Prem Thai Gyo - 6 books and stories free download online pdf in Gujarati

પ્રેમ થઇ થયો - 6

ૐ નમઃ શિવાય

PART-6

અત્યાર સુધી જોયું કે અક્ષત અચાનક ક્યાંઈક જતો રે છે અને દિયા, અહાના અને શિવ તેને ગોતવા માટે જાય છે....

ત્યારે દિયા પણ તેને બધી જગ્યા એ ગોતે છે અને એનું દયાન ત્યાં અક્ષત પર જાય છે, તે ત્યાં એક ઝાડ ના ટેકે ઉભો હોય છે... દિયા પણ તેની બાજુ માં જઈ ને ઉભી રે છે...

દિયા જોવે છે કે અક્ષત ના આંખ માં આંશુ હોય છે...

"શું થયું અક્ષત ...?"
દિયા બોલે છે....

ત્યાં દિયા ને જોઈ ને અક્ષત પોતાનું મોઠું ફેરવી લે છે અને પેહલા પોતાના આંશુ લૂછે છે....

"હું અને મિતાલી નાનપણ થી જોડે જ રેતા, મમ્મી ના ગયા પછી હું કાકા ના ઘરે જ આવી જતો..."
અક્ષત બોલે છે....

"હવે મિતાલી પણ મારા થી દૂર થઇ જશે..."
અક્ષત બોલે છે....

"હા પણ તે તારી સાથે જ હશે ને, જયારે તને મન થાય ત્યારે એને મળવા માટે જજે...અને અમે બધા તો છીએ તારી સાથે...."
દિયા બોલે છે...

તે અક્ષત ને થોડું સમજાવી ને દિયા તેને મિતાલી પાસે લઇ આવે છે અને મિતાલી પણ તેની રાહ જોઈ ને ઉભી હોય છે કાર માં પણ નથી બેસતી....

અક્ષત જેવો આવે છે તે મિતાલી ના ગળે લાગી જાય છે...પછી શિવ પણ આવીને ગળે લાગી જાય છે પછી બન્ને મળી ને મિતાલી ને કર માં બેસાડે છે....

દિયા મન માં જ વિચારે છે કે અક્ષત જે હંમેશા ફેસ પર સ્માઈલ રાખે છે પણ તેના મન માં પણ ગણી વાતો છે અને તેને મિતાલી માટે ગણી લાગણી છે....

*****

શિવ, અહાના, અક્ષત અને દિયા બેઠા હોય છે...

"તમે બંન્ને ઘરે કઈ રીતે જશો...?"
શિવ બોલે છે....

"અમે ટૅક્સી બોલાવી લઈશું...."
અહાના બોલે છે....

"ના હું અને અક્ષત તમને મૂકવા આવીશું..."
શિવ બોલે છે...

"ના અમે અમારી રીતે જતા રઈશુ ...."
દિયા બોલે છે...

"મિતાલી એ મને પહેલા જ કીધું હતું તમને બન્ને ને મુકવા આવા માટે....?"
અક્ષત બોલે છે....

ત્યારે તે માની જાય છે....અને બીજા દિવસે સવારે વેલા નીકળવા નું નક્કી કરે છે...

*****

તે ચાર લોકો કાર માં નીકળી જાય છે....ડ્રાઈવ શિવ કરે છે, અક્ષત તેની બાજુ માં બેઠો હોય છે....દિયા અને અહાના પાછળ બેઠા હોય છે...

"શિવ અહીંયા તો કોઈ કાય બોલશે નઈ તું ગીત ચાલુ કર..."
અહાના બોલે છે ...

શિવ ગીત ચાલુ કરે છે...

"Main tere Kaabil hoon ya
Tere Kaabil nahi "

ગીત ચાલુ થાય છે...

અક્ષત જેવું ગીત ચાલુ ત્યારે એ દિયા સામે જોવે અને મન માં વિચારો કરવા લાગે છે...

ત્યારે તેનું દયાન જાય છે કે શિવ પણ બેક મિરર માંથી જોતો હોય છે....

"શિવ ને પણ શું દિયા ગમવા લાગી છે...કે તેને અહાના ગમતી હશે...?"
અક્ષત મન માં વિચારવા લાગે છે...

ત્યારે અહાના નું ઘર આવી જાય છે...અને તે બધા ને બાય કઈ ને જાય છે....

થોડી વાર માં દિયા નું ઘર પણ આવી જાય છે....દિયા ન મૂકી ને તે બંને ત્યાં થી જતા રયે છે....

*****

તે પાંચ લોકો એ એક ગ્રુપ બનાવ્યું હોય છે તેમાં તે રોજ વાતો થતી હોય છે અને તેમની ફ્રેન્ડશીપ પણ હવે સારી થઇ ગઈ છે...અક્ષત અને દિયા ની વાતો પણ હવે વધતી જાય છે...

સમય જેમ જેમ પસાર થાય છે તેમ અક્ષત નો પ્રેમ દિયા માટે વધતો જાય છે....અક્ષત તેની બધી વાતો હવે દિયા ને કહેવા લાગે છે અને દિયા પણ પોતાની વાતો તેને કે છે.....

