Prem Thai Gyo - 10 books and stories free download online pdf in Gujarati

પ્રેમ થઇ થયો - 10

ૐ નમઃ શિવાયઃ

PART-10

નીતિન ની તબિયત માં હજુ પણ કોઈ સુધાર નથી હોતો આમજ ૨ દિવસ થઇ ગયા....

શિવ અને અક્ષત નીતિની પરિવારને મળી અને તેમની સાથે વાત કરે છે, ત્યારે તેને ખબર પડે છે કે નિતીન રાતના કાંઈ કામ થી તે ઘરની બહાર નીકળી હોય છે અને એક ટ્રક સાથે તેની કાર નું એક્સિડન્ટ થઈ જાય છે…

દિયા અને અહાના બન્ને મિતાલી સાથે તેની રૂમ માં બેઠા હોય છે...ત્યારે મિતાલી ના મમ્મી જમવાનું લઇ ને આવે છે પણ મિતાલી જમતી નથી...મિતાલી ના મમ્મી તેને આવી રીતે જોઈ ને પોતાના આંખુ નથી રોકી સકતા અને ત્યાં થી જતા રે છે...

"તું આમજ રોયા રાખીશ તો બેબી ઉપર શું અસર થશે એ વિચાર તું..."
દિયા બોલે છે...

"હા દિયા સાચું કે છે ચાલ થોડું જમી લે..."
અહાના બોલે છે...

"ચાલ જમી લે તો હવે..."
દિયા પોતાના હાથ થી મિતાલી ને ખવડાવતા બોલે છે...

ત્યારે રૂમ માં અક્ષત અને શિવ આવે છે...ત્યારે તરફ જ મિતાલી ઉભી થઇ જાય છે...

"નીતિન ને હવે કેવું છે..."
મિતાલી અક્ષત સામે જોવે છે...

"હવે થોડું સારું છે પણ તારે દયાન રાખવાનું છે, તારું બાકી નીતિન ઠીક થશે ત્યારે અમને બોલશે..."
શિવ સ્માઈલ આપતા મિતાલી ને કે છે...

"તારા ભાઈઓ છેને તું ચિંતા ના કરીશ...."
અક્ષત મિતાલી ને ગળે લગાવતા બોલે છે...

"ભાઈ મને પ્રોમિસ કરો નીતિન ને કાય નઈ થાય..."
મિતાલી બોલે છે...

"હા તારો ભાઈ પ્રોમિસ કરે છે કે નીતિન ને કાય નઈ થાય..."
અક્ષત બોલે છે....

"ચાલ હવે જમી લેતો હવે અને દયાન રાખજે તારું..."
શિવ બોલે છે...

શિવ અને અક્ષર હોસ્પિટલમાંથી ઘરે જમવા માટે જ આવ્યા હોય છે અને તે લોકો જમતા જ હોય છે ત્યારે અક્ષત ના ફોનમાં ફોન આવે છે.... અને તે જુએ છે તે નીતિન ના પપ્પા નું નામ લખેલું હોય છે તે જેવો ફોન ઉપાડે છે....

જયારે ફોન મૂકી ને તે શિવ સામે જોવે છે...

"ભાઈ નીતિન..."
અક્ષત બોલે છે અને તેના આંખોમાં આંશુ આવી જાય છે...

"ભાઈ હિંમત રાખ પહેલા ત્યાં જઈએ હજુ મિતાલી ને સાચવાની છે...."
શિવ બોલે છે પણ આંખુ તેની આંખો માં પણ હોય છે...

અક્ષત સીધો શિવ ના ગળે લાગી જાય છે ત્યારે મિતાલી ના મમ્મી આવે છે એમને વાત કરે છે અને તેમને શિવ અને અક્ષત સાચવે છે...

શિવ અને અક્ષત ત્યાંથી મિતાલી ના મમ્મી ને પણ સાથે લઇ ને ત્યાં થી નીકળી જાય છે...

*****

થોડી વાર માં અક્ષત ઘરે આવે છે અને જે રૂમમાં મિતાલી, અહાના અને દિયા હોય છે તે રૂમ માં જઈ ને દિયા ને ઇશારાથી બહાર બોલાવે છે...તે સમય પર અહાના અને મિતાલી સુતા હોય છે ...

"હા બોલ અક્ષત..."
દિયા બહાર આવતા બોલે છે...

"નીતિન ને ના બચાવી શક્યા...."
અક્ષત બોલે છે અને તેની આંખો માંથી આંશુ આવા લાગે છે તે ધુંટણો પર નીચે બેસી જાય છે...

"અક્ષત તું પહેલા પોતાને સાચવ..."
દિયા અક્ષત ના હાથ તેના હાથ માં લઇ ને બોલે છે...

અક્ષત તેને ગળે લાગીને રોવા લાગે છે...તેને જોઈ ને દિયા ની આંખો માં પણ આંશુ આવી જાય છે...

"મેં એને હમણાં તો પ્રોમિસ કર્યું તું કાય નાઈ થવા દઉં નીતિન ને અને હું કાય ના કરી શક્યો..."
અક્ષત તેના ગળે લગતા જ બોલે છે...

"અક્ષત આ તારા હાથ માં થોડી હતું...
દિયા બોલે છે...

"મને અહીંયા મિતાલી ને લેવા માટે મોકલી છે એને હું કઈ રીતે કઈસ..."
અક્ષત પોતાને સાચવતા બોલે છે...

