Prem no Prasad - 4 books and stories free download online pdf in Gujarati

પ્રેમ નો પ્રસાદ.. - 4

સાંજ નાં જમવા સાથે આજે કઈક સ્પેશિયલ કરવાની ઈચ્છા છે કેતકી ને કેમકે પહેલી વખત દિવ્ય પોતાના અતિશય બિઝી ટાઈમ ટેબલ માંથી નવરો ઘરે રોકાયો છે.નોર્મલી સવારે બ્રેક ફાસ્ટ કરી ને નીકળી જાય ને સીધો સાંજે આવે ને એમાંય એને જમવાનું કોંટિનેંટલ ઇન્ડિયન ફૂડ એની ગર્લ ફ્રેન્ડ ને નાં ભાવે તો ક્યારે નાં ખાતો.કેતકી ને બઉ ઈચ્છા થતી કે દિવ્ય માટે જાત જાત ની રેસીપી બનાવે પણ ગર્લ ફ્રેન્ડ નાં ડર થી ખાતો નઈ સાંજે ઘરે હળવું જ જમતો.ક્યારેય દેસી ખાવાનું ખાતો નઈ આજે કેતકી નાં હાથે મોટો મોકો હતો દિવ્ય ને સારું ઇન્ડિયન ફૂડ ખવરાવવાનો.જો બૉસ ને પૂછશે તો બૉસ નાજ પાડશે એટલે બૉસ ને કીધા વિના એણે સાંજ નું મેનુ વિચારી લીધું.ત્યાં દિવ્ય બાથ લઈ ફ્રેશ થયી પાછો હૉલ માં આવ્યો.કેતકી એ ગાર્ડન માં બેસવાની સુવિધા કરી રાખેલી ને દિવ્ય નાં લેપટોપ મોબાઇલ ને બાકી ની વસ્તુઓ ગાર્ડન નાં રૂફ માં મૂકી આવી.દિવ્ય હળવા હાસ્ય સાથે ગાર્ડન માં બેઠો.ત્યાં ઇન્ડિયન સૂફી સૂફી સોંગ નો અવાજ કિચન માંથી આવતો હતો. એણે લેપટૉપ માંથી ધ્યાન સાઇડ માં કર્યું ને કિચન બાજુ પોતાનું ધ્યાન દોર્યું ત્યાં "કેસે બતાયે કયું તુજકો ચાહે યારા બતા નાં પાયે"!ની ધૂન કાન માં પડી.એને સારું લાગ્યું.કેતકી ની જોબ દિવ્ય ની પીએ દ્વારા ફાઇનલ થયેલી. પીએ એ પહેલા કેતકી નું ત્રણ વખત ઇન્ટરવ્યું લીધેલું એના પછી જ કેતકી માટે ફાઇનલ કરેલું.કેમકે દિવ્ય શહેર નાં સૌથી અમીર બિઝનેસમેન માંથી એક એના ઘર માં જેવા તેવા લોકો ને કેમ કરી રખાય.ને એમાંય સ્ટોરી બઉ લાંબી છે છેલ્લા ભાગ માં કહીશ. હાલ તો વર્તમાન માં જીવીએ ભૂતકાળ ની પછી વાત કરીશ.સૂરજ ધીમે ધીમે ડૂબવા લાગ્યો ત્યાં ગાર્ડન માં કેતકી એ હળવી લાઇટ્સ ચાલુ કરી ને ગાર્ડન નો ફુવારો જે ખાસ ઓકેસન માટે છે એને ચાલુ કર્યો કેમકે દિવ્ય ઘરે છે એના થી મોટો બીજો કયો પ્રસંગ!દિવ્ય ને બધું રોમાંટિક લાગવા લાગ્યું ને કેતકી ને પોતાના બૉસ થી વધારે મહત્વ નું બીજું કશું નઈ.