Stree Hruday - 38 books and stories free download online pdf in Gujarati

સ્ત્રી હદય - 38. અમર ની સચ્ચાઈ

સપના એક કેદ માંથી આઝાદ થાય છે અને ઇકબાલ સાથે પોતાની નવી જિંદગી બેખોફ થઈ ને શરૂ કરે છે ....રહીમ કાકા ની તપાસ પણ અંતે સપના ઉપર આવીને અટકી જાય છે, પરંતુ અબુ સાહેબ આ બરદાસ્ત કરી શકતા નથી ,તેના ઘરમાં તો કયામત નો મંજર હતો.

અબુ સાહેબ ના ઘરમાં બધા અમર ને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા જ્યારે અમર પણ એકદમ ચુપ થઈ ગયો હતો જાણે તેનું મગજ કામ કરતું નથી , તેને સમજાતું જ ન હતું કે આ પરિસ્થિતિમાં તેને કઈ પ્રતિક્રિયા ઓ આપવી જોઈએ અને બધા એમ સમજી રહ્યા હતા કે સપના નો આ ધોકો અમર થી બરદાસ્ત થયો નથી , અને તે ઘણો જ દુઃખી છે પરંતુ શું અમર શું વિચારી રહ્યો છે તે સકીના સમજી ગઈ હતી.

ફરી તે જ રાત્રી એ અને તે જરુખે સકીના શાંત થઈને ઉભી હતી માત્ર બે દિવસની અંદર જાણે કેટલી બધી ઘટના ઓ ઘટી ગઈ હતી. શોએબ નું વતન પરત આવવું , રહીમ કાકાની તેના ઉપર શંકા કરવી , સપના નું સત્ય બોલવું અને હવે બ્રિગેડિયર જમાલભાઈ અને અબુ સાહેબનું આ બાબતે પારિવારિક મીટીંગ કરવું. વળી આ મિટિંગમાં બ્રિગેડિયર જમાલ અબુ સાહેબ સાથે શું વાત કરશે અને શું સમજાવવાનો પ્રયત્ન કરશે તે તો હજી જોવાનું જ બાકી હતું.

જરૂખે ઊભેલી સકીનાને જોઈને ફરી અમર તેની પાસે આવીને ઉભો રહ્યો. આજે તે રોજ કરતા ઘણો જ ચૂપ અને શાંત દેખાઈ રહ્યો હતો તેની પાસે ખરેખર કોઈ જ પ્રતિ ઉત્તર ન હતો. શું કહેવું તેને તે સમજાતું ન હતું તે એ બાબતે ખુશ થાય કે સપનાથી નારાજ થાય તે તેને ખબર ન હતી .

સકિના બાજુમાં ઉભેલા અમરને જોઈને તેની મૂંઝવણ દૂર કરવા પોતાની વાત શરૂ કરે છે અને આકાશમાં ચમકતા તારાઓને બતાવે છે.

" તમને ખબર છે અમર આ તારાઓ મને ચાંદ કરતા પણ વધુ પસંદ છે ",

" એવું કેમ ?"

" કારણ કે આ તારાઓ આમ તો ઘણા નાના છે પરંતુ તેમને પોતાની ખુદની પહેચાન છે , ઓળખ છે અને રોશની પણ છે . તેવો આ ચાંદની જેમ સૂરજની રોશની થી ચમકતા નથી પરંતુ પોતાની સ્વયં રોશની રાખે છે, ભલે જોનારા લોકો ચાંદને જ વધુ પસંદ કરે છે છતાં આ તારાઓ તે જોઈને તે ચાંદની રોશની થી અંજાઈ જતા નથી પરંતુ પોતાની જાતે રોશની બતાવવાનું ચાલુ રાખે છે અને તેના જ કારણે જ્યારે અમાવસ આવે છે ત્યારે તેમની ખુદની પહેચાનને કારણે તેઓને ક્યાંય છુપાવવાનો સમય આવતો નથી તેઓ તો તેમની જગ્યાએ જ ત્યાં જ રહી ચમકતા રહે છે. "

" તો તમે એમ કહેવા માંગો છો કે આ ચાંદ જે કરી રહ્યો છે તે ખોટું છે ? "

" ના હું એવું નથી કહેતી. ચાંદને પણ પોતાના નિર્ણયો લેવાના સંપૂર્ણપણે અધિકાર છે અને તારાઓને પણ ....પરંતુ અહીં તો એ વાત થઈ રહી છે કે તમે કેટલું સ્વાભિમાનથી જીવો છો આપણે પણ આ ચાંદ જ તો છીએ જેને બસ ચમકવું છે બીજાના સહારે.... પોતાની રોશની ભલે થોડી છે પણ પોતાની છે તે કોઈને સમજવું નથી અને પછી અમાવસ આવે ત્યારે છુપાવાનો વારો આવે છે. "

"હમમમમમમ..... ઘણી જ ગેહરી વાત તમે કરી રહ્યા છો સકીના .. પણ આપણે ઇન્સાન છીએ દુનિયાની અને સમાજની મર્યાદામાં રહીને આપણે કામ કરવાનું હોય છે આપણા પોતાના વિચારો નું અહીં વધુ કોઈ મહત્વ નથી આપવાનું ,અને નહિ કોઈ સમજવાનું....."

" આવું કોણે કહ્યું તમને ? હું તો નથી માનતી. હું તો બસ એટલું માનું છું કે જ્યારે પણ આપણા આત્મવિશ્વાસની કે ઈજ્જતની વાત આવે છે ત્યારે આપણે કોઈ હક નથી કે આપણે આપણું સન્માન માત્ર એક રોશની માટે ગુમાવી દઈએ અને જ્યારે આપણું મન આ વાત સ્વીકારવા તૈયાર નથી ત્યારે તો ક્યારેય નહીં. જ્યારે આપણે ખુદ જ આપણું અસ્તિત્વ ટકાવવા માટે નથી લડતા ત્યારે બીજા પાસેથી શું ઉમ્મીદ રાખશું....??"

સકીના ના વિચારોમાં ઘણી ગેહરાઈ હતી તે અમરને ચૂપ જોઈને એ સમજી ગઈ હતી કે આવતીકાલ ની પારિવારિક મિટિંગ માં ભલે તે અબુ સાહેબના કહેવા પ્રમાણે જ સપનાને બદનામ કરવા જઈ રહ્યો છે પરંતુ તેનું મન આ વાત સ્વીકારવા તૈયાર નથી. કારણ કે અમર જાણે છે કે તેના અને સપના વચ્ચે કોઈ જ મીયા બીવી જેવા સંબંધ નથી ન તો તે આ સંબંધમાં ખુશ હતી, ન હું અને જ્યારે તે કોઈ બીજાને પસંદ કરતી હતી ત્યારે મારી સાથે તેના નિકાહ્ ખરેખર મુનાસીબ ન હતા. પણ શું અમર સકીના ની વાત સમજશે ખરી ??