Lagnio ni laher - 1 books and stories free download online pdf in Gujarati

લાગણીઓ ની લહેર... - 1

અરે યાર! આ શું નવું નાટક છે લીલા???જો આ કોણ આવ્યું છે રોજ ધમ પછાડા કરે છે ઉપર?શોભા ના કકળાટ ની સામે હળવા હાસ્ય સાથે લીલા એ બારી બારણાં બંધ કર્યા ને રસોડા માં ચાલી ગઈ.અચ્છા!હવે મેડમ ને મારી વાતો નો જવાબ આપવાનો પણ સમય નથી એમ??
લીલા:(વાસણ ને ઘોડા પર ગોઠવતા ને રસોડા માંથી હૉલ તરફ માથું ઊંચું કરી બોલતા)અરે મેડમ એ પાડોશીઓ તો આવતા જતા રહે છે.તમે તો આખો આખો દાડો જતા રહો છો.ને અમુક વખતે તો દિવસો ના દિવસો ઘરે નથી આવતા.ત્યારે આવા પાડોશીઓ નો સહારો હોય છે મને!
શોભા:(રસોડા માં ફ્રીઝ માંથી પાણી ની બોટલ લેતા)ઓહો!મહારાણી ને હવે કંપની જોઈએ છે?તો લગન કરી લેને કોઈ તારી ઉંમર ના હોટ એન્ડ સેક્સી યંગ જોડે..
એમ કહી લીલા ને ચૂંટલો ખેંચ્યો.
લીલા:(શરમાતા)જાઓને મેડમ તમે પણ હું! આ કોઈ ઉંમર સે મેરી અવ!હેડો અવ જમીલો. ફેર કાલ જતા રેહો તે શિખબર ચેટલા દાડે આવશો?
શોભા:એક મિનિટ!લીલા તને કેવી રીતે ખબર પડી કે કાલ હું બહાર જવાની છું??મે તો હજુ સુધી તને કશું નથી કીધું??તું કોઈ જાસૂસ તો નથી ને???
લીલા જોર જોર થી હસવા લાગી.ને હું તમેય મેડમ. આ કાલ તો તમ કહેતા કે તમ જવાના.એટલે જુઓ કાલ ની નાસ્તા બનાવી રહી.
શોભા:(લીલા ને ભેટતા)તું ના હોત તો હું કેટલી એકલી હોત!
લીલા:( મોની ના આંસુ સાફ કરતા )અવ તેવા દેજો ભાઈ શાબ.રોજ રોજ હું કોમ રોવો હો? આ આખા શેર મો તમાર જેટલું રૂપાળું , કમાતું ને પૈસા વાળું કોઈ નહિ.તોય રોતા રો હો.ખુશ રો. હેડો તમાર પસંદ ના મેથી ના થેપલા બનાયા સ્...ખાઈ લો.
ને બન્ને સાથે જમવા બેઠા.લીલા ના હાથ નું ખાવાનું એટલે મોની માટે સ્વર્ગ! ખાતી જાય ને લીલા ના વખાણ કરતી જાય.ને લીલા શરમાતી જાય.લીલા રસોડું સાફ કરવા લાગી વાસણ ને બધું પતાવા લાગી ને મોની હૉલ માં બેસી ને પોતાના લેપટોપ ઉપર કામ કરવા લાગી.લીલા ઘર ના કામ માં એક્કો. એનું કામ ફૂલ સ્પીડ માં હેડતું.એટલે શોભા સાથે એની બઉ જામતી.
હજુ તો મોની લેપ ટોપ માં કામ શુરૂ કરતી હતી ત્યાં પાછા પાડોશીઓ ના ધૂમ ધડાકા ચાલુ થઈ ગયા.મોની કઈક પછાડી ને પાડોશીઓ નો ઉધડો લે એના પહેલા લીલા દોડી ને પાડોશીઓ ના ઘરે પહોંચી ને અવાજ બંધ થઈ ગયો.
શોભા ના ગુસ્સા નો પારો ઉપર થી નીચે ઉતરી ગયો વાતાવરણ ની સાથે સાથે.લીલા પોતાની પથારી સાફ કરી શુભ રાત્રિ બોલી પોતાના રૂમ માં જઈ સૂઈ ગઈ.થોડી મોડી રાત થઈ હશે ત્યાં શોભા એ પોતાનું લેપ ટોપ સાઇડ માં મૂક્યું ને ગેલેરી માં બહાર ની હવા ખાવા નીકળી.જોયું તો સામે ના ઘર આગળ ગણી ગાડીઓ પડી હતી.કદાચ પહેલી વાર મોની એ પાડોશીઓ ને સીસીટીવી સિવાય રૂબરૂ માં જોયા.ગાડીઓ ની લાંબી લાઈન જોઈ મોની ને લાગ્યું કે સામે વાળા લોકો સુપર રિચ છે એટલે બઉ ધમાલ કરે છે. એ વિચારી શોભા ને પાડોશીઓ પર વધારે ગુસ્સો આવ્યો.ધીમે ધીમે જેમ જેમ રાત આગળ વધતી ગઈ ને એક પરમ શાંતિ કાળી રાત માં ફેલાઈ ગઈ એમ એમ ગાડીઓ પણ એક પછી એક વિદાય લેવા લાગી. આખીર માં બે કાર બચી.શોભા ને વધારે રસ પડ્યો એ લોકો ને જોવા નો.
લાસ્ટ માં એક સુંદર યુવતી બહાર નીકળી લગભગ વધારે પી ગઈ હોય એમ ડોલી રહી હતી.એનો ડ્રાઇવર આવ્યો ને પાછળ થી એક યુવાન આવ્યો યુવાન એ યુવતી ને લિપ કિસ કરી.ને શોભા આગ ભભુકી થઈ ગઈ કે આ આખી સોસાયટી પરિવાર વાળા લોકો ની છે ને એમાં આવા નાટક?શોભા ને નીચે જઈને પેલા યુવાન ના ગાલ પર એક થપ્પડ મારવી હતી પણ એ વસ્તુ શક્ય નહતી.શોભા તોય ઉભી ઉભી બધા દ્ર્શ્યો જોતી રહી.પેલી યુવતી ને કાર માં બેસાડી ને રવાના કર્યા બાદ યુવાને પોતાના સૂટ ના ખીસા નથી સિગાર કાઢી ને સળગાવી ને સિગાર ના કશ હવા માં ફૂંકવા લાગ્યો ને એમ કરતાં એની નજર અચાનક જોઈ રહેલી શોભા ઉપર પડી.ગુસ્સા માં જોઈ રહેલી શોભા સામે સિગાર ના કશ ફૂંકતો યુવાન એની સામે જોઈ રહ્યો.ને ધુમાડા ઉડાડતો રહ્યો.યુવક ની આ હરકત શોભા ને અસભ્ય લાગી.
એ ગુસ્સા માં અંદર ચાલી ગઈ ને દરવાજો બંધ કરી દિધો.યુવાન થોડી વાર સિગાર ના કશ લેતો રહ્યો ને અંદર ચાલ્યો ગયો.શોભાએ જોયું તો લીલા ભેર ઊંઘ માં હતી.એટલે શોભા પણ બધું કામ બંધ કરી પોતાના રૂમ માં ચાલી ગઈ.ને સુઈ ગઈ.લગભગ અડધી રાત થઈ હશે ત્યાં શોભા નો મોબાઈલ વાગ્યો.આટલી મોડી રાતે કોણ હશે એમ વિચારી શોભા ભડકી ને ઊઠી.ફોન ઉપાડ્યો.પણ કોઈ બોલ્યું નઈ.શોભા ફોન લઈ બહાર આવી.લીલા પણ ધડીમ કરતી બહાર આવી.જોયું તો શોભા મોબાઈલ લઈને આમ તેમ ફરી રહી હતી.
લીલા:હું થયું બુન?કોઈ મોટી બાબત સે?
શોભા:જો ને લીલા કોઈ કૉલ કરે છે પણ બોલતું નથી.મને કઈક ઠીક નથી લાગતું.આવી રીતે મારા મોબાઈલ માં કૉલ નથી આવતા કદી.આજે કૉલ આવ્યો તો લીલા કોઈ મોટી સમસ્યા દેખાઈ રહી છે.લીલા હું તને એકલી મૂકી ને હવે નઈ જાઉં.
લીલા:બુન મારી ચિંતા નથી પણ તારી ચિંતા સે.તું એકલી જાય એનું હવે મોટું જોખમ.તું દીકરી જેવી છે.ને તારુ કામ જોખમ વાળું છે.
શોભા:લીલા તું મારી સાથે ચાલ.તું મારી સાથે ચાલીશ તો જ મને શાંતિ થશે.મને ઘર ની ચિંતા રેશે.
લીલા:ના બુન મુ તો નઈ આવી શકું.પણ તમે હાચવજો.ને મને દરેક વખતે વાત કરતા રેજો.
બંન્ને જણ એકબીજા ને ભેટી ને પોત પોતાના રૂમ માં પાછા ગયા.ને સુઈ ગયા.સવાર પડી ને શોભા વહેલી ઊઠી ને બાલ્કની માં આવી ને ઠંડી હવા માં ઉભી રહી તો જોયું કે પેલો પણ નહતો ને ગાડી પણ નહતી. આટલો મોડો યુવાન ક્યાં ગયો હશે.એમ વિચારતી હતી ત્યાં પાછી કાર આવી ને ત્યાં ઉભી રહી ને પેલો યુવાન પણ ગાડી માંથી બહાર નીકળ્યો.ને ગાડી ને લોક કરી ચાવી ફેરવતો ઘર માં જતો હતી ત્યાં ફરી ને પાછળ ઉપર જોયું તો શોભા ત્યાજ ઉભી હતી.યુવાને ચાવી ઊંચી ઉછાળી ને શોભા ને ગુસ્સો આવ્યો.ને યુવાન ઘર માં ચાલ્યો ગયો.ને શોભા પણ તૈયાર થવા ચાલી ગઈ.તૈયાર થઈને આવી ને.પૂજા કરી ને નાસ્તો કરવા આવી.નાસ્તો કર્યો ને સામાન લીલા એ ગાડી માં મૂક્યો.
લીલા ને ભેટી ને શોભા ભીની આંખે ગાડી માં બેસવા ગઈ ત્યાં સામેથી બાલ્કની માંથી સીસોટી નો અવાજ આવ્યો.જોયું તો પેલો યુવાન હતો.શોભા ગુસ્સા માં નાક ચડાવી ગાડી માં બેસી નીકળી ગઈ.લીલા દૂર સુધી ટાટા કરતી રહી.ને ગાડી અદ્ર્શ્ય થઈ ગઈ.લીલા ઘર માં આવી ને ઘર નું કામ કરવા લાગી.ત્યાં ઘર ના દરવાજે બેલ વાગી.લીલા એ દરવાજો ખોલ્યો તો સામે પેલો યુવાન હતો.હવે યુવાન અંદર આવ્યો.....
(ક્રમશઃ)