N Kahevayeli vaato - 2 in Gujarati Fiction Stories by Jyoti Gohil books and stories PDF | ન કહેવાયેલી વાતો - 2

ન કહેવાયેલી વાતો - 2

મિશા.... મિશા....નામ ની નીચેથી આવતી બૂમો સાંભળ્યાં પછી મને ખ્યાલ આવ્યો કે આ મારું જ નામ બોલાય રહ્યું છે...પણ શું કરું આ નામ ની આદત 2 વર્ષ થઈ ગયાં તો પણ હજુ સુધી મને નથી પડી....!!

બાલ્કની માં આવી ને જોયું તો ધ્વનિ અને આકાશ નીચે હતાં , અને વરસાદ પણ હવે થાકી ને વિરામ લઈ ચૂક્યો હતો....

હું : " શું થયું.....?"

ધ્વનિ : " અરે , કંઈ નથી થયું... ચાલ ફટાફટ નીચે આવ , ડુમ્મસ જઈએ મસ્ત ટામેટાં નાં ભજીયાં ખાવા..."

હું : " અત્યારે , ટાઈમ તો જો....!"

આકાશ : " સમય જોયેલો જ છે , તું નીચે આવે છે કે અમે આવીએ ત્યાં...??"

હું : " આવું છું."

બપોર ના 1.30 વાગ્યાં છે પણ આ વરસાદી માહોલ ના લીધે ડુમ્મસ ના ભજીયાં તો મળી જ રહેશે...!! ( ક્યારેક સુરત આવવાનું થાય તો ડુમ્મસ જરૂર થી જજો... ટામેટાં ભજીયા ની સાથે બેસ્ટ સેલ્ફી પોઇન્ટ છે અને સાથે સાથે ઈન્ડિયા ના ટોપ માં આવનાર હોરર પોઇન્ટ માં પણ સમાવિષ્ટ છે....અહીં ની ખાસિયત એ છે કે અહીંયા ની દરિયાકિનારા ની રેતી કાળા રંગ ની છે...... પ્રકૃતિ પ્રેમીઓને તો આ જગ્યાં તો ચોક્કસ ગમશે જ...પણ આ હોરર પોઈન્ટ કેમ ગણાય એ તો સુરત માં રેહવા છતાં મને નથી ખબર..)

અમે તો પેટ પુજા કરી આવ્યાં ...પણ દરિયાકિનારે બેસવા ન જવાનો અફસોસ રહી ગયો મને કારણ કે વરસાદ ના લીધે કાદવ તો ઘણો હતો એટલે...!

હવે અમે પાછાં જઈ રહ્યાં હતાં...આકાશ ડ્રાઈવ કરી રહ્યો હતો ને હું અને ધ્વનિ પાછળ ની સીટ પર બેઠા બેઠા ફોન માં ફોટોઝ જોઈ રહ્યાં હતાં...

આકાશ : " મિશા એક વાત પૂછું...?"

હું : " હા , પૂછ.."

આકાશ : " તારું નામ મિશા જ છે ને...!!"

હું : " કેમ તને નથી લાગતું...?"

ધ્વનિ : " મિશા આજે સ્ટુડિયો માં વાત થતી હતી કે તારું નામ ફ્કત રેડિયો પ્રોફેશન માટે જ મિશા છે....એટલે..."

આકાશ : " હા , આપડે તો બેસ્ટ ફ્રેન્ડ છીએ તો પણ તે અમને બંને ને ક્યારેય તારા વિશે નથી કહ્યું...૨ વર્ષ થયાં હવે તો...!!!"

ધ્વનિ : " હા મિશા આ વખતે તો આકાશ ની વાત સાથે હું સહેમત છું .... કંઇક તો બોલ ...??"

હું : " અરે બસ બસ....હા એ વાત સાચી છે હું માત્ર સુરત માટે RJ મિશા છું. મારું નામ આરુષિ છે...અને એ કેમ છે એ બધું હું સમય આવ્યે જણાવી દઈશ એટલે અત્યારે કંઈ પૂછવું નહિ..."

આકાશ : " હા હા અત્યારે નહિ પૂછીએ.... કમસે કમ તારું નામ તો ખબર પડી.. આમ પણ તું ઉખાણાં જેવી જ છો...!"

હું : " ધન્યવાદ આટલી તારીફ માટે હવે ડ્રાઈવિંગ પર ધ્યાન આપો..."

ધ્વનિ : " મિશા , કાલે તારા મોર્નિંગ શો પછી શુભમ સરે મિટિંગ બોલાવી છે ..."

હું : " કેમ ??"

આકાશ : " કેમ એટલે આપડા બોસ છે એને ગમે ત્યારે મિટિંગ બોલાવે..."

ધ્વનિ : " એ આકાશ ચૂપ રે....મિશા મિટિંગ એટલે છે કે આપણાં આરજે ને શુભમ સર આર.જે . ઇવેન્ટ માટે 2 દિવસ સેલિબ્રેશન માં મોકલી રહ્યાં છે તે માટે"

હું : " અરે વાહ.... આ વર્ષે ક્યાં સિટીમાં છે...??"

ધ્વનિ : " એ જ કાલે મિટિંગ પછી ખબર પડશે...99% તો અમદાવાદ જ હશે..!"

હું : " કાલે જોઈએ હવે.. "

તેઓ મને ઘરે ડ્રોપ કરી ને ગયાં...... અત્યારે મને ડાયરી એટલે કે મારી ખુશી સાથે જ વાત કરવાનું યોગ્ય લાગ્યું...મે લખવાનું શરૂ કર્યું..

ખુશી , આજે જ્યારે ધ્વનિ એ અમદાવાદ નું નામ લીધું ત્યારથી જ મન માં અશાંતિ ફરી વળી છે....તને તો ખબર જ છે ને કે આ શહેર માં હવે પાછું જવું શક્ય નથી...! બસ, હવે એક જ પ્રાર્થના કે મારે ત્યાં ફરીથી જવાનું ન થાય....
તું તો બધું જ જાણે છે ને...! હવે જે થશે તે જોઈશું....



ક્રમશ :

★★★★★★★★★★★★★★★★★★★★★★

જાણીશું મારાં એટલે કે મિશા - આરુષિ વિશે!

• એક વાત વધુ કે આ સ્ટોરી કોઈ Rj અંતરા અને સાગર ની નથી....😂😂
અહી મે Rj નો ઉલ્લેખ એટલાં માટે કર્યો છે કારણ કે મને Rj professio બહુ ગમે છે....





Rate & Review

bhavna

bhavna 6 months ago

Jyoti Gohil

Jyoti Gohil Matrubharti Verified 7 months ago

GIRISH AHIR

GIRISH AHIR 7 months ago