Humdard Tara prem thaki - 35 books and stories free download online pdf in Gujarati

હમદર્દ..... તારા પ્રેમ થકી... - 35. યશ ની શાદી

ઉછળતા ઘમંડી પગ અને ગુસ્સાથી ઉભરાએલા મગજ સાથે અન્વેશા સ્વરા ના કેબિન માં જબરદસ્તી દાખલ થઈ, ગુસ્સો તો એટલો હતો કે હમણાં તે સ્વરા નું ખૂન જ કરી નાખશે પણ આ કંઈ એમ સેહલું ન હતું જેવું તે વિચારી રહી હતી. છતાં ગુસ્સા માં તેણે સીધી સ્વરા ને ધમકી આપવા માંડી, પરંતુ સામે છેડે સ્વરા સાવ નીરમુઢ બની ને ઉભી હતી , કોઈ પ્રતિકાર જ નહીં, જાણે તેને અંવેશા ના શબ્દો ની કોઈ અસર જ થતી નથી, કોઈ ફેર જ પડ્યો નથી. આ જોઈ અંવેશા વધુ ગુસ્સાથી તેના પર ત્રાટકી, પણ ફરી એજ સ્વરા નો પ્રતિભાવ....

વર્ષો પછી ફરી અંવેશા અને સ્વરા આ રીતે આમને સામને ઊભા હતા, પરંતુ આ વખતે સ્વરા હવે પેહલા જેવી ડરેલી,નિર્દોષ કે દરેક વાત માં સંમત થતી સ્વરા ન હતી. જેનું ભાન અંવેશા ને થઈ આવતા જરા પણ વાર ન લાગી, તે અહી સ્વરા ને ડરાવવા આવી હતી પણ આ શું તે તો પોતે જ સ્વરા થી ડરી રહી હોઈ તેવું તેને લાગ્યું, આત્મવિશ્વાસ સભર આંખો, સ્પષ્ટ ચેહરો, નીડર શરીર ની છબી....

આ બધું જોતા અંવેશા ને વધુ ગુસ્સો આવી રહ્યો હતો , પણ હવે શું કરવું ? કોઈ તો પ્રતિકાર મળે, એક શ્વાસે બોલી ગયા પછી સામેથી તો જાણે અપમાનની લાગણી અનુભવી રહી હોઈ તેવું તેને લાગ્યું અને તે પણ સાવ નિ: શબ્દે., આ શું હતું ?? તે ઝડપથી કેબિન માથી બહાર નીકળી ઉચૂ જોયા વગર જ ગાડી માં બેઠી અને નીકળી પડી, તે બને તેટલી ઝડપથી અહી થી દુર જવા માંગતી હતી. સ્વરા ના આત્મ વિશ્વાસ એ તેને હચમચાવી મૂકી હતી.

તે ત્યાંથી નીકળી ઉછળતા ધોધના જેમ અર્જુન ની કેબિન માં દાખલ થઈ, તેના ગુસ્સા માં હવે સભ્યતા રહી ન હતી, આજુબાજુ નું ભાન ભૂલી તે વસ્તુઓ ઉછાળવા લાગી, તેનો શ્વાસ હાંફી રહ્યો હતો, આંખો માં ખૂન ઉતરી આવ્યું હતું. અર્જુન વાત ની ગંભીરતા જાણતો હતો તેણે તરત જ મિટિંગ ત્યાં જ સ્થગિત કરી બધા ને જવા કહ્યું, ત્યાં થી ઉભા થતા દરેક જણ અંવેશા ને સ્તબ્ધ નજરે જોતાં હતાં , પણ આ બધા થી અજાણ અંવેશા સીધો બિયર લઈને પીવાનું ચાલુ કર્યું, અર્જુને તેને અટકાવવા બિયર હાથ માંથી લઈ વાત જાણવાનો પ્રયત્ન કર્યો, પણ આ શું ....?? કોણ સાંભળે...અર્જુન હવે સમજી ગયો હતો વાત ની ગંભીરતા ...

તેણે તરત જ અંવેશા ને પોતાની છાતી એ લગાડી દીધી અને તેના માથે પોતાનો હુંફાળો હાથ ફેરવવા લાગ્યો, અંવેશા માં ઘણા દોષ હતા, માતા અને ભાઈ ના પ્રેમ મા જોકે પ્રેમ કરતા પણ વધુ દોલત ની માયાજાળમાં તે એવી અટવાઈ હતી કે સત્ય ને અસત્ય નું ભાન જ ભૂલી ગઈ હતી અને અર્જુન પણ કઈક અંશે તેના જેવો જ હતો. હોટેલ ના બીઝનેસ સાથે તેના ઘણા બાર અને કસીનો પણ હતા જેમાં ગેર કાયદેસર કર્યો પણ થતાં. આથી તેને અંવેશા ની ચાલાકી વધુ ખતરનાક ન લાગતી. પરંતુ આ લાલચ માં એક પ્રતિશોધ ની જ્વાળા હવે પ્રગટી હતી. જેને શાંત કરવી એટલી સરળ ન હતી.

તેણે તરત જ પોતાની ચાલ આગળ વધારવાનું નક્કી કર્યું, તે બને તેટલી ઝડપથી યશ ની શાદી નીતા કપૂર સાથે કરાવવા માંગતો હતો, જેથી સ્વરા ના મલિક મેન્શન માં દાખલ થવા ના બધા રસ્તાઓ બંધ થઈ જાય. બધું સરળ હતું સિવાય કે યશ, નીતા , દાદી અને પરિવાર ના સભ્યો સહિત બધા તૈયાર જ હતા. આથી તેણે પોતાનો પ્લેન ફરી ચાલુ કર્યો, આ માટે તેણે અનવેશા ને દાદી સાથે વાત કરવા કહ્યું, કારણ કે દાદી એક એવું બ્રહ્માસ્ત્ર હતા જ્યાં યશ નું કઈ ચાલતું ન હતું.

અન્વેશા અને અર્જુન ફરી મલિક મેન્શન માં આવ્યા, દાદી ને મળવા જોકે દાદી ની બેચેની પણ કઈક આવી જ હતી. તેમની તકલીફ પણ આજ હતી , ફરી સ્વરા નું તેમની જિંદગી માં દાખલ થવું, એટલે યશ થી જુદાઈ ......

પણ ખરેખર શું યશ આજે હતો તેમની સાથે?? શું તેમની દરેક વાત માન્ય રાખવી કે પછી તેમની જ મરજી ચલાવી લેવી,તેમનું સન્માન કરવું , કોઈ દલીલ કરવી નહિ એ માટે જ તેમણે યશ અને સ્વરા ને જુદા કર્યાં, યસ્વ ને તેની માં થી દુર કર્યો...?? કે પછી યશ ને આ રીતે પોતાના થી દુર ન જવા દેવો તે ને જ પ્રેમ કેહવાય ?? કે પછી સ્વાર્થ...?? જ્યાં પોતાના ખાતર તેની જિંદગી આ રીતે એકલતા તરફ ધકેલવી....??