Stree Hruday - 41 books and stories free download online pdf in Gujarati

સ્ત્રી હદય - 41. રાહત ના સમાચાર

અબુ સાહેબ ખતરનાક સૈનિકની સાથે એક લાગણી વિહીન વ્યક્તિ હતા પોતાના ઈરાદાઓને કામયાબી અપાવવા માટે તેઓ કોઈપણ રસ્તો અપનાવી શકતા હતા. પોતાના પરિવાર ના લોકોની જાનને જોખમમાં મૂકવી , આમ્.... વર્ષોથી ખીદમત કરતા અને સાથે રહેતા તેમના વફાદારને પણ એક શકના આધારે છોડી દેવા તેમની માટે કોઈ મોટી વાત ન હતી. આ વાત રહીમ કાકા બરાબર જાણતા હતા.

અબુ સાહેબ ની આ પ્રકારની તરબિયત અને ઉછેર તેમની માતા પાસેથી તેમને મળ્યો હતો. કારણ કે તેમની માતા પણ એક રાજનૈતિક પ્રધાંન અને નિર્દય સૈનિકના દીકરી હતા. આમ તો રહીમ કાકા રહેમત બેગમ ની સાથે ખૂબ નાની ઉમરે તેમની સાથે આ ઘરમાં આવેલા હતા અને ત્યારથી તેઓ આ પરિવારની અને અબુ સાહેબની ખીદમતમાં હાજર હતા આથી ઇન્સ્પેક્ટર ની વાત સાંભળીને તેઓ હેરતમાં આવી ગયા હતા તેઓને સમજાતું ન હતું કે માત્ર એક શકના આધારે શું હવે તેની જાનને ખતરો છે ? આટલા વર્ષથી તો તેઓએ આ પરિવારના લોકો ની ચિંતા અને તરબિયત કરી છે પણ હવે શું થશે ?

રહીમ કાકા ભારી મન સાથે ઘરે પરત આવે છે તે ગયા તો દરગાહે અને મસ્જિદે બંદગી કરવા પણ પોલીસની પૂછતાછ અને તેમના સવાલોને કારણે તેઓ નું મન ભારી થઈ જાય છે તેઓ સમજી નથી શકતા કે આ માટે કોને જિમ્મેદાર ઠરાવવા.

એક તો મનમાં પરિવારના સભ્યો અને અબુસાહેબ પ્રત્યે શંકા ઘર કરી ગઈ હતી અને તેમાં છેલ્લા બે ત્રણ દિવસમાં એવી ઘટનાઓ બની ગઈ કે રહીમ કાકાને એ નિશ્ચિત થઈ ગયું કે હવે આ ઘરમાં કે પરિવારના લોકોમાં તેમનું કોઈ સ્થાન કે ઇજ્જત બાકી રહી નથી અચાનક જ ખુફિયા ઓફિસની ચાવીઓ બીજા ખાદીમ ને આપવી.,, કેટલાક જરૂરી કામ માટે રહીમ કાકાને બદલે બીજા કોઈ ખાદીમ ને બોલાવવા આ બધું એ નક્કી કરતું હતું કે પોલીસની વાત તદ્દન સાચી જ હતી અબુ સાહેબની સિક્યુરિટીને લઈને ઘરમાં બધું જ ફરી ગયું છે એક તરફ તેઓ બીજા ઉપર શંકા ની વાત જણાવે છે અને બીજી તરફ તેના ઉપર પણ શંકા કરીને તેમને તેની ઓકાત યાદ કરાવવામાં આવી રહી છે, તે હવે આ ઘરમાં કોઈ ઘરના સભ્ય નથી પણ એક આમ ખાદીમ જ છે

અચાનક ખફા ( દુઃખી ) થઈ ગયેલા રહીમ કાકાને જોઈને સકીના હવે રાહત અનુભવે છે તેનું ઘણું ખરું કામ એક શંકાને આધારે જ થઈ ગયું હતું. રહીમ કાકા અને પરિવારના સભ્યોનું આ રીતે જુદા થવું એ ખરી સફળતા જેવું હતું અને તેની અસર હવે કઈ રીતે આવવાની હતી તેની કોઈને પણ ભનક ન હતી.

રહીમ કાકાની ઉદાસીને જોઈને તેમના ઉપર સતત નજર રાખવામાં આવી રહી હતી કારણ કે સકીના અને તેમના સાથીઓ હવે કોઈ પણ મુકો ચૂકવામાં પોતાની મોટી ભૂલ સમજતા હતા તેઓ જાણતા હતા કે હવે રહીમ કાકા ગુસ્સામાં આવીને કોઈ ગલત કદમ ચોક્કસ ઉઠાવશે વળી તેઓ વૃદ્ધ હતા પરંતુ જિંદગીનો અનુભવ તેમની પાસે બોહળા પ્રમાણમાં હતો. તેઓ અબુસાહેબ અને તેમના કામકાજને સંપૂર્ણ રીતે તો નહીં પરંતુ અંદાજો લગાવી શકાય તે રીતે ઘણું જાણતા હતા.

આથી ખૂબ વિચાર કર્યા પછી તેઓ એક દિવસ કામ પતાવીને બ્રિગેડિયર જમાલને મળવા માટે તેમના વિલામાં પહોંચી જાય છે જે દિવસની રાહ સકીના અને તેમના સાથી જોઈ રહ્યા હતા તે પલ આવી ચૂકી હતી એક શંકા નું બીજ રહીમ કાકાના મગજમાં ઘુસી ચુક્યું હતું. તેઓ હવે આ ઘરમાં પોતાની જાનને જોખમ સમજવા લાગ્યા હતા. આથી હવે પોતાની જાનની સલામતી માટે તેઓ એક એવી ભૂલ કરવા જઈ રહ્યા હતા જેનો તેમને કોઈ અંદાજ ન હતો ગદારીનો ડાઘ મિટાવવા માટે એકદમ મોટી ગદ્દારી.

પોતાના વિલામાં અચાનક જ આવેલા વફાદાર રહીમ કાકાને જોઈને બ્રિગેડિયર જમાલને થોડી શંકા થઈ આવી પરંતુ આંખોમાંથી બોલાતું વાક્ય હંમેશા સત્ય તરફ જ ઈશારો કરતું હોય છે આથી બ્રિગેડિયર જમાલ હવે રહીમ કાકાની વાતને સાંભળવા માટે તૈયાર થઈ જાય છે આમ તો બ્રિગેડિયર જમાલને અબુ સાહેબની હરકતોથી તકલીફ જ હતી જે પ્રકારના ઈરાદાઓ તેઓ રાખતા હતા તે દેશ અને ઇન્સાનિયત ને માટે ખતરનાક જ હતા અને આથી જ તેઓ હવે પોતાના મુલ્ક અને લોકોની હીફાજત માટે અબુ સાહેબ સાથે દુશ્મની કરી રહ્યા હતા પરંતુ આ ઈરાદાઓ માત્ર પોતાના દેશ માટે જ હતા જે દરેક સૈનિક ને પોતાના દેશ માટે હોય છે પણ હવે રહીમ કાકાના ખોલેલા ક્યા રાઝ અબુ સાહેબ માટે તકલીફ ઊભી કરશે અને બ્રિગેડિયર જમાલને મુનાફો ??