Cyber Sayko - 4 in Gujarati Short Stories by Khyati Lakhani books and stories PDF | સાયબર સાયકો - ભાગ 4

Featured Books
Categories
Share

સાયબર સાયકો - ભાગ 4

આગળના ભાગમાં આપણે જોયું કે તપન ને ફોરેન્સિક લેબમાંથી ફોન આવે છે અને કઈક પ્રૂફ મળ્યા ની વાત કરી.આ વાત સાંભળી તે ફટાફટ ત્યાં પહોંચે છે.

"શું થયું ડોક્ટર, એવું તો શું પ્રૂફ મળ્યું તમને કે તમે મને ઝડપથી આવવા કહ્યું?"તપન આવીને તરત જ બધું પૂછવા લાગ્યો..

"સર અમને રિયા ના બોડી પરથી એક ફિંગરપ્રિન્ટ મળ્યા છે અને એ ફિંગરપ્રિન્ટ તમારા જ ડિપાર્ટમેન્ટ ના એક વ્યકિત સાથે મેચ થાય છે"ડોક્ટર બોલ્યા

"વોટટ?અમારા ડિપાર્ટમેન્ટમાં? કોણ છે અમારા ડીપાર્ટમેન્ટ જે આવું કામ કરી શકે છે?"તપન ગુસ્સા માં બોલ્યો

"સર એ વ્યકિત છે ઇન્સ્પેકટર અંશ".ડોક્ટર એ આ કહીને તપન ને આંચકો આપ્યો..

અંશશશ? એ કેવી રીતે કરી શકે આવું કામ, મને તો વિશ્વાસ નથી આવતો ડોક્ટર.. તમારી કોઈ ભૂલ તો નથી થતી ને? તપન એ ડોક્ટરો પર પ્રશ્નો નો મારો ચલાવ્યો..

"ના સર અમારી થી એવી ભૂલ થાય જ નહિ.."

આ સાંભળી તપન ગુસ્સા માં ત્યાંથી ચાલ્યો ગયો અને તે તરત પોલીસ સ્ટેશન ગયો.ત્યાં જઈને જુએ છે તો અંશ ક્યાંય હતો નહી..

તેણે તરત અંશ ને ફોન કર્યો,"ક્યાં છો તું? તપન ગુસ્સામાં બોલ્યો..

"સ..સ..સર હું રસ્તામાં જ છું હમણાં પહોચી ગયો સમજો.પણ થયું શું સર તમે કેમ આટલા ગુસ્સામાં છો?" અંશ એ ડરતા ડરતા પુછ્યું..

"તને કહ્યું એટલું કર સામે પ્રશ્ન પૂછ મા.મને તું દસ મિનિટ માં પોલીસ સ્ટેશનમાં હાજર જોઇએ.."આટલું કહી અંશ ના જવાબ ની રાહ જોયા વગર તપન એ તરત ફોન નું રીસીવર જોરથી પછાડ્યું..

"અંશ આજ તો તું ગયો.."અંશ મનોમન બબડી રહ્યો હતો.તપન નો આવો ગુસ્સો જોઈને અંશ ડરી ગયો તેને તો પોલીસ સ્ટેશનમાં જવાની ઈચ્છા જ નથી થતી. પરંતુ ઓર્ડર હતો એટલે તે પાંચ જ મિનિટમાં પહોચી ગયો.

"અંશ જ્યારે રિયા નું મર્ડર થયું ત્યારે તું ક્યાં હતો? અને શું કરતો હતો?" અંશ હજુ તો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો ત્યાં જ તપન એ તેના પર પ્રશ્નો નો મારો ચલાવ્યો.

તપન ના એકાએક પૂછેલા આવા પ્રશ્નોથી અંશ થોડો ગભરાઈ ગયો.

"સ.સર હું તો ત્યારે મારા ઘરે જ હતો.સાંજે પોલીસ સ્ટેશનથી હું સીધો ઘરે જ ગયો હતો."પણ અચાનક તમે મને આવું કેમ પૂછો છો.

