Jeet harela ni - 1 books and stories free download online pdf in Gujarati

જીત હારેલા ની.... - 1





અરે વાહ! આ ગુલાબી ટોપ તને બહુ જ શોભી રહ્યું છે. જાણે તું સ્વર્ગ ની અપ્સરા...અહાહા!!!શું તારા વાળ,સુ તારી ચાલ,સુ તારા ગાલ ને સુ તારી જાળ.......
રેવાદે હવે બઉ ચણા નાં જાડ પર નાં ચડાવ મને...
લે ચણા નું પણ જાડ હોય છે???હા હા હા...
ક્રિષ્ના અને દર્શન વચ્ચે વાત ચિત ચાલી...
મોબાઈલ માં દર્શન નાં ફોટો જોતી ગઈ ને ક્રિષ્ના હસતી ગઈ.
ભૂતકાળ માં ખોવાયેલી ક્રિષ્ના પછી વર્તમાન માં આવી જ્યારે એનો મોબાઈલ વાગ્યો.
ક્રિષ્ના:હલ્લો..હા મમ્મી બોલ...
મમ્મી સાથે વાત કરી ક્રિષ્ના એ કૉલ કાપ્યો.
ક્રિષ્ના પોતાના નાનકડા ફ્લેટ માં બેઠી બેઠી ભૂતકાળ ને વાગોળી રહી હતી ને એની આંખો ભીની હતી.
સાંજ પડી ગયેલી ને જમવાનું પણ બનાવવું હતું.ત્યાં ડોર બેલ વાગી.
ડોર ખોલ્યો..જોયું તો સામે નાં ફ્લેટ માં રેતા હંસા માસી હતા.
હંસા માસી:બેટા અંદર આવું??
ક્રિષ્ના:હા હા માસી આવો આવો. કેમ નહિ??
ક્રિષ્ના એ દરવાજો ખોલ્યો ને હંસા માસી અંદર આવ્યા.સોફા પર બેઠા ને ફ્લેટ ને છત થી લઇ ફ્લોર સુધી ,દક્ષિણ થી ઉત્તર ને પૂર્વ થી પશ્ચિમ સુધી નીરખી લીધો.
હંસા માસી:ફ્રીઝ નું કવર નવું લાવી દીકરી?
ક્રિષ્ના:હા માસી કાલ બજાર ગયેલી તો લાવી.
હંસા માસી:કોમ હું કરે તું બેટા?એટલે હું નોકરી કરે તું?
ક્રિષ્ના:કૉલ સેન્ટર માં નોકરી કરું માસી.
હંસા માસી:તો પગાર હું અલે તન?
ક્રિષ્ના:પગાર તો માસી આલે ખર્ચા નીકળે એટલો.
માસી: તાર ઘરવાળો હું કરે?
ઘરવાળા નું નામ સાંભળી ક્રિષ્ના ની આંખ માં આંસુ આવી ગયા.
માસી: અરરરર માફ કરજે દીકરી મું જરા બધોનું ધ્યોન રાખવા વાળી ભૂલી જઈ કે તું એકલી રેસ તો કોક કારણ હસે...હેડ દીકરી જો મું તાર ઘેર રોજ આવું પણ કદી પૂછ્યું નથી એટલે આજ જરા પુસી લીધું હો...?
હંસા માસી એ ક્રિષ્ના નાં માથે હાથ ફેરવ્યો ને પાણી નો ગ્લાસ લાવી ને ક્રિષ્ના ને પીવડાવ્યું.
હંસા માસી:હેડ દીકરી આજનું તારું ખાવાનું મારા ઘેર. તું એકલો જીવડો કેટલું ખાય. માર ઘેર મું ને તારા કાકા સિયે.તું આવે તો હારું લાગે.
ક્રિષ્ના:નાં નાં માસી તમારે કષ્ટ નથી લેવું.હું બનાવી લઈશ.
હંસા માસી:હોતું હોય કોઈ એવું દીકરી. આજતો તારે મારા ઘેર જ ખાવું જ પડશે.
