Lagn ma Love - 1 books and stories free download online pdf in Gujarati

લગ્નમાં લવ - 1


"ના, ના! એ તો હું કામ કરી લઈશ! તું મહેમાન છું, તારાથી ના કરાવાય કામ!" જુહીએ કહ્યું તો પણ લકી માને એવો થોડી હતો?! એણે તો એનાં હાથમાંથી જ દાળની દોલ લઈને બધાને વહેંચવા લાગ્યો!

એ દિવસે તો એ બંનેએ અને બાકીના ભાઈ બહેનોએ થઈને બધાંને જમાડ્યા હતા. લગ્નવાળા ઘરમાં એવું જ તો હોય છે, બધા સાથે મળીને બધા જ કામો કરી લેતાં હોય છે!

"ચાલ બસ હવે, તું પણ તો જમી લે!" પોતે પણ ભૂખ્યો હતો તો પણ એણે જુહીને કહ્યું!

"હા... તું પણ." જુહીએ કહ્યું અને બાકી બધા સાથે એ લોકો પણ જમવા બેસી ગયા.

જમતાં જમતાં જ જુહી લકીને જોઈ રહી, એ બધાથી અલગ હતો; સાવ એવું નહોતું કે એ ખાલી દેખાવમાં જ સારો હતો, અરે! બધા જ એનાથી ઇમ્પ્રેસ થઈ જતાં! લકી એ પણ એની સામે જોયું તો જુહીએ નજર જુકાવી લીધી.

પોતે એણે જાણે કે આ હરકત કરતાં કોઈએ જોઈ લીધી હોય એમ એને વધારેને વધારે ખાંસી ખાવાનું શુરૂ કર્યું!

"લે, લે! આ પાણી પી લે!" લકી જ સૌથી પહેલાં જઈને એની માટે પાણીનો ગ્લાસ લાવ્યો હતો!

જુહી એક જ શ્વાસે આંખો ગ્લાસ પાણી પી ગઈ તો એનાથી ખાઈ જ ના શકાયું! એણે આમ જોઈ લકીએ પણ ના ખાધું.

🔵🔵🔵🔵🔵

"બહુ કામ કરે છે, તું તો!" બે ચોકલેટ લેવાને બદલે એકમાંથી જ શેર કરીશું એમ કહીને જુહીએ એક જ ચોકલેટ લીધેલી અને એનાં જ અડધા ભાગને લેતાં, લકી કહી રહ્યો હતો. બંને થોડીવાર માટે જમીને ચાલવા ઘરથી થોડા દૂર આવી ગયા હતા. સતત ચાલતા અવાજથી બંને થોડા કંટાળી ગયા હતા.

"કામ તો કરવું જ પડે ને!" જુહીએ જવાબ આપ્યો.

"તો તું નેહાની સામે જ રહે છે, એમ ને!" લકી એ કહ્યું.

"એવું તો નહિ ને કે નેહા તને અહીં કામ કરાવવા જ લાવી હોય!" લકી હસી રહ્યો હતો. એણે ખ્યાલ નહોતો કે એ તો હસી રહ્યો હતો, પણ જુહી ખામોશ થઈ ગઈ હતી!

વધુ આવતા અંકે...

લગ્નમાં લવ - 2

"એવું કઈ જ નહિ, નેહા બહુ જ મસ્ત છે!" જુહીએ કહ્યું.

"સોરી યાર, ખોટું તો નહિ લાગ્યું ને?!" લકી એ માફી માંગી.

"ના." જુહીએ કહ્યું તો લકી કહેવા લાગ્યો - "અરે, એટલે હું આવ્યો ત્યારથી તને તો બસ કામ જ કરતા જોઉં છું! ઇન ફેકટ, આપને મળેલા પણ તો કામ કરતા જ ને!"

"મારા કામ કરવાથી તને આટલી જ પ્રોબ્લેમ છે તો તું, દિવ્યા સાથે જ દોસ્તી કર!" જુહીએ ચિડાઈ જતાં કહ્યું.

"અરે યાર, જો, મારા કહેવાનો મતલબ એવો નહિ! ઓકે!" લકી એ એણે સમજવવા પ્રયત્ન કર્યો.

"અને હા! નેહાએ મને બધું જ કહ્યું છે કે દિવ્યાએ તને પ્રપોઝ કરેલું! તું મારી સાથે વાત જ ના કર! જસ્ટ સ્ટે અવે!" એ બોલી અને બાકીની બચેલી ચોકલેટ ત્યાં જ ફેંકીને ચાલી ગઈ!

લકીનાં મોં માંની ચોકલેટનો સ્વાદ પણ કડવો થઈ ગયો!

અરે યાર! આ શું મુસીબત કરી દીધી! મારે એણે આવું નહોતું કહેવાનું! અરે હવે આટલા બધા વચ્ચે એણે મનાવું તો મનાવું કેવી રીતે?! યાર જો એણે મને સીધું જ પૂછી લીધું કે કેમ એણે મનાવું છું તો?! લકી વિચારી જ રહ્યો હતો કે એણે સામેથી દિવ્યા આવતી દેખાઈ.

"લકી, કઈ હતો તું?! ક્યારની તારી રાહ જોઉં છું હું!" દિવ્યાએ કહ્યું અને એનાં હાથને લકીના હાથમાં પરોવી બંને ઘર તરફ ચાલતા થયાં.

જો જુહી ખુદને આમ દિવ્યા સાથે જોઈ લેશે તો, એક તો એ પહેલેથી જ નારાજ તો છે જ. હું તો ગયો! લકી વિચારી રહ્યો હતો. એ આ મુસીબતથી બચવાનો કોઈ પ્લાન કરે એ પહેલાં જ સામેથી ખુદ જુહી આવી રહી હતી! અને ખાસ વાત તો એ હતી કે હજી તો દિવ્યાએ એનાં હાથને એક ઇંચ પણ ખસેડયો નહીતો!

વધુ આવતા અંકે...

એપિસોડ 2ની એક ઝલક: "અરે, ના! હું કરી લઈશ!" જુહી બોલી રહી હતી, પણ વાત કરવા મળશે એ આશાથી લકી તો વાસણ ઘસવા બેસી ગયો!

વાતો ચાલુ જ હતી, બંને જાણે કે વાસણ ઘસતા ઘસતા જ કઈ દુનિયામાં પહોંચી ગયા હતા, વાતો તો સિમ્પલ જ હતી, જેમ કે પરિવારમાં બધા શું કરે; પણ તેમ છત્તા બંને ને મજા બહુ જ આવી રહી હતી. પણ એમની આ મજા બહુ જ ક્ષણિક હતી, કેમ કે આગળ કઈક અનિષ્ટ થવાનું હતું!