પહેલા આવીને એણે દિવ્ય નો ફીવર ચેક કર્યો ને ફીવર લગભગ ઉતરી ગયેલો ને દિવ્ય પણ સારા મૂડ માં લાગતો હતો. એણે વાઇન ની સારી બોટલ્સ ટ્રે માં લઇ સાથે સોડા, આઈસ ને વોટર લઈ દિવ્ય ની આગળ નાં ટેબલ પર સર્વ કરી.ગ્લાસ માં એણે મસ્ત એક પેગ બનાવી દિવ્ય ને આપ્યું દિવ્ય એની સામે નવાઈ થી જોઈ રહ્યો પણ કેતકી ને ખબર કે વાઇન ને પછી જમીને દિવ્ય સુઈ જસે તો નેકસ્ટ ડે ફ્રેશ ઉઠસે.દિવ્ય એ મસ્ત ડ્રીંક કર્યું ને એના પછી એક ઓછી એક ડિશ લઈને આવી.આજે સર નાં પાડી સકે એમાં નતા!પનીર ની મીક્સ સબ્જી,છોલે,ફૂલકા રોટી સાથે મસાલા પાપડ ને બટર મિલ્ક.જીરા રાઈસ ને દાલ ફ્રાય વગર ચાલે.!આજે જેમ જેમ દિવ્ય ખાતો ગયો એમ એમ એની નસે નસ માં ટેસ્ટ પ્રસરતો ગયો.જેમ જેમ કોળિયો મૂકે એમ એમ આંખો બંધ કરીને વાહ ક્યાં લજીજ ખાના બના હૈ બોલતો જાય ને ખાતો જાય!સરસ મજા નું મ્યુઝીક ચાલુ એક બાજુ ને એક બાજુ કલરફૂલ ફુવારો ને ઠંડુ ગાર્ડન નું વાતાવરણ બસ કેતકી ની ખામોશી હતી બાકી બધું મજાનું.જમીને કેતકી દિવ્ય ને એના રૂમ સુધી મૂકવા ગયી, આઇ એમ ઓકે એવું બોલતો ગયો પણ કેતકી ચૂપચાપ રૂમ સુધી મૂકી ત્યાં દવા આપી રજાઈ ઓઢાડી લાઈટ બંધ કરી દરવાજો બંધ કરી નીકળી ગયી.નીચે જઈ ગાર્ડન માંથી વાસણો કિચન માં લઇ ગઈ ને ત્યાં ની સફાઈ કરી કિચન સાફ કર્યું પોતે જમી ને ઘર ક્લીન કરી થોડી વાર વાંચી ને સુઈ ગયી.સવારે એજ વહેલું ઉઠવાનું ઘર ક્લીન કરવાનું ને દિવ્ય ની દેખ રેખ આખી અલગ વસ્તુ હતી!આજે બઉ ખુશ હતી કેતકી કે ગણા ટાઈમ થી દિવ્ય નાં ઘરે કામ કરતી હતી પણ દિવ્ય સાથે કામ વગર વાત નતી થતી.આજે જાણે ગણો બધો સમય દિવ્ય સાથે વિતાવ્યા નો અનેરો આનંદ હતો.ખુશી માં ને ખુશી માં ક્યારે ઊંઘ આવી ગઈ એની ખબર જ ન પડી.સવારે ઉઠવાના ટાઈમ એ ઊઠી ને સીધી ફ્રેશ થયી ને જોયું કે દિવ્ય ઊઠી ને જીમ હૉલ માં ગયો કે નઈ પણ દિવ્ય હજુ ઉઠ્યો નતો. એણે દિવ્ય નાં રૂમ માં ઇન્ટર કૉલ કર્યો તો દિવ્ય એ ઉપાડ્યો હજુ કેમ નથી ઉઠ્યા નાં જવાબ માં પ્લીઝ કમ હિયર સાંભળી ફટાફટ ઉપર ગયી દિવ્ય એ રૂમ ખોલ્યો ને એને અંદર બોલાવી.સુ થયું સર??(ક્રમશ..)