Vasna ke Prem - 7 books and stories free download online pdf in Gujarati

વાસના કે પ્રેમ - ભાગ 7

અનીતા ની પ્રેગ્નન્સી ને લઈ ને મિ.ખાન એ સ્પેશિયલ ઓડર કોટઁ થી લઈ ને તેને પોતાના ધરે મોકલી આપી સાથે બે મહિલા પોલીસ ને તેની સાથે ચોવીસે કલાક તેની સાથે રહેવા તાકીદ કરી.
અનીતા પોલીસ વેન મા પાછી આવી તો લોકો અનીતા ના માતા પિતા ને ચુથિ નાખ્યા ચરીત્ર હીન તમારી દિકરી છે .સમાજ આવા લોકોને કયારેય સ્વિકારસે નહીં. આવી જલડ વાતોથી બંન્ને પરેશાન હતા
બીજી બાજુ કપીલ અનીતા ના પરિવાર ને કોઈ પણ મદદરૂપ થવા તત્પર હતો પરંતુ સામાજિક બંધારણ માં મજબૂર હતો.
હવે સીબીઆઈ ની બધીજ ફોર્માલીટી પુરી કરી કેશ અદાલત ના દરવાજે પોહચ્ચો ને ટ્રાયલ સરૂ થઈ.
અનીતા ના તરફથી વકીલ મિ.દલાલ જે ક્રિમિનલ કેશ ના માહીર હતા ને કપીલ ના રીસતેદાર હોવાથી તેઓ આ કેશ ની બરાબર થી છાધવીન કરી.
મિ.જગદીશ નો કેશ કોઈ વકીલ લેવા માટે રાજી નથતા સરકારી વકીલ મિ પ્રમોદ હતા ટ્રાયલ ની સરુ આત માજ જોરદાર રજુઆત કરતા વકીલ મિ દલાલ ની દલીલ ને કારણે હવે એવું લાગવા લાગ્યું કે કેશ અનીતા ના ફેવર માં જ આવશે.
આજે પહેલી ટ્રાયલ હોવાથી અદાલતમાં ફકત બંન્ને પક્ષકાર ની દલીલો ને પોત પોતાનો પક્ષ મુકયો ને આગળની કારવાહી ને અદાલત જલ્દી સાભળે તેવી રજુઆત મિ.દલાલ એ કરી કારણ કે અનીતા પ્રેગ્નન્ટ હોવાથી વધારે ચકર નહી મારી સકે ને મેડિકલ સટીઁફેકેટ રજુ કરી ખાસ પરમીશન લીધી ને કોટઁ એ મનજુર રાખી ને આગલી ડેટ આપી.
આજે અદાલતમાં હીયરીંગ ચાલુ થઈ સામે પક્ષના મિ પ્રમોદ એ જોરદાર રજુઆત કરી કે અનીતા ના આકાશ સાથે આડા સંબંધો નો અનીતા લાભ ઉથાવવા તેને બ્લેકમેલ કરતી હતી કે જો તેને રૂપિયા ન આપ્યાતો હુ તને બદનામ કરીશ
અનીતા ના વકીલ મિ.દલાલ જોરદાર રજુઆત કરતા જજ સાહેબ એક સીધી સાદી ધરગતુ છોકરી ની આવી હીમ્ત ન કરી શકે આ આરોપ ખોટો છે.
સામે પક્ષના વકીલ પ્રમોદ એ એ આકાશ ની લાશના ફોટો બતાવી ને અનીતા ની પુછ પરછ કરી જો અનીતા સાચા જવાબ આપજે
અનીતા :- સાહેબ હું નીડોઁષ છું
પ્રમોદ :- એતો આગળ ખબર પડશે તું એમ કહે કે તારીખ ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૦ ને રવિવારે આકાશ ના ફામહાઉસ પર થી કેમ નીકળી ? સાચું અદાલતને કહેજે ? કેમ કે તેએ ૨.૩૦ બપોરે ત્યાંથી રિક્ષા લઈ ને ધરે આવી છે તે પોલીસ એ સાબિત કયુઁ છે.
