Humdard Tara prem thaki - 24 books and stories free download online pdf in Gujarati

હમદર્દ..... તારા પ્રેમ થકી... - 24. ખુલાશો

સ્વરાની કારકિર્દીમાં આ ઘટના સામાન્ય ન હતી ડોક્ટર જોન્સ હવે સ્વરા નો પેલી પાર્ટીમાં હાજર રહેવાનો મકસદ જાણી ગયા હતા . અને આ સાથે જ ડોક્ટર જોન્સ ને સ્વરાને દિલ્હીની સંજીવની માં ટ્રાન્સફર કરવાનો વિચાર આવ્યો. કારણ કે સ્વરાની પાસે જે કબિલિયત હતી તે હવે સંજીવની માટે યોગ્ય હતી. અને સંજીવની ને પણ આવા જ કુશળ તબીબો ની જરૂર હતી.

ડોક્ટર માત્ર રોગ સાજો કરવા માટે જ નથી પરંતુ તેનું કામ પેશન્ટને સંપૂર્ણ પણે ગંભીર બીમારી પછી પણ સામાન્ય જીવન જીવવા માટે પ્રેરક કરવાનો છે જે વાત સ્વરા એ બધા ને સમજાવી હતી . ડોક્ટર જોન્સ સંજીવની સાથે સારી રીતે જોડાયેલા હતા. તેમનું નામ જ હોસ્પિટલની નામના માટે પૂરતું હતું તેમણે આપેલો સહયોગ પણ પ્રશંસનીય હતો તેથી જ આ વખતની બોર્ડ મિટિંગમાં તેમણે ડોકટર સ્વરાનો સંજીવની માં ટ્રાન્સફર કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો આ એક વર્ષ દરમિયાન તેમણે સ્વરાની મહેનત જોઈ હતી સ્વરામાં રહેલી કાબિલ્ય સંજીવનીને વધુ ટોચ ઉપર લઈ જશે તે તો સ્પષ્ટ જ હતું આથી સ્વરા ની ફાઈલ તેમને બોર્ડ મેમ્બરો સમક્ષ રજૂ કરી

ડોક્ટર જોન્સ દ્વારા રજૂ થયેલા પ્રસ્તાવો ક્યારે પાયાવિહોણા હોતા નથી તે બીજા અન્ય ડોક્ટરો પણ જાનતા હતા કારણ કે ડોક્ટર જોન્સને ઈમ્પ્રેસ કરવા ખૂબ જ અઘરા છે તેઓ ઝડપથી કોઈની વાતમાં આવી જતા નથી અને લાંચ તો શક્ય જ નથી અને સ્વરા તો સતત એક વર્ષ સુધી તેમની અંદર કામ કરી રહી હતી આથી આવા પ્રપોઝલ નો ઇનકાર કરવાનો કોઈ મોકો જ ન હતો સામે બેઠેલા યશ પણ આ જ દિવસની રાહ જોઈ રહ્યો હતો.

આખરે સ્વરાનું સપનું પૂર્ણ થવા જઈ રહ્યું હતું . પરંતુ યશ સ્વરા કરતા પણ વધુ ખુશ હતો કારણ કે તે ફરી હવે તેની પાસે દિલ્હીમાં આવીને રહેવાની હતી છેલ્લા 15 16 વર્ષથી બંને જણા એક ગુપ્ત જીવન જીવી રહ્યા હતા દુનિયાની નજરોમાં બંને અલગ થઈ ચૂક્યા હતા અને અલગ અલગ શહેર માં રહી જીવન વ્યતીત કરતા હતા એક નામાંકિત અને પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવાને લીધે બંનેને દુનિયાની સામે જાહેરમાં મળવાની પરવાનગી ન હતી પરંતુ હવે સ્વરા સંજીવની માં દાખલ થઈ ચૂકી હતી. હતી હવે તે તેની પાસે જ રહેવાની હતી

આ ખબર સાંભળી સ્વરા ની સાથે સ્વરાનો પરિવાર અને તેના મિત્રો પણ ખૂબ જ ખુશ હતા સ્વરા હવે ઇન્ડિયા પરત ફરવાની હતી અને બધાની વચ્ચે જ રહેવાની હતી યુએસ ગયા પછી સ્વરા સાથે તેમની ફોન પર જ વાતો થતી ઘણા સમયથી મિત્રો અને પરિવાર સાથે સ્વરાની મુલાકાત થઈ ન હતી .બધા જ સ્વરા ને ખૂબ જ યાદ પણ કરતા હતા... આથી સ્વરા એ બધાને ભેગા કરવાનું વિચાર્યું અને તે માટે તેમને કોઈ બહાના ની પણ જરૂર ન હતી. કારણ કે હોળીનો ઉત્સવ નજીકમાં જ હતો

સ્વરા અને યશે યસ્વ મેન્શન માં હોળીનો તહેવાર સેલિબ્રેટ કરવા એક ગ્રાન્ટ પાર્ટી ઓર્ગેનાઈઝ કરવાનું વિચાર્યું અને જેમાં તેમણે પોતાના મિત્રો અને પરિવારને આમંત્રિત કર્યા...

પણ શું.....હોળી નો તહેવર ઉત્સાહ ભેર ઉજવાશે.....???

અર્જુન ની કેબિન...

ઘણીવાર થી કોઈ વેટિંગ એરિયામાં બેઠી ને અર્જુન ની રાહ જોઈ રહ્યું હતું. તેણે ન તો કોઈ અપોઈન્ટમેંટ લીધી હતી કે ન તો તેને બોલાવવામાં આવ્યો હતો છતાં આ શખ્સ વારંવાર અર્જુન વિશે પુછી રહ્યો હતો. વળી તે ખૂબ જ ઉતાવળ માં હોઈ તેવું લાગી રહ્યું હતું...

પ્રવેશ....

આંચકો.....

બંટી.....??શું છે આ બધું ?? ક્યાં હતો તું ?? તને મે કંઈ કામ સોપ્યું હતું, તેનો પણ કોઈ જવાબ નથી.....

બસ કર યાર મને પણ બોલવા દે....

હું તારા કામ માં જ હતો ...અને જે જાણકારી મે યશ મલિક વિશે કાઢી છે તે જો તને ખબર પડશે તો તું પણ મારી જેમ જ શોકડ થઈ જઈશ...


Share

NEW REALESED