N Kahevayeli vaato - 5 in Gujarati Fiction Stories by Jyoti Gohil books and stories PDF | ન કહેવાયેલી વાતો - 5

ન કહેવાયેલી વાતો - 5

( ગતાંકથી શરૂ....)


સવારે ઉઠીને જોયું તો આકાશના 10 મિસ્સ કોલ હતાં... બિચારા નો વાંક જ નોહતો મારું જ મગજ ખરાબ હતું કાલે..એમ વિચારીને મિશા એ આકાશ ને કોલ કર્યો. થોડી વાત કરી તૈયાર થઈ સ્ટુડિયો જવાં માટે...

મિશા દાદરમાંથી નીચે ઊતરતી હતી ત્યાં જ તેને જોયું કે તેનો સામેનો ફ્લેટ જે ખાલી હતો ત્યાં કોઈ નો સામાન શિફ્ટ થતું હતું .....ચાલો સારું થયું કોઈ પાડોશી મળશે એમ વિચારી મિશા સ્ટુડિયો જવાં નીકળી...

સ્ટુડિયો..

ધ્વનિ : " ગુડ મો્નિંગ મિશા..."

મિશા : " ગુડ મર્નિંગ.."

આકાશ : " મિશા ,....."

મિશા : " પ્લીઝ , હા હવે સોરી ના કહેતો..."

આકાશ : " બસ આ વખતે સોરી રાખી લે આગળ થી ભૂલ થઈ તો તારું સેન્ડલ
અને મારું માથું..."

મિશા : " ચોક્કસ "

આકાશ : " મિશા , શો ની લિંક આવી ગઈ છે જલ્દી..!"

મિશા : " હા , હા..."

મિશા એ શો શરુ કર્યો...

" ગુડ મો્નિંગ સુરત...હેલ્લો એન્ડ વેલ્કમ્મ ઈન મોર્નિંગ નં.1 . સાત દિવસ પછી મારાં વ્હાલાં સુરતીઓ નું સ્વાગત છે મિશા ના શોમાં....!
હું તો મારાં હોલીડે ગ્રેટ બનાવી આવી હવે ચાન્સ છે તમારી સવાર ને બ્યુટીફુલ બનવાનો તો મોકલી આપો સોંગ તમારી ફરમાઈશ ના ઓનલી ઓન રેડ એફએમ."

" ધીમે ધીમે જો આ શું થઈ રહ્યું..
મનમાં ચાલે શું સમજું નાં કશું...."

સોંગ ભલે કોઈ બીજા ની ચોઈસ નું હતું પણ મારી પરિસ્થિતિ માટે બરોબર જ હતું..હજું પણ આદિત્ય માં જ મગજ અટવાયું હતું...

આખરે મે શો પૂરો કર્યો મારું માથું સખત દુખતું હતું. ઘરે આવી ને તરત જ હું સૂઈ ગઈ જમવાની પણ તસદી ના લીધી.. ચાર વાગ્યે છેક હું ઉઠી..તરત જ ફોન રણક્યો...મે જોયું તો પપ્પા નો ફોન હતો...

મિશા : " કેમ છો , પપ્પા....??"

પપ્પા : " ઠીક છું , આશી...તને કેમ છે..??"

મિશા : " સારું છે..."

પપ્પા : " તારી મમ્મી તારી ચિંતા કરે છે ક્યારની લે વાત કર..."

મમ્મી : " મિશા , તું ઠીક તો છે ને દિકરા.."

મિશા : " હા મમ્મી , તો ખોટી ચિંતા ન કર."

મમ્મી : " ખોટી ચિંતા નથી આશી , તું અહી આવી જાણે રેહવા..લોકો જે કહે એ અમે થોડાં તને કંઈ કહિ એ છીએ...??"

મિશા : " મમ્મી તમે નથી કહેતાં પણ જે બાકી લોકો તમને સંભળાવે છે ને એ મને
નથી ગમતું...એટલે હું અહીં જ રહીશ..અને તને શું થયું છે આજે હું તો છેલ્લાં બે વર્ષથી અહીં રહુ છું..??"

મમ્મી : " આશી , આદિત્ય નું ટ્રાન્સફર ત્યાં થયું છે અને તે ફેમિલી સાથે સુરત આવે છે...!"

આંચકો તો મિશાને પણ લાગ્યો....

મિશા : " હા , તો ભલે ને આવે મમ્મી સુરત કંઈ નાનું થોડું છે..! અને હજી હું ઉઠી છું , ચા પીવી છે હવે..પછી કોલ કરું.."

પપ્પા : " ધ્યાન રાખજે અને જરૂર પડે તો અહી આવતી રેહજે...!"

મિશા : " હા, પપ્પા.."

મમ્મી : " સારું , જય શ્રી કૃષ્ણ.."

મિશા : " જય શ્રી કૃષ્ણ.."


આદિત્ય નામ નું વાવાઝોડું બે વર્ષ પછી પાછું આવ્યું જ લાઈફ માં એમ વિચારતાં વિચારતાં મિશા પોતાનાં ચા નો કપ લઈને તેની ફેવરિટ બાલ્કનીના ઝૂલા પર બેઠી.....આજે ફરી એકવાર ભૂતકાળનાં એ દ્ર્શ્યો મગજ પર ભારી થઈ રહ્યાં હતાં... આ વિચારી ખંખેરવા મિશા એ ચા પીવાનું જ મુનાસિફ સમજ્યું.... ત્યાં જ ડોર બેલ વાગી..

મિશા : " કોઈ શાંતિથી ચા પણ પીવા દેતું નથી...કોણ છે..??

મિશા એ દરવાજો ખોલ્યો .....

કોઈ શાંતિ થી હવે ચા પણ નથી પીવા દેતું....

મિશા એ દરવાજો ખોલ્યો હજું દરવાજો ખૂલે તે પેહલા જ બહાર આવેલી વ્યક્તિ બોલવા લાગી...

" અમે અહીં સામે રેહવાં આવ્યાં છીએ...થોડું પીવાનું પાણી મળશે...??

આટલું તો એ બોલી ગઈ પરંતુ મિશા નો ચેહરો જોઈને એકદમ ચૂપ જ થઈ ગઈ.

મિશા : " હા , હું પાણી આપી છું..."

તે વ્યક્તિ બીજું કોઈ નહિ પરંતુ ધરતી હતી જે મિશા ઓળખી ગઈ...તેને પાણી લઈને આપ્યું...

ધરતી : " સોરી , મને નોહતી ખબર કે તમે અહીં રહો છો.. આરુષિ ભા.."

મિશા : " મારું નામ મિશા છે...અને કોઈ વાંધો નહિ.. આ પાણી.."

ધરતી પાણી લઈને જતી રહી...મિશા એ દરવાજો બંધ કર્યો અને સોફા પર માથું પકડીને બેસી ગઈ...

મિશા : " હે ભગવાન...! ધરતી અહીંયા મતલબ આદિત્ય અહીં રેહવાં આવ્યો હતો..એટલે એ હવે મને રોજ મળશે...જે માણસ માટે મે શહેર છોડ્યું એ જ મારી સામેનાં મકાન માં રહશે...!!

ત્યાં જ મારાં ફોન માં રીંગ વાગી...

ધ્વનિ : " હેલ્લો , મિશા ચાલ ને શોપિંગ કરવાં VR માં જઈએ...??"

મિશા : " તું જઈ આવ , મારે નથી આવવું.."

ધ્વનિ : " તારા અવાજ ને શું થયું..?? તબિયત તો બરાબર છે ને...?"

મિશા : " હા , બરાબર જ છે.."

આકાશ : " કેટલાં દિવસ થી લોહી પીતી હતી કે મારી ગર્લ ફ્રેન્ડ ને તમારી સાથે મોકલું આજે એ આવે છે તો તું ના પાડે છે..."

મિશા : " સોરી..પણ આજે મારે નથી આવવું...તમે લોકો જઈ આવો.."

આકાશ : " હા , તો અમે જઈએ.."

મિશા : " સારું.."

મિશા એ ફોન મૂક્યો. આ આદિત્ય ને આખા સુરતમાં આજ જગ્યાં મળી રેહવાં માટે..! પછી મિશા પોતાને જ સમજાવવા લાગી .

"મિશા તું કંઈ ડરે છે એનાથી...શું ફર્ક પડે એ સામે રહે તો..? તું તારું કામ કરજે એનામાં ધ્યાન ના આપતી સિમ્પલ તો વાત છે ..!

એક તો અંજાર ના સાત દિવસ નો થાક અને ઉપર થી આ ટેન્શન હવે મમ્મી પપ્પા ને ખબર પડશે તો અહીં રેહવાં જ નહિ દે... પછી મારાં કામ નું શું થશે...?
આ બધાં વિચારો માં જ રાતે મિશા ને સખત તાવ આવી ગયો...બીજો આખો દિવસ તે ઘરે જ રહી...ફોન ચાર્જ કરવા જેટલી પણ તાકાત ન રહી...સ્ટુડિયોમાં આખરે તેને બે દિવસ ની રજા મૂકી દીધી ...ધ્વનિ અને આકાશ ફોન કરી કરી ને કંટાળી ગયાં છેવટે તેઓ રાતે મિશા ના ઘરે આવ્યા...

ધ્વનિ : " મિશા , કેહવાય તો ખરું ને...??"

આકાશ : " હા , આ તો તારા પપ્પા નો ફોન આવ્યો ત્યારે ખબર પડી કે તું બીમાર
છે..!"

ત્યાં જ આદિત્ય ઘરમાં આવ્યો તેની સાથે કોઈ બીજું પણ હતું...

આદિત્ય : " મિશા , આ લ્યો મીઠાઈ.... અમારાં નવા ઘરની ખુશીમાં..અને આ મારી વાઈફ છે ખુશ્બુ.."
છેલ્લું વાક્ય તે થોડું વધારે જ ભાર દઈને બોલ્યો...

મિશા : " કોન્ગે્સ..."

આદિત્ય મીઠાઈ ત્યાં મૂકી ને જતો રહ્યો..

આકાશ : " આ તો એ જ છે ને હોટેલમાં હતો એ...?

મિશા : " હા.."

ધ્વનિ : " આ છે કોણ આવી રીતે ઘરમાં પૂછયા વિના આવી જાય છે....!"

મિશા : " છોડ ને તું એને..."

આકાશ : " એ જેવી રીતે તારી સામું જોઈ રહ્યો હતો ને એ પરથી એક વાત તો સાફ છે કે તું એને સારી રીતે ઓળખે છે...તો બોલ કોણ છે આ જે અંજાર માં હતો અને અહીં પણ છે..!"

ધ્વનિ : " હા , મિશા બોલને નહીંતર હું અંકલ ને કોલ કરું.."

આકાશ મારી ડાયરી લઈ આવ્યો...

આકાશ : " હવે તું કહીશ કે હું આ વાંચું મને ખબર છે આમાં બધું જ હશે..."

મિશા નોહતી ઈચ્છતી કે પોતાની ડાયરી બીજું કોઈ વાંચે એટલે તેને...

મિશા : " ના , ડાયરી મૂકી આવ ...હું કહું છું.."

ધ્વનિ : " ઠીક છે ચાલ બોલ...."

ક્રમશઃ......


Rate & Review

bhavna

bhavna 6 months ago

Sukesha Gamit

Sukesha Gamit 6 months ago

Jyoti Gohil

Jyoti Gohil Matrubharti Verified 6 months ago

Indu Talati

Indu Talati 6 months ago

Hjj

Hjj 6 months ago