"મિસ્ટર અંશ હું આવું એટલે પૂછું છું કારણકે રિયા ની ડેડ બોડી પર બીજા કોઈના નહિ પરંતુ તમારા ફિંગરપ્રિન્ટ નિશાન મળી આવ્યા છે.તો હવે મારે એનો શું મતલબ સમજવો.."તપન અંશ સામે જોતા બોલ્યો..

"મારા ફિંગરપ્રિન્ટ ના નિશાન? અંશ આશ્ચર્ય સાથે બોલ્યો.અને સર એ કઈ રીતે બની શકે હું તો ત્યાં જ હતો નહિ અને ને રિયા નું મર્ડર નથી કર્યું સર."

"તો તમારા ફિંગરપ્રિન્ટ ના નિશાન ત્યાં હું કરવા ગયો હતો કેમ?"તપન વધુ ગુસ્સા માં બોલ્યો..

"પણ સર હું તો મારા ઘરે જ હતો તમને મારા પર વિશ્વાસ ન આવતો હોય તો તમે ઘરે પૂછી પણ શકો છો અને રહી વાત ફિંગરપ્રિન્ટ તો સર જ્યારે બોડી જોઈ ત્યારે તેની આવી હાલત જોઈને હું લગભગ ગ્લવઝ પહેરતા ભૂલી ગયો હતો.."અંશ એ પોતાનો બચાવ કરતા કહ્યું..

તપન એ તરત તેના ઘરે વાત કરી અને પોતાના પોલીસ દિમાગનો ઉપયોગ કરીને વાત કરી અને સાચી માહિતી મેળવવાની કોશિશ કરી.તેને વાત કરીને લાગ્યું કે અંશ સાચું બોલી રહ્યો છે..

"એક પોલસકર્મી છો તો તને એટલી તો ખબર હોવી જોઈએ ને કે કોઈ પણ બોડી ગ્લવઝ પહેર્યા વગર ન જોવાય,હવે આજ પછી આવી ભૂલ ક્યારેય ન થવી જોઇએ"..તપન તેને ખીજાતા બોલ્યો..

તે બન્ને વાત કરી રહ્યા હતા ત્યાં જ અંશને કોઈક નો ફોન આવે છે.. "વાહ સરસ ,તારે માટે તારું સોશ્યલ મીડિયા જ બધું છે,આખો દિવસ તારે એ જ કામ હોય છે. બીજું તો કઈ કરવું ગમતું નથી.."અંશ તપન નો ગુસ્સો ફોન પર રહેલ વ્યકિત પર ઉતરતો હોય એવું લાગી રહ્યું હતું..

આજે રિયા ના મર્ડર ને 3 દિવસ થઈ ગયા હતા, તપને ઘણી કોશિશ કરી પણ હજુ સુધી તેના હાથ કઈ જ લાગ્યું નહોતું..

"ભાઈ તું ઝડપથી ઘરે આવ ને મમ્મીને તબિયત પાછી ખરાબ થઈ ગઈ છે.."સાંજે તે પોલીસ સ્ટેશનમાં હતો ત્યા તેને આસ્થા નો ફોન આવે છે..

તે ફટાફટ ઘરે ગયો અને તેના મમ્મીને હોસ્પિટલ લઈ ગયો. ત્યાંથી ઘરે આવતી વખતે તેને રસ્તામાં અંશને જોયો તે કોઈક છોકરી સાથે ઝગડતો હોય એવું લાગી રહ્યું હતું. તેના મમ્મીની તબિયત નેં ધ્યાનમાં લઈ તે ત્યાં ઊભો ન રહ્યો..

"અંશ ક્યાં છો તું?" તેણે હકીકત જાણવા અંશ ને ફોન કર્યો..

"સર હું મારી ફ્રેન્ડ સાથે બાર આવ્યો છું, પછી કોલ કરું..અંશે વાતને ટૂંકાવતા કહ્યું અને તરત ફોન કટ કરી નાખ્યો..

તપન ને ગુસ્સો આવ્યો પણ તે કઈ જ બોલ્યો નહિ..તે ઘરે આવીને તેનાં મમ્મીને બરાબર સુવડાવી પોતાના રૂમમાં જતો રહ્યો..આસ્થા એ જમવા માટે કહ્યું પણ તેને આજે ભૂખ નહોતી લાગી.તે આજે ખૂબ જ થાકી ગયો હતો. કેસ સોલ્વ કરવાનું પ્રેશર,મમ્મીની તબિયત અને આરવી સાથેનો ઝગડો આ બધામાં તે ગૂંચવાય ગયો હતો..

