યુવતી વિશે વિચારી વિચારી એનું મગજ ચકરાવે ચડી ગયું.....
બબડતી બબડતી પાછી સુઈ ગયી..સવાર નાં લગભગ દિવસ ઉગી ગયેલો ને સૂરજ દાદા માથે ચડી ગયેલા ત્યાં જ કેતકી ની આંખો પર કિરણો પડતા આંખો છુપાવતી ઊઠી ને જોયું તો દિવસ આખો ઉગી ગયો....હજુ માથું ભારેખમ હતું પણ એના થી ભારેખમ દિવ્ય જો ઊઠી ગયો હસે તો એની જીમ પછી ની જ્યુસ ની બોટલ,શાવર પછી નાં કપડાં, બ્રેકફાસ્ટ!!!બધા નો વિચાર કરતા ભમતી ભમતી ઘર નો દરવાજો ખોલવા લાગી પણ અંદર થી લોક હતો.પોતાની ચાવી ગોતવા ફરી ગાર્ડન માં ગયી પણ ચાવી મળતી નથી ને દિવ્ય એને નોકરી માંથી કાઢી મૂકશે એનો ડર જેમ તેમ કરી ચાવી ગોતી કાઢી ને ઘર માં ગયી પણ હજુ ઘર નું વાતાવરણ એકદમ શાંત હતું.....
ક્રમશ: