Stree Hruday - 12 books and stories free download online pdf in Gujarati

સ્ત્રી હદય - 12. દુશ્મનનો પલટવાર

રો ઓફીસ ઇન્ડિયા.... મોર્નિંગ ટાઇમ

આજે દેશ ની દરેક ન્યુઝ ચેનલ પાસે અત્યાર ની એક જ બ્રેકિંગ ન્યૂઝ હતી. રાત્રિ દરમિયાન દુશ્મનો દ્વારા બોર્ડર ઉપર થયેલી ફાયરિંગ નો આપણા જવાનો દ્વારા મુહ્ તોડ જવાબ આપવામાં આવ્યો હતો., દુશ્મનના પાંચ આતંકી મોત ને ઘાટ ઉતરી ગયા અને અન્ય જખમી હાલતમાં છે જ્યારે આપણા સૈનિકો દ્વારા તેમની બે ચોકીઓ ને પણ બ્લાસ્ટ કરી થાર ઉતારી દીધી છે. દેશ ના જવાનો દ્વારા બોર્ડર ઉપર બતાવેલી આ બહાદુરી ઘણી પ્રશંશનીય હતી.

સમગ્ર દેશ માં આ ગૌરવ અને પ્રસંતા નો માહોલ હતો પરંતુ રો ઓફિસ માં સન્નાટો હતો કારણ કે આ ઘટના માં રાજનીતિ રમાઈ રહી હતી . સકીના દ્વારા અપાયેલી જાણકારી સાચી હતી પરંતુ આટલો નબળો વાર દુશ્મનો દ્વારા કે પછી આ માત્ર એક ટેઈલર હતું હજી ઘણું થવાનું બાકી હતું ?

દેશના જવાનો અને કેપ્ટન પણ જાણતા હતા કે દુશ્મને ખુદખુશી કરવા જ આ હ્નલો કરેલો હતો. આટલી સરળ હાર શું સાબિતી માટે હતી ?? ન પૂરતા હથિયાર કે ન પૂરતી કોઈ વ્યૂરચનાઓ માત્ર બસ એક ધમાકો અને પછી હાર નો સરળ સ્વીકાર.,શું રાજનીતિ કે ચાલ હોઈ શકે આ ??

આ બાજુ દુશ્મનની , છાવણી માં પણ ખલબલી હતી. ઈરાદાઓ અને મંઝિલ નિશ્ચિત હતી. દુશ્મનની ઊંઘ હરામ કરવાની પણ આ શું થયું ? કેમ અચાનક બોર્ડર પાસે છુપાડેલા હથિયાર કામ કરતા ન હતાં . ક્યાં શું છે તેઓ માત્ર અમુક જ સૈનિકો જાણતા હતા પણ છતાં આ મિશન સફળ કેમ ન થયું તે કોઈને સમજાતું ન હતું. પાંચ જવાન ની મોત નો આંકડો તો માત્ર નોંધણી માટે હતો. આ સાથે કેટલાએ જવાનો જખમી હાલત માં હતા. પ્રજા અને અન્ય નેતાઓ માં રોષ હતો. કોઈપણ પૂર્વ તૈયારી સિવાય આ રીત ની જોખમી ભરેલી મૂર્ખામી દેખાડવી યોગ્ય ન હતી.

હવે બન્ને બાજુ ના જવાનો બોર્ડર ઉપર એલર્ટ હતા. આ હમલા થી અફઘાની સેના પણ કમાંડ માં આવી ચૂકી હતી . તેમણે પણ બોર્ડર ઉપર તૈયારી ગોઠવી રાખી હતી પરંતુ પાકિસ્તાન સરકાર ઉપર વર્લ્ડ ઓર્જનાઈજેસન ના ઘણા કંટ્રોલ આવી ચૂક્યા હતા. આ રીતની હરકતો યોગ્ય ન હતી. ત્યાં ની સરકાર ને સાવચેતી ભરેલા નિર્ણય લેવા માટે ચેતવણી પણ આપવામાં આવી હતી. આથી બધા વિકટ પરિસ્થિતિમાં મુકાઈ ચૂક્યા હતા.

આ બાજુ અબુ સાહેબ ને સવાર થી આ હમલા ને લઇ ને ઘણા ફોન આવી રહ્યા હતા. સવાર ના ચા નાસ્તા થી લઇ ને બપોર સુધી તેઓ ઘરમાંથી બહાર નીકળ્યા ન હતા. આ જોઈ સકીના પણ ઘર ના માહોલ ને ગંભીરતાથી નિહાળી રહી હતી. કારણ કે અબુ સાહેબ ને એમ તો અત્યારની આ બધી પરિસ્થિતિ થી કોઈ વધુ ફેર પડ્યો ન હતો. આમ તો તે દેશ ના રાજનૈતિક સભ્ય હતા , દેશ માટે એક જાબાજ સૈનિક હતા પણ અત્યારે તેઓ સાવ આ બધા થી વિમુખ થઈ ગયા હતા પરંતુ જ્યારે પણ કોઈ ફોન આવતો તે શોક વ્યક્ત કરવાની અને દુઃખ ની લાગણી ની જીકર કરતા આથી આ બધું તેમના દેખીતા વર્તન અને વાતો વચ્ચે ઘણું વિસ્મય વાળું હતું.

વળી આજ સવાર થી બેગમ સાહેબા ની તબિયત પણ થોડી ચિંતા વાળી હતી આથી અબુ સાહેબ ક્યાંય જવાના મૂડ માં પણ ન હતા. કાલ સુધી રેશમ બેગમ સલામત સ્થિર હતા. બધું વ્યવસ્થિત હતું અને અચાનક તેમના ધબકારા કેમ વધવા લાગ્યા તે સકીના સમજી શકી નહીં. આવતા ફોન ને વળતો એક જ જવાબ મળતો " અમી ની તબિયત નાસાજ છે , એટલે હું આજે અમી સાથે જ છું ." અને આ સાંભળી સામે રહેલી વ્યક્તિ કઈ બોલતી નહિ.


સકીના ને પણ આ બધું શું થઈ રહ્યું છે તે સમજાયું નહિ. તેણે સાંભળેલી ઇબ્રાહિમ અને અબુ સાહેબ ની વાત માં પેશાવર અને કંદહાર બોર્ડર નો ઝિકર હતો. પરંતુ હજી તે વાત અધૂરી હતી અને આ હમલો તો જમ્મુ કાશ્મીર બોર્ડર ઉપર થયેલો હતો. થોડા દિવસ પેહલા ની જોન બર્ગ સાથે ની ખુફિયા મીટીંગ, હથિયારો ની આપ લે અને આ રીત નો આટલો નબળો દેખાવ ?? આ બધી મથામણ માં તેને એક વાત હજી યાદ આવી અમી ની તબિયત ....


"ઓહ નો.... એ ખુદા !! આ શું થાય છે?

શું આ બેગમ સાહેબા તબિયત બગડવાનું કારણ પણ અબુ સાહેબ સાથે મતલબી હોઈ શકે ?? ના..... ના... અબુ સાહેબ તો પોતાની અમી ની ઘણી ચિંતા કરે છે ,અને આવું તે શું કામ કરે ? તો શું કોઈ બીજું છે ઘરમાં જે અબુ સાહેબ ને વધુ પરેશાન કરવા બેગમ સાહેબા નો ઇસ્તમાલ કરે છે ? "