તે સૂતો હતો ત્યાં તેને તેના બાલ્કની ના દરવાજા પાસે કોઈકનો હોવાનો એહસાસ થયો,કોઈ બિલ્લી પગે આવી રહ્યું હોય એવું તેને લાગ્યું.તે તરત જ ઊભો થયો અને પોતાની ગન લઈને ગયો.જેવો તેને દરવાજો ખોલ્યો સામે રહેલી વ્યકિત તેને ચોંટી ગઈ અનેતે વ્યકિત બીજું કોઈ નહિ પરંતુ આરવી હતી..

"શું છે આ બધું હે પાગલ?"તપન હસતાં હસતાં બોલ્યો..

"તને સરપ્રાઈઝ આપવા આવી હતી પરંતુ તે તો મને જ ડરાવી દીધી."આરવી મોઢું બગાડતા બોલી..

"ઓહ મારી સિંહણ ડરી ગઈ એમ? 11 વાગ્યા છે રાતના અને આ ટાઈમ એ કોણ આવી રીતે આવે હે?તપન બોલ્યો..

"મારા જેવા જે પ્રેમ માં પાગલ હોય એ આ ટાઈમે આવે, જેનો પ્રેમી તેના પર ગુસ્સો કરી રિસાઈને બેસી ગયો અને કા તો એટલો બિઝી થઈ ગયો હોય કે તેને તેની પ્રેમિકાની યાદ જ ન આવતી હોય"આરવી તપન ને ધક્કો મારતા બોલી..

તપન એ તેને પોતાની તરફ ખેંચી એક મસ્ત હગ કરીને તેની માફી માંગી અને તેને મનાવી પણ લીધી..તપન નો થાક તો જાણે આરવી ને જોઈને જ ઉતરી ગયો હોય એવું લાગતું હતું.તે બંને ત્રણ દિવસનો ઝગડો ભૂલી એકબીજા ના પ્રેમમાં ખોવાય ગયા હતા..આજે તેમના વચ્ચેના બધા બંધન બધા ઝગડા દૂર થઈ ગયા હતાં.બન્ને ને એક અલગ આનંદની અનુભૂતિ થઈ હતી..

"તપન હવે મારે જવું પડશે બાકી પપ્પા સવારે તને ખીજાશે"આરવી બોલી

"અરે પણ રાત ના બાર વાગ્યે ક્યાં એકલી જઈશ તું, સર ને હું સમજાવી દઈશ..તપન તેને રોકતા બોલ્યો..

"ના યાર આજે તો મારે જવું જ પડશે મે પપ્પાને હું આવી જઈશ એવું પ્રોમિસ કરેલું છે, પ્લીઝ મેને જવા દે અને તારે મૂકવા આવવાની પણ જરૂર નથી મને ખબર છે આજે તું ખૂબ જ થાકી ગયો છે તો તું શાંતિથી સૂઈ જા..હું પહોંચીને કોલ કરી દઈશ.."આટલું કહીને આરવી ત્યાંથી નીકળી ગઈ..

તે બન્ને નું ઘર નજીક જ હતું અને આવી રીતે તે ઘણીવાર જતી એટલે તપને તેને જવા દીધી..

તપન તરત સૂઈ ગયો અને થાકના લીધે તેને ઊંઘ પણ આવી ગઈ અચાનક તેની ઊંઘ ઉડી ત્યાં બે વાગી ગયા હતા.તેને યાદ આવ્યું કે આરવી નો કઈ કોલ આવ્યો જ નથી તે તરત જ સફાળો બેઠો થયો..

તેને તરત આરવી ને કોલ કર્યો પણ રિસિવ ન થયો, તેને લગભગ પંદર-વીસ વખત કોલ કર્યા પણ રીસિવ ન થયા. તે ખૂબ જ ડરી ગયો હતો..

શું થયું હશે આરવી સાથે? શું રિયા પછી બીજો નંબર તેનો હશે? જાણવા માટે વાચતા રહો સાયબર સાયકો..