Stree Hruday - 36 books and stories free download online pdf in Gujarati

સ્ત્રી હદય - 36. સપના નું કબૂલાતનામું

સકીના નો બીજો સાથી હવે સપના સાથે પોતાની પૂછતાછ ચાલુ કરે છે તે એ જાણવા માંગે છે કે સપના આ કામ શું કામ અને કોના માટે કરી રહી છે જોકે એક વાત તો સ્પષ્ટ હતી કે જમાલભાઈ ના કહેવાથી જ સપના આ બધા કામ કરી રહી છે પણ તેમનો શું ઈરાદો છે તે હજી કોઈને નથી ખબર.. પણ સપના એમ સીધી રીતે વાત કરવા તૈયાર થતી નથી.

" રહેમ કરો ભાઈજાન , રહેમ કરો. હું તો ખરેખર કશું નથી જાણતી , નરગીસ ની મોત સાથે મારે કોઈ જ નિસ્બત નથી."

"અચ્છા ? એવું તો નથી લાગતું આ બધું જોઈ ને ....? "

મારું યકીન કરો ભાઇજાન , હું તો બસ બેગમ સાહેબા ની તબિયત બગડે તેમ દવા આપી મિયા ( અમર ) ને વ્યસ્ત રાખવા માંગતી હતી ,પણ તેમની બદલે અબ્બુ જાન પોતે ઘરમાં હાજર રહેતા હતા " .હું તો અમર મિયા સાથે થોડા લમ્હા સાથે વિતાવવા માંગતી હતી.

" જૂઠ છે આ બધું "

" ના મિયા હવે હું શું કામ જૂઠ બોલીશ "

" તો તું આમ સચ નહિ બોલે, કોઈ ખોફ જ નથી ખુદા નો....એક માસૂમ ને આમ મોત ને .....સાચું કહે છો કો પછી , .......

" મારું યકીન કરો ભાઇજાન , હું તો બસ બેગમ સાહેબા ની તબિયત બગડે તેમ દવા આપી મિયા ( અમર ) ને વ્યસ્ત............. "

" ચૂપ એકદમ ચૂપ.....જૂઠ છે આ બધું સાચું કહે છે કો પછી , હવે હું જનાબ ઇબ્રાહિમ ને બોલવું તો જ તું કહીશ ?? "

" હું સાચું જ કહ્યું છું મારું યકીન કરો જનાબ "

મિયા , આ ખાતુંન ( બહેન) આમ સાચું નહિ જણાવે, જનાબ ઇબ્રાહિમ ને બોલાવી લો....
.
.
.
.
.
રુકો.....
.
.
.

ખુદા ના વાસ્તે એમ ના કરો , હું જણાવું છું....

" ઠીક છે, હવે સાચું જણાવીશ, બધું જ સાચું...."

" હા એ સચ છે કે મેં બેગમ સાહેબ આની તબિયત ખરાબ કરવા વાસ્તે તેમને હાય ડોઝની દવાઓ આપેલી હતી જેમના કારણે તેમની તબિયત બગડે અને અબ્બા જાન અને ભાઈજાન ને ઘરમાં રહેવું પડે અને તેમનું બધું જ ધ્યાન અહી અમીની તબિયતમાં લાગી જાય."

" પણ આ કરવાનું શું કારણ હતું ??"

" યુદ્ધમાંથી તેમનું ધ્યાન અને તેમને દૂર કરવા વાસ્તે...."

" પણ કેમ ?? "

" મારા અબ્બુ જાન અને અબુ સાહેબ બંને સાથે એક પાર્ટીમાં જોડાઈને દેશ માટે કામ કરી રહ્યા હતા. આ સાથે તેઓ બન્ને જાબાઝ સૈનિકો હતા અને બોર્ડર ઉપર પણ દેશની હિફાઝત અને શાંતિ માટેની કોશિશ કરી રહ્યા હતા પરંતુ ધીરે ધીરે મારા અબ્બુ ને ખબર પડી ગઈ કે અબુ સાહેબના ઈરાદાઓ કંઈક જુદા છે તેઓ તો દેશ માં શાંતિ કાયમ રહે તેવું ક્યારેય ઈચ્છતા જ ન હતા. તેઓ તો મુલ્ક ની હિફાઝત ની આડ માં હથિયારો નો બિઝનેસ કરી રહ્યા છે , અને આ હથિયારો દેશ ના નામે ખરીદી બીજા મુલ્ક માં આતંકવાદ માટે ઇસ્તમાલ કરી રહ્યા છે. આ સાથે તેમનો ઇરાદો માત્ર દુશ્મનોને જ માત આપવાનો નથી પરંતુ પોતાના દેશના લોકોને પણ પોતાના મકસદ માટે પરેશાન કરવાનો છે.

" તો આમ કરવાથી શું ફાયદો થયો તમને ? અબુ સાહેબ શું કરવાનું વિચારી રહ્યા છે અને તેમનો શું ઈરાદો છે તે ખબર પડી ??"

" હા અમને એ ખબર પડી ગઈ કે અબુ સાહેબ નો ઈરાદો તો ક્યારે પોતાના દેશને સન્માન અપાવવાનો હતો જ નહીં. "

" મતલબ ? "

"જ્યારે કાબુલ ઉપર હુમલો કરવાની પાર્લામેન્ટમાં રજા મંજૂર થઈ ત્યારે તેમની કાબુલ ફતેહ માટે ની માત્ર એટલી જ ઈચ્છા હતી કે અફઘાન સરકાર તેમના ગેરકાયદેસર બોર્ડર પાર કરીને ગયેલા સિપાહીઓને કેદમાંથી રિયાહ કરી દે અને આ જ માટે સતત મીટીંગો ચાલી રહી હતી પરંતુ અચાનક અબુ સાહેબ આ બધા માંથી ફરી ગયા અને ચીન સરકાર સાથે મળી કઈક બીજી જ સર્તો ગોઠવવા લાગ્યા , ધીરે ધીરે મારા અબ્બુ ને એમ ખબર પડી કે તેઓ તો અફઘાન સરકાર સાથે એ માટે યુદ્ધ કરી રહ્યા છે કે ઈરાક સરકારે અફઘાન સાથે જે આર્થિક ડીલ કરી છે તે કેન્સલ કરી દે અને પછી તેમને પોતાનો લોસ્ટ ન જાય તે માટે તેઓ ચીન સાથે જ આ ડીલ ફાઇનલ કરી દે અને આ માટે ચીન તેમની મદદ કરશે..."

"આથી જ મેં બેગમ સાહેબ ની તબિયત બગાડવાની કોશિશ કરી હતી જેના કારણે આબુ સાહેબ કંદહાર બોર્ડર પર નો બધો જ ચાર્જ મારા પિતાને સોંપીને પોતાને અમીની તબિયત માટે અહીં મુલતાન પરત આવી જાય કારણ કે આ યુદ્ધનું બંધ થવું અને દેશની હાર ખૂબ જ જરૂરી હતી. વળી મને એ ખબર હતી કે બેગમ સાહેબ અબુ સાહેબ માટે ઘણા એહમનીયત રાખે છે અને તે પોતાની અમ્મીને મૂકીને આમ કોઈ જંગ ને અંજામ આપશે નહીં. "