Kinnar - 2 books and stories free download online pdf in Gujarati

કિન્નર! શ્રાપ કે આશિર્વાદ - 2

પાંચ વર્ષ પહેલાં


સીમા, તૈયાર થઈ કે નહિ. જલ્દી કર જાન લેટ થાય છે.

વાહ રે વાહ હો મારા સાયબા, અહી હું તકલીફમાં છું ને તમને તો જુઓ કેટલી ઉતાવળ ચડી છે ને કેટલી એક્સાઇટમેંટ છે તમને તે.

અરે ગાંડી, તને તકલીફમાં જોઈને હું કોઈ દિવસ ખુશ થતો હોય કે? શું તું પણ, પણ હા એક્સાઇટમેંટ 200% છે. તારા સિમ્પ્ટમ્સ
જે પ્રમાણે છે એ પ્રમાણે તો બસ આજે દુનિયાની સૌથી મોટી ખુશી મને મળસે. ચલ વ્હાલી જલ્દી કર.

ચાલો ગાડી કાઢો તમે, હું ત્યાં સુધી પર્સ લઈ ને આવી.

વિશાલ ગાડી પાસે ઊભો હોય છે ને સીમા આવે છે, સીમાને જોતા જ વિશાલ પોતાની જાતને પણ ભૂલી જાય છે, સીમા એટલી બધી સુંદર લાગી રહી હોય છે. ભરાવદાર શરીર ને લાંબુ કદ, તીખી અણીદાર આંખો, ધનુષ જેવા હોઠ, લાંબા કાળા વાળ, એકદમ કસાયેલ વ્રક્ષસ્થળ, એકદમ આકર્ષક નિતંબ, વાન એવો ઉજળો કે કોઈ જરા સરખો સ્પર્શ પણ ઉજરડું લાગી ને દેખાઇ આવે. કોઈ કવિની કલ્પના હોય સાવ એવી જ છે સીમા. બસ એકજ વાત ની કમી હતી, બોલવામાં બઉ તીખી સીમા. કોઈની વાત ન ગમે અથવા કોઈ વધુ પડતું બોલતું હોય તો જરા પન નમ્યા વિના એણે તરત સંભળાવી દેતી.

વિશાલ અપલક સીમાને જોતો રહ્યો, એટલે સીમા ચપટી વગાડતા બોલી, એય મિસ્ટર હવે મોડું નથી થતું? હું તમારી પત્ની જ છું, એટલે આમ ઘુરી ઘુરી ને શું જુઓ છો. બિચારો વિશાલ બસ સ્માઇલ આપીને ગાડીમાં બેસી ગયો.

બન્ને ગાયનેક પાસે જતાં હોય છે ત્યારે રસ્તામાં સિગ્નલ પર થોડો જામ હોય છે, ને દરેક સિગ્નલની જેમ અહીં પણ માગવાવાળા ની આવ હોય છે. બંધ કાંચમાં સીમાને સ્ફોકેશન થતું હોવાથી એ બારીનાં કાંચ ખોલી નાખે છે. જેવું સીમા કાંચ ખોલે ત્યાં એક કિન્નર તાળી પડતો પડતો સીમાની બારી પાસે આવે છે,
" હાય હાય દીદી કુછ તો દેદે, ઇસ હિજરેકી દિલ સે દુઆ નીકલતી હૈ, બહોત અચ્છા આશિર્વાદ દુંગી, " કિન્નર ની વાત સીમા જાણે સાંભળતી જ ન હોય, એમ બારીની બાર જોવા લાગી. પેલા કિન્નરે બે ત્રણ વખત તાળી પાડીને સીમાને દીદી દીદી કહીને બોલાવી પણ, પણ જ્યારે સીમાએ કોઈ જ રિપ્લાય ન આપ્યો તો એણે આદત થી મજબૂર થઈ ને બારી ની અંદર હાથ નાખીને સીમાને ખભેથી હલાવી. એ કિન્નરનાં સ્પર્શથી સીમા જાણે આભળાઈ ગયી હોય એમ, એકદમ ગુસ્સે ભરાઈને ગાડીની બહાર નીકળી. વિશાલ એને રોકે એ પહેલા જ સીમાએ કિન્નર ને એક જોરદાર તમાચો ચોડી દીધો. ને બોલવા લાગી " તારી હિમ્મત કેમ થઈ મને હાથ લગાવવાની, તું કિન્નર નાં વેશમાં બહેરૂપિયો છે, તને ખબર છે હું કેટલા સારા કામ માટે જઈ રહી છું.

સીમાનો આવો વર્તાવ જોઈને બે ઘડી માટે તો પેલો કિન્નર પન હેબતાઈ ગયો. એની આંખો આંસુઓથી છલકાઈ ગઈ. પણ એણે તરત પોતાની જાતને સાચવી ને એટલું જ કહ્યું, દીદી, હું કોઈ બહેરૂપીયો નથી, કોઈ ગલત ઇરાદાથી તને સ્પર્શી નથી, અમારી તો આદત જ છે કે અમે આવી રીતે વર્તીએ છીએ. પણ લાગે છે કે તને કિન્નરો થી જરાક અમથું પન લગાવ કે દયા નથી. એમને તો ભગવાને જ આવા બનાવ્યા છે, એની પાસે ક્યાંક ને ક્યાંક મતી ખૂટી પડતી હસે કે એણે એમને સ્ત્રી કે પુરુષ બન્નેમાંથી કોઈ પણ રૂપ પૂરું નથી આપ્યું. પન આમાં અમારો શું વાંક?? તે આજ મારી બિરાદરી સામે મારું અપમાન કર્યું છે, તો પન હું તને આશીર્વાદ જ આપીશ કે તારો ખોડો જ્યારે જ્યારે પણ ભરાય ને ત્યારે ત્યારે ભગવાન પાસે પાછી માટી ખૂટે, ને તારા ખોળે કિન્નર જ અવતરે. આ મારા આશીર્વાદ છે દીદી.
જા તું તારા જે સારા કામ માટે જઈ રહી છે એ સફળ થાય.

આટલું કહેતા તો પેલો કિન્નર ક્ષણ માં તો ત્યાંથી અદ્રશ્ય થઈ ગયો. ને સીમા પાછળ એકલી એકલી બબડતી રહી, કે જા જા બઉ જોયા તારા જેવા છક્કા, આમ જો તમારા જેવાના શ્રાપ ને આશીર્વાદ ફળતા હોય તો તમે જ ભગવાન બની ગયા હોત. જા ચલ નીકળ અહીથી, આવ્યો મોટો મને આશીર્વાદ આપવા વાળો. વિશાલ તો સીમાનો આવો અવતાર ને આટલો ગુસ્સો જોઈને અવાચક જ બની ગયો. છેલ્લા 3 વર્ષથી બન્ને સાથે હતા કોઈ દિવસ સીમા આટલી ગુસ્સે થતી જ નથી, આજ ખબર નહિ શું થઈ ગયું હતું.


ઓહ!! આ શું થયું, આ તે કેવો ગુસ્સો, ને કેવા કિન્નરનાં આશીર્વાદ, આ સાચે જ આશીર્વાદ હતા કે શ્રાપ? તમને પણ આવા જ પ્રશ્નો થતા હશે ને. તો આગળ જાણવા મળીએ આગળના ભાગમાં.ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