અનીતા :- ને સચ્યાઈ બતાવવા સીવાય બીજો કોઈ વિકલ્પ નહતો તેને પુરો ધટના ક્રમ અદાલતમાં કહ્યું કેવી રીતે તે આકાશ ની જાળમાં ફસાઈ ને જુથ્થા પ્રેમ જાળમાં ફસાઈ ને તેને પોતાની જાત સોપી આ ધટના ક્રમ ને સાભળતા જ
પ્રમોદ બોલી ઉઠયા જજ સાહીબા અનીતા આકાશ ને જાણતી હતી તેના પિતા ના બેગ્રાઉન ને મોભાદાર વ્યક્તિ છે જો આવા નબીરા ને ફસાવી ને તેના થી મોટી રકમ મળે તેવું આનું કાવત્રું હતું
અદાલતે આ નોધ લઈને આગળની તારીખ આપી
આજે હીયરીંગ પણ ઉગ્ર થવાની હતી જાણે બંન્ને પક્ષના વકીલો તૈયારી કરી ને આવ્યા હતા .
એ સમય માં પેપર મિડિયા નો જોર હતો જાણે રોજ છાપામાં સીરીઝ ના જેમ આકાશ ની વિસ્તારમાં ચર્ચા થતી હતી.ને છાપાની કોઈ પણ કિંમત આપવા માટે લોકો તૈયાર હતા.
આજે સ્ટાટપ અનીતા ના વકીલ એ લીધું
મિ.દલાલ પોતાની દલીલ મુકતા કહયું કે જજ સાહીબા મારી મુઅકીલ નો ગુનો સાબિત થયો નથી તે પહેલાં જાણે પેપર મીડિયા એ તેને ગુનેગાર સાબિત કરી ચુકયુ છે શું અદાલની માન મયાઁદા ને તાગ પર મુકી ને આ પેપર મિડિયા પોતાની રીતે ફેસલો કરી શકે ?
આ પ્રશ્ર્ન ના ઉત્તર મા જજ સાહેબા ફક્ત એટલુંજ બોલ્યા આપણો દેશ એક આઝાદ દેશ જે જયાં બધા ને બોલવાનો સમાન હક છે તેને ઈગનોર કરો ને કાર્યવાહી આગળ વધવો.
જી સાહેબા દલાલ બોલ્યા.
મિ.પ્રમોદ એ અદાલતમાં ફોટા ને લઈ ને બહેસ કરી કે એવાત સાબિત થઈ કે તે દિવસ અનીતા આકાશ સાથે તેના ફામહાઉસ પર હતી ને ત્યાં તેઓની ઝપાઝપી થઈ જેમાં પહેલા આકાશ ને ધક્કો માર્યો જયાં દિવાલ થી તકરાઈ ને માથા માથી ખૂન નીકળ્યુ તેનો લાભ ઉથાવતા અનીતા એ ચાકુ માયોઁ.
આઈ ઓપજેકશન મિ.દલાલ બોલ્યા તો પછી ચાકુ કયા છે ?
મિ.પ્રમોદ જજ સાહીબા ચાકુ મળ્યું છે તેના પર અનીતા ના આગળના નીસાન છે
મિ દલાલ પરંતુ ફોરેન્સિક એકસપોર્ટ ના રીપોર્ટ બરાબર વાંચો સાહેબ તેમા ચોખ્ખું લખ્યું છે આગળના નીસાન જરૂર છે પરંતુ ખુન નુ હત્યાર તેના થી મોટી સાઈઝ ને ટીકસન હતું ને આ છુરી પર એપલ નો રસ મળી આવ્યો છે .
અદાલતમાં થોડી હસાહસી થઈ.
જજ સાહેબા સાઈલેન્ટ પ્લીઝ..
આ દલીલ પછી આગળની ડેટ પર સાભળવામા આવશે કહીને જજ સાહેબા એ કલોઝ કયોઁ.

✡️ શું આ કેશમાં કોઈ નવો કલુ મળશે ?
✡️ શું ખૂન મા અનીતા નોજ હાથ છે ?

આગળ ના ભાગ માં જોઈએ.