દિયા પણ તેના જીવન ની વાતો તેને કેવા લાગે છે પણ તેના પાસ્ટ વિશે પૂછવાની ની હિમ્મત ના તો અક્ષત માં હતી ના તો તેના વિશે દિયા એ તેને કઈ કીધું ....અક્ષત તેના મન ની વાત પણ દિયા ને નથી કઈ શકતો....

દિયા એક દિવસ મિતાલી ને ફોન કરે છે...

"હેલો..."
દિયા બોલે છે...

"હેલો...આજ તો બઉ ખુશ લાગે છે તું..."
મિતાલી બોલે છે...

"બસ હવે મને પણ નવા ફ્રેન્ડ મળી ગયા છે...એટલે આટલી ખુશ છું હું...."
દિયા બોલે છે...

"તો હું બધા ને કઉ કે આપડે બધા મળી ને ફરવા જઈએ...."
મિતાલી બોલે છે....

મિતાલી અને દિયા થોડી વાર વાતો કરે છે અને પછી બન્ને પોતાના કામ માં લાગે છે....

*****

સમય જતા ક્યાં વાર લાગે જ છે....અને ૧ વર્ષ પણ થઇ જાય છે હવે અહાના અને દિયા નું કોલેજ પુરી થઇ જાય છે....તે પાંચ નું એક ગ્રુપ બનાવેલું હોય છે તેમાં તેમની વાત ચાલુ હોય છે...

"આમે હવે અહાના અને દિયા નું વેકેશન પડ્યું છે...તો આપડે પાંચ મળી ને ફરવા જઈએ...અને હું નીતિન ને પણ વાત કરીસ જો તેના પાસે સમય હશે તો તે પણ આવશે...."

મિતાલી બધા ને એક આઈડિયા આપે છે....

તે લોકો ગણી જગ્યા નું વિચારે છે અને છેલ્લે બધા મળી ને મેધાલય નક્કી કરે છે...ત્રણ દિવસ માટે...

*****

તે બધા નીતિન ના ઘરે જ ભેગા થવાના હોય છે...જે અમદાવાદ માં આવેલું હોય છે ત્યાં થી જ તે લોકો મેઘાલય માટે નીકળવાના હોય છે....

જયારે દિયા પોંચે છે મિતાલી ના ઘરે ત્યારે અક્ષત અને શિવ પહેલા થી ત્યાં જ આવી ગઈ હોય છે...અને અહાના ની બધા રાહ જોતા હોય છે, અત્યારે સવાર ના ૯ વાગ્યા હોય છે અને એ લોકો ને ૧૨ વાગે નીકળવા નું હોય છે.......

તે લોકો મિતાલી ના ઘરે જ જમી ને જવાના હતા....તેમની સાથે નીતિન પણ સાથે આવાનો હોય છે....ત્યાં અહાના પણ આવી જાય છે અને તે લોકો જમી ને ત્યાં થી નીકળી જાય છે...તે લોકો ફ્લાઇટ માં બેસી જાય છે અને બધા એક બીજા થી વાતો કરવા માં લાગ્યા હોય છે....

રાત સાંજ ના ૭ વાગે ત્યાં પોંચે છે અને હોટેલ પર જાય છે ત્યાં ૩ રૂમ રાખ્યા હોય છે અને એક રૂમ એમાં નીતિન અને મિતાલી જાય છે બીજા રૂમ માં શિવ અને અક્ષત અને ત્રીજા રૂમ માં અહાના અને દિયા જાય છે....તે લોકો એટલા થાકી ગયા હોય છે કે તે નીચે જમવા નથી જતા......નીતિન અને મિતાલી જે રૂમ માં જ જમવા નું મંગાવી લે હોય છે...

બધા તેની રૂમ માં આવી ને જમવા નું જમે છે અને પછી પોતાના રૂમ માં જાય છે....

*****

દિયા ને ઊંઘ નથી આવતી તો તે બાલ્કની માં જાય છે...ત્યાં બાજુ ન બાલ્કની માં અક્ષત ફોન પર કોઈ સાથે વાત કરો હોય છે...

દિયા ત્યાં એક ખુરસી પર બેસે છે અને અક્ષત ની વાત તે સાંભળી લે છે...

"પાપા હું નથી આવ્વા માંગતો ત્યાં હું અહીંયા શિવ સાથે જ રેવા માગુ છું...."
અક્ષત બોલે છે....

અક્ષત આટલું કઈ ને ફોન મૂકી દે છે...

"બધું ઠીક તો છે ને અક્ષત..."
દિયા બોલે છે....

"અરે કાય નથી થયું.."
અક્ષત બોલે છે....

"હું પણ તારી ફ્રેન્ડ છું તારા મન ની વાત તું મને કઈ શકે છે....હું તને સમજવાની કોસીસ કરીશ...."
દિયા બોલે છે....

અક્ષત સાચી વાત દિયા ને કેસે....? એવી તો શું વાત હતી કે અક્ષત તેના પાપા સાથે આ રીતે વાત કરે છે...?

તે જાણવા જોડાયા રહો.... પ્રેમ થઇ ગયો....