Anubhuti ek Premni - 7 books and stories free download online pdf in Gujarati

અનુભૂતિ એક પ્રેમ ની - 7

07

ઉંજાં ને તો જાણે મુંબઈ જવાનો મોકો જ મળી ગયો. તે રૂમ માં જઈ ફટાફટ બેગ જ ભરવા લાગી. છ મહિનાનો કોર્સ પછી ત્યાંથી તેને અલગ અલગ જવાનો મોકો મળી શકે! તે ખરેખર બોવ જ ખુશ હતી.

“ઉંજાં ની જગ્યા ક્યારે કોઈ ન લઈ શકે! હવે ઉંજાં બનશે મિસ ઇન્ડિયન.”પોતાના ચહેરા ને આયાના સામે રાખતા તે પોતાની જ જાત સાથે વાતો કરતી જઈ રહી હતી. “પછી પ્રથમ શું કોઈ છોકરો મારી બરાબરી નહિ કરી શકે!તો પછી છોકરીઓ ની તો વાત જ અલગ રહી.”

પોતાની સાથે આટલું બધું બની ગયા પછી પણ તેનો ઘમંડ હજુ ઘવાયો ન હતો. તે ખરેખરે પોતાની જાત ને બીજા થી વિશેષ જ માને. પોતે જ વાતો કરતી અને પોતે જ પોતાના વખાણ કરતા ખુશ પણ થતી.

પૂરણ ભાઈ ઉંજાં ને જવાની બધી જ તૈયારી કરી દીધી. તે એકલી ત્યાં કેમ જશે હવે તેની પણ તેને ચિંતા ન હતી. કેમકે તે સાથે પરમ ને મોકલી રહ્યા હતા. પરમ ને તો જાણે ઉપરા ઉપર લોટરી લાગી રહી હોય એવું લાગી રહ્યું હતું.

પહેલા તો ઉંજાં ના મુંબઈ જવાની વાત થી તે પરેશાન થઈ ગયો. પણ પછી જ્યારે પૂરણ ભાઈ તેને સાથે રહેવા કહ્યું તો તેની ખુશી બે ગણી વધી ગઈ. તે ઘરે આવતા પિયુષ ને સીધો ગળે લાગી ગયો.

“તું વિચારી નહિ શકે કે આજે મને શું મળી ગયો??ખરેખર હું બોવ જ ખુશ છું.’પરમ ને આટલો ખુશ જોતા પિયુષ તેને પૂછ્યા વગર ન રહી શક્યો.

“એવું તો શું મળી ગયો કે તું આજે આટલો બધો ખુશ છે??”પીયૂષે પૂછ્યું.

“તું જ વિચાર ને…”પરમે તેનાથી અલગ થતા કહ્યું.

“ઉંજાં……”આ સિવાય તો બીજું કઈ પરમ માટે ખુશી નો કારણ ન હોય તે પિયુષ જાણતો જ હતો.

“ઉંજાં તો નથી મળી પણ તેની સાથે રહેવાની મોકો મળી ગયો. “ એમ કહેતા પરમે બધી જ વાત પિયુષ ને જણાવી.

તેનું પૂરણ ભાઈ ના ઘરે જવું, ઉંજાં સાથે વાત કરવી. તે પછી ઉંજાં નું રૂમ ની બહાર આવવું અને તેનું મુંબઈ જવાની જીદ કરવી. તે પછી પૂરણ ભાઈ નો તેના પર ફોન આવવો અને ઉંજાં સાથે તેનું જવાનું નક્કી થવું. જે પણ કંઈ બન્યું અને જે કઈ પણ વાત થઈ તે બધું જ તેને પિયુષ ને કહી સંભળાવ્યું.

પરમ ની વાત પિયુષ માટે વધુ ચિંતાનું કારણ બની રહી હતી. પણ તે આ વખતે હવે પરમ ને રોકવા કે કંઈ કહેવા નહોતો માંગતો. તેને ખુશ થવાનું નાટક કરતા પરમ ને કોન્ગ્રેશૂલેશન  પણ કહ્યું. થોડીવાર વાતચીત કરીને તે ફરી તેના કામ પર જતો રહ્યો.

પિયુષ ને આ બધા વચ્ચે પડવું ન હતું. તેને બસ પોતાના કામ ઉપર ફોકસ કરતા આગળ વધવું હતું. આમ પણ તે સમજદાર છોકરો છે. એમ કોઈ પાછળ સમય બગાડવા કરતા પોતે જો કંઈક કરવા પાછળ સમય ખર્ચ તો ભવિષ્યમાં તેને કંઈક મળી શકે! આમ પણ લોકો પાછળ ભાગવાથી છેલ્લે તો ખાલી નિરાશા જ મળવાની છે. આ વાત તે સારી રીતે સમજે છે એટલે તો તે પોતાના આ સમય નો સાચી દિશામાં ઉપયોગ કરી રહયો છે.

