Stree Hruday - 23 books and stories free download online pdf in Gujarati

સ્ત્રી હદય - 23. ઘર વાપસી

બને દેશોની બોર્ડર ઉપર ઘણી કટોકટી હતી. જવાનો દિવસ રાત દેશ ની હિફાજત માટે તેહનાત હતા. યુનાઈટેડ દ્રારા ઘણા દબાણો લાદવામાં આવી રહ્યા હતા, છતાં કોઈને કોઈ ને હરકતો પાકિસ્તાની સૈનિકો ની સતત ચાલુ હતી, શું ઇરાદા હતા તેમના તે જાણી શકાતું ન હતું, એજન્સી નું કેહવુ એ હતું કે પાકિસ્તાન માત્ર આપણું ધ્યાન બીજે કરવા આ ફાયરિંગ અને હ્મલાઓ કરી રહ્યું છે, પણ અસલમાં તેમનો ઈરાદો બીજો જ કઈક છે.

આ બાજુ શોએબ બારામુલ્લા બોર્ડર નજીક પોતાની ટીમ સાથે છૂપાયેલો હતો. કબીલા ના લોકો દ્વારા તેમને વેશપલટો કરી ત્યાં સુધી પોહચાડવા માં આવ્યા હતાં. કબીલા ના લોકો ઘણાં સામાન્ય હતા. તેઓ નાચ ગાન કરી ગામ ગામ પીભટકતા હતા અને લોકો નું મનોરંજન કરતા આથી તેમના ઉપર કોઈની શંકા જવી અશક્ય થતી , ઘણી વખત તો સૈનિકો દ્વારા તેમની તલાશી પણ લેવાતી નહિ, બસ આ જ મોકા નો ફાયદો ઉઠાવી શોએબ અને તેની ટીમ કબીલા ના લોકો સાથે બારામુલ્લા બોર્ડર નજીક આવી પોહચ્યાં આ એવું સ્થળ હતું જ્યાં સામાન્ય નાગરિકો વસવાટ કરતા અને તેઓ બને બાજુ સ્થળાંતર કરતા રહેતા કારણ કે કાશ્મીર નો એક ભાગ પી. ઓ. કે ( પાકિસ્તાન અધિકૃત વિસ્તાર ) માં હતો અને બીજો ઇન્ડિયા માં...

દેશ ની બોર્ડર ભલે વિભાજિત હતી, પાકિસ્તાન નો કબ્જો હતો પણ ત્યાં ના લોકો માં માત્ર ભારત દેશ સાથે જોડાણ અને સમર્પણ હતું , આ વિસ્તાર થી શોએબ ઘણો પરિચિત હતો , કારણ કે તેની અહી પેહલા પણ પોસ્ટિંગ થઈ ચૂકી હતી, તે અહી ના લોકો ને સારી રીતે ઓળખતો ,ત્યાં ના લોકો તેને...

શોએબ જાણતો હતો કે બારામુલ્લા નો એક વિસ્તાર ચીન બોર્ડર સાથે જોડાયેલો છે અને બીજો પી. ઓ. કે આથી ત્યાંથી બોર્ડર પાર કરી દેશ માં જવું ઘણું સરળ છે, બધું પ્લાનિંગ મુજબ હતું, શોએબ અફઘાન બોર્ડર ઉપર થએલા યુદ્ધ ના બાવીસ માં દિવસે ઘરે પરત આવવાનો હતો, તેણે કંદહાર બોર્ડર ઉપર ચાલતી યુદ્ધ તૈયારી જોઈ હતી, તેણે કારગીલ તરફ ચાલતી ફાયરિંગ વિશે પણ સાંભળ્યું હતું, આથી તે હવે સરળ રીતે જાણતો હતો કે દુશ્મન કઈ યુદ્ધ નીતિ અપનાવી રહ્યો છે, શું છે તેમના ઈરાદાઓ.... અહી સૈનિકો બોર્ડર ને વ્યસ્ત રાખે છે ને બીજી બાજુ દેશ ના આતંકવાદી ઓ જિહાદ ના નામે કુરબાની લઈ રહ્યા હતા. દેશ ને ઘણી સતર્કતા ની જરૂર છે, પણ હવે તે દેશ માટે સામે આવી યુદ્ધ કરવા માંગતો હતો. આમા તેની ટીમ પણ સાથે હતી, વળી ટીમ માં અફઘાન સૈનિકો પણ હતા . જેને સહી સલામત પોતાના વતન મોકલવાના હતા.

પી.ઓ.કે અને બારામુલ્લા નજીક એક નાનું ગામ હતું, અહીંના લોકો ઘણીવખત સૈનિકો ને બીજી બાજુ ની જાણકારી આપવાનું કામ કરતા અને કોઈને તેમના ઉપર શંકા પણ જતી નહિ, તેઓ મુક્ત રીતે બધે હરી ફરી શકતા હતા. શોએબ આ બધી બાબતો સારી રીતે જાણતો હતો આથી તેને અહીંથી બોર્ડર પાર કરી કેમ્પ માં આવવું સરળ થઈ ગયું.

શોએબ અને તેની ટીમ સહી સલામત વતન આવી ગઈ છે તે જાણી મીસ્ટર ઐયર ઘણા ખુશ થઈ ગયા.એક રાહત ની લાગણી તેમને ઘણા સમય પછી અનુભવી હતી. ખરેખર આવા નીડર અને બહાદુર ઓફિસર ની દેશ ને ઘણી જરૂર છે. અફઘાન માં આ સૈનિકો એ ઘણી બહાદુરી દેખાડી હતી આ સાથે કબીલા ના લોકો સાથે જે સમય પસાર કરી તેમને વિશ્વાસ જગાડ્યો તે પ્રશંશનીય જ હતો . પરંતુ આટલા દિવસ તે ક્યાં હતા, અને કઈ રીતે અહી પોહ્ચ્યા તે જાણવા હવે મેજર , જનરલ અને મિસ્ટર ઐયર સહિત સૌ કોઈ આતુર હતા.

આ સાથે મિસ્ટર ઐયર સકીના ને પણ આ જાણકારી આપવા ઉતાવળા થઈ ગયા કે શોએબ અને બીજા સૈનિકો સહી સલામત વતન પરત આવી ચૂક્યા છે કારણ કે તે તો પોતાની જાન દાવ ઉપર લગાડી દુશ્મનના મુલ્ક માં માત્ર શોએબ અને મિશન આઝાદ ને પાર પાડવા ગઈ હતી પણ હવે શોએબ દુશ્મનની કઈ ખબર લઇ ને આવ્યો છે અને હવે તેનું સકીના ની જિંદગી માં આવનારા સમયમાં શું પરિણામ આવશે તે જોવાનું બાકી હતું.