"આપડે પહેલા અંદર જઈએ અને આપડે બધા છીએ ને તેને સાચવી લઈશું..."
દિયા બોલે છે...

દિયા અને અક્ષત રૂમ માં જાય છે...

"મિતાલી ચાલ આપડે હમણાં નીતિન ના ઘરે જવાનું છે..."
અક્ષત બોલે છે...

"નીતિન ને ઘરે લાવી દીધો એટલે એને હવે ઠીક થઇ ગયું ને..."
મિતાલી ખુશ થઈને બોલે છે...

"ના આપડે હાલ બસ તારા સાસુ એ અમને તને તેમના ઘરે લઇ જવાનું કીધું છે..."
દિયા બોલે છે...

દિયા, મિતાલી, અહાના અને અક્ષત બધા નીતિન ના ઘરે જવા માટે નીકળી જાય છે...

જયારે તે ઘરે પોંચે છે ત્યારે એના પરિવાર વાળા બધા એને જ જોતા હોય છે....

"નીતિન જતો રયો આપડા ને મૂકી ને..."
નીતિન ના મમ્મી મિતાલી પાસે આવી ને રોવા લાગે છે...

આ સાંભળી ને મિતાલી ને વિશ્વાસ ના થયો તેને અક્ષત સામે જોયું તેને પોતાની નજરો નીચી કરી લીધી તેના થી મિતાલી સમજી ગઈ કે તેના મમ્મી સાચું કે છે...

મિતાલી પણ રોવા લાગે છે...

દિયા અને અહાના તેને સાચવે છે અને તેને નીતિન નું સવ જ્યાં રાખ્યું હોય છે ત્યાં લઇ જાય છે...

બધા ના આંખ માં આંશુ હોય છે અને મિતાલી રોતા રોતા જ બેહોશ થઇ જાય છે ત્યારે અક્ષત અને શિવ તેને રૂમ માં લઇ જાય છે....

બીજી બાજુ અંતિમ સંસ્કાર વિધિ ચાલુ થાય છે....

(આ સમય એવો છે જયારે વ્યક્તિ ને સમજાતું નથી કે તે શું કરે તેના સાથે રહેતું માણસ તેને એમજ અચાનક એકલા મૂકી ને જતું રે છે બધા જાણે છે જે વ્યક્તિ અહીં આવ્યું છે એને આજે નઈ તો કાલે જવાનું છે...હજુ હમણાં તો તે બન્ને ના જીવન માં નવી ખુશીઓ આવાની હતી અને અચાનક શું થઇ ગયું જીવન માં આપણે શું ધારીએ અને શું થાય છે...)

*****

મિતાલી માટે ડૉક્ટર બોલવા માં આવે છે અને તે તેને ચેક કરે છે...

"આવા સમય પણ મિતાલી નું વધારે દયાન રાખવું પડશે અને જો નઈ રાખો તો બાળક ને અસર થશે..."
ડોક્ટર બોલે છે...

થોડીવાર માં મિતાલી હોશ માં આવે છે અને પાછી રોવા લાગે છે...

"બેટા, તું આમજ રોઇશ તો બેબી ને અસર થશે..."
નીતિન ના મમ્મી તેના માથે હાથ ફેરવતા બોલે છે...

બધા મિતાલી ને સમજાવે છે પણ તે કાય બોલતી જ નથી બસ રોવે જ છે...

બધી વિધિ પુરી થાય છે 12 દિવસ થઇ ગયા હોય છે...મિતાલી ને પાછી તેના ઘરે જ લાવી દે છે ત્યાં એ વધારે નીતિન યાદ કરશે તેમ વિચારીને...

*****

રાત ના સમય પર દિયા, અહાના, શિવ અને અક્ષત બેઠા હોય છે મિતાલી ને પહેલા જ સુવડાવી દીધી હોય છે...

"આપડા માંથી હવે કોઈને પાછું જવું પડશે હૈદરાબાદ ત્યાં કામ વધતું જાય છે..."
શિવ બોલે છે...

"હા પણ મિતાલી ને આ રીતે એકલી મૂકી ને કઈ રીતે..."
દિયા બોલે છે...

"તું અને અક્ષત અહીંયા રહો, હું અને અહાના જઈએ..."
શિવ બોલે છે...

"તમને જેમ ઠીક લાગે હું હમણાં મિતાલી ને એકલી નઈ મૂકી શકું..."
અક્ષત બોલે છે...

"હા અમે કાલે રાતે નીકળશું તો..."
શિવ બોલે છે...

અહાના અને દિયા સુવા માટે જાય છે...

"જો અક્ષત મિતાલી ને સાચવજે તું અને સાથે તારું પણ દયાન રાખજે..."
શિવ બોલે છે...

"ભાઈ વિચાર્યું નતું ને એવું થઇ ગયું..."
અક્ષત બોલે છે...

"હવે આ બધું તો આપડે બદલી નઈ શકીએ આપડે હવે મિતાલી અને તેના મમ્મી પાપા ને સાચવાના છે..."
શિવ બોલે છે...

"તું ચિંતા ના કકરીશ હું સાચવી લઈશ અને અહીંયા બધું ઠીક થશે ત્યાં સુધી ત્યાં બધું તું સાચવી લેજે..."
અક્ષત બોલે છે...

શિવ અને અક્ષત પણ સુવા જતા રે છે...

હવે આગળ મિતાલી ને અક્ષત કઈ રીતે સાચવશે તે જાણવા જોડાયા રહો...

પ્રેમ થઇ ગયો...