Shwet Ashwet 39 books and stories free download online pdf in Gujarati

શ્વેત, અશ્વેત - ૩૯


ઘર આખુ ખાલી હતું. 

નાઝને ખબર હતી. તેને ધીમેથી ચાવી ફેરવી. અને અંદર દાખલ થઈ.

 અહીના ઘણા કમરાઓ બંધ હતા. ઘર આખું બહુ મોટું હતું. કૌસર એ પ્લાસ્ટિકના ગ્લવસ પહેર્યા હતા, અને તેના હાથમાં એક નોટબુક હતી. ઘરમાં લાઇટ કરી, તે અંદર બધુ જોવા લાગી. રાત્રે પેલી સો - કોલ્ડ ચોરી વખતે તો તેનું ધ્યાન વાતો સાંભળવામાં રહી ગયું હતું. 

તે ઘરમાં ધીમે ધીમે ચાલવા લાગી. અને ઉપર પોહંચી. નાઝ એ ગણ્યા, તો 12 દરવાજા હતા. હવે બધા દરવાજામાં જઈ જોવા બેસે તો સમય કેટલો વેળફાય. તે ખૂલેલા રૂમમાં ગઈ. આ રૂમમાં બધા જ્યોતિકા અને વિશ્વકર્માના કપડાં હતા. નાઝને તે જ જોઈતું હતું. નાઝ એ ધીમેથી બધી બેગ્સ ખોલી, અને અંદર જોવા લાગી. કઈ ખાસ મળ્યું નહીં. જે જોયતું હતું, તે ક્યાંથી મળશે એ પ્રશ્ન હતો. સામર્થ્યના રૂમમાં પણ ફક્ત કપડાં હતા. અને તે રૂમ માં એક ડેસ્ક ઉપર કાગળિયા હતા. કાગળિયામાં શું લખી હતું, તે તો નાઝને ખબર ન હતી. તેટલે તે પન્ના ફેરવી ફેરવી બધુ જોવા લાગી. આ બધુ શ્રુતિના કેસથી લાગતું વળગતું હોય, તેમ લાગ્યું. તો નાઝએ આ બધા કાગળિયા પોતાના હાથમાં લઈ લીધા. અને ચકાસવા લાગી. 

પણ હજુ ઘણું કામ હતું, તેટલે તેણે બધા કાગળિયા મૂકી દીધા. હવે તેવા ત્રણ રૂમ જોયા કે જે રૂમ માં પહેલા ક્રિયા, તનિષ્ક અને શ્રુતિ રહેતા હતા. બાકી બધાના રૂમ તો સાવ ખાલી હતા, પણ શ્રુતિના રૂમમાં એક અજીબ વસ્તુ હતી. તેના વોર્ડ રોબમાં એક હાથથી લિખિત કાગળ હતું. તો નાઝ એ તે કાગળ વાળીને પોતાની નોટ બૂકમાં મૂકી દીધું. અને તે બાહરી કને બહાર નિહાળવા લાગી. ઠીક ઠીક વાર સુધી તે ત્યાં બેસીને જોઈ રહી. પછી તેણે પોતાના હાથેથી નોટબુકમાં કઈક ચીતર્યુ અને તે નીચે જવા લાગી. પછી તેણે કઈક વિચાર્યુ. દરેક રૂમમાં જઈ તે વોર્ડ રોબમાં જોવા લાગી. અને નાઝનો શક સાચ્ચો સાબિત થયો. આખા ઘરમાં એક જ ગેલેરી વાળો રૂમ હતો. એ રૂમ ખોલીને તેના વોર્ડ રોબમાં જોયું તો જૂના ફોટા, કપડાં અને એક નવો સ્માર્ટ ફોન પળ્યો હતો. તે ફોન લઈ લીધો, અને તે ગૅલેરીમાં જઈ કઈ જોવા લાગી. 

આ શું? ગૅલેરી અને શ્રુતીના રૂમમાંથી એક જ જગ્યાએ ધ્યાન જતું હતું.. 

આ કોઈ સામાન્ય વસ્તુ ન હતી. 

શ્રુતિએ પોતાનો રૂમ પોતે પસંદ કર્યો હતો? તેને આ પ્રશ્ન પોતાની નોટબૂકમાં લખ્યો, અને તે ઝડપથી નીચે આવી ગઈ. 

શ્રુતિ ધીમેથી સોફા પર બેસી. તેને પોતાના હાથમાં કોર્ડલેસ ફોન લીધો, અને સાંભળવા લાગી. 

કઈ સંભળાયું નહીં. 

એવું કેમ?

તો પછી એમા નંબર જોળ્યો. અને તો પણ તેમા કઈ સંભળાયું નહીં. 

‘હવે તેમાથી કોઈ અવાજ આવતો નથી.’

નાઝ એ આ સાંભળ્યું, અને તે દરવાજા સામે જોવા લાગી. દરવાજામાં સામર્થ્ય ઊભો હતો. 

સામર્થ્યનો ફોટો નાઝ એ જોયો હતો. પણ એ ફોટામાં સામર્થ્યના હાથમાં ગન ન હતી. 

‘હેન્ડસ અપ!’

‘ખોટી ગન દેખાળીને હેન્ડસ અપ કેહવાય, હેન્ડસમ? જો તારી પાસે આવી કોઈ ગન હોય..’ કહી નાઝ એ પોતાના શૂઝ માંથી એક શોટગન કાઢી અને સામર્થ્યને દેખાળી. 

‘.. તો તું કહી શકતો હતો. હવે એ ખોટી ગન મૂકી દે, અને તું અહી મારી સામે બેસી જા. એન્ડ ડોન’ટ થિંક કે મને આ ગન ચલાવતા નથી આવળતી.’

સામર્થ્ય સામે જઈને બેસ્યો. 

‘પણ તું છે કોણ? ફક્ત કોઈ ચોર તો નહીં જ-’

‘ઓહ! સો યુ નો? સારું કેહવાય. હું કોઈ ચોર નથી. અને નથી હું કોઈ અન્ડર કવર સિક્રેટ એજન્ટ. હું તો બસ.. ખબર નહીં. પણ આ કોર્ડલેસ કેમ નહીં ચાલે?’

‘કેમ કે કોઈએ કોર્ડલેસ બદલી દીધો છે.’

‘અચ્છા. અને કોણે બદલ્યો?’

‘તેજ નથી ખબર.’

‘અને એ કોર્ડલેસ બદલી દીધો છે, તે તને કઈ રીતે ખબર?’

‘કલર અલગ છે.’

‘ઓહ. તો તને ખબર છે એ કોર્ડલેસ..’

‘..માંથી શ્રુતિના અવાજ સંભળાતા હતા? હા, મને ખબર છે.’