હંસા માસી ની જીદ્દ આગળ ક્રિષ્ના હારી ગઈ ને હંસા માસી ને ઘેર જમવાની હા પાડી.
હંસા માસી: હેડ સોડી તું આવ શોંતી થી મું જઈ ને ખાવાનું બનાવું.
એમ કરી હંસા માસી નીકળી ગયા.
ક્રિષ્ના બાલ્કની માં ગઈ ને કપડા લેવા ગઈ ને કપડા લઈને હૉલ માં લાવી ને પ્રેસ કરવા લાગી.
એટલા માં હંસા માસી દોડતાં આવ્યા ને ડોર બેલ વાગતા ક્રિષ્ના ફરી ઊઠી ને ડોર ખોલ્યો તો સામે હાંફળા ફાંફળા હંસા માસી હતા.
ક્રિષ્ના:સુ થયું માસી?કેમ આટલા ગભરાયેલા છો?
હંસા માસી:(હાંફતા)દીકરી જટ હેડ તારા કાકા બેભાન થઇ ગયા સે.
ક્રિષ્ના:હા માસી ચાલો ચાલો ચાલો..
એમ કરી તરત ક્રિષ્ના હંસા માસી જોડે દોડી.
બંને ફટાફટ ફ્લેટ માં ગયા ને ક્રિષ્ના એ જોયું કે રમેશકાકા નીચે ફર્શ પર પડેલા.
ક્રિષ્ના દોડી ને લેન્ડ લાઈન પર થી કૉલ કર્યો એમ્બ્યુલન્સ માટે.
થોડી વાર માં એમ્બ્યુલન્સ આવી ને બંને કાકા સાથે એમ્બ્યુલન્સ માં બેસી ગયા.
તરજ જ હોસ્પિટલ આવી ગયું.સ્ટ્રેચર આવ્યું ને રમેશ કાકા ને સ્ટાફ એ ભેગા મળી સ્ટ્રેચર માં લીધા ને સીધા ઇમરજન્સી વોર્ડ માં લઈ ગયા.
એડમિશન ની બધી પ્રોસેસ પતાવા માટે ક્રિષ્ના રિસેપ્શન આગળ ગઈને ફોર્માંલીટી પતાવી.હંસા માસી ઇમરજન્સી વોર્ડ આગળ બેઠા બેઠા ભગવાન નું નામ લઈ રહ્યા હતા ને ગભરાયેલા હતા.
ક્રિષ્ના:(આવીને હંસા માસી ની બાજુ માં બેઠી.ને હંસા માસી નો હાથ પકડી ને)ચિંતા ના કરો માસી.કાકા ને એકદમ સારું થઈ જશે.તમે હિંમત રાખો.
ક્રિષ્ના ની વાત સાંભળી હંસા માસી ક્રિષ્ના ને ભેટી ને રડવા લાગ્યા.
ક્રિષ્ના ની આંખ માં પણ આંસુ આવી ગયા.થોડી વાર પછી નર્સ દોડી ને બહાર આવી ને હંસા માસી ને ડૉક્ટર અંદર બોલાવે છે એમ કહી વોર્ડ માં દોડી ગઈ.
હંસા માસી:ચાલ દીકરી મારી હંગાથ.
ક્રિષ્ના:હા હા માસી ચાલો.
બંને અંદર ગયા ડોક્ટર ને મળ્યા.
ડોક્ટર:તમે?
ક્રિષ્ના: આ હંસા બેન છે.રમેશ કાકા નાં ધર્મ પત્ની.
ડોક્ટર:હંસાબેન!રમેશભાઈ નો ઇસીજી કાઢ્યો છે ને લોઈ નાં બીજા રીપોર્ટસ કરાવ્યા છે એના પરથી હાર્ટ એટેક આવેલું છે.ઇના માટે એક ઈન્જેકશન આપવું પડશે ને એના પછી હાર્ટ ની કોઈ નળીઓ બ્લોકેગ છે કે નઈ એ જાણવા એનજીઓ નામની તપાસ કરવી પડશે.
હાલ ખાલી ઈન્જેકશન આપવાનું છે.થોડું મોંગુ છે. આપીએ તો જીવ બચશે નઈ તો જેવી ઉપરવાળા ની મરજી.
હંસા માસી:અરે નાં નાં સાહેબ તમ તમારે કરો જે રિપોર્ટ કરવા હોય એ કરો ને જે સારવાર કરો પણ એમને કોઈ થવું નાં જોઈએ.એમના વગર મારું કોઈ નથી....
આટલું કહી હંસા માસી સાડી નાં છેડા આગળ મોઢું કરી ધૂસ્કે ધૂસ્કે રડવા લાગ્યા.
સાઈન કરાવીને ક્રિષ્ના હંસા માસી ને બહાર લઈ આવી.
એક કલાક પછી આઇસીયુ માં મળવાની છૂટ આપી.
હંસા માસી સીધા અંદર જવા લાગ્યા તો ગાર્ડ એ રોક્યા ને શૂઝ કેપ ને માસ્ક પેરી ને અંદર જવા કહ્યું.
કાચ નું બનેલું આઇસીયુ ને એમાં ઓક્સિજન નાં માસ્ક સાથે ઊંગેલ રમેશ ભાઈ ને જોઈ મોઢા આગળ હાથ રાખી રડવા લાગ્યા.
બેડ જોડે ગયા ને જોયું તો મશીનો ટુ ટુ ટુ અવાજ કરી રહ્યા હતા ને હાથે ઇન્જેકશન ચાલી રહેલા હતા.
હંસા બેન ભારે ને દુઃખી હૈયે થોડી વાર ઊભા રહ્યા રમેશ ભાઈ જોડે ને પછી સિક્યોરિટી વાળો ભાઈ આવ્યો ને હંસા માસી ને બહાર બેસવા કહ્યું
હંસા બેન તરત બહાર આવીને બેસી ગયા.
ક્રિષ્ના:(હંસા માસી નો હાથ પકડી ને) માસી કેવું છે કાકા ને હવે??
હંસા માસી:(આંસુ ને સાફ કરતા)હજુ ભાન માં નથી આવ્યા પણ ડૉક્ટર કીધું કે હારું થઈ જહે.
ક્રિષ્ના:હા માસી જુઓ સામે ગણપતિબાપા ને ઠાકોરજી મહારાજ ની મૂર્તિ છે.ત્યાં ચાલો.દર્શન કરો.ને ભગવાન નાં આશીર્વાદ લઈએ.
હંસા માસી:હા દીકરી ચાલ.
બંને ચાલી ને મંદિર પહોચી ગયા.હંસા બેન એ ખોળો પાથર્યો ને ભગવાન જોડે રમેશ ભાઈ નાં લાંબા આયુષ્ય ની પ્રાર્થના કરી.
પાછા બંને આવીને બોકડે બેઠા.
હંસા બેન:(ક્રિષ્ના નો હાથ પકડતા)દીકરી તારો આભાર માનું એટલો ઓછો સે.તું તારું કામ ખોટી કરી મારી હારે આયી.દીકરી હવે તું નિકલ.હું બેઠી સુ.કોઈ હશે તો આ લોકો મદદ કરસે મારી.
ક્રિષ્ના:નાં નાં માસી હું તમને એકલા મૂકી ને નાં જઈ શકું.
હંસા માસી:દીકરી તે ગણું કર્યું.ને માફ કરજે બેટા તને જમવાનું કહી હિ અહી છું...બેટા માફ કરજે...
ક્રિષ્ના:અરે માસી આવું થોડી હોય.?પાડોશી નો ધર્મ હોય છે બીજા પાડોશી ની મદદ કરવાની.
હંસા માસી:(ક્રિષ્ના નાં માથે ચુંબન કરતા)જુગ જુગ જીયો બેટા ...તારા જેવી પાડોશી હાઉને મળે.
તું બેટા નીકળ હવે મોડું થશે.
ક્રિષ્ના:હા હા માસી પણ કોઈ પણ કામ હોય તો મને કૉલ કરજો હા હું આવી જઈશ..
(ક્રમશઃ)