જયારે પરમ ને તો ઉંજાં ની જીદ ચડી છે. તે આ બધી વાતો કઈ રીતે સમજી શકે! આમ પ્રેમ માં માણસ અડધો આંધળો બની જતો હોય છે. તે કોઈ ગમે તે કહે તેને તે સિવાય બીજું કઈ દેખાઈ જ નહિ. એટલે તો કહેવાય છે બધું સારું પણ પ્રેમ માં પડવું ન સારું. પ્રેમમાં પડેલા માણસ ને પ્રેમ સિવાય ક્યારે કઈ બીજું દેખાતું જ નથી.

પિયુષ ના ગયા પછી તે પણ પોતાની બેગ ભરવા લાગ્યો. મુંબઈ જવા માટે તે એકદમ જ તૈયાર થઇ બેઠો.. બસ હવે પૂરણ ભાઈ નો ફોન આવે તેનો જ ઈંતજાર હતો. થોડીવારમાં તો પુરણ ભાઈ નો ફોન આવી પણ ગયો. તરત જ તે પોતાની બેગ લઇ પૂરણ ભાઈ ના ઘરે જવા નીકળ્યો.

પૂરણ ભાઈ ઉંજાં ને હજુ આ વાત નહોતી જણાવી કે તે તેની સાથે પરમ ને મોકલી રહ્યાં છે. જો જણાવે તો ઉંજાં ક્યારે તેને સાથે આવવા દેવા રાજી જ ન થાય. એટલે પૂરણ ભાઈ પરમ ને ગાડી પાસે રહેવા કહ્યું. તે આમ તો ગાડી ના ડ્રાઇવર તરીકે જ જઈ રહ્યો હતો. પણ તે વાત નો અફસોસ કે અણગમતું ફીલ થવું એવું કઈ ન હતું. તેને તો બસ કોઈ પણ કારણોસર ઉંજાં સાથે રહેવાનો મોકો મળે તે વધુ જરૂરી હતું.

ઉંજાં પણ ગાડી પાસે આવી. પરમ ઉંજાં ને એક નજરે પેહલી વખત તે પણ એકદમ નજક થી જોઈ રહ્યો હતો. તેને જોતા તે બધું જ ભૂલી ગયો. ઉંજાં ની ખુબસુરતી પર તો તે દીવાનો હતો પણ આજે તો તેને જોતા પાગલ બની રહ્યો હતો.

પોતાની જાત ની સાંભળતા તે એકદમ જ રીતે વ્યવસ્થિત થયો. ઉંજાં ને ડ્રાઈવર સીટ પર કોણ બેઠું તે સાથે કોઈ મતલબ ન હતો. તેને તો પરમ સાથે નજર સુધા ના પણ કરી અને પાછળ ની સીટ પર જય બેસી ગઈ. પૂરણ ભાઈ બધો સમાન મુકાવ્યો અને પરમ ને શાંતિ થી ગાડી ચલાવવાની સલાહ આપી. ઉંજાં સાથે આટલા બધા નોકરો હોવા છતાં ઉંજાં તેમાંથી કોઈ ને સાથે લેવા તૈયાર ના થઈ. તેને આ સફર પર એકલા જવું હતું. પણ આમ પૂરણ ભાઈ તેને એકલી તો ના જ મૂકી શકે એટલે તેને પરમ ને સાથે મોકલ્યો.

ઉંજાં નું આમ જવું હજુ તેને ગમી નહોતું રહ્યું. ઉંજાં સિવાય તેનું અહીં બીજું કોણ કે તે પળ તેની સાથે બેસી સુકુન મેળવી શકે! “કામ માંથી થોડો સમય મળતા હું તને મળવા આવતો રહી” એવું કહેતા તેને ભારે હૃદયે ઉંજાં ને અલવિદા કહ્યું.

ઉંજાં પણ પહેલી વખત આમ પૂરણ ભાઈ ને છોડી જઈ રહી હતી એટલે તે પણ પૂરણ ને જોતા ગળગળી થઈ ગઈ. પણ પોતાના આંસુ ને તે બહાર ન આવવા દીધા. દુઃખ તેને પણ હતું પણ તે પૂરણ ભાઈ સામે કમજોર પડી ફરી અહીં રહેવા નહોતી માંગતી. ખરેખર હવે તેને લાગતું હતું કે તેને પણ દુનિયાદારીની સમજ હોવી જોઈએ.

પૂરણ ભાઈ ને બાય કહેતા તે પરમ સાથે મુંબઈ જવા નીકળી પડી.

*********
પરમ ઉંજાં સાથે જય તો રહ્યો છે પણ શું ઉંજાં તેને તેની સાથે રહેવાનો મોકો આપશે??જે માટે ઉંજાં મુંબઈ જય રહી છે શું તે સપનું તેનું પૂરું થશે??શું ઉંજાં વગર પૂરણ ભાઈ રહી શકશે??પરમ અને ઉંજાં ની મુંબઈ સફર કેવી હશે તે જાણવા વાંચતા રહો “અનુભૂતિ એક પ્